You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માનવ મગજમાં કીડા કેવી રીતે ઘૂસી જાય છે?
- લેેખક, વિક્ટોરિયા લિંડ્રિયા
- પદ, બીબીસી ન્યૂઝ
ડૉક્ટરોને માથાના દુખાવાના દર્દીના મગજમાં ટેપવર્મ મળ્યા. જે રિબિનની જેમ ચારેતરફ ફેલાયેલા હતા. આને માંકડ કહેવામાં આવે છે. મગજમાં કીડા ઘૂસી જવા પાછળનું કારણ ડુક્કરનું કાચું રાંધેલું માંસ ખાવાનું માનવામાં આવે છે.
52 વર્ષીય દર્દીનો માથાનો દુ:ખાવો અસહ્ય થઈ ગયો. જ્યારે દવાઓથી પણ ફાયદો ન થયો ત્યારે તેમણે ડૉક્ટરની સલાહ લીધી.
ડૉક્ટરે જ્યારે સ્કેન કર્યું તો તેમના મગજમાં કૃમીઓ જોવા મળ્યા. આ કૃમીને કારણે ન્યૂરોસિસ્ટોસેરકોસિસ થાય છે.
ડૉક્ટરોનું માનવુ છે કે આ ચેપ સરખી રીતે હાથ ન ધોવાથી અને કાચુ રાંધેલું ડુક્કરનું માંસ ખાવાથી લાગે છે.
સિસ્ટોસેરકોસિસ ટી. સોલિયમે નામના પરોપજીવી (રાઉંડવર્મ)ને કારણે થાય છે. આ પરોપજીવી માનવના પેટમાં જાય છે અને પછી મગજ સુધી જાય છે જેના કારણે સિસ્ટ બને છે.
જ્યાં લોકો માંકડને કારણે પીડિત છે ત્યાં તેમના મળ દ્વારા પરિવારના અન્ય સભ્યોમાં પણ આ બીમારી ફેલાવવાનું જોખમ છે.
જોકે, ડુક્કરનું કાચુ રાંધેલું માંસ ખાવાથી સીધો તો સિસ્ટોસેરકોસિસ નથી થતો.
“આ માત્ર અટકળો છે. ડૉક્ટરોએ અમેરિકન જર્નલ ઑફ કેસ રિપોર્ટમાં લખ્યું કે દર્દીના બરાબર હાથ ન ધોવાને કારણે થયેલા ઇન્ફેક્શનને કારણે ન્યૂરોસિસ્ટોસેરકોસિસ થઈ ગયો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે દર્દી પર દવાની અસર થઈ રહી છે અને તેઓ જલદી સ્વસ્થ થઈ જશે.
વ્યવસ્થિત રીતે હાથ ન ધોવાને કારણે....
યુએસ સેન્ટર્સ ફૉર ડીસિઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી) અનુસાર કૃમી પેશીઓમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી મગજમાં પ્રવેશીને સિસ્ટ બને છે. મગજમાં બનતા આ સિસ્ટને ન્યૂરોસિસ્ટોસેરકોસિસ કહેવામાં આવે છે.
સીડીસીના કહેવા પ્રમાણે આ બીમારી ચેપગ્રસ્ત વ્યક્તિના મળ દ્વારા પણ ફેલાઈ શકે છે. આ બીમારી માંકડનાં ઈંડાં, દૂષિત ખોરાક, પાણી અને મળથી દૂષિત સપાટીઓ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે.
જો આપણે વ્યવસ્થિત રીતે હાથ ધોયા વગર આંગળીઓ મોઢામાં નાખીએ તો વંદાનાં ઈંડાં આપણાં શરીરમાં પ્રવેશ કરી શકે છે. આ બીમારીનો શિકાર થવાથી પરિવારના અન્ય સભ્યોને પણ તેનો ચેપ લાગવાનુ જોખમ છે.
જોકે નિષ્ણાતોનું માનવું છે કે ડુક્કરનું કાચું માંસ ખાવાથી સિસ્ટોકેરકોસિસ રોગ નથી થતો. અમેરિકા અને બ્રિટનમાં ડુક્કરની તપાસ સમયે પણ આ સ્થિતિની ચકાસણી કરવી સામાન્ય છે.
લેટિન અમેરિકાના દેશો, એશિયા અને આફ્રિકાના કેટલાક ભાગોમાં ન્યૂરોસિસ્ટોસેરકોસિસની સ્થિતિ વધારે સામાન્ય છે. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં પણ તે સામાન્ય છે. અહીં ડુક્કરો કૃમીઓના સ્વતંત્ર વાહક છે.
આ સાથે ગંદગી અને ખરાબ ખાણી-પીણી પણ છે.
ખોટી રીતે હાથ ધોવાથી, દૂષિત પાણી અને ભોજનને કારણે લોકો આવી દુર્ઘટનાનો શિકાર બને છે.
“અમેરિકામાં આવા કોઈ કેસો નથી. આ રિપોર્ટ તારણ આપે છે કે ન્યૂરોસિસ્ટોસેરકોસિસ પણ એક દુર્લભ ચેપ છે.”
તેમણે કહ્યું કે આ મામલાએ 'ડુક્કરનાં કાચા રાધેલાં માંસનુ સેવન' અને ત્યારપછીના સ્વયંસ્ફુરિત ચેપના ભય પર પ્રકાશ પાડ્યો છે.