જ્યાં સંતાનોનો શ્રેષ્ઠ ઉછેર કરી શકાય તેવા વિશ્વના પાંચ દેશો કયા છે?

    • લેેખક, અમાંદા રુગ્ગેરી
    • પદ, બીબીસી ટ્રાવેલ
  • પરદેશમાં સ્થાયી થવા ઇચ્છતા લોકોને વિશ્વના સૌથી વધુ રહેવા યોગ્ય દેશોનું રેન્કિંગ મદદરૂપ થઈ શકે
  • બાળકોનાં સ્વાસ્થ્ય, સુખાકારી, શિક્ષણની ગુણવત્તા, પારિવારિક વૅકેશનનીયોજનાઓ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે
  • બાળકની સુખાકારી વિશેના યુનિસેફના રિપોર્ટ કાર્ડમાં આ બધી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે
  • તેમના રેન્કિંગમાં માત્ર વિશ્વના ધનાઢ્ય દેશોને જ ધ્યાનમાં લેવામાં આવ્યા છે
  • સ્થળાંતર કરવા ઇચ્છતા દરેક પરિવારનો મુખ્ય સવાલ એ હોય છે કે બાળકોને ઉછેરવા માટે વિશ્વમાં શ્રેષ્ઠ દેશ ક્યો છે?
  • અમે આ સવાલનો જવાબ મેળવવા થોડા સંશોધનનો પ્રયાસ કર્યો છે

પરદેશમાં સ્થાયી થવા ઇચ્છતા લોકોને વિશ્વના સૌથી વધુ રહેવા યોગ્ય દેશોનું રેન્કિંગ મદદરૂપ થઈ શકે, પરંતુ સંતાનો સાથે હોય ત્યારે સરેરાશ આવક અથવા આર્થિક સ્થિરતા જેવાં પરિબળોને ધ્યાનમાં લેવાં પડે છે. બાળકોના સ્વાસ્થ્ય, સુખાકારી, શિક્ષણની ગુણવત્તા, પારિવારિક વેકેશનની નીતિઓ ઉપરાંત ક્યા દેશોમાં સૌથી વધુ હરિયાળી જગ્યાઓ અથવા રમતનાં મેદાન છે તે પણ જાણવાની તમને ઇચ્છા હોય તે સ્વાભાવિક છે.

બાળકની સુખાકારી વિશેના યુનિસેફના રિપોર્ટ કાર્ડમાં આ બધી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તેમના રેન્કિંગમાં માત્ર વિશ્વના ધનાઢ્ય દેશોને જ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. સ્થળાંતર કરવા ઇચ્છતા પરિવારોને તમામ ડેટામાં એકસમાન રસ ન હોય તે શક્ય છે, પરંતુ વિશ્વભરના દેશોમાં બાળકોના સારી રીતે ઉછેર સંબંધે, આ રિપોર્ટના તારણ સારી સમજણ કેળવવામાં મદદરૂપ થાય છે.

સ્થળાંતર કરવા ઇચ્છતા દરેક પરિવારનો મુખ્ય સવાલ એ હોય છે કે બાળકોને ઉછેરવા માટે અથવા બાળક બનીને રહેવા માટે વિશ્વમાં શ્રેષ્ઠ દેશ કયો છે? અમે આ સવાલનો જવાબ મેળવવા થોડા સંશોધનનો પ્રયાસ કર્યો છે.

જાપાન

યુનિસેફના બાળકોની સુખાકારી વિશેના 2020ના વિશ્લેષણમાં શારીરિક સ્વાસ્થ્યના સંદર્ભમાં જાપાન પ્રથમ ક્રમે છે. તેમાં બાળ મૃત્યુદર અને સ્થૂળતાને ધ્યાનમાં લેવામાં આવ્યાં છે.

યુનિસેફના 2022ના રિપોર્ટ કાર્ડમાં ખાસ કરીને બાળકો કેવા વાતાવરણમાં મોટાં થાય છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તેમાં ‘બાળકની આસપાસની દુનિયા’ના સંદર્ભમાં જાપાન બીજા સ્થાને છે. આ કૅટેગરીમાં શહેરી હરિયાળા વિસ્તારો અને ટ્રાફિક સેફટીનો સમાવેશ થાય છે.

બાળકોમાં સ્થૂળતા, બાળ મૃત્યુદર અને બાળકોને અસર કરતાં હવા તથા જળ પ્રદૂષણનું સ્તર પણ જાપાનમાં ઘણું નીચું છે.

જાપાન પરિવારો માટે સૌથી વધુ સલામત દેશ છે. માત્ર માર્ગ અકસ્માતનું જ નહીં, જાપાનમાં હત્યાનો દર પણ વિશ્વમાં સૌથી નીચો છે. તે પ્રતિ એક લાખ લોકોએ 0.2 છે, જ્યારે અમેરિકા, કેનેડા અને ઑસ્ટ્રેલિયા માં તે પ્રમાણ અનુક્રમે 5.3, 1.8 અને 0.8નું છે.

સલામતીનો અર્થ પરિવારોની મોકળાશ પૂરતો મર્યાદિત નથી. હવે લંડનમાં રહેતા ટોક્યોના મૂળ વતની મામી મેકકેગના જણાવ્યા મુજબ, તેનો બાળકો દ્વારા સ્વતંત્રતા માણી શકવાની મોકળાશ પર પણ મોટો પ્રભાવ છે. મામી મેકકેગે કહ્યું હતું કે “બાળકો છ કે તેથી વધુ વયનાં થાય ત્યારથી સ્કૂલે જાતે જાય છે. ઘરથી સ્કૂલ દૂર હોય તો બાળકો ત્યાં પહોંચવા બસ કે ટ્રેનમાં પ્રવાસ પણ કરે છે. ટોક્યો અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ બાળકો જાતે સ્કૂલે જાય છે. એ તદ્દન સામાન્ય વાત છે, કારણ કે ત્યાં ખરેખર સલામતી છે. કોઈએ તેમનાં સંતાનો વિશે ચિંતા કરવી પડતી નથી.”

આરોગ્ય અને સલામતીની દૃષ્ટિએ ઉત્તમ હોવા ઉપરાંત જાપાનની શૈક્ષણિક પ્રણાલી વિશ્વની ટોચની એજ્યુકેશનલ સિસ્ટમ પૈકીની એક છે. ઓઈસીડી મૂલ્યાંકન અનુસાર, વિશ્વના 76 દેશોની શૈક્ષણિક પ્રણાલીમાં જાપાન બારમા ક્રમે છે. તેમાં પેઈડ પેરેન્ટલ લીવની ઉદાર વ્યવસ્થા છે અને જાપાન પિતાઓને કામ-નોકરી કરવા પ્રોત્સાહિત કરતું હોવા છતાં, કામ-નોકરી કરતા દરેક માતા-પિતાને તે માટે આશરે 12 મહિના મળે છે.

રસપ્રદ વાત એ છે કે જાપાન પરિવારોને સંખ્યાબંધ લાભ આપતું હોવા છતાં ઘણા સ્થાનિક લોકો તેની ટીકા કરે છે, પણ તેમાં આશ્ચર્યચકિત થવા જેવું નથી, એમ જણાવતાં મામી મૅકકેગે કહ્યુ હતું કે “તેમાં નિરાશાનો સૂર સંભળાઈ શકે છે, કારણ કે અમે અન્ય દેશોની સકારાત્મક વાતો સાંભળીએ છીએ અને તેની તુલના જાપાન સાથે કરીએ છીએ. આ સાંસ્કૃતિક બાબત પણ છે. તમે કોઈ એવી ચીજ બાબતે વાત કરો છો, જેમાં તમને વિનમ્રતાની પ્રતીતિ થતી હોય, પરંતુ હું કહીશ કે બાળકોના ઉછેર માટે જાપાન ખરેખર સારો દેશ છે.”

ઍસ્ટોનિયા

યુનિસેફના ઓવરઑલ રૅન્કિંગમાં ઍસ્ટોનિયા ટોચ પર નથી, પરંતુ મહત્ત્વની ઘણી બાબતોમાં તે મોખરે છે. કોઈ પણ સમૃદ્ધ દેશની સરખામણીએ ઍસ્ટોનિયામાં બાળકોએ ઓછા વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ અને ઓછા જંતુનાશકોનો સામનો કરવો પડે છે.

અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોની સરખામણીએ એસ્ટોનિયામાં હરિયાળા વિસ્તારો વધુ પ્રમાણમાં છે. પાડોશમાં જ આવેલાં રમતના મેદાનો જેવી મનોરંજનની સુવિધાઓથી બાળકો વધુ આનંદ મેળવી શકે છે. કોઈ પણ શ્રીમંત દેશની સરખામણીએ ઍસ્ટોનિયા ઓછાં વજનનાં બાળકોના ઓછા જન્મના પ્રમાણની બાબતમાં બીજા ક્રમે છે. તેને સામાન્ય રીતે પ્રસૂતિ પૂર્વેની દેખભાળનો સારો સંકેત ગણવામાં આવે છે.

જોકે, ઍસ્ટોનિયાની શિક્ષણ પ્રણાલી સૌથી વધુ આકર્ષક જણાય છે. એશિયા બહારના કોઈ પણ દેશની સરખામણીએ ઍસ્ટોનિયાના બાળકો ગણિત, વિજ્ઞાન અને સાક્ષરતાની બાબતમાં વધુ કૌશલ્યવાન છે. અહીં ડિજિટલ સ્કિલ પર પણ ભાર મૂકવામાં આવે છે. ઍસ્ટોનિયાના શિક્ષણ તથા યુવા વિભાગના એક પ્રોજેક્ટ મૅનેજર એની-માઈ મીસાકે કહ્યું હતું કે “બાળકો કિંટર ગાર્ટનમાં હોય ત્યારથી જ રોબોટિક્સ, સ્માર્ટ ટૅબ્લેટ્સ અને બીજાં યંત્રોનો ઉપયોગ રમત આધારિત શિક્ષણમાં કરવામાં આવે છે.”

આ શિક્ષણ વ્યવસ્થાના લાભ વાચન અને રોબોટિક્સથી પણ વધારે છે. ઓઈસીડીના તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું હતું કે ઍસ્ટોનિયાનું પાંચ વર્ષનું સરેરાશ બાળક વિવિધ સામાજિક-ભાવનાત્મક કૌશલ્યની બાબતમાં અમેરિકા તથા બ્રિટનનાં બાળકો કરતાં બહેતર હોય છે. તેમાં અન્ય બાળકો સાથે સહકાર સાધવાનો અને સામેની વ્યક્તિની લાગણી સમજવાનો સમાવેશ થાય છે. ઍસ્ટોનિયાનાં બાળકોનું લવચિકતા, કાર્યશીલ સ્મૃતિ અને અવરોધાત્મક આવેગ જેવી આત્મ-નિયમનની બાબતોનું કૌશલ્ય પણ બહેતર હોય છે.

પારિવારિક રજાની વાત કરીએ તો ઍસ્ટોનિયામાં વિશ્વની સૌથી ઉદાર નીતિઓ છે. તેમાં 100 દિવસની મેટરનિટી લીવ, 30 દિવસની પેટરનિટી લીવ અને 475 દિવસની પેઈડ પેરન્ટલ લીવનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ બાળક ત્રણ વર્ષનું થાય ત્યાં સુધીમાં કરી શકાય છે. બાળકના નોકરી કરતાં માતા-પિતા વારાફરતી ઘરે રહી શકે છે અને તેમનો પગાર કાપવામાં આવતો નથી. બાળક 14 વર્ષનું થાય ત્યાં સુધી માતા તથા પિતા બન્નેને 10 વર્કિંગ દિવસની પેઈડ પેરન્ટલ લીવ મળે છે. (ઍસ્ટોનિયાના સ્થાયી તથા અસ્થાયી એમ બન્ને પ્રકારના નિવાસીઓને આવી રજા મળે છે)

બાળકોની આસપાસના વાતાવરણ વિશેના યુનિસેફના રેન્કિંગમાં સ્પેનને સર્વોચ્ચ દરજ્જો મળેલો છે. અહીં હવા કે જળ પ્રદૂષણને કારણે બાળકોના બીમાર પડવાનું પ્રમાણ અત્યંત ઓછું છે. સામાજિક, શિક્ષણ અને આરોગ્ય સેવાઓની બાબતમાં સ્પેનની કામગીરી કંગાળ હોવા છતાં, યુનિસેફના જણાવ્યા મુજબ, બાળકોની માનસિક સુખાકારીની બાબતમાં સ્પેન ત્રીજા ક્રમે છે, જ્યારે મૂળભૂત શૈક્ષણિક તથા સામાજિક કૌશલ્યની બાબતમાં ચોથા ક્રમે છે. નેધરલેન્ડનું પણ આવું જ છે. અહીં 81 ટકા બાળકો આસાનીથી દોસ્ત બનાવી શકે છે. અહીં કિશોર વયનાં બાળકોનો આત્મહત્યા દર સમૃદ્ધ દેશોમાં સૌથી નીચો છે. અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા કે ન્યૂઝીલૅન્ડ કરતાં એક-તૃતિયાંશ કરતાં પણ ઓછો છે.

15 વર્ષ પહેલાં શિકાગોથી માડ્રિડ આવેલાં લૉરી ઝેનોને તેનાથી આશ્ચર્ય થતું નથી. એક સંતાનનાં માતા લૉરી કહ્યું હતું કે “સ્પેનમાં જીવનની સૌથી સારી વાત બાળકોને પ્રેમ કરવાની સંસ્કૃતિ છે. બાળકને રેસ્ટોરાં, બીયર બાર એમ તમામ જગ્યાએ સાથે લઈ જવાનું અહીં સામાજિક રીતે સ્વીકાર્ય છે. નાના સંતાન સાથેનો પરિવાર મધરાતે શહેરમાં ફરતો હોય તે સામાન્ય બાબત છે. સંતાનોને શાંત તથા સુડોળ રાખવાનો ઘણો બોજ તેનાથી હળવો થઈ જાય છે. તેથી તેઓ અન્ય લોકોને પરેશાન કરતાં નથી. સ્પેનમાં એ બાબતે કોઈ ચિંતા જ કરતું નથી. બધા પરિવાર સાથે મોજ માણતા હોય છે.”

પેરેન્ટલ લીવની વાત કરીએ તો માતા અને પિતા બન્નેને 16 સપ્તાહની પેઈડ લીવ તેમના પૂર્ણ પગારે મળે છે. (ફ્રીલાન્સર્સને પણ તેનો લાભ મળે છે) એ પછી માતા ત્રણ વર્ષ સુધીની અનપેઈડ લીવ લઈ શકે છે અથવા ઑફિસમાં ઓછા કલાક કામ કરી શકે છે.

પાછલાં સાત વર્ષમાં કમસેકમ 180 દિવસ કામ કર્યું હોય તેવા અને સ્પેનની સામાજિક સલામતી પ્રણાલી હેઠળ રજિસ્ટર્ડ કાયદેસરના કોઈ પણ નાગરિક માટે આ વિકલ્પો ઉપલબ્ધ છે.

સૂચિબદ્ધ અન્ય દેશોની બાબતમાં આવું નથી. તેમાં બાળસંભાળની ઉપલબ્ધતાનો અભાવ મુખ્ય મુદ્દો છે. 33 ટકા માતા-પિતા એવું ઈચ્છે છે કે તે વધારે પ્રમાણમાં ઉપબ્ધ હોવી જોઈએ.

કોઈ પણ સમૃદ્ધ દેશમાં આ પ્રમાણ સૌથી વધારે છે, છતાં સ્પેન પાસે પરિવારોને આપવા જેવું ઘણુંબધું છે.

સ્પેન

બાળકોની આસપાસના પર્યાવરણના યુનિસેફના રેન્કિંગમાં સ્પેનને સૌથી વધુ માર્ક મળે છે, ખાસ કરીને હવા અથવા પાણીના પ્રદૂષણને કારણે બાળકોની બીમારીના નીચા પ્રમાણને કારણે.

સામાજિક, શિક્ષણ અને આરોગ્ય સેવાઓની દૃષ્ટિએ એકંદરે નબળી ઑફરો હોવા છતાં યુનિસેફ મુજબ સ્પેનમાં બાળકોની સુખાકારી નોંધપાત્ર રીતે ઊંચી છે: સ્પેન બાળકોની માનસિક સુખાકારી માટે ત્રીજા ક્રમે અને મૂળભૂત શૈક્ષણિક અને સામાજિક કૌશલ્ય માટે ચોથા ક્રમે છે.

ખાસ કરીને, તે સરળતાથી મિત્રો બનાવવાની બાબતમાં નેધરલેન્ડ્સની સમકક્ષ છે (81 ટકા), જ્યારે કિશોરોની આત્મહત્યા દર શ્રીમંત દેશોમાં સૌથી નીચો છે અને યુ.એસ., કૅનેડા, ઑસ્ટ્રેલિયા કે ન્યૂઝીલૅન્ડ કરતા ત્રીજા ભાગના કરતાં પણ ઓછો છે.

તે 15 વર્ષ પહેલાં શિકાગોથી મૅડ્રિડ સ્થાળાંતરિત થયેલાં લૉરી ઝૈનોને નવાઈ પમાડતું નથી. લૉરીનું બાળક ચાલતા શીખી રહ્યું છે અને તેઓ કહે છે કે સ્પેનમાં જીવનના સૌથી તાજગીભર્યા પાસાઓ પૈકી એક એ છે કે સંસ્કૃતિનો બાળકોને સ્વીકારવાનો ભાવ. તેમણે કહ્યું, "તમારા બાળકને રેસ્ટોરન્ટ્સ, બાર... દરેક જગ્યાએ લઈ જવાનું અહીં સામાજિક રીતે સ્વીકાર્ય છે. મધ્યરાત્રિએ નાના બાળક સાથેના કુટુંબને જોવું તે તદ્દન સામાન્ય છે,"

તેમણે કહ્યું. "અહીં તમારા બાળકોને શાંત રાખવા અને ધીમે અવાજે વાત કરવાનું તમારા પર દબાણ રહેતું નથી. સ્પેનમાં કોઈને તેની ચિંતા નથી. દરેક જણ ખુશ અને ખૂલીને વાતો કરે છે અને પરિવાર સાથે સમયનો આનંદ માણે છે."

અહીં પેરેંટલ રજાનો પણ મહત્ત્વનો મુદ્દો છે: માતા અને પિતા બંનેને તેમના વેતનના 100 ટકા પેઈડ 16 અઠવાડિયાની રજા મળે છે (ફ્રીલાન્સર્સ પણ પાત્ર છે), ત્યારબાદ માતા ત્રણ વર્ષ સુધી અવેતન રજા લઈ શકે છે અથવા તેનાં કલાકો ઘટાડી શકે છે.

આ વિકલ્પો સ્પેનની સામાજિક સુરક્ષા સિસ્ટમમાં નોંધાયેલા અને જેમણે છેલ્લાં સાત વર્ષમાં ઓછામાં ઓછા 180 દિવસ માટે યોગદાન આપ્યું હોય એવા કોઈપણ કાનૂની નિવાસી માટે ઉપલબ્ધ છે.

અન્ય દેશોની જેમ અહીં પણ ચાઇલ્ડકેરનો અભાવ એ એક મોટી સમસ્યા છે, જેમાં 33 ટકા માતાપિતા કહે છે કે તેઓ ઈચ્છે છે કે તેમને વધુ ચાઇલ્ડકેર મળે.

ફિનલૅન્ડ

યુનિસેફના તાજા રિપોર્ટ કાર્ડમાં ફિનલૅન્ડ ઓવરઑલ પાંચમા સ્થાને છે. ત્રણ પૈકીની બે કૅટેગરીમાં તેને વધુ ગુણાંક મળ્યા છે.

‘બાળકનું વિશ્વ’ કૅટેગરીમાં તે પ્રથમ સ્થાને છે, જ્યારે “બાળકની આસપાસની દુનિયા” કૅટેગરીમાં તે બીજા ક્રમે છે. પ્રથમ કૅટેગરીમાં હવાની ગુણવત્તા જેવી પર્યાવરણીય બાબતની બાળકને કેટલી અસર થાય છે તેને અને બીજી કેટેગરીમાં સ્કૂલ, ટ્રાફિકના જોખમ અને હરિયાળા વિસ્તારો જેવી બાબતોમાં બાળકનો વ્યવહાર કેવો છે તે ધ્યાનમાં લેવામાં આવે છે.

બાળકોની સાક્ષરતા અને ગણિત કૌશલ્યની બાબતમાં ફિનલૅન્ડનો સમાવેશ ટોચના ક્રમાંકિત દેશોમાં થાય છે.

અહીં માતા-પિતા તેમના સંતાનોની શાળાના કર્મચારીઓ સાથેના સંબંધને બહુ મહત્ત્વનો ગણે છે. અહીં પાંચથી 14 વર્ષનાં બાળકોનો મૃત્યુદર વિશ્વમાં સૌથી ઓછો છે. અમેરિકા કરતાં અડધાથી ઓછો છે. આ દેશ પણ ઉદારતાથી પેરન્ટલ લીવ આપે છે. માતા અને પિતા બન્નેને કુલ 14 સપ્તાહની પેઈડ પેરન્ટલ લીવ આપવામાં આવે છે. એ ઉપરાંત બાળક ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી વધારાની બાળસંભાળ રજા પણ મળી શકે છે. (બાળકના જન્મ પહેલાંના કમસેકમ 180 દિવસ પહેલાં આરોગ્ય વીમા હેઠળ આવરી લેવાયા હોય તેવા ફિનલૅન્ડ ના કાયદેસરના નાગરિકો કે નોર્ડિક, યુરોપિયન યુનિયન અને ઈઈએ દેશોના નાગરિકો આ વ્યવસ્થાનો લાભ મેળવવાને પાત્ર છે)

પાંચ સંતાનોના પિતા હેડલી ડીન અગાઉ પોલૅન્ડ, ચેક રિપબ્લિક અને ફિનલૅન્ડમાં નિવાસ કરી ચૂક્યા છે. હાલ તેમનો પરિવાર ફરીથી ફિનલૅન્ડમાં વસવાટ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે ફિનલૅન્ડમાં રહેવાનો સૌથી મોટો લાભ અહીંની હરિયાળા પ્રદેશોની પ્રચૂરતા છે. (બીજા કોઈ પણ સમૃદ્ધ દેશની સરખામણીએ ગ્રીન સ્પેસનું માથાદીઠ પ્રમાણ ફિનલૅન્ડમાં સૌથી વધુ છે.)

હેડલી ડીને કહ્યું હતું કે “હેલસિન્કી અને ફિનલૅન્ડ વચ્ચે ફરક એ છે કે અહીંના બગીચાઓ બહુજ પ્રાકૃતિક છે. આ બગીચાઓ શહેરના કેન્દ્રમાં આવેલાં જંગલ જેવાં છે. કુદરતની સાથે હોવાં અને ચિંતામાં ન હોવા વચ્ચેનો સંબંધ જાણીતો છે. આ સકારાત્મક વાત છે.”

ફિનલૅન્ડના અંધારિયા, કડકડતા શિયાળાનું શું?

હેડલી ડીને કહ્યું હતું કે “એ માટે થોડો ભોગ આપવામાં કશું ખોટું નથી. તમને બસ તેની આદત પડી જાય છે. તમે એ ઋતુ અનુસાર વસ્ત્રો પહેરો અને બહાર જાઓ ત્યારે સ્પાઈક્સવાળા પગરખાં પહેરો તો તેની મહત્તમ મજા માણી શકો. અહીંનો ઉનાળો પણ અદ્ભુત હોય છે, કારણ કે દિવસમાં 22 કલાક સૂર્યપ્રકાશ હોય છે.”

નેધરલૅન્ડ્ઝ

બાળકોની સુખાકારીની યુનિસેફની યાદીમાં નેધરલૅન્ડ્ઝ ટોચ પર છે.

બાળકોના માનસિક આરોગ્ય (પ્રથમ સ્થાને) અને કૌશલ્ય (ત્રીજા સ્થાને)ની બાબતમાં તેની કામગીરી ઘણી સારી છે.

15 વર્ષનાં દસમાંથી નવ બાળકોએ જણાવ્યું હતું કે તેઓ જીવનથી બહુ જ સંતુષ્ટ છે.

દસ પૈકીનાં આઠ બાળકોએ જણાવ્યું હતું કે તેઓ આસાનીથી મિત્ર બનાવી શકે છે. યુનિસેફના સર્વેક્ષણમાં આ સૌથી ઉચ્ચ પ્રમાણ છે. પોલૅન્ડમાં જન્મેલાં અને છેલ્લાં 13 વર્ષથી નેધરલૅન્ડ્ઝમાં રહેતાં ત્રણ બાળકોનાં માતા તથા ‘નિકેસનઃ એમ્બ્રેસિંગ ડચ આર્ટ ઓફ ડૂઈંગ નથીંગ’ નામના પુસ્તકનાં લેખિકા ઓલ્ગા મેકિંગે કહ્યું હતું કે “અમેરિકા દરેક વ્યક્તિને અસાધારણ બનવાનું કઈ રીતે શીખવે છે એ બાબતે ચર્ચા ચાલતી હોય છે. અહીં એવી કહેવત છે કે ‘પાગલો પૂરતા પ્રમાણમાં છે, માત્ર નોર્મલ બની રહો.’

આ માનસિકતાને કારણે બાળકો પર ઓછું દબાણ હોય છે.” જોકે, તેમણે અગાઉ લખ્યું હતું તેમ, તેમાં પરિવર્તન આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અહીં સામૂહિક પ્રવૃત્તિઓ પર વધુ ભાર મૂકવામાં આવે છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે “માળખાકીય બાબતોને કારણે ડચ પરિવારો અને બાળકો ખુશ હોય છે. ડચ સામાજિક કલ્યાણ પ્રણાલી વિના ડચ પેરન્ટિંગની કલ્પના કરી શકાય નહીં. નેધરલૅન્ડ્ઝમાં માતા-પિતાને પુષ્કળ ટેકો આપવામાં આવે છે.”

તેનું એક ઉદાહરણ ફેમિલી લીવ નીતિ છે. તેમાં કમસેકમ 16 સપ્તાહની પેઈડ મેટરનિટી લીવ અને છ સપ્તાહ સુધીની પેઈડ પેટરનિટી લીવ ઉપરાંત બાળક આઠ વર્ષનું થાય ત્યાં સુધીની અનપેઈડ પેરન્ટલ લીવનો સમાવેશ થાય છે.

નેધરલૅન્ડ્ઝમાં રહેતી રહેતી અને કાયદેસર કામ કરતી દરેક વ્યક્તિને તેનો લાભ મળે છે.