શૌચાલયોમાં મળમાંથી ઊર્જા અને પાણીનાં ઉત્પાદન દ્વારા જાળવણી

- લેેખક, આમિર રફિક પીરઝાદા
- પદ, બિહાર
ભારતમાં શૌચાલયો બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે. સરકારે 20 બિલિયન ડોલરનું બજેટ માત્ર શૌચાલયો બનાવવા માટે ફાળવ્યું છે.
સરકારનો ધ્યેય છે કે 2019 સુધીમાં ખુલ્લામાં કુદરતી હાજતે જવાનું બંધ થઈ જાય.
એક સામાજિક ઉદ્યોગ સાહસિક સંસ્થા ભારતના ગરીબ ગ્રામીણ વિસ્તારમાં સાર્વજનિક શૌચાલયો બનાવી રહી છે, અને તેમાંથી બનતા કચરાનો ઉપયોગ કરીને તેની જાળવણી કરે છે.
ગ્રામીણ ભારતમાં લાખો લોકો શૌચાલયોનો ઉપયોગ નથી કરતાં, જેનાથી ઘણી બીમારીઓ થાય છે.
તેમાંથી સામાજિક પ્રશ્નો પણ ઉદભવે છે, જેવા કે બાળકો શાળાએ નથી જતાં અને મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે.
તમને આ પણ વાંચવું ગમશે
સરકારી પ્રયાસો ઉપરાંત, SHRI (સેનિટાઇઝેશન ઍન્ડ હેલ્થ રાઇટ્સ ઇન ઇન્ડિયા) શૌચાલયો જેવા સામાજિક ઉદ્યોગ સાહસિકો પણ મદદરૂપ થઈ રહ્યા છે.
શ્રીના સહ સંસ્થાપક પ્રબીન કુમાર જ્યારે સ્કૂલમાં હતા ત્યારે તેમને એક કિમી ચાલીને નદી પાસે શૌચક્રિયા કરવા જવું પડતું હતું.
આજે તેઓ બિહારમાં એવા શૌચાલયો બનાવે છે જેનો લોકો વિના મૂલ્યે ઉપયોગ કરી શકે. રાજ્ય સરકાર દ્વારા ચાલતાં શૌચાલયોમાં સફાઈ અંગે મુશ્કેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શ્રી શૌચાલયોમાં મળની સફાઈને બદલે બાયોડાયજેસ્ટરમાં પ્રોસેસ કરવામાં આવે છે. આ બાયોડાયજેસ્ટર વીજળી પેદા કરે છે. જેનાથી એક વોટર ફિલ્ટરેશનની સુવિધા મળે છે.
આ શુદ્ધ પાણીને પચાસ પૈસા પ્રતિ લિટરના ભાવે વેચવામાં આવે છે. તેમાંથી થતી આવકમાંથી આ શૌચાલયોની જાળવણી પણ થાય છે. શ્રી હાલમાં દરરોજ 3000 લિટર ફિલ્ટર પાણીનું વેચાણ કરે છે.
પ્રબીન કુમાર અને ચંદન કુમાર 2010માં કેનેડામાં જન્મેલા મૂળ ભારતીય અનૂપ જૈનને મળ્યા. અનૂપ એન્જિનિયર છે.
ચાર વર્ષ પછી તેમણે બિહારના સૌપાલ જિલ્લાના નેમુઆ ગામમાં સાર્વજનિક શૌચાલય બનાવ્યું હતું. જેમાં આઠ શૌચાલયો મહિલાઓ માટે અને આઠ પુરૂષો માટે હતાં.
આ સુવિધા સવારના ચારથી લઈને રાતના 10 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.

આ ટીમે પાંચ ગામડાઓમાં આવા શૌચાલયો બનાવ્યા છે. આ દરેક શૌચાલયોમાં રોજના લગભગ 800 લોકો આવે છે. આ સુવિધા ઊભી કરવાનો ખર્ચ 30,000 ડોલર જેટલો થાય છે, પણ ફિલ્ટર પાણીની આવકથી તે ટકી રહે છે.
ચંદન કુમાર કહે છે કે, અમે એવા ગામડાંઓ પસંદ કરીએ છીએ જ્યાં સરકારી શૌચાલયો ન હોય.
તમને આ પણ વાંચવું ગમશે
શૌચાલયોનું બાંધકામ શરૂ થાય એ પહેલા અમે લોકો સાથે જઈને તેમને જાગૃત કરીએ છીએ. જેથી તેઓ સમજી શકે કે શૌચાલયો જરૂરી છે અને તે ન હોવાથી કેવી બીમારીઓ ફેલાઈ શકે છે.
યુનિસેફ ઈન્ડિયાના નિકોલસ ઓસ્બર્ટનું કહેવું છે કે અમને આવા ઈનોવેટર્સ પર આશા છે. તેઓ બિઝનેસ કરવાના નવા આઈડિયા આપે છે. તેઓ સ્વચ્છતા અને ટેક્નિકલ બાબતો ઉપરાંત પ્રમોશનલ બાજુને પણ સમજે છે.

નિકોલસનું માનવું છે કે બાયોડાયજેસ્ટરનો આઈડિયા સારો છે પણ તેમને લાગે છે કે આ પ્રોજેક્ટને મોટાપાયે લઈ જવામાં કદાચ અવરોધો ઉભા થઈ શકે છે.
શ્રી ટીમના સ્થાપકોની મહત્વકાંક્ષાઓ છે. અમારો પ્લાન છે કે સરકારની સાથે રહીને આ કામ આગળ કરીએ. અમે સરકાર પાસેથી ફંડ લઈને આવી વધુ સુવિધાઓ ઊભી કરવી છે.
અમારી આ સુવિધાઓ સમુદાયો દ્વારા જાળવવામાં આવે, શ્રી ધ્યાન રાખશે કે તેનો ઉપયોગ થાય અને તેની જાળવણી યોગ્ય રીતે થતી રહે.
ચંદન કુમારનું કહેવું છે કે અમારી આ પહેલથી ભારતમાં સંપૂર્ણપણે ખુલ્લામાં શૌચક્રિયા થતી બંધ થઈ જાય તેવું અમે ઇચ્છીએ છીએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













