એક રૂપિયામાં તમે આટલી વસ્તુઓ ખરીદી શકો!

30 નવેમ્બર 1917ના દિવસે સૌ પ્રથમ એક રૂપિયાની નોટ દેશમાં જારી કરવામાં આવી હતી.

એક સદી બાદ ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. અત્યાર સુધી છપાયેલી એક રૂપિયાની નોટમાં પણ એ તફાવત જોવા મળે છે.

એ સમયે આ એક રૂપિયાની નોટ ઇંગ્લૅન્ડમાં છપાઈ હતી. નોટની આગળની બાજુ ડાબી તરફ પર કિંગ જ્યોર્જ પંચમની તસવીર છે.

તમને આ પણ વાંચવું ગમશે:

આ એક રૂપિયાની નોટ પર લખાયેલું છે કે 'હું ધારકને એક રૂપિયાની રકમ ચૂકવવાનું વચન આપું છું.' મતલબ કે આ વચનપત્ર છે.

આ પછી ભારતમાં છપાયેલી કોઈપણ એક રૂપિયાની નોટમાં આ વચન નથી.

તે દરમિયાન બીબીસી ગુજરાતીએ પોતાના દર્શકોને એક રૂપિયાથી આજના સમયમા તમે શું ખરીદી શકો છો તેવો પ્રશ્ન કર્યો હતો.

આ પ્રશ્નના પ્રતિભાવરૂપે અમને વિવિધ વસ્તુઓના નામ મળ્યાં હતા. જે નીચે મુજબ છે.

1 રૂપિયામાં ખરીદી શકાતી વસ્તુઓ

તમે સરળતાથી એક રૂપિયામાં માચીસ ખરીદી શકો છો.

એક રૂપિયામાં તમે એક કે બે પીપરમિન્ટ ખરીદી શકો છો.

એક રૂપિયામાં તમે ચ્યુઇંગ ગમ ખરીદી શકો છો.

મોટાભાગની સ્ટેશનરીની દુકાનોમાં તમે એક રૂપિયામાં ફોટોકૉપિ કરી શકો છો.

તમે સરળતાથી જનરલ સ્ટોર્સમાં જઈ પાણીનું પાઉચ એ રૂપિયામાં મેળવી શકો છો. જો કે અમૂક જગ્યાએ આ પાઉચ બે રૂપિયામાં મળે છે.

તમે પોસ્ટકાર્ડ સરળતાથી એક રૂપિયામાં બે ખરીદી શકો છો.

અમૂક બીમારીઓમાં પ્રાથમિક સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિક્સ પણ તમે એક રૂપિયામાં મેળવી શકો છો.

શરીર પરની સામાન્ય ઇજા માટે ઉપયોગમાં આવતી બેન્ડ-એઇડ પણ તમે એક રૂપિયામાં ખરીદી શકો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો