પ્રિન્સ હૅરીએ પોતાની આત્મકથામાં કયા-કયા સનસનીખેજ દાવા કર્યા?

પ્રિન્સ હૅરીનાં સંસ્મરણોનું પુસ્તક 'સ્પેયર' સ્પેનના એક બુક સ્ટોરમાં

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પ્રિન્સ હૅરીનાં સંસ્મરણોનું પુસ્તક 'સ્પેયર' સ્પેનના એક બુક સ્ટોરમાં
    • લેેખક, જેમ્સ ગ્રેગરી અને શૉન કગલન
    • પદ, શાહી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • બ્રિટનના પ્રિન્સ હૅરીએ પોતાની આત્મકથામાં એક પછી એક અનેક સનસનીખેજ આરોપો લગાવ્યા છે
  • ‘ધ સન’ પાસે સ્પેયરની સ્પેનિશ નકલ છે. તેણે આ નકલ સ્પેનિશમાં રિલીઝ થતાં પહેલાં જ મેળવી લીધી હતી
  • હૅરીએ દાવો કર્યો હતો કે મોટા ભાઈ વિલિયમે તેમનો કૉલર પકડીને નેકલેસ તોડી નાખ્યો હતો. તેમણે તેમને જમીન પર પાડી દીધા
  • હૅરીએ 17 વર્ષની ઉંમરે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું. તેમણે એટન કૉલેજમાં ગાંજો પીવાનું શરૂ કરી દીધું હતું. તેમણે મૅજિક મશરૂમનું પણ સેવન કર્યું હતું
  • હૅરીએ 2012-13માં અફઘાનિસ્તાનમાં હેલિકૉપ્ટર પાઇલટ તરીકે છ મિશનમાં ભાગ લીધો હતો
  • જાણો અહેવાલમાં અન્ય શું-શું દાવા કર્યા છે
બીબીસી ગુજરાતી

બ્રિટનના પ્રિન્સ હૅરીએ પોતાની આત્મકથામાં એક પછી એક અનેક સનસનીખેજ આરોપો લગાવ્યા છે.

તેમની આત્મકથા ‘સ્પેયર’માં લખેલી આ બાબતો લીક થઈ ગઈ છે.

આ પુસ્તકમાં બ્રિટનના શાહી પરિવારની અંદરની ફરિયાદો અને કડવાશોનું વર્ણન છે. જેમ કે, પ્રિન્સ હૅરી અને તેમના મોટા ભાઈએ તેમના પિતાને કેમિલા સાથે લગ્ન ન કરવાનું કહ્યું હતું.

‘ધ ગાર્ડિયન’ દ્વારા સૌપ્રથમ નોંધવામાં આવેલો આઘાતજનક દાવો એ છે કે હૅરી પર તેમના મોટાભાઈ પ્રિન્સ વિલિયમે શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદાથી હુમલો કર્યો હતો.

જોકે કેન્સિંગટન અને બકિંઘહામ પૅલેસ બંનેએ આ મામલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે.

બીબીસી ન્યૂઝે ‘સ્પેયર’ની નકલ મેળવી છે.

નકલોને પહેલેથી જ સ્પેનમાં વેચાણ માટે મૂકી દેવામાં આવી છે અને હવે તેનું ભાષાંતર કરવામાં આવી રહ્યું છે.

ગ્રે લાઇન

કિંગ ચાર્લ્સને લગ્ન કરવાની ના પડાઈ

કિંગ ચાર્લ્સ અને કેમિલા પાર્કર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કિંગ ચાર્લ્સ અને કેમિલા પાર્કર

હૅરીએ તેમના પિતાને કહ્યું હતું કે તેઓ કૅમિલા સાથે લગ્ન ન કરે. કૅમિલા હવે ક્વીન કન્સૉર્ટ છે.

‘ધ સન’ પાસે સ્પેયરની સ્પેનિશ નકલ છે. તેણે આ નકલ સ્પેનિશમાં રિલીઝ થતાં પહેલાં જ મેળવી લીધી હતી.

અખબારના અહેવાલ પ્રમાણે, પ્રિન્સ હૅરીએ આ આત્મકથામાં દાવો કર્યો છે કે સત્તાવાર રીતે શાહી પરિવારના સભ્ય બનતા પહેલાં તેમણે અને તેમના ભાઈ વિલિયમે તેમની સાથે અલગઅલગ મુલાકાત કરી હતી.

આ પુસ્તકમાં હૅરી કહે છે, "તે વિચારી રહ્યા હતા કે શું કૅમિલા એક દિવસ તેમની 'દુષ્ટ સાવકી મા' બની જશે. પરંતુ વિલિયમ અને હૅરી માનતા હતા કે જો તેઓ કિંગ ચાર્લ્સને ખુશ રાખશે તો તેઓ "તેમને દિલથી માફ કરી દેશે".

ગ્રે લાઇન

'શક્તિ' ધરાવતી એ મહિલાએ શું કહ્યું?

હૅરી

ઇમેજ સ્રોત, PA Media

હૅરીએ લખ્યું કે તેમનાં માતા ડાયનાના મૃત્યુ પછીના દુઃખના દિવસોમાં તેઓ એક મહિલાને મળ્યા હતા, જેમણે એવો દાવો કર્યો કે તેમની પાસે કોઈ 'શક્તિ' છે.

આ શક્તિને આધારે તેમણે હૅરીને કહ્યું હતું કે, "તમારી માતા કહે છે કે તમે એવું જીવન જીવી રહ્યાં છો જે તેઓ જીવી નથી શક્યાં."

ડાયનાનું 1997માં પેરિસમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે સમયે હૅરી માત્ર 12 વર્ષના હતા.

'ધ ગાર્ડિયન' પાસે તેમના પુસ્તકની એક નકલ છે. તે મુજબ હૅરીએ તેમનાં માતા સાથે થયેલી ટૂંકી વાતચીત વિશે જણાવ્યું છે. 'ગાર્ડિયને' તેનો એક અંશ છાપ્યો છે.

બીબીસી ગુજરાતી

ડાયનાના મૃત્યુ સમયે ચાર્લ્સે તેમને ‘ગળે ન લગાવ્યા’

હૅરીનાં માતા ડાયના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હૅરીનાં માતા ડાયના

તેમનાં સંસ્મરણોમાં હૅરીએ કહ્યું કે તેમના પિતાએ તેમને ઊંઘમાંથી જગાડીને કહ્યું હતું કે ડાયનાની કારને અકસ્માત થયો છે.

હૅરીએ લખ્યું, "ચાર્લ્સ 'સામાન્ય સંજોગોમાં' પોતાની લાગણીઓને યોગ્ય રીતે દર્શાવી નથી શકતા, પરંતુ તે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ચાર્લ્સે હૅરીને ગળે લગાવ્યા નહોતા."

બીબીસી ગુજરાતી

વિલિયમે તેમને ધક્કો મારીને પાડી દીધા

હૅરી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હૅરીએ દાવો કર્યો હતો કે મોટા ભાઈ વિલિયમે તેમનો કૉલર પકડીને નેકલેસ તોડી નાખ્યો હતો. તેમણે તેમને જમીન પર પાડી દીધા. આ ઘટના તેમના લંડન કૉટેજમાં બની હતી.

પુસ્તકમાં એક એવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં હૅરીનાં પત્ની મેગનને લઈને બંને ભાઈઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. મેગન પર વિલિયમની ટિપ્પણીઓથી ઝઘડો શરૂ થાય છે.

હૅરીએ લખ્યું છે કે તેમના ભાઈ વિલિયમે મેગનને 'મુશ્કેલ', 'અક્કડ', 'કર્કશ' મહિલા ગણાવ્યાં હતાં.

'ગાર્ડિયન'એ લખ્યું છે, "હૅરીએ કહ્યું કે જ્યારે ઝઘડો વધી ગયો ત્યારે તેમના ભાઈ પ્રેસે ફેલાવેલા જૂઠાણાંઓ રજૂ કરવા લાગ્યા."

હૅરીએ આ ઝઘડા પછી શું થયું તે જણાવ્યું. તેમણે લખ્યું, "તેમણે (વિલિયમ) પાણીનો ગ્લાસ રાખ્યો અને મને મારા બીજા નામથી સંબોધ્યો. તે મારી પાસે આવ્યો. આ બધું અચાનક જ થઈ ગયું.”

"વિલિયમે મારો કૉલર પકડ્યો, મારા ગળાનો હાર તોડી નાખ્યો અને મને જમીન પર પટકી દીધો."

"હું કૂતરાના કટોરા પર પડ્યો, કટોરો મારી પીઠના દબાણથી તૂટી ગયો. તેના ટુકડા મારી પીઠમાં ખૂંપી ગયા. હું થોડી વાર એમ જ પડ્યો રહ્યો. પછી ખોડંગાતો ઊભો થયો અને વિલિયમને ત્યાંથી જતા રહેવા કહ્યું.”

બીબીસી ગુજરાતી

કેવી રીતે કૌમાર્ય ભંગ થયો

હૅરીએ લખ્યું છે કે 17 વર્ષની ઉંમરે તેમણે કૌમાર્ય ગુમાવ્યું હતું.

તેમનાં મહિલા પાર્ટનર તેમના કરતાં મોટાં હતાં. તે તેમના માટે 'અપમાનજનક' અનુભવ હતો. મહિલાએ તેમની સાથે 'તેજીલા ઘોડા' જેવો વ્યવહાર કર્યો હતો.

બીબીસી ગુજરાતી

17 વર્ષની ઉંમરે ડ્રગ્સ

હૅરી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, હૅરી

હૅરીએ 17 વર્ષની ઉંમરે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું. તેમણે એટન કૉલેજમાં ગાંજો પીવાનું શરૂ કરી દીધું હતું. તેમણે મૅજિક મશરૂમનું પણ સેવન કર્યું હતું.

હૅરી કહે છે કે તેમને કોઈના ઘરે કોકેઇન ઑફર કરાયું હતું. તે સમયે તેમની ઉંમર માત્ર 17 વર્ષ હતી. તેમણે અનેક વખત ડ્રગ્સ લીધાની કબૂલાત કરી હતી. જોકે તેમને તેમાં મજા નહોતી આવી.

તેઓ કહે છે, "હું 17 વર્ષનો કિશોર હતો અને રૂઢિગત ઢાંચામાં રહેલાં તમામ બંધનોને તોડતું કંઈ પણ નવું કરવાનો પ્રયાસ કરવા તૈયાર હતો."

હૅરીએ એટન કૉલેજના બાથરૂમમાં એક વિદ્યાર્થી સાથે ગાંજો પીવાની વાત કબૂલી છે. તે દરમિયાન ટેમ્સ વૅલીના પોલીસ અધિકારીઓ તેમના અંગરક્ષક તરીકે બિલ્ડિંગની બહાર હાજર હતા.

'ટેલિગ્રાફ'ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હૅરીએ 2016માં કૅલિફોર્નિયાના પ્રવાસ દરમિયાન મૅજિક મશરૂમના સેવનનો પણ ઉલ્લેખ કર્યો છે.

બીબીસી ગુજરાતી

વિલિયમને હૅરીનું એટનમાં રહેવું પસંદ ન હતું

પ્રિન્સ વિલિયમ અને હૅરી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પ્રિન્સ વિલિયમ અને હૅરી

હૅરીના કહેવા પ્રમાણે જ્યારે તેઓ એટન કૉલેજમાં શાળાનો અભ્યાસ શરૂ કરવાના હતા ત્યારે વિલિયમે કહ્યું હતું, "હૅરોલ્ડ હું તને ઓળખતો નથી અને તું મને નથી ઓળખતો."

હૅરીએ લખ્યું છે, "તેમના ભાઈએ તેમને કહ્યું કે એટનમાં છેલ્લાં બે વર્ષ તેમના માટે અભયારણ્ય જેવાં રહ્યાં હતાં."

"તેમના પર કોઈ નાના ભાઈનો બોજ ન હતો, જે તેમને પ્રશ્નો પૂછીને પરેશાન કરતો રહે અથવા તેમને સામાજિક વર્તુળોમાં ખુલ્લા પાડતો રહે."

હૅરીએ વિલિયમને આ અંગે ચિંતા ન કરવા કહ્યું. તેમ છતાં તેમના ભાઈએ કહ્યું, "હું ભૂલી જઈશ કે હું તને ઓળખું છું.”

બીબીસી ગુજરાતી

'પ્રેસના દબાણમાં કૅરોલિન ફ્લૅકને મળવાનું બંધ કર્યું'

કૅરોલીન ફ્લૅક

ઇમેજ સ્રોત, FACUNDO ARRIZABALAGA

ઇમેજ કૅપ્શન, કૅરોલીન ફ્લૅક

હૅરીએ કહ્યું કે તેઓ 2009માં મિત્રો સાથે રેસ્ટોરાંમાં ગયા હતા અને તેમની મુલાકાત ટીવી પ્રસ્તુતકર્તા (હવે દિવંગત) કૅરોલિન ફ્લેક સાથે થઈ હતી. તેઓ લખે છે, "તેઓ 'સ્વીટ' અને 'ફની' હતાં".

પરંતુ પ્રેસે તરત જ તેમને ખોળી કાઢ્યા અને ફોટોગ્રાફરોએ તેમને ઘેરી લીધા.

ઉતાવળમાં ફ્લૅકનાં માતાપિતાના ઘરની બહાર પત્રકારોનો મેળાવડો શરૂ થયો. તેમના મિત્રો અને તેમનાં દાદીના ઘરની બહાર પણ મેળાવડો હતો.

હૅરી લખે છે, "અમે સમયાંતરે એકબીજાને મળતાં રહ્યાં, પણ પછી અમને ખૂલીને મળવાનું મન ન થયું."

"અમે સંબંધ ચાલુ રાખ્યો, કારણ કે અમે સારો સમય વિતાવતાં રહ્યાં. અમે તે મૂર્ખ લોકોના હાથે હારવા માગતાં ન હતાં.”

"પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. અમે નક્કી કર્યું કે આવા સંબંધથી મળતાં દુખ અને પીડાને વેંઢારવાં ઠીક નથી. સૌથી વધુ તેમના પરિવાર માટે આ મહત્ત્વપૂર્ણ હતું. અંતે અમે તેને વિરામ આપી દીધો.”

બીબીસી ગુજરાતી

25 તાલિબાન લડવૈયાને માર્યા

પ્રિન્સ હૅરી 2012માં અફઘાનિસ્તાનમાં

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, પ્રિન્સ હૅરી 2012માં અફઘાનિસ્તાનમાં

હૅરીએ 2012-13માં અફઘાનિસ્તાનમાં હેલિકૉપ્ટર પાઇલટ તરીકે છ મિશનમાં ભાગ લીધો હતો.

હૅરીએ તેમનાં સંસ્મરણોમાં લખ્યું છે, "મારી પાસે એવા આંકડા નથી કે જેના પર હું ગર્વ લઈ શકું. પરંતુ એવા પણ આંકડા નથી, જેનાથી શરમ અનુભવાય."

"મેં તે 25 લોકોને યુદ્ધની ગરમી અને મૂંઝવણમાં માણસ તરીકે જોયા નથી. તે પાથરેલી શતરંજ પર ફેંકવામાં આવેલાં મહોરાં હતાં. સારા લોકોને તેઓ મારે એ પહેલાં જ એ ખરાબ લોકોને મારી નાખવામાં આવ્યા હતા."

બીબીસી ગુજરાતી

ડરના હુમલા

પ્રિન્સ વિલિયમ અને હૅરી બાળપણમાં માતાપિતા સાથે

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, પ્રિન્સ વિલિયમ અને હૅરી બાળપણમાં માતાપિતા સાથે

હૅરીએ લખ્યું કે 2013ના ઉનાળાના અંતે તેઓ જાહેરમાં બહાર નીકળતા ડરવા લાગ્યા હતા. તેઓ લખે છે, "તે દિવસોમાં હું ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો."

એ દિવસોમાં તેમનું કામ ભાષણ આપવાનું અને ઇન્ટરવ્યૂ આપવાનું હતું. પરંતુ તેઓ આ પાયાનું કામ પણ કરી શક્યા ન હતા.

ભાષણ આપતા પહેલાં તેમનું શરીર પરસેવાથી તરબતર થઈ જતું હતું. સૂટ પહેરતાની સાથે જ તેમની હાલત ખરાબ થઈ જતી હતી.

તેઓ લખે છે, "બ્લેઝર પહેરતા અને જૂતાં બાંધતાં જ મારી કાનપટીથી પરસેવો વહેવા લાગતો હતો. પીઠ પરસેવાથી ભીની થઈ જતી.”

બીબીસી ગુજરાતી

ચાર્લ્સે હૅરી અને વિલિયમને ન ઝઘડવાની વિનંતી કરી

2021માં ડ્યૂક ઑફ એડિનબર્ગના અંતિમસંસ્કાર પછી હૅરીએ તેમના અને વિલિયમ વચ્ચેના ઝઘડાનો ઉલ્લેખ કર્યો છે.

હૅરી લખે છે, "ત્યારબાદ ચાર્લ્સ મારી અને મારા ભાઈની વચ્ચે આવ્યા અને કહ્યું, બાળકો કૃપા કરીને મારા છેલ્લા દિવસોને નરક ન બનાવો."

બીબીસી ગુજરાતી

વિલિયમ ઉત્તરાધિકારી અને અને હૅરી ‘સ્પેયર’

આ પુસ્તકનું શીર્ષક હૅરીના જન્મ પછી કિંગ ચાર્લ્સ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પરથી લેવામાં આવ્યું છે.

હૅરી લખે છે, "હું જ્યારે 20 વર્ષનો હતો ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે ચાર્લ્સે ડાયનાને શું કહ્યું હતું? તેમણે મારી માતા ડાયનાને કહ્યું હતું, બહુ સરસ, તમે મને ઉત્તરાધિકારી અને એક સ્પેયર (વધુ) આપ્યો છે. તમે તમારું કામ બહુ સારી રીતે કર્યું છે."

રેડ લાઇન
રેડ લાઇન