સોશિઅલ: રાહુલ સામે બદલો લેવા મણિશંકરે મોદીને નીચ કહ્યા!

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયર મોદીને નીચ કહીને વિવાદોમાં જોડાયા છે.

તમને આ પણ વાંચવું ગમશે

ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં ભાષણમાં કહ્યું હતું, "આ દેશના ઘડતરમાં બાબા સાહેબ આંબેડકરનું પ્રદાન ખૂબ જ મહત્ત્વનું છે, પરંતુ તેમની ભૂમિકાને ઓછી આંકવાના નિષ્ફળ પ્રયાસો થયા છે."

આ જાહેર નિવેદનના જવાબમાં પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે એ.એન.આઈ. સમાચાર સંસ્થા સાથે વાતચીત કરતાં જણાવ્યું, "આ માણસ ખૂબ જ નીચ પ્રકારનો છે. તેનામાં કોઈ સભ્યતા નથી, આવા સમયે આવી ગંદી રાજનીતિ કરવાની શું જરૂર છે?"

આ વિશે લોકોએ સોશિઅલ મીડિયા પર શું કહ્યું?

ટ્વિટર યૂઝર નીતૂ ગર્ગ કહે છે, "કદાચ આ પહેલી વખત નથી કે મણિશંકર આ પ્રકારની વિવાદસ્પદ ભાષાનો ઉપયોગ કર્યો છે."

"ચા વાળો વડાપ્રધાન હોઈ ન શકે, આમ કહીને અને વધુમાં મોદીને હટાવવા માટે પાકિસ્તાનનો ટેકો અને ત્યારબાદ ભારતમાં "મુગલ રાજ"ની વિનંતી... હવે વડાપ્રધાનની નિંદા કરીને તેમણે મોદીને "નીચ" કહ્યું. નિંદનીય છે."

જુગલ ઈગુરુ લખે છે, "મને લાગે છે કે મણિશંકર ઐયરે આ જાણી જોઈને કહ્યું છે. વરિષ્ઠ નેતા હોવાના કારણે, કોંગ્રેસના પ્રમુખ બનવાની ઈચ્છા થઈ હતી."

"પરંતુ નિરાંતે રાહુલને સ્વીકારવા પડ્યા. આ કારણે પહેલાં ઔરંગઝેબનો વંશ અને હવે નરેન્દ્ર મોદીને "નીચ વ્યક્તિ" કહીને પ્રમુખના પદથી તેમણે અલગ કરવાનો બદલો લીધો છે."

રાહુલ ગાંધીએ આ નિવેદન પર તરત જ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે.

ટ્વિટમાં તેમણે લખ્યું, "ભાજપ અને વડાપ્રધાન કોંગ્રેસ પર હુમલો કરવા માટે ગંદી ભાષાનો ઉપયોગ કરે છે. પરંતુ કોંગ્રેસની સંસ્કૃતિ અલગ છે. હું મણિશંકર ઐયરે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તેને ટેકો નથી આપતો. હું અને મારી પાર્ટી ઇચ્છીએ છીએ કે મણિશંકર ઐયર માફી માગે."

વડાપ્રધાન મોદીએ પણ આ નિવેદન સામે બોલતા કહ્યું કે મને જેમણે નીચ કહ્યો છે તેમને ગુજરાતમાંથી જડબાતોડ જવાબ મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો