કિંગ ચાર્લ્સનો રાજ્યાભિષેક, 'હું અહીં સેવા કરવા માટે આવ્યો છું'

કિંગ ચાર્લ્સ તૃતીય

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જેનિફર ક્લાર્ક
    • પદ, બીબીસી ન્યૂઝ

કિંગ ચાર્લ્સ તૃતીયનો રાજ્યાભિષેક પૂર્ણ થઈ ગયો છે. કિંગ ચાર્લ્સ પ્રત્યે નિષ્ઠા દર્શાવતા આર્કબિશપે નમન કરીને તેમનું સન્માન કર્યું હતું.

આર્કબિશપે એબે અને ઘર પર આ કાર્યક્રમ જોઈ રહેલા લોકોને કહ્યું હતું કે તેઓ આ શબ્દો સાથે કિંગ ચાર્લ્સ તૃતીય પ્રત્યે નિષ્ઠાના શપથ લે.

એ શબ્દો હતા, "હું શપથ લઉ છું કે હું યૉર મૅજેસ્ટી, તેમના ઉત્તરાધિકારી અને કાયદા પ્રત્યે નિષ્ઠા રાખીશ."

કિંગ ચાર્લ્સની સાથેસાથે તેમનાં પત્ની ક્વીન કૉન્સોર્ટ કૅમિલાનો પણ રાજ્યાભિષેક થયો. જોકે, તેમને શપથ લેવાનું કહેવાયું નહીં. તેમના રાજ્યાભિષેકમાં તેમને ક્વીન મૅરીનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

કિંગ ચાર્લ્સ તૃતીયે શપથવિધિ બાદ વેસ્ટમિન્સટર એબેમાં કહ્યું હતું કે "હું અહીં સેવા લેવા માટે નહીં પરંતુ સેવા કરવા માટે આવ્યો છું."

શપથવિધિ દરમિયાન આર્કબિશપ ઑફ કેન્ટબરીએ ઇંગ્લૅન્ડમાં અલગ-અલગ ધર્મોના લોકોની હાજરી પર વાત કરતા કહ્યું કે ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડ એક એવો માહોલ બનાવવાનું ચાલું રાખશે, જ્યાં દરેક ધર્મના લોકો સ્વતંત્રતાથી રહી શકે.

શપથવિધિ દરમિયાન આર્કબિશપે કિંગ ચાર્લ્સને પૂછ્યું હતું કે શું તેઓ પોતાના શાસનકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડને જાળવીને રાખશે. કિંગે હોલી ગૉસ્પેલ પર હાથ રાખીને હકારમાં જવાબમાં આપ્યો હતો.

ગ્રે લાઇન

રાજ્યાભિષેક શું હોય છે?

કિંગ ચાર્લ્સ તૃતીય

ઇમેજ સ્રોત, PA Media

રાજ્યાભિષેક સાંકેતિક ધાર્મિક વિધિ અને રાજાના મસ્તક પર તાજ પહેરાવવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા સાથે સર્વોચ્ચ શાસકને ઔપચારિક રીતે ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડના વડા બનાવવામાં આવે છે અને તેમને પદવી તથા સત્તા આપવામાં આવે છે.

જોકે, સર્વોચ્ચ શાસક એટલે કે મોનાર્કને રાજા બનાવવા માટે વાસ્તવમાં તાજ પહેરાવવો જરૂરી નથી.

ઍડવર્ડ આઠમાએ રાજ્યાભિષેક વિના શાસન કર્યું હતું અને ક્વીન એલિઝાબેથના મૃત્યુ પછી ચાર્લ્સ આપોઆપ રાજા બની ગયા હતા.

બીબીસી ગુજરાતી

સમારોહમાં કોણ-કોણ આવ્યું?

કિંગ ચાર્લ્સ તૃતીય

ઇમેજ સ્રોત, PA Media

કિંગ ચાર્લ્સ તૃતીયના રાજ્યાભિષેક સમારોહમાં વિશ્વભરમાંથી આવેલા મહાનુભાવો વેસ્ટમિન્સ્ટર એબેમાં પોતાની સીટ પર બેઠા હતા. બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક પણ સાત પૂર્વ વડા પ્રધાનો સાથે ત્યાં પહોંચ્યા હતા.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅનુએલ મૅક્રોં અને અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઇડન પણ હાજર રહ્યાં હતાં. મહાનુભાવોમાં ગાયિકા કેટી પૅરી અને લિયોનલ રિચી, હેલેના વિલ્કિંસન પણ હાજર રહ્યાં હતા.

રાજનેતાઓ અને સેલિબ્રિટીઝ સહિત અન્ય દેશોના રાજવી પરિવારના સભ્યો પણ કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં હાજર રહ્યા હતા.

અહીં સ્પેનના કિંગ ફિલીપ, મોનાકોના પ્રિન્સ આલ્બર્ટ પણ જોવા મળ્યા. આ સિવાય કિંગ અબ્દુલ્લાહ દ્વિતીય અને જૉર્ડનનાં ક્વીન રાનિયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક માટે બે હજારથી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અતિથિઓની સંખ્યા મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજ્યાભિષેકમાં આવેલા મહેમાનો કરતાં ઘણી ઓછી હતી. વર્ષ 1953માં તેમના રાજ્યાભિષેકમાં આઠ હજારથી વધુ લોકો આવ્યા હતા.

બીબીસી ગુજરાતી

રાજ્યાભિષેક વખતે શું થાય છે?

ઇલસ્ટ્રેટર એન્ડ્ર્યુ જેમિસન દ્વારા ડિઝાઇન કરાયેલ આમંત્રણમાં લોકકથાનું પાત્ર “ગ્રીન મૅન” ઓક વૃક્ષ અને હોથ્રોનનાં પાન સાથે વેલ દેખાઈ રહ્યાં છે

ઇમેજ સ્રોત, BUCKINGHAM PALACE

ઇમેજ કૅપ્શન, ઇલસ્ટ્રેટર એન્ડ્ર્યુ જેમિસન દ્વારા ડિઝાઇન કરાયેલ આમંત્રણમાં લોકકથાનું પાત્ર “ગ્રીન મૅન” ઓક વૃક્ષ અને હોથ્રોનનાં પાન સાથે વેલ દેખાઈ રહ્યાં છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજ્યાભિષેકનો કાર્યક્રમ છેલ્લા 1,000થી વધુ વર્ષથી લગભગ સમાન રહ્યો છે. આ બ્રિટિશ સમારંભ સમગ્ર યુરોપમાં આ પ્રકારનો એકમાત્ર શેષ કાર્યક્રમ છે.

ક્વીન એલિઝાબેથના 1953માં યોજાયેલા રાજ્યાભિષેક સમારંભની સરખામણીએ આ કાર્યક્રમનું કદ ટૂંકુ અને નાનું હશે. તેમાં વિવિધ ધર્મોનું પ્રતિનિધિત્વ હશે.

રાજ્યાભિષેકનું સરઘસ પ્રમાણસરનું હોય તેવી આશા છે. મહારાણી એલિઝાબેથના સરઘસમાં 16,000 સહભાગીઓ હતા અને સાત કિલોમિટરના રૂટ પરથી પસાર થતાં તેને 45 મિનિટ થઈ હતી.

આ વખતે રાજા ચાર્લ્સ અને ક્વીન કન્સોર્ટ કેમિલા વેસ્ટમિન્સ્ટર એબીમાં પ્રમાણમાં આધુનિક ઘોડાગાડીમાં વેસ્ટમિન્સ્ટર એબી પહોંચશે. એ ઘોડાગાડીમાં ઇલેક્ટ્રિક વિન્ડો અને ઍર કન્ડિશનિંગની વ્યવસ્થા છે.

1830 પછી દરેક રાજ્યાભિષેકમાં ઉપયોગમાં લેવાયેલા ગોલ્ડ સ્ટેટ કોચમાં પાછા ફરતા પહેલાં સૌપ્રથમ 2014માં ઉપયોગમાં લેવાયેલા ડાયમંડ જ્યુબિલી સ્ટેટ કોચમાં તેઓ સવારી કરશે.

સશસ્ત્ર દળોના 6,000થી વધુ સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હશે. તેમની આટલા મોટા પ્રમાણમાં હાજરી આ કાર્યક્રમને 70 વર્ષમાંનું સૌથી મોટું મિલિટરી સેરીમોનિયલ ઑપરેશન બનાવશે.

સમગ્ર યુનાઇટેડ કિંગડમ અને કૉમનવેલ્થના કર્મચારીઓ લંડનમાં રાજવી સરઘસમાં જોડાશે.

ખાસ મંચ પરથી રાજ્યાભિષેક નિહાળવા માટે હજારો નિવૃત સૈનિકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ બકિંઘમ પૅલેસ સામેના સ્ટેન્ડમાં રાષ્ટ્રીય આરોગ્ય સેવાના કાર્યકરો સાથે આ કાર્યક્રમ નિહાળશે.

બીબીસી ગુજરાતી

રાજ્યાભિષેકનો સમારંભ કઈ રીતે નિહાળી શકાય?

પ્રિન્સ જ્યોર્જ તાજપોશીના કાર્યક્રમમાં પેજ ઑફ ઑનરની આધિકારિક ભૂમિકા ભજવશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રિન્સ જ્યોર્જ તાજપોશીના કાર્યક્રમમાં પેજ ઑફ ઑનરની આધિકારિક ભૂમિકા ભજવશે

આ સમારંભનું જીવંત પ્રસારણ બીબીસી વન તથા બીબીસી રેડિયો પર કરવામાં આવશે. તે બીબીસી આઈપ્લેયર અને બીબીસી સાઉન્ડ્ઝ પર પણ ઉપલબ્ધ હશે.

એ કાર્યક્રમનું સાઇન્ડ વર્ઝન બીબીસી ટુ પર દર્શાવવામાં આવશે, જ્યારે સંપૂર્ણપણે અથવા આંશિક રીતે અંધ વ્યક્તિઓ માટેનું એક્સેસિબલ કવરેજ રેડ બટન પર ઉપલબ્ધ હશે.

ક્વીન એલિઝાબેથના રાજ્યાભિષેકનો પ્રથમ વખત લાઇવ પ્રસારિત કરાયો હતો

ઇમેજ સ્રોત, UNIVERSAL HISTORY ARCHIVE

ઇમેજ કૅપ્શન, ક્વીન એલિઝાબેથના રાજ્યાભિષેકનો કાર્યક્રમ પ્રથમ વખત લાઇવ પ્રસારિત કરાયો હતો

રવિવારે રાતે યોજનારા રાજ્યાભિષેક કાર્યક્રમના સંગીત જલસાનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે.

બીબીસીના સંખ્યાબંધ કાર્યક્રમોમાં કન્ટ્રીક્લિફ, સોંગ્ઝ ઑફ પ્રેઈઝ, બાર્ગેઇન હન્ટ, ધ વન શો, ઇસ્ટએન્ડર્સ, એન્ટિક રોડ શો અને કોરોનેશન કિચનનો સમાવેશ થાય છે.

બીબીસી ગુજરાતી

સમારંભ દરમિયાન કયા તાજ પહેરાવવામાં આવશે?

કાર્યક્રમ દરમિયાન સેન્ટ એડવર્ડનો તાજ અમુક સમય માટે રાજના શિરે પહેરાવાશે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કાર્યક્રમ દરમિયાન સેન્ટ એડવર્ડનો તાજ થોડા સમય માટે કિંગ ચાર્લ્સ તૃતીયના શિરે પહેરાવાશે

રાજાને 17મી સદીનો, નક્કર સોનાનો સેન્ટ એડવર્ડ્ઝ તાજ પહેરાવવામાં આવશે. એ તાજ વજનદાર છે અને તેનો ઉપયોગ રાજ્યાભિષેક માટે જ કરવામાં આવે છે.

બ્રિટિશ સામ્રાજ્યે કેટલાંક શાહી રત્નો કેવી રીતે મેળવ્યાં હતાં તેની ચર્ચા રાણીના મૃત્યુને પગલે શરૂ થઈ હતી.

મોટા ભાગનો વિવાદ બે અન્ય મુગટમાંના હીરા વિશેનો છે. એ પૈકીનો એક ઇમ્પીરીયલ સ્ટેટ ક્રાઉન છે, જે રાજ્યાભિષેકના અંતે રાજા પહેરશે અને બકિંઘમ પૅલેસની બાલ્કનીમાં અભિવાદન માટે ઉપસ્થિત થશે ત્યારે પણ પહેરશે.

એ તાજમાંના હીરામાં કુલિનન સેકન્ડ ડાયમંડનો સમાવેશ થાય છે, જેને ઘણી વાર આફ્રિકાનો સેકન્ડ સ્ટાર કહેવામાં આવે છે. ભૂતપૂર્વ બ્રિટિશ ક્રાઉન કૉલોની ટ્રાન્સવાલની સરકારે એડવર્ડ સાતમાને તેમના 66મા જન્મદિવસે તે હીરો ભેટ આપ્યો હતો. ટ્રાન્સવાલ હાલ દક્ષિણ આફ્રિકામાં છે.

દિવંગત મહારાણીના તાબૂત પર ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન, ઓર્બ અને રાજદંડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિવંગત મહારાણીના તાબૂત પર ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન, ઓર્બ અને રાજદંડ દેખાયાં હતાં

અન્ય વિવાદાસ્પદ હીરો કોહીનૂર પણ ક્વીન મધરના તાજનો હિસ્સો છે. તે વિશ્વના સૌથી મોટા કટ ડાયમંડ પૈકીનો એક છે. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઇરાને તેની માલિકીના દાવા કર્યા છે.

રાજ્યાભિષેક દરમિયાન કોહીનૂર જોવા નહીં મળે, તેવી સ્પષ્ટતા બકિંઘમ પૅલેસે કરી છે.

ક્વીન કન્સોર્ટને તેના બદલે ક્વીન મેરીનો તાજ પહેરાવવામાં આવશે. કદમાં ફેરફાર કરવા માટે એ તાજને ટાવર ઑફ લંડનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

બીબીસી ગુજરાતી

રાજ્યાભિષેક માટે કેટલો ખર્ચ?

સરકારી સમારંભ હોવાને કારણે રાજ્યાભિષેકના સમગ્ર ખર્ચની ચુકવણી યુનાઇટેડ કિંગડમ સરકાર કરશે.

હાલની મોંઘવારીની સમસ્યા પ્રત્યે સંવેદનશીલતા દર્શાવવા માટે સરકાર પર દબાણ આવે તેવી શક્યતા છે, પરંતુ સરકાર આ સમારંભનો ઉપયોગ યુનાઇટેડ કિંગડમને વિશ્વ સમક્ષ રજૂ કરવાની મહત્ત્વની રાજદ્વારી તક તરીકે કરશે એવી અપેક્ષા છે.

બીબીસી ગુજરાતી

રાજ્યાભિષેકની સત્તાવાર વાનગી શું હશે?

“અ ડીપ ક્વીસ વિથ એ ક્રિસ્પ, લાઇટ પૅસ્ટ્રી કૅસ ઍન્ડ ડેલિકેટ ફ્લેવર્સ”નામની આ ડિશ લીલા સલાડ સાથે ઠંડી કે ગરમ અવસ્થામાં, બાફેલાં બટાકા સાથે ખાઈ શકાશે

ઇમેજ સ્રોત, JAMES MANNING

ઇમેજ કૅપ્શન, “અ ડીપ ક્વિચ વિથ એ ક્રિસ્પ, લાઇટ પૅસ્ટ્રી કૅસ ઍન્ડ ડેલિકેટ ફ્લેવર્સ”નામની આ ડિશ લીલા સલાડ સાથે ઠંડી કે ગરમ, બાફેલાં બટાકા સાથે ખાઈ શકાશે

મુખ્ય શાહી રસોઈયા માર્ક ફ્લેનાગાનની કોરોનેશન ક્વિચ નામની વાનગીને પાર્ટીની સત્તાવાર વાનગી જાહેર કરવામાં આવી છે. તે પાલક, વાલોળ અને તાજા તારાગોનની બનેલી છે. તેને બનાવવાની રીત શાહી પરિવારના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કરવામાં આવી છે.

ક્વીન એલિઝાબેથ દ્વિતીયના 1953માં રાજ્યાભિષેક માટે તૈયાર કરવામાં આવેલા કોરોનેશન ચિકન, તેમના પ્લેટિનમ જ્યુબિલી પુડિંગ, લેમન ઍન્ડ આલ્મંડ ટ્રફલ પછી શાહી રસોડામાં ઉમેરાયેલી નવીનતમ વાનગી આ ક્વિચ એટલે કે બહુધા સ્વાદિષ્ટ પૂરણવાળી ખુલ્લી કચોરી છે.

બીબીસી ગુજરાતી

સમારંભના સંગીતની વાત

કિંગ ચાર્લ્સે પોતે આ સમારંભ માટે સંગીતની પસંદગી કરી છે. જેમાં કેટ્સના સંગીતકાર એન્ડ્રુ લોયડ વેબર દ્વારા તૈયાર કરવામાં આવેલા રાષ્ટ્રગીત સહિતની 12 નવીનતમ સંગીત રચનાઓનો સમાવેશ થાય છે.

સર્વિસ દરમિયાન વેલ્શ અને સોલોઇસ્ટ્સનું ગાયન કરવામાં આવશે. તેમાં વેલ્શના વિશ્વવિખ્યાત ઓપેરા ગાયક સર બ્રાયન ટેરફેલનો સમાવેશ થાય છે.

ગ્રીસમાં જન્મેલા રાજાના પિતા પ્રિન્સ ફિલિપની સ્મૃતિમાં ગ્રીક ઑર્થોડૉક્સ સંગીત પણ વગાડવામાં આવશે.

એક ગોસ્પેલ કોયર અને વેસ્ટમિન્સ્ટર સ્કૂલના કોરિસ્ટર્સ પણ પર્ફૉર્મ કરશે.

રાજ્યાભિષેક નિમિત્તે "રિંગ ફૉર ધ કિંગ" યોજના હેઠળ હજારો બેલ-રિંગર્સની ભરતી માટે એક ખાસ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે.

રેડ લાઇન
રેડ લાઇન