આ દંપતીએ બે વર્ષમાં બંનેનું મળીને આશરે 171 કિલો વજન કેવી રીતે ઘટાડ્યું?

વજન ઘટાડો

ઇમેજ સ્રોત, SLIMMING WORLD

ઇમેજ કૅપ્શન, દંપતી કહે છે કે હવે તેમનું જીવન સાવ બદલાઈ ગયું છે
    • લેેખક, જેનિફર હાર્બી
    • પદ, બીબીસી સંવાદદાતા

બે વર્ષમાં આશરે 171 કિલો વજન ઘટાડનારું આ દંપતી તેમની આ વિશિષ્ટ સિદ્ધિની ઉજવણી કરી રહ્યું છે.

નોટિંગહામના ધ મીડોઝના હેલન અને કાયરન બક્સટને ટાઇપ 2 ડાયાબિટીસ થયા પછી તેમના વધેલા વજનનો સામનો કરવાનું નક્કી કર્યું.

બક્સટન કહે છે કે તેમનું વજન જ્યારે આશરે 190 કિલો જેટલું થઈ ગયું અને તેઓ મોજાં કે બૂટ જાતે નહોતાં પહેરી શકતાં તેવી સ્થિતિ થઈ ગઈ ત્યારે તેમના ડૉક્ટર્સે તેમને સ્લિમિંગ વર્લ્ડ જવાનુ કહ્યું.

ડર્બીશાયરસ્થિત કંપની જણાવે છે કે આ દંપતીનું વજન ઘટવાથી તેમનું જીવન બદલાઈ ગયું છે.

વજન ઘટાડો

ઇમેજ સ્રોત, SLIMMING WORLD

ઇમેજ કૅપ્શન, બક્સટન દંપતી કહે છે કે તેઓ જ્યારે ડૉક્ટર પાસે ગયા ત્યારે તેમનું વજન આશરે 191 કિલો હતું

50 વર્ષીય કાયરન બક્સટન કહે છે, “હું મેદસ્વી જ હતો એટલે એક સમય એવો આવ્યો કે વજનવધારાને ઓળખવાનું જ ભૂલી ગયો.”

"નિષ્ક્રિય હોવું, 5XL શર્ટ્સ પહેરવા અને સીટબેલ્ટ ઍક્સ્ટેન્ડર માગવું એ મારા માટે સામાન્ય જીવન હતું.”

“મને શેરીઓમાં કહેવાતા અપશબ્દોવાળા દુર્વ્યવહારની પણ આદત પડી ગઈ હતી.”

"જ્યાં સુધી મારા ડૉક્ટરે મને કહ્યું નહોતું કે મારા પગમાં થયેલી ઈજા મટાડવા તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા, કારણ કે મને ટાઇપ-2 ડાયાબિટીસ થયો હતો. પછી મેં પરિવર્તન લાવવાનું નક્કી કર્યું.”

"તે સમયે હું લગભગ 30ની ઉંમરનો હતો જે પોતાના પગરખાં અને મોજાં પણ પહેરી શકતો નહોતો. મને મારાં બૂટ-મોજાં હેલને પહેરાવવાં પડતાં હતાં."

વજન ઘટાડો

ઇમેજ સ્રોત, SLIMMING WORLD

ઇમેજ કૅપ્શન, હેલન કહે છે કે તેઓ નાનપણથી જ મેદસ્વી હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આશરે 124 કિલો વજન ઘટ્યા પછી કાયરને કહ્યું કે તેમણે તેમને ડાયાબિટીસમાંથી મુક્તિ મળી છે અને હવે તેમને આ માટે દવાની જરૂર નથી.

તેમણે કહ્યું કે તેમણે તેમના પત્ની સાથે મળીને આહારના આયોજન અને કસરતના સંયોજનથી વજન ઘટાડ્યું છે.

"હું શરૂઆતમાં ભાગ્યે જ 100 પગલાં ચાલી શકતો હતો" તેમણે કહ્યું. જોકે, તેમણે કહ્યું કે તેમણે બન્નેએ તેમની કસરતમાં તેઓ દિવસમાં 10,000 કે તેથી વધું પગલાં ના ચાલી લે ત્યાં સુધી સતત વધારો કર્યો.

"હું હજી પણ સુખદ આશ્ચર્યમાં છું કે આવા સરળ ફેરફારોએ અમારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવી દીધું છે," તેમણે કહ્યું.

"હું ખરેખર માનું છું કે જો મેં મારા વજનને કાબૂમાં ન રાખ્યું હોત તો હું અત્યારે જીવતો ન હોત."

51 વર્ષીય હેલન બક્સટને જણાવ્યું, "શાળાથી જ હું મારા વજન સાથે સંઘર્ષ કરી રહી હતી. મેં તે સમયે અને હાલમાં પણ વજન ઘટાડવાના વિચિત્ર પ્રયાસ કર્યા હતા. જોકે મને ખરેખર ક્યારેય સફળતા નહોતી મળી.”

"મેં વિચાર્યું કે કાયરન સાથે સ્લિમિંગ વર્લ્ડમાં જોડાવાથી તેને સંગાથ પણ મળશે અને મારા પોતાના સ્વાસ્થ્યને પણ સુધારવા માટે એ સારો માર્ગ હશે."

તેમણે આશરે 50 કિલો વજન ઊતાર્યું છે અને તેમનાં વસ્ત્રોની સાઇઝ 26થી ઘટીને 12 પર આવી ગઈ છે.

દંપતીએ ઉમેર્યું હતું કે લૉકડાઉન દરમિયાન તેમનું વજન ઓછું થઈ ગયું હોવાથી જ્યારે તેઓ ફરીથી સામાજિક પ્રસંગોમાં સામેલ થવા લાગ્યા ત્યારે નજીકના મિત્રો અને પરિવારે તેમને ઓળખ્યા ન હતા.

વજન ઘટાડો

ઇમેજ સ્રોત, SLIMMING WORLD

ઇમેજ કૅપ્શન, તેમના કન્સલ્ટન્ટે કહ્યું કે આ દંપતી પર તેમને ગર્વ છે

સ્લિમિંગ વર્લ્ડ કન્સલ્ટન્ટ વેનેસા ચેટવિને કહ્યું, “હેલન અને કાયરને જે કંઈ હાંસલ કર્યું છે તેના પર મને ગર્વ છે.”

"બંનેનું મળીને 171 કિલો વજન ઉતારવું એ જીવન બદલનારું છે અને તેમની પાસે હવે એક બિલકુલ નવું જીવન છે."

બીબીસી
બીબીસી