જર્મનીઃ દારૂડિયાનાં પેન્ટમાંથી નીકળ્યો અજગર

જર્મનીના ડેર્મસ્ટેડ્ટ શહેરમાં એક યુવકના પેન્ટમાંથી અજગર મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા યુવકની ઉંમર 19 વર્ષ છે અને પોલીસને એવી ફરિયાદ મળી હતી કે તે નશો કરેલી હાલતમાં અન્ય લોકો સાથે ઝઘડો કરી રહ્યો હતો.

સ્થાનિક લોકોએ આ યુવકની ફરિયાદ કરી હતી. પોલીસે એક નિવેદનમાં કહ્યું છે કે, આ વ્યક્તિની તપાસ દરમિયાન તેનું 'પેન્ટ વધુ માત્રમાં ભરેલું' દેખાતું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

તે યુવકે પોલીસને કહ્યું કે, તેના પેન્ટમાં સાપ છે. તેણે પેન્ટમાં રાખેલા બેબી પાયથનની લંબાઈ લગભગ 35 સેન્ટિમીટર હતી.

પોલીસનું કહેવું છે કે તે વ્યક્તિએ પેન્ટમાં સાપ શા માટે છૂપાવ્યો હતો તેનું કોઈ કારણ સ્પષ્ટ નથી.

જો કે તેમણે અનુમાન કર્યું છે કે આ સાપ ધરપકડ કરાયેલા યુવકના કોઈ સગાંનો હોઈ શકે છે.

પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આ ઘટનામાં યુવકે પ્રાણી સંરક્ષણનો કોઈ કાયદો તોડ્યો છે કે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો