રાજકુમારનાં વૈભવી લગ્નની દુનિયામાં ચર્ચા, સમારંભ 10 દિવસ ચાલ્યો

- લેેખક, ફ્રાંસિસ માઓ અને નેથન વિલિયમ્સ
- પદ, બીબીસી ન્યુઝ
બ્રુનેઈના રાજકુમાર અબ્દુલ મતીને પોતાનાં મંગેતર સાથે લગ્ન કરી લીધાં છે. લગ્ન સમારંભ દસ દિવસ ચાલ્યો હતો.
તેમનાં પત્ની શાહી પરિવારનાં નથી. ઇન્ટરનેટ પર બ્રુનેઈના રાજકુમારને તેમના સુંદર ચહેરા અને તેમની સેન્યસેવા માટે ખૂબ જ પસંદ કરાય છે.
ઇન્ટરનેટ પર અત્યંત લોકપ્રિય રાજકુમારે તેમના આ સંબંધની જાણકારી આપતા કહ્યું હતું કે યાંગ મુલિયા અનીશા રોશના સાથે તેમની સગાઈ ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં થઈ હતી. આખા વિશ્વમાં હવે તેમનાં લગ્નની ચર્ચા થઈ રહી છે.
એશિયાના મોસ્ટ ઍલિજિબલ બૅચલર (સૌથી યોગ્ય વર) માનવામાં આવતા રાજકુમાર દ્વારા કરવામાં આવેલી પોતાની સગાઈની જાહેરાતથી અનેક લોકો આશ્ચર્યચકિત છે.
રાજકુમારનાં પત્ની બ્રુનેઈના નેતા સુલતાન હસનઅલ બોલકિયાના સલાહકારનાં પૌત્રી છે. રાજકુમાર અબ્દુલ મતીનનાં પત્ની ફેશન અને ટૂરિઝમ કંપનીનાં માલકણ છે.
લગ્ન સમારંભમાં વિશ્વભરની હસ્તીઓ હાજર

ઇમેજ સ્રોત, Getty Images
શાહી લગ્ન સમારંભ દરમિયાન રાજકુમાર અબ્દુલ મતીને (32 વર્ષ) પોતાનાં લગ્નમાં પરંપરાગત પહેરવેશ ધારણ કર્યો હતો. તેમનાં દુલહન 29 વર્ષીય અનીશા રોશનાએ રેશમનાં કપડાં અને ઘરેણાં પહેર્યાં હતાં. લગ્ન સમારંભ ઇસ્તાના નુરૂલ ઇમાન પૅલેસમાં યોજાયો હતો.
આ સમારંભમાં પાંચ હજાર અતિથિ હાજર રહ્યાના સમાચાર છે, જેમાં સાઉદી અરબ અને જૉર્ડનના રાજપરિવારના સભ્યો પણ સામેલ છે.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદો અને ફિલિપાઇન્સના નેતા ફર્ડિનેન્ડ માર્કોસ જુનિયરે પણ આ સમારંભમાં હાજરી આપી હતી એવા સમાચાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લગ્ન સમારંભ પછી પહેલી વખત નવી પરણેલી જોડી બહાર આવીને ઓપન ટૉપ રૉલ્સ રૉયલમાં બેઠી અને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું.
દરમિયાન તેમની ભવ્ય સવારી રાજધાની બાંદાર સિરી બિગાવનના રસ્તાઓ પરથી પસાર થઈ હતી.
“આંતરરાષ્ટ્રીય હાર્ટબ્રેકર”

ઇમેજ સ્રોત, Getty Images
આ ભવ્ય સવારી નિહાળી રહેલા સ્કૂલ શિક્ષક નોસલિહા મોહમ્મદે સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે શાહી જોડીની એક ઝલક જોવી એ જિંદગીનો યાદગાર અનુભવ રહ્યો.
રાજકુમાર મતીન સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 25 લાખથી વધારે અને ટિકટૉક પર તેમના હજારો ફોલૉઅર્સ છે.
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જ્યારે તેમણે પોતાનાં ભાવિ પત્નીની તસવીરો શૅર કરી ત્યારે તેમના કેટલાય પ્રશંસકોએ ઇર્ષાની લાગણી વ્યક્ત કરી.
એક ફોલૉઅરે લખ્યું, “2024ની શરૂઆત દિલ તોડનારા સમાચારથી થઈ.” અન્ય એક ફોલૉઅરે મજાક કરતા લખ્યું, “આંતરરાષ્ટ્રીય હાર્ટબ્રેકર.”
કેટલાય લોકોએ એ વાતની ખુશી જાહેર કરી કે તેઓ જલદી જ લગ્નના બંધનમાં બંધાઈ જશે.
કેટલીક પોસ્ટમાં રાજકુમાર લગ્ન સમારંભમાં ભાગ લેતા નજરે ચડે છે. આ તસવીરો પર ઇમોજી અને શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે.
બુધવારે એક સ્થાનિક ટીવી ચેનલોએ લગ્ન સમારોહના કેટલાક હિસ્સા પ્રકાશિત કર્યા હતા.
રાજકુમાર મતીન બ્રુનેઈના સુલતાનના દસમા સંતાન છે. બ્રુનેઈના સુલતાન દુનિયાના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર અને સૌથી ધનિક સુલતાનોમાંના એક છે.
રાજકુમારના હોદ્દામાં વધારો

ઇમેજ સ્રોત, INSTAGRAM
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજગાદીના વારસાના હિસાબે રાજકુમારનો કોઈ તાત્કાલિક દાવો બનતો નથી, પરંતુ તેમના દરજ્જામાં નોંધપાત્ર વધારો થયો છે.
રાજકુમાર બધા જ એડિટેડ ઑનલાઇન વીડિયોમાં દેખાય છે, જેમાં તેઓ લગ્ન સમારંભમાં ભાગ લેતા, પોલો રમતા અને સેનાની વર્દીમાં નજરે ચડે છે.
લગ્ન સમારંભની શરૂઆત સાત જાન્યુઆરીએ થઈ હતી અને રવિવારે સમારંભનો જશ્ન ટોચ પર પહોંચ્યો.
બુધવારે ઇસ્લામિક રીત-રિવાજ સાથે સંબંધિત લગ્નની વિધિ થઈ હતી. તેને આધારે રાજકુમાર મતીનનાં લગ્નને વિધિવત રૂપ આપવામાં આવ્યું. આમાં માત્ર પુરુષોએ જ ભાગ લીધો હતો, જેમાં રાજકુમાર અને તેમના પિતા પણ સામેલ હતા.
સમારંભ સાથે સંબંધિત ફૂટેજમાં જોવામાં આવ્યું હતું કે બુધવારે જ્યારે સુલતાન અને રાજકુમાર મતીન સાથેનો શાહી કાફલો રાજધાનીની સુવર્ણ ગુંબજવાળી મસ્જિદમાં જઈ રહ્યો હતો ત્યારે શહેરના લોકો રસ્તા પર કતારમાં ઊભા હતા.
રાજકુમાર મતીને સફેદ પરંપરાગત પોશાક પહેર્યો હતો. તેમના માથા પર પાઘડી હતી, જેના પર હીરા જેવી છાપ હતી. તેઓ ઇમામ સાથે આગળ વધ્યા અને તેમના પિતાની સામે માથું નમાવીને આદર વ્યક્ત કર્યો.












