ટ્વિટર પર પૂછીને મદદ કરે છે આ સુપરવુમન

લાખો-કરોડો રૂપિયા કમાનારા કલાકારોની સંખ્યા હજારોમાં છે પરંતુ એવા કલાકારો થોડા જ હશે, જેઓ પોતાની કમાણીથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા હોય.
આમાંથી એક છે લિલિ સિંહ. લિલિ સિંહ યૂ-ટ્યૂબથી સૌથી વધારે કમાણી કરનારી મહિલાઓમાંથી એક છે.
તમને આ પણ વાંચવું ગમશે
ભારતીય મૂળની લિલિ સિંહનાં ટ્વિટર પર 45 લાખ ફોલોઅર્સ છે અને લિલિ ઘણી વખત તેમને પૂછે છે કે શું તેઓને કોઈ મુશ્કેલી કે સમસ્યા છે.
અને ફેન્સના પ્રતિભાવ પ્રમાણે લિલિ સિંહ તેમને આર્થિક સહાય કરે છે.

યૂ-ટ્યૂબથી લાખોની કમાણી કરે છે લિલિ સિંહ

ઇમેજ સ્રોત, TWITTER
લિલિ પોતાના ફેન્સને ભાડાના પૈસા આપે છે. તેમના માટે કોલેજના પુસ્તક ખરીદી આપે છે અને એટલે સુધી કે જિમની મેમ્બરશિપ ફી પણ ચૂકવી આપે છે.
18 વર્ષીય ઉમાએ ન્યૂઝબીટને જણાવ્યું કે લિલિએ જ્યારે તેમની બીમાર માતાને બહાર ફરવા લઈ જવાની રજૂઆત કરી તો તેઓ 'અવાક' રહી ગયાં.
ફોર્બ્સ પ્રમાણે 2016માં લિલિએ 57 લાખ પાઉન્ડની કમાણી કરી હતી અને યૂ-ટ્યૂબ પર સૌથી વધારે કમાણી કરનારી યાદીમાં તેઓ ત્રીજા સ્થાન પર હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેનેડાની કૉમેડિયન લિલિ ઇન્ટરનેટના ક્ષેત્રે સુપરવૂમનનાં નામથી પ્રખ્યાત છે અને યૂ-ટ્યૂબ ચેનલ પર તેમના સવા કરોડ સબસ્ક્રાઇબર છે.
થોડા સમય પહેલાં જ તેઓએ એક વ્યક્તિની મદદ માટે 1000 ડોલર ખર્ચ્યાં હતાં.

ઇમેજ સ્રોત, SUPERWOMAN FREAK
એક ફેને લિલિને લખ્યું કે તેમની માતાની હાલમાં જ પોલિસે ધરપકડ કરી છે અને હાલ તે પોતાના 10 વર્ષના ભાઈની દેખરેખ કરી રહી છે.
તો લિલિએ તેને ભોજન માટે પૈસા આપી મદદ કરવાની તૈયારી દેખાડી.
મલેશિયામાં રહેતા ઉમાએ જણાવ્યું, ''સામાન્ય રીતે હું મારી ભાવનાઓને કાબૂમાં રાખું છું."
"પરંતુ મેં લિલિને કહ્યું કે કેવી રીતે મારી માતા લાંબા સમયથી બીમાર છે."
"હું તેમની પાસેથી કંઈ પણ આશા રાખતી નહોતી, માત્ર બસ હું પોતાની મુશ્કેલી રજૂ કરી હતી અને તેટલામાં મારો ફોન રણક્યો.''
ઉમા આગળ કહે છે, ''લિલિએ કહ્યું કે તેમને પોતાની માતાને બહાર ડિનર લઈ જવામાં આનંદ થશે. મને જણાવો કે આવા કોઈ સેલિબ્રિટી હશે, જેઓ પોતાના ફેન્સ માટે આવું કરતા હોય.''

ઇમેજ સ્રોત, TWITTER
ડલાસની ક્લૉડિને લિલિને ટ્વીટ કરીને કહ્યું કે તે સારી નોકરી ઈચ્છે છે અને પરીક્ષા આપવા માટે તેમને થોડા પૈસાની જરૂર છે.
અને તેમાં લિલિનો જવાબ જોઈએ, ''મેં ગૂગલ પર જોયું અને હું સમજુ છું કે ટેસ્ટની કિંમત 150 ડોલર છે."
"વાંચવાનું શરૂ કરો બહેન કેમ કે હું તમારી ફી ચૂકવીશ. કોઈ તમારી સાથે આ બાબતે વાત કરશે.''
ક્લૉડિને ન્યૂઝબીટને જણાવ્યું, ''મેં તેમની ટીમ સાથે વાત કરી અને થોડા જ અઠવાડિયામાં મને તે રકમ મળી ગઈ. મારા માટે આ એક સ્વપ્ન જેવું હતું.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












