પ્રેસ રિવ્યૂ: 44 પાટીદાર સમાજની સંસ્થાઓની પ્રેસ કૉન્ફરન્સ

ઇમેજ સ્રોત, Getty Images
દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ પાટીદાર સમાજની સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાર્દિક સામે નિવેદન આપી આંદોલનને હાર્દિકનું પ્રાઇવેટ ગણાવ્યું છે.
આ અહેવાલ પ્રમાણે આ સંસ્થાએ એ પણ સવાલ કર્યા છે કે કૉંગ્રેસ હાર્દિક અને અલ્પેશ બન્નેને એક મ્યાનમાં કેવી રીતે રાખશે?
હાર્દિકની પ્રતિક્રિયા પણ આ અહેવાલમાં પ્રકાશિત કરાઈ છે. જેમાં કહેવાયું છે કે હાર્દિકે આ સંસ્થાઓને સરકારી ગણાવી છે અને કહ્યું છે કે તેને ફરક નથી પડતો.
તમને આ વાંચવું પણ ગમશે :
ગુજરાત સમાચારમાં કહેવાયું છે કે અનામત અંગેનો સર્વે કરાવવાની સંસ્થાઓએ માગ કરી છે. અનામતની સમજ કેળવવા માટે ખાટલા પરિષદ પણ કરવામાં આવશે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ હાર્દિક પર આરોપ લગાવાયો છે કે કોંગ્રેસે કોઇ જ વાયદો ન કર્યો હોવા છતાં તે કોંગ્રેસને ટેકો આપી રહ્યા છે.

ગુજરાતમાં કુલ 154 'નરેન્દ્ર મોદી' કરશે વોટિંગ!

ઇમેજ સ્રોત, AFP/Getty Images
સંદેશમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આ વખતની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ 154 'નરેન્દ્ર મોદી' મતદાન કરશે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં કહેવાયું છે કે અમદાવાદમાં સૌથી વધુ 49 નરેન્દ્ર મોદી નામના મતદારો મતદાન કરશે. જેમાં ખુદ વડાપ્રધાનનો પણ સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય એ પણ કહેવાયું છે કે બીજ નંબરે મહેસાણા જિલ્લો છે. જેમાં કુલ 24 નરેન્દ્ર મોદી નામના મતદારો છે. તો ભરુચ જિલ્લો ત્રીજા નંબરે છે.
આ સિવાય ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં કહેવાયું છે કે રાજ્યમાં કુલ 16 જિલ્લા એવા પણ છે કે જેની મતદાર યાદીમાં નોંધાયેલા એકપણ મતદારનું નામ નરેન્દ્ર મોદી નથી. આ જિલ્લાઓમાં સૌથી વધુ જિલ્લા સૌરાષ્ટ્રના છે.
સંદેશમાં કહેવાયું છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત રાણીપથી મતદાન કરશે.

રાહુલની ફ્લાઇંગ કિસ!

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધી સાથે ભરૂચની કિશોરીની સેલ્ફી ટૉક ઑફ ટાઉન બની છે.
દિવ્ય ભાસ્કરમાં લખવામાં આવ્યું છે કે મંતશા શેખે સેલ્ફી લેવા માટે 6 કિલોમીટર સુધી રાહુલને ફૉલો કર્યા હતા.
નવગુજરાત સમય અનુસાર મંતશા શેખ ડીપીએસ સ્કૂલમાં ધોરણ 10માં ભણે છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ મંતશા શેખ રાહુલ ગાંધીની ભરૂચ મુલાકાતને લઈને ઘણી ઉત્સાહિત હતી.
રાહુલ ગાંધી સાથે અલગ અલગ સમયે ત્રણ વખત મંતશાની નજર મળી હોવાનું આ અહેવાલમાં કહેવાયું છે.
સંદેશમાં કહેવાયું છે કે રાહુલે મંતશાને ફ્લાઇંગ કિસ કરી હતી અને બુકે તેની તરફ ફેંક્યો હતો. રાહુલ જે વૅન પર હતા તેના પર તેને ચડવામાં પણ રાહુલે મદદ કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












