You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્લૉગ - ઓફિસમાં પુરુષોને ડર શા માટે લાગે છે?
- લેેખક, દિવ્યા આર્યા
- પદ, બીબીસી સંવાદદાતા
નાનપણમાં હું મિત્રો સાથે ઘર-ઘર રમતી, જેમાં હું 'મમ્મી' બનતી જે બાળકો માટે ભોજન બનાવતી અને બીજી બહેનપણી 'પપ્પા' બનતી અને કામ પર જતી.
વયસ્ક થઈ ત્યારે લાગ્યું કે આ રમત ઘણી રૂઢિગત અને જૂની છે. હવે ઘણી મહિલાઓ કામ પર જાય છે, તેમણે ભોજન બનાવવાનું અને ઘરકામ કરવાનું હવે છોડી દીધું છે.
હવે પુરૂષો સ્ત્રીઓથી ડરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આસામમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અંગૂરલતા ડેકા આવું જ એક ઉદાહરણ છે.
તેઓ થોડા દિવસો પહેલાં જ માતા બન્યાં છે. એક મહિનાની બાળકીને સ્તનપાન કરાવવા તેમણે વિધાનસભામાં એક અલગ રૂમની માગ કરી છે.
આ વર્ષે જ 'મૅટરનિટી બેનિફિટ્સ કાયદા'માં કેટલાક સંશોધન થયાં અને સ્ત્રીઓને મળનારી મૅટરનિટી લિવ એટલે કે સવેતન રજાઓ છ મહિના કરી દેવામાં આવી છે.
પરંતુ અંગૂરલતા ડેકાને વિધાનસભા સત્રમાં હાજર થવાનું હોવાથી તેઓ કામ પર હાજર થયા. નવા કાયદામાં કામની જગ્યાએ 'ક્રૅશ'(ઘોડિયાઘર) બનાવવાની જોગવાઈ છે.
પરંતુ અંગૂરલતાના કામ કરવાની જગ્યા એટલે કે આસામ વિધાનસભામાં હાલ આવી કોઈ વ્યવસ્થા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જરા વિચારો, એક તો આ સ્ત્રીઓ ઘરક છોડી કામ કરવા બહાર નીકળવા લાગી અને હવે તેઓને સ્તનપાન માટે અલગ રૂમ પણ જોઈએ છે!
'મા બનવાનો આટલો જ શોખ છે તો ઘરમાં જ રહેવાય ને! નોકરી કરવાની શું જરૂર છે?'
મારી એક મિત્રએ જ્યારે મૅટરનિટી લીવ પછી ઓફિસે જવાનું શરૂ કર્યું, ત્યારે આવા શબ્દો સાંભળવા મળ્યા.
તેણે મને કહ્યું, "મૅટરનિટી લિવ બાદ ઓફિસે જવાનું શરૂ કર્યું, ત્યારે કોઈ તરફથી સહાનુભૂતિ પણ નથી મળી, આ વાત ખરેખર દુઃખદાયક છે. આ બાબતે કોઈ વિરોધ કરીએ તો કોઈ પણ પ્રત્યાઘાતોનો સામનો કરવો પડે છે.''
ભારતમાં થયેલા એક સર્વે અનુસાર, નોકરી કરતી 50થી 75 ટકા મહિલાઓ પ્રસૂતિ બાદ નોકરી છોડી દે છે.
1963માં અમેરિકન નારીવાદી લેખક બેટી ફ્રિડને તેમના પુસ્તક 'ધ ફેમિનિન મિસ્ટિક'માં આ વાતને નકારતાં કહ્યું હતું કે, સ્ત્રીઓને ઘરકામ કરવામાં જ જીવનનું સુખ મળે છે.
પછીના દાયકાઓમાં વિશ્વભરમાં સ્ત્રીઓ રૂઢિઓ અને સામાજિક બંધનો તોડી દરેક ક્ષેત્રમાં આગળ વધવા લાગી, પરંતુ નોકરી આપનારા માલિકો (જેમાંથી મોટાભાગના પુરુષો હતા)એ તેમને સાથ ન આપ્યો.
ધીરે-ધીરે દરેક પ્રકારની નોકરીમાં સ્ત્રીઓ આગળ વધતી રહી અને જે પુરુષો તે ક્ષેત્રને પોતાનું અધિકાર-ક્ષેત્ર માનતા હતા તે સ્ત્રીઓથી ડરતા રહ્યા.
સંસદમાં સ્ત્રીઓ માટે અનામતની માગણી અને તે મુદ્દા પરની રાજકીય અસહમતિ આ બાબતની સાક્ષી પૂરે છે.
સ્તનપાન માટેના રૂમ કે ક્રૅશરૂમની (ઘોડિયાઘર) સુવિધા વગર પણ બાળકોના પાલન સાથે સ્ત્રીઓ નોકરી કરતી રહી છે, પરંતુ બધી સ્ત્રીઓ આવું નથી ઇચ્છતી. તે 'સુપરવુમન' નથી બનવા માગતી.
અમેરિકાના 'ફૅમિલીઝ એન્ડ વર્ક ઇન્સ્ટિટ્યૂટ'ના એલન ગલિંસ્કી કહે છે કે દરેક વ્યક્તિને જીવનમાં એકથી વધુ વસ્તુઓની જરૂર હોય છે, લોકો તેના કામની સાથે જીવનની અન્ય બાબતો પર પણ ધ્યાન આપે તો વધુ ખુશ રહી શકે છે.
એટલે સ્ત્રીઓનું સ્થાન ફક્ત ઘરમાં જ કે ફક્ત ઓફિસમાં જ નથી, તેમને બન્ને જગ્યાએ સ્થાન જોઈએ છે અને નિર્ભયપણે તેની માગ કરી રહી છે.
વર્તમાનપત્રોના અહેવાલોઓ અનુસાર, આસામ વિધાનસભાના અધ્યક્ષ અંગૂરલતાની દરખાસ્ત પર હાલ વિચાર કરી રહ્યા છે. પુરૂષોને ડર લાગે કે ન લાગે, અંગૂરલતાની વાત સાંભળવાલાયક છે.
(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)