You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રેસ રિવ્યૂ : ટિકિટ મળે તો ચૂંટણી લડવા આનંદીબહેનની તૈયારી
પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન વિધાનસભાની ચૂંટણી લડશે કે નહીં તે મુદ્દે ભાજપ કે આનંદીબહેન કોઈ સ્પષ્ટતા નથી કરી.
'સંદેશ'માં પ્રકાશિત અહેવાલ, મુજબ ભાજપે 26મી નવેમ્બરે 34 ઉમેદવારની યાદીને કન્ફર્મેશન આપ્યું હતું.
'અમદાવાદ ડેવલપમેન્ટ ઓથોરિટી'(ઔડા)ના ચેરમેન ભૂપેન્દ્ર પટેલને ભાજપે અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન આ બેઠક પરથી ચૂંટણી લડતાં હતાં, પરંતુ આ વખતે તેમને હજુ સુધી ટિકિટ નથી ફાળવવામાં આવી.
તમને આ પણ વાંચવું ગમશે
ઉપરાંત તેમની જૂની વિધાનસભા બેઠક પાટણની ટિકિટ પણ ભાજપે અન્ય ઉમેદવારને ફાળવી છે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં આનંદીબહેને 26 નવેમ્બરે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
જેમાં તેમણે નિવેદન આપ્યું હતું કે પક્ષ આદેશ કરશે તો તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે. આ પહેલા તેમણે આનંદીબહેને ચૂંટણી નહીં લડવાની વાત કહી હતી.
મધ્યપ્રદેશઃ દુષ્કર્મીઓને ફાંસીની સજા?
'આજતક'માં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે મધ્યપ્રદેશની કેબિનેટે સામુહિક દુષ્કર્મ અને 12 વર્ષની ઓછી વયની બાળકી પરના દુષ્કર્મના દોષિતને ફાંસીની સજા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
27 નવેમ્બરથી શરૂ થઈ રહેલા વિધાનસભાનાં શિયાળુ સત્રમાં આ ગુનાઓને લગતા વર્તમાન કાયદામાં સુધારો રજૂ કરતો ખરડો પસાર કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયન પીનલ કોડની કલમ 376(દુષ્કર્મનો આરોપ) અને 376 ડી(સામુહિક દુષ્કર્મનો આરોપ)માં સુધારો કરવાની મંજૂરી કેબિનેટ બેઠકમાં આપવામાં આવી હતી.
મધ્યપ્રદેશમાં તાજેતરમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી હોવાના કારણે રાજ્ય સરકાર ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આ ખરડો રજૂ કરવામાં આવ્યો હતી.
'લોકોને આકર્ષનારો રાષ્ટ્રવાદ અર્થતંત્ર માટે હાનિકારક'
'રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા'ના પૂર્વ ગર્વનર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને નિવેદન આપ્યું હતું કે, લોકોને આકર્ષનારો અને લલચાવનારો રાષ્ટ્રવાદ લોકોને વિભાજિત કરે છે અને અર્થતંત્ર પર વિપરીત અસર કરે છે.
'ટાઈમ્સ લિટફેસ્ટ'માં રઘુરામ રાજનના એક વાર્તાલાપનું રેકોર્ડિંગ દર્શાવવામાં આવ્યું હતું.
રાજને કહ્યું હતું કે રાષ્ટ્રવાદ એ દેશભક્તિની નિશાની નથી. આ પ્રકારનો રાષ્ટ્રવાદ લોકોને વિભાજિત તો કરે જ છે પરંતુ વધુ હાનિકારક પણ સાબિત થઈ શકે છે. લોકશાહી વ્યવસ્થા એ ભારતની સૌથી મોટી તાકાત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો