You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બર્થ ઍનિવર્સરી સ્પેશિયલ : 10 તસવીરમાં જુઓ જયલલિતાનું આખું જીવન
બાળપણ :પરિવારના સંજોગોને કારણે જયલલિતા અભ્યાસ ચાલુ રાખી શક્યાં ન હતાં.
સિનેમામાં પ્રવેશ : ડિરેક્ટર શ્રીધરે 'વેન્નિરા આદઈ' ફિલ્મમાં જયલલિતાને સૌપ્રથમ તક આપી હતી
રાજકારણમાં પ્રવેશ : એઆઈડીએમકે (ઑલ ઇંડિયા અન્ના દ્રમુક)ના પ્રચાર મંત્રી તરીકે તેમની નિમણૂક 1983માં કરવામાં આવી હતી.
જયલલિતા અને શશીકલાની મૈત્રી: અનેક વિવાદો છતાં જયલલિતા-શશીકલાની મૈત્રી જયલલિતાનાં મૃત્યુ સુધી યથાવત્ રહી હતી.
બેંગ્લુરુ જેલ : આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં તેમને ચાર વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી અને 100 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
કારાવાસ પછી મુખ્ય પ્રધાન : કારાવાસમાં રહ્યા પછી અને અનેક વિવાદો બાદ તેઓ પાંચમી વખત મુખ્ય પ્રધાન બન્યાં હતાં.
નેતાગીરી : જયલલિતાને તેમની નેતાગીરી તથા ઝમકદાર કાર્યશૈલી બદલ વખાણવામાં આવે છે.
પ્રભાવી યોજના : અમ્મા કૅન્ટીનને તેમણે શરૂ કરેલી પ્રભાવી યોજનાઓ પૈકીની એક ગણવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍપોલો હોસ્પિટલ : જયલલિતાની બીમારી અને ઍપોલો હૉસ્પિટલમાં આપવામાં આવેલી સારવાર રહસ્યમય બની રહ્યાં છે.
મૃત્યુ : તેમના અચાનક મૃત્યુને કારણે તામિલનાડુના રાજકારણમાં શૂન્યાવકાશ સર્જાયો. હાલમાં ઈ. પલ્લનાનીસ્વામી તેમના અનુગામી છે અને પન્નીરસેલ્વમ્ નાયબ મુખ્ય પ્રધાન છે.
આગામી લોકસભા ચૂંટણી માટે તેમના પક્ષે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો