કોરોનાનો નવો વૅરિયન્ટ કેટલો ચેપી છે? ગુજરાતમાં કેવી છે તૈયારી?

વીડિયો કૅપ્શન, નવો વૅરિયન્ટ મળ્યા બાદ ગુજરાતની હૉસ્પિટલોમાં શું તૈયારીઓ છે, નિષ્ણાતે શું સલાહ આપી?

કોરોના વાઇરસના ઑમિક્રોન સ્ટ્રેઇનના પેટાપ્રકાર એવા JN.1ને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તેના ઝડપથી વધી રહેલા ફેલાવાને કારણે ‘વૅરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.

JN.1 વૅરિયન્ટના ભારત, ચીન, સિંગાપોર, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા સહિતના દેશોમાં કેસો નોંધાયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર,ગુજરાતમાં JN.1ના 13 ઍક્ટિવ કેસ છે.

નિષ્ણાતો કહી રહ્યા છે કે આ વૅરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર હાલમાં તેનાથી ખતરો નથી. કોરોના વાઇરસ સામેની બધી ઉપલબ્ધ માન્યતાપ્રાપ્ત રસીઓ જ તેનાથી રક્ષણ આપશે.

પરંતુ તેમણે આરોગ્ય નિષ્ણાતોએ પણ કહ્યું છે કે શિયાળામાં કોરોના સહિત અનેક પ્રકારના ચેપમાં વધારો થઈ શકે છે.

કોરોના

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી
બીબીસી