You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા: બરફના તોફાનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, દાયકાનો ઠંડીનો રેકૉર્ડ તૂટ્યો, સાત રાજ્યોમાં કટોકટીની ઘોષણા
અમેરિકામાં લાખો લોકો ભીષણ એવા બરફના તોફાનથી બચવાની તૈયારી કરી રહ્યા છે. આ તોફાનને કારણે અહીં છેલ્લા એક દશકમાં સૌથી ભારે બરફ વર્ષા થઈ રહી છે. જેને કારણે તાપમાનમાં ભયંકર ઘટાડો થઈ શકે છે.
અમેરિકાના 30 રાજ્યોમાં છ કરોડ લોકોને તેની અસર થશે.
આ તોફાનને જોતા હજારો ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે અથવા તો મોડી ચાલી રહી છે. ઘણા રસ્તાઓ બંધ છે તથા સ્કૂલોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
એક આંકડા પ્રમાણે રવિવારે અમેરિકામાં 5 હજારથી વધારે ફ્લાઇટ્સ મોડી ચાલી રહી છે અને 1,500 ફ્લાઇટ્સને રદ કરી દેવાઈ છે. જે પૈકી કેન્સાસ શહેરના ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટની ફ્લાઇટ સૌથી વધુ પ્રભાવિત થઈ છે. અહીંની કુલ 86 ટકા ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે.
ઘણાં રાજ્યો જેવા કે કેંટકી, વર્જીનિયા, કેન્સાસ, આર્કાસાસ, ન્યૂજર્સી, પશ્ચિમ વર્જીનિયા અને મિસૂરીમાં કટોકટી જાહેર કરીને લોકોને ચેતવણી આપી દેવાઈ છે.
આ પ્રકારની ચેતવણી કુલ ત્રીસ રાજ્યોમાં આપવામાં આવી છે.
અમેરિકાના હવામાન વિભાગ(એનડબ્લ્યુએસ) અનુસાર, અમેરિકાના કેન્દ્રીય ભાગમાં શરૂ થયેલું આ બરફનું તોફાન આવનારા સમયમાં પૂર્વ તરફ જશે.
એક્યુવેધરના હવામાન વૈજ્ઞાનિક ડૅન ડેપોડવિને કહ્યું, "આ તોફાનને કારણે 2011 બાદ અમેરિકામાં આ જાન્યુઆરી સૌથી વધારે ઠંડો હોઈ શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેંટકીના લૅક્સિંગ્ટનમાં 5 ઇંચ બરફ પડ્યો, અગાઉ અહીં વર્ષ 1979માં 2.8 ઇંચ બરફ પડ્યો હતો. આ ઉપરાંત અહીંના લુઇસવિલેમાં 7.7 ઇંચ બરફ પડ્યો છે. જે વર્ષ 1910માં પડેલા ત્રણ ઇંચ કરતા ઘણો વધારે છે. જ્યારે કે કેન્કાસના ટૉપેકામાં 12 ઇંચ બરફ પડ્યો છે.
હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અમેરિકાના કેન્દ્રીય ભાગમાં આ બરફના તોફાનને કારણે જનજીવન અસરગ્રસ્ત થઈ શકે છે.
ભારે બરફવર્ષાનો દાયકા જુનો રેકૉર્ડ તૂટી ગયો છે. કેન્સાસ અને મિસૂરીમાં સૌથી વધારે અસર થઈ છે. અહીં કેટલાક વિસ્તારોમાં ભયંકર બરફ પડ્યો. રવિવારે અહીં કેટલાક ભાગોમાં 10 ઇંચ બરફ પડવાના સમાચાર છે.
કેન્કાસના અધિકારી બ્રાયન પ્લાટે કહ્યું, "અહીં મેં છેલ્લાં 32 વર્ષોમાં 10 ઇંચ કરતા વધારે બરફ પડતો નથી જોયો."
હવામાન વિભાગનું કહેવું છે કે ખરાબ હવામાનનું કારણ ધ્રુવીય ભંવર એટલે કે આર્કટિકની ચારે તરફ ઠંડી હવાનું વહેવું છે.
વૉશિંગ્ટન ડીસી અને ફિલાડેલ્ફિયા સહિત મોટાં શહેરોમાં પણ બરફવર્ષા જોવા મળી છે.
ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને ડ્રાઇવ કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે.
ચેતવણી આપવામાં આવી છે કે આ તોફાનને કારણે વિઝિબિલીટી ઘણી ઓછી થશે.
હવામાન વિભાગે કહ્યું છે કે આ દરમિયાન 64 કિમી પ્રતિ કલાક ઝડપી પવન ફૂંકાશે.
જોકે, હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે મંગળવારે આ તોફાન શમી જશે.
બરફવર્ષાની કેટલીક તસવીરો
બ્રિટનમાં પણ ભયંકર બરફવર્ષા થઈ છે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન