Exit Poll એટલે શું, તેના વિશે આપ કેટલું જાણો છો?

મોદી અને રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, EPA/GETTY IMAGES

રવિવારે સાંજે રજાનો દિવસ હોવા છતાંય દિલ્હી સહિત દેશભરના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો.

મતદાન પૂર્ણ થવાના ગણતરીના કલાકો પૂર્વે જ ટીવી ચેનલો પર ઍક્ઝિટ પોલ તથા તેના તારણના આધારે આગામી સરકાર વિશેની ચર્ચા છેડાઈ ગઈ.

2014માં માત્ર એક સર્વેનો અંદાજ વાસ્તવિક પરિણામોની નજીક રહ્યો હતો. આ પહેલાં 2004માં મોટા ભાગના ઍક્ઝિટ પોલ પરિણામોથી વિપરીત રહ્યા હતા.

ચૂંટણીપંચના નિર્દેશ પ્રમાણે, અંતિમ તબક્કાના મતદાનના દિવસે સાંજે સાડા છ વાગ્યા સુધી ઍક્ઝિટ પોલ દર્શાવી ન શકાય.

ઍક્ઝિટ પોલ, પોસ્ટ પોલ તથા સર્વે અંગે નિષ્ણાતો શું માને છે તે જાણો.

લાઇન

તમને આ પણ વાંચવું ગમશે

લાઇન

ઍક્ઝિટ પોલ એટલે...

મતદાતાઓની તસવીર

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન, મતદાન કરીને બહાર આવતા મતદારો સાથે વાત કરીને ઍક્ઝિટ પોલ લેવામાં આવે છે
  • મતદાર મત આપીને બહાર નીકળે ત્યારે તેમની સાથે સર્વેક્ષણ કરનારી સંસ્થાના લોકો પ્રશ્નોત્તરી કરે છે.
  • પ્રશ્નોત્તરીના આધારે એવું તારણ કાઢવામાં આવે છે કે મતદારે કોને મત આપ્યો હશે.
  • જુદીજુદી બેઠકો પરથી મતદાન વિષેની માહિતી એકત્રિત કરવામાં આવે છે.
  • માહિતીનું પૃથક્કરણ કર્યા બાદ અંદાજ કાઢવામાં આવે છે. જે-તે બેઠકો પર ઊભેલા ઉમેદવારોને કેટલા મતો મળશે, તેનું અનુમાન કરવામાં આવે છે.
  • આવાં અનુમાનોથી કયા પક્ષની મતદાનની ટકાવારી વધી-ઘટી છે તેનો અંદાજ કાઢવામાં આવે છે. આ બધી બાબતોના આકલનને ઍક્ઝિટ પોલ કહેવામાં આવે છે.
સીએસડીએસના નિયામક સંજય કુમાર

ઇમેજ સ્રોત, FACEBOOK/AGP.MDRF

ઇમેજ કૅપ્શન, સીએસડીએસના નિયામક સંજય કુમારના જણાવ્યા મુજબ, ઍક્ઝિટ પોલ અને પોસ્ટ-પોલ સર્વેમાં ઘણો ફરક હોય છે.

દિલ્હી સ્થિત સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ્ (સીએસડીએસ)ના નિયામક સંજયકુમારે આ વિશે બીબીસી સાથે વાતચીત કરી.

કુમારે ઍૅક્ઝિટ પોલ અને પોસ્ટ-પોલ સર્વે વચ્ચે તફાવત સમજાવતાં કહ્યું હતું, "ઍક્ઝિટ પોલ અને પોસ્ટ-પોલ સર્વેમાં એકંદરે ઘણો ફરક છે."

કુમારના જણાવ્યા મુજબ, "તેમની સંસ્થા વર્ષોથી પ્રી-પોલ અને પોસ્ટ-પોલ સર્વે કરી રહી છે. ભારતમાં બીજી અનેક એજન્સીઓ પણ ઍક્ઝિટ પોલ હાથ ધરે છે.

"દેશમાં આવી કેટલી એજન્સીઓ કાર્યરત છે અને કેટલા લોકોને આવાં સર્વેક્ષણો દ્વારા રોજગારી મળી રહી છે તે કહેવું અશક્ય છે."

વિદેશમાં, ખાસ કરીને અમેરિકામાં એક જ સંસ્થા છે જે આવાં ચૂંટણીલક્ષી સર્વેક્ષણો હાથ ધરે છે.

ટેક્સસૂત્ર.કોમના ગ્રૂપ એડિટર અને ચૂંટણી વિશ્લેષક અરુણ આનંદગીરી સાથે પણ બીબીસીએ વાત કરી હતી.

અરુણે કહ્યું હતું,"અમેરિકામાં બધી ટેલિવિઝન ચેનલોને એક જ સંસ્થા આ પ્રકારની માહિતી આપે છે. ભારતમાં એવું નથી. એટલે અહીં હાથ ધરવામાં આવતાં સર્વેક્ષણોમાં ઘણી વિવિધતા હોય છે."

લાઇન
લાઇન

ઍક્ઝિટ પોલ કેટલા સાર્થક?

ટેક્સસૂત્ર.કોમના ગ્રૂપ એડિટર અને ચૂંટણી વિશ્લેષક અરુણ આનંદગીરી

ઇમેજ સ્રોત, FACEBOOK/ARUNGIRI

ઇમેજ કૅપ્શન, અરુણ આનંદગીરી (ડાબે) કહે છે અમેરિકામાં એક જ સંસ્થા ચૂંટણીલક્ષી સર્વેક્ષણો હાથ ધરે છે

આ પ્રશ્નનો જવાબ આપતા કુમારે કહ્યું હતું ''ઍક્ઝિટ પોલ અર્થપૂર્ણ હોય જ છે. એની સાર્થકતા કે એની વિશ્વસનીયતા સામે આજ સુધી કોઈ સવાલો ઊભા થયા નથી.''

સ્વરાજ પાર્ટીના પ્રમુખ અને સેફોલૉજિસ્ટ ડૉ. યોગેન્દ્ર યાદવનો મત થોડો જુદો છે.

બીબીસી સાથેની વાતચીતમાં ડૉ. યોગેન્દ્ર યાદવે કહ્યું હતું, ''ઓપિનિયન પોલ અને ઍક્ઝિટ પોલ એક પ્રકારના માપદંડ હોય છે. એટલે જ તે સમયાંતરે બદલાઈ શકે છે.''

line

કઈ બાબતો પર મદાર?

ડૉ. યોગેન્દ્ર યાદવ

ઇમેજ સ્રોત, FACEBOOK/YOGENRAYY

ઇમેજ કૅપ્શન, ડૉ. યોગેન્દ્ર યાદવ માને છે કે ઓપિનિયન પોલ્સ અને ઍક્ઝિટ પોલ સમયાંતરે બદલાઈ શકે છે

'કયા વિસ્તારમાં, કયા સમયે અને કયા પ્રકારના મતદાતાઓના અભિપ્રાયો સર્વેક્ષણોમાં સામેલ કરવામાં આવ્યા છે તેના પર ઍક્ઝિટ પોલનો મદાર હોય છે.'

ઍક્ઝિટ પોલની સાર્થકતા સામે સવાલ કરતા અરુણે કહ્યું હતું, "અમેરિકામાં પાંચ મુખ્ય ટેલિવિઝન ચેનલો એકમાત્ર સંસ્થા પાસેથી ઓપિનિયન કે ઍક્ઝિટ પોલ મેળવે છે, પણ સમાંયતરે આ માહિતી ખોટી ઠરતા પાંચમાંથી બે ચેનલે એ લેવાનું બંધ કર્યું છે."

અરુણે ઉમેર્યું હતું, "ભારત જેવા દેશમાં આવાં સર્વેક્ષણો જ્ઞાતિ આધારિત રાજકીય સમીકરણોને લીધે વૈવિધ્યસભર બને છે.

તેથી તેમાં ક્યારેક કોઈ ખોટા સાબિત થાય છે તો કોઈ સાચા ઠરે છે. ઍક્ઝિટ પોલને બહુ ગંભીરતાથી ન લેવા જોઈએ"

લાઇન
લાઇન

ઍક્ઝિટ પોલ સદંતર ખોટા પણ સાબિત થાય?

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની (ઈવીએમ) તસવીર
ઇમેજ કૅપ્શન, અગાઉ ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઍક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા

ઍક્ઝિટ પોલ ખોટા પડ્યાને અનેક દાખલા છે.

કુમારે કહ્યું હતું, "2004માં લોકસભાની ચૂંટણીમાં ઍક્ઝિટ પોલ ખોટા સાબિત હતા. ભાજપને ફરીથી સત્તા મળશે એવું એ સમયે તમામ ઍક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતું, પરંતુ એવું થયું નહોતું.

કૉંગ્રેસ પક્ષની આગેવાની હેઠળના યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સે સરકાર બનાવી હતી."

અરુણે ઉમેર્યું હતું, "2004માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના પ્રાથમિક ઍક્ઝિટ પોલ મુજબ, જ્હોન કેરી તેમના પ્રતિસ્પર્ધી જ્યોર્જ ડબલ્યુ. બુશને હરાવવાના હતા, પણ એવું ન થયું.

2016માં યોજાયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પણ પ્રાથમિક તારણ એવું આવ્યું હતું કે હિલેરી ક્લિન્ટન તેમના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પને માત આપશે, પરંતુ ટ્રમ્પ પ્રમુખ બન્યા હતા."

આપણે ત્યાં તાજેતરમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો