ઇટાલી : બાંગ્લાદેશી મુસ્લિમો અંગેનો એ તણાવ કે જેના થકી ક્રિકેટ પર પાબંદી લદાઈ

- લેેખક, સોફિયા બેટ્ટિઝા
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
આ ઇટાલીના મોનફાલ્કોન શહેરનો બહારનો વિસ્તાર છે. બાંગ્લાદેશના કેટલાક યુવકો ખૂબ તડકામાં નાનકડી પિચ પર ક્રિકેટની પ્રૅક્ટિસ કરી રહ્યા છે.
આ જગ્યા શહેરથી દૂર અને ટ્રિએસ્ટ વિમાનમથકની પાસે છે.
આ લોકો શહેરથી દૂર ક્રિકેટની પ્રૅક્ટિસ શું કામ કરી રહ્યા છે? કારણ કે શહેરના મેયરે ક્રિકેટ રમવા પર રોક લગાવી દીધી છે.
જો કોઈએ પ્રતિબંધ તોડવાનો પ્રયત્ન કર્યો તો 100 યૂરો એટલે કે સાડા નવ હજાર રૂપિયાનો દંડ ભરવો પડે છે.
આ ક્રિકેટ ટીમના કૅપ્ટન મિયાહ બપ્પીએ કહ્યું, "જો અમે શહેરમાં ક્રિકેટ રમતા હોત તો અમને રોકવા માટે અત્યાર સુધી પોલીસ આવી ગઈ હોત."
શહેરની વસ્તીમાં બાંગ્લાદેશી મુસ્લિમોની સંખ્યા વધારે છે

ઇમેજ સ્રોત, Getty Images
મિયાહ બપ્પીએ જણાવ્યું કે બાંગ્લાદેશના કેટલાક યુવાનોને સ્થાનિક પાર્કમાં ક્રિકેટ રમતી વખતે પકડી લેવામાં આવ્યા હતા.
તે લોકોને ખબર ન હતી કે તેમને કેટલાક કૅમેરા થકી રેકૉર્ડ કરવામાં આવી રહ્યા છે. પોલીસે દંડ પણ ફટકાર્યો.
બપ્પીએ કહ્યું, "આ લોકો કહે છે કે ક્રિકેટ ઇટાલીની રમત નથી. જોકે, હું તમને સત્ય કહું તો આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે અમે વિદેશી છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્રિકેટ પર લાગેલા પ્રતિબંધે મોનફાલ્કેન શહેરનાં મૂળમાં રહેલા તણાવને સામે લાવી દીધો છે. આ તણાવ વધી રહ્યો છે.
આ શહેરની વસ્તી લગભગ 30 હજાર છે. એક તૃતીયાંશ વધારે લોકો વિદેશી છે, જેમાં મોટાભાગે બાંગ્લાદેશી મુસ્લિમ છે.
બાંગ્લાદેશી મુસ્લિમોએ 1990ના દાયકાથી અહીંયા આવવાની શરૂઆત કરી હતી.
શહેરનાં ઘોર જમણેરી મેયર એન્ના મારિયાએ કહ્યું, "બાહરથી આવેલા લોકોને કારણે અહીંયાની સાંસ્કૃતિક ઓળખાણ પર જોખમ તોળાઈ રહ્યું છે."
મારિયાએ ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે ઍન્ટી-ઇમિગ્રેશન વલણ રાખ્યું હતું. તેમણે એ પોતાના શહેર અને ખ્રિસ્તી મૂલ્યોની રક્ષાના મિશન તરીકે ગણાવી રહ્યાં હતાં.
મારિયાએ કહ્યું, "અમારો ઇતિહાસ નષ્ટ કરવામાં આવી રહ્યો છે. એવું લાગે છે કે જાણે કોઈ ફરક જ પડતો નથી. બધું બદલીને ખરાબ થઈ રહ્યું છે."
મોનફાલ્કેનમાં બાંગ્લાદેશીઓની કેટલી અસર છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ શહેરમાં ઇટાલીના નાગરિકો પશ્ચિમી પહેરવેશમાં જોવા મળે છે. જ્યારે બાંગ્લાદેશી લોકો સલવાર કમીઝ અને હિજાબમાં દેખાય છે.
શહેરમાં બાંગ્લાદેશી લોકોની હોટલો અને હલાલ શૉપ છે. સાઇકલ ચલાવવા માટે રસ્તાઓ છે, જેનો ઉપયોગ મોટાભાગે દક્ષિણ એશિયાના સમુદાયના લોકો કરે છે.
મેયર મારિયાએ શહેરના એ વિસ્તારોમાંથી બેસવા માટેની બૅન્ચ હટાવી દીધી, જ્યાં વધારે બાંગ્લાદેશી લોકો બેસે છે.
સમુદ્ર કિનારે મુસ્લિમ મહિલાઓ જે વસ્ત્રો પહેરીને જાય છે તેની વિરુદ્ધ પણ મારિયાએ અવાજ ઉઠાવ્યો.
તેમણે કહ્યું, "અહીં ઇસ્લામિક કટ્ટરપંથની મજબૂત પ્રક્રિયા છે. એક એવી સંસ્કૃતિ જેમાં પુરૂષો સ્ત્રીઓ સાથે ખરાબ વર્તન કરે છે."
મુસ્લિમો વિશે પોતાના વલણને કારણે મેયરને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે. તેઓ આ કારણે 24 કલાક પોલીસ સુરક્ષા હેઠળ રહે છે.
મિયાહ બપ્પી અને તેમના સાથી ક્રિકેટરો નોકરી માટે ઇટાલી આવ્યા હતા. આ લોકો જહાજ બનાવનારી કંપની ફિનકેન્ટિએરીમાં કામ કરવા માટે આવ્યા હતા.
આ કંપની યૂરોપની સૌથી મોટી અને વિશ્વની મોટી જહાજ કંપનીઓ પૈકીની એક છે.
મેયર મારિયાના નિશાના પર આ કંપની પણ છે. તેમણે કહ્યું, "કંપની એટલો ઓછો પગાર આપે છે કે કોઈ ઇટાલિયન કામ ન કરે."
કંપનીના ડાયરેક્ટર ક્રિસ્ટિયાનો બાઝ્ઝારાએ કહ્યું કે જે પગાર દેવામાં આવે છે તે ઇટાલીના નિયમ અનુસાર આપવામાં આવે છે.
તેમણે કહ્યું, "અમને પ્રશિક્ષિત કામદારો મળતા નથી. યૂરોપમાં એવા યુવાનોને શોધવા મુશ્કેલ છે જે શિપયાર્ડમાં કામ કરવા ઇચ્છે છે."
ઇટાલીની સ્થિતિ

ઇમેજ સ્રોત, BBC
વિશ્વના જે દેશોમાં જન્મદર ઓછો છે તેમાં ઇટાલી પણ સામેલ છે. ઇટાલીમાં 2023માં માત્ર ત્રણ લાખ 79 હજાર બાળકોનો જન્મ થયો.
દેશમાં કામદારોની સંખ્યા પણ ઓછી છે.
સંશોધકોનું અનુમાન છે કે ઇટાલીને 2050 સુધી દર વર્ષે બે લાખ 80 હજાર કામદારોની જરૂર રહેશે.
ઇટાલીનાં વડાં પ્રધાન જૉર્જિયા મેલોની ઘોર જણણેરી બ્રધર્સ ઑફ ઇટાલીનાં નેતા છે.
મેલોનીએ પહેલાં પણ કહ્યું હતું કે તેઓ ઇમિગ્રેશનને ઘટાડવા માંગે છે. જોકે, નૉન-યૂરોપિયન કામદારોને મળતી પરવાનગીની સંખ્યામાં વધારો થયો છે.
મેયર મારિયાએ કહ્યું, "બાંગ્લાદેશના મુસ્લિમોની જીવનશૈલી અને ઇટાલીમાં જન્મેલા લોકોની જીવનશૈલી એકદમ અલગ છે."
આ શહેરમાં તણાવ ખૂબ જ વધી ગયો છે. મેયરે જ્યારે શહેરનાં બે ઇસ્લામિક કેન્દ્રોમાં સાથે નમાઝ પઢવા પર પ્રતિબંધ લાદી દીધો હતો.
મારિયાએ કહ્યું, "શહેરના લોકો મને હેરાન કરનારી તસવીરો અને વીડિયો મોકલે છે. જેમાં જોવા મળે છે કે બે ઇસ્લામિક કેન્દ્રો પર લોકો મોટી સંખ્યામાં નમાઝ પઢી રહ્યા છે. એક ઇમારતમાં એક હજાર 900 લોકો..."
મેયર મારિયાએ કહ્યું, "ફૂટપાથ પર કેટલી બાઇકો છોડીને ચાલ્યા જાય છે. દિવસમાં પાંચ વખત ઊંચા અવાજે નમાઝ પઢે છે, રાતે પણ નમાઝ પઢે છે."
ઇટાલી અને ઇસ્લામ
મારિયાએ કહ્યું કે સ્થાનિક લોકો સાથે આ અન્યાય છે.
તેમણે લગાવેલા પ્રતિબંધોનો બચાવ કરતા કહ્યું, "બધું જ નિયમો પ્રમાણે થયું છે. આ ઇસ્લામિક કેન્દ્રો ધાર્મિક ઉપાસના માટે બનાવ્યાં નથી. પ્રાર્થના માટે સ્થળ અપવાવું મારૂ કામ નથી."
ઇટાલીના કાયદા પ્રમાણે ઇસ્લામને કાયદેસર દરજ્જો હાંસલ નથી. આ કારણે પ્રાર્થના માટે જગ્યા બનાવવી મુશ્કેલ છે.
ઇટાલીમાં કુલ આઠ મસ્જિદ છે અને દેશમાં લગભગ 20 લાખ મુસ્લિમો છે.
મોનફાલ્કેન રહેનારા બાંગ્લાદેશીઓનું કહેવું છે કે મેયરના નિર્ણયથી મુસ્લિમ સમુદાયો પર ઘણી અસર પડી છે.
19 વર્ષીય મેહેલીએ કહ્યું, "મેયરને લાગે છે કે બંગાળી ઇટાલીનું ઇસ્લામીકરણ કરી રહ્યા છે. જોકે, અમે અમારા કામ સાથે જ મતલબ રાખીએ છીએ."
મેહેલી ઢાકાથી છે અને પશ્ચિમી વસ્ત્રો પહેરે છે. મેહેલી ઇટાલિયન ભાષા પણ બોલે છે.
તેમણે કહ્યું કે ઘણી વખત માત્ર મારી બંગાળી ઓળખાણને કારણે મને રસ્તા વચ્ચે હેરાન કરવામાં આવી હતી.
મેહેલીએ કહ્યું કે, "હું આ શહેર બની શકે તેટલું જલદી છોડી દઈશ."
બાંગ્લાદેશી લોકો ચાલ્યા જશે તો શું થશે?

મિયાહ બપ્પીને આશા છે કે આ વર્ષે તેમને ઇટાલીનો પાસપોર્ટ મળી જશે. જોકે, તેઓ એ નથી જાણતા કે આ જ શહેરમાં રહેશે કે નહીં
તેમણે કહ્યું, "અમે કોઈ પરેશાની બનતા નથી. અમે ટૅક્સ ચૂકવીએ છીએ. જોકે, આ લોકો અમે અહીંયા રહીએ તેવું ઇચ્છતા નથી."
મેયર ભલે બાંગ્લાદેશના લોકોને ઇટાલીના લોકોથી અલગ ગણાવે છે. જોકે, બપ્પી બીજી તરફ ઇશારો કરે છે.
તેમણે કહ્યું કે જો અમે બધા બાંગ્લાદેશ પાછા ફરીશું તો જહાજ બનાવનારી કંપનીને એક જહાજ બનાવતા પાંચ વર્ષ લાગશે.
એક સ્થાનિક ન્યાયાલયે ગયા મહિને બે ઇસ્લામિક કેન્દ્રોના હકમાં નિર્ણય આપ્યો અને એક સાથે નમાઝ પઢવા અંગે લગાવેલા પ્રતિબંધને હટાવી દીધો.
જોકે, મેયર મારિયાનું અભિયાન ચાલું છે. તેઓ આ અભિયાનને “યૂરોપના ઇસ્લામીકરણ”ના વિરોધનું અભિયાન ગણાવે છે.
મારિયા હાલમાં યૂરોપીય સંસદ માટે ચૂંટાયાં છે. તેઓ જલદી જ પોતાનો અવાજ સંસદમાં ઉઠાવશે.
- બૉબ હૉવર્ડની રિપોર્ટિંગ સાથે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












