You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહાત્મા ગાંધી માટે ગીત બનાવનારી પહેલી સંગીતકાર જોડી
હિન્દી ફિલ્મ સંગીતની દુનિયામાં પહેલી સંગીતકાર જોડીના રૂપમાં હુસ્નલાલ-ભગતરામને યાદ કરવામાં આવે છે.
પહેલી સૌથી સફળ અને લોકપ્રિય સંગીતકાર જોડી, જેના વિશે એ મશહૂર રહ્યું કે એમણે હિન્દી ફિલ્મ સંગીતમાં માસ્ટર ગુલામ હૈદર પછી વિધિવત રીતે પંજાબી શૈલીના સંગીતનો પ્રસાર કર્યો.
હુસ્નલાલ-ભગતરામ બંને એ શાસ્ત્રીય સંગીતની દીક્ષા પં. દિલીપ ચંદ્ર વેદી પાસેથી લીધી હતી. એમના મોટાભાઈ પં. અમરનાથ પાસેથી પણ સંગીતવિદ્યા આત્મસાત કરી હતી.
જે સ્વયં પાછલી શતાબ્દીના ચોથા-પાંચમા દશકાના જાણીતા સંગીતકાર હતા.
એ જાણવું પણ રસપ્રદ છે કે મહામા ગાંધી માટે મોહમ્મદ રફીએ ગાયેલું ઐતિહાસિક ગીત 'સૂનો સૂનો એ દુનિયાવાલો બાપુ કી યહ અમર કહાની' આ બંને મળીને જ બનાવ્યું હતું.
વાયોલિનનો ઉપયોગ
હુસ્નલાલ-ભગતરામની સંગીત શૈલી એકદમ પંજાબી લોકરંગમા ઢળેલી હતી. જેમાં તબલા અને ઢોલકની થાપવાળું સંગીત અલગ જ તરી આવતુ હતું.
હુસ્નલાલે પટિયાલાના ઉસ્તાદ બશીર ખાન સાહબ પાસેથી વાયોલિન શીખ્યું હતું. એટલે એમના મોટાભાગના સંગીતમાં વાયોલિનની છાંટ સાંભળી શકાય છે.
ક્યાંક ચપળ તો ક્યાંક બહુ જ શાંત રહીને વાયોલિન એમના સંગીતમાં મુખ્ય વાદ્ય તરીકે ઉપસ્થિત રહ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'લૂંટ ગઈ ઉમ્મીદો કી દુનિયા (જલતરંગ) અને મેરા દિલદાર ના મિલાયા (શમા પરવાના) જેવાં ગીતોમાં વાયોલિન સાંભળી શકાય છે.
અન્ય વાદ્યોનો ઉપયોગ
વાયોલિન સિવાય આ જોડીએ તેમના સંગીતમાં તબલા, ઢોલક, સારંગી અને ગિટારનો ઉપયોગ પણ કર્યો છે.
એમની ફિલ્મો 'બડી બહન', 'મીના બાજાર', 'જલતરંગ', 'સાવન ભાદો', 'અફસાના', 'સનમ', 'શમા પરવાના' અને 'અદલ-એ-જહાંગીર' માં આ વાદ્યોનો ઉપયોગ જોઈ શકાય છે.
અહીં 'અદલ-એ-જહાંગીર' ના એક ગીતનો ઉલ્લેખ કરવો બહુ જરૂરી છે. જેમાં આ જોડીએ દાદરા શૈલીમાં ઢોલકનો સુંદર ઉપયોગ કર્યોં છે.
'સાંવરિયા તુમ્હારી નજર લાગે પ્યારી' એ આ ઉમદા ગીત છે.
લતા મંગેશકરનું મહત્વ
લતા મંગેશકરના જીવના પ્રારંભિક દૌરમાં હુસ્નલાલ-ભગરામની જોડીનું એટલું જ મહત્વ છે જેટલું માસ્ટર ગુલામ હૈદર, સજ્જાદ હુસૈન અને ખેમચંદ પ્રકાશનું છે.
વર્ષ 1949માં આવેલી 'બડી બહન' ફિલ્મથી લતાજીને એક વિશેષ ઉપલબ્ધી હાંસલ થઈ. 'બડી બહન'ના આ બે ગીતો તમને યાદ જ હશે-'ચુપ ચુપ ખડે હો જરૂર કોઈ બાત હૈ' અને 'ચલે જાના નહી નૈન મિલા કે'.
હુસ્નલાલ-ભગતરામ માટે જેટલું મહત્વ લતા મંગેશકરનું રહ્યું એટલું જ સન્માન એમણે એમની ફિલ્મોના ગીતોથી સુરૈયાને પણ આપ્યું. 'પ્યાર કી જીત', 'સનમ', 'નાચ' અને 'શમા પરવાના' એના ઉદાહરણો છે.
પાછળથી કામ ના મળ્યું
પુરુષ સ્વરો માટે હુસ્નલાલ-ભગતરામે કેટલીક દુર્લભ ધૂન બનાવી છે. જેમા તલત મહેમૂદ, મુકેશ, મો. રફી અને કિશોર કુમાર આજે પણ યાદગાર શ્રેણીમાં ગણાય છે.
એમાં મુકેશનું 'કિસ્મત બિગડી દુનિયા બદલી', તલત મહેમૂદનું 'મહોબ્બત કી હમ ચોટ ખાયે હુએ હૈ' અને રફીનું 'અપના હી ઘર લૂંટાને દિવાના જા રહા હૈ' યાદ આવે છે.
એક પ્રખ્યાત જોડી ધીરે ધીરે મુખ્ય ધારાના સંગીતથી દૂર થવા લાગી અને તેમની પાસે કામ ખૂટવા લાગ્યું.