અમેરિકામાં 'છાનેછપને' પ્રવેશવાનો એ ખતરનાક માર્ગ જે 'હરિયાળા નરક' તરીકે ઓળખાય છે

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ગુજરાતીઓની કહાણી, અમેરિકા, ડેરિયન ગૅપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગયા વર્ષે ડેરિયન ગૅપમાંથી 1,33,000 માઇગ્રન્ટ્સ પસાર થયાનું અનુમાન છે

તાજેતરમાં અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ભારતીયોનું પ્રથમ જૂથ ભારત પહોંચ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિપદે આવ્યા બાદ તેમણે પોતાના ચૂંટણીવાયદા અનુસાર 'ગેરકાયદેસર રીતે અમેરિકામાં આવેલા ઇમિગ્રન્ટ્સ' સામે મોરચો માંડી દીધો હતો.

અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતી અને હરિયાણા-પંજાબના પણ કેટલાક લોકો સામેલ હતા.

આ લોકોએ સ્વદેશ પરત ફર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં 'પોતે અમેરિકા ગેરકાયદેસર રીતે' કેવી રીતે પહોંચ્યા એ અંગે, 'માર્ગમાં પોતે ભોગવેલી મુસીબતો' અંગે અને અમેરિકન ઑથૉરિટિઝે કરેલા કથિત 'દુર્વ્યવહાર' અંગે ખૂલીને વાત કરી હતી.

હાલમાં આ મુદ્દો ભારતમાં રાષ્ટ્રીય સ્તરે ચર્ચાઈ રહ્યો છે. સાથે સાથે ગુજરાત સહિત વિવિધ રાજ્યોના લોકો દ્વારા 'ગેરકાયદેસર રીતે' અમેરિકા જવા માટે ઉપયોગમાં લેવાતા રસ્તા અંગે પણ ચર્ચા જામી છે.

આવો જ એક 'ખતરનાક માર્ગ' છે 'ડેરિયન ગૅપ.' આ રસ્તો એટલો તો ખતરનાક છે કે અમેરિકા જવા માટે આ માર્ગનો ઉપયોગ કરનાર ઘણા લોકોને માત્ર 'મૃત્યુ' મળે છે.

'જીવના જોખમે પસાર થાય છે માઇગ્રન્ટ્સ'

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ગુજરાતીઓની કહાણી, અમેરિકા, ડેરિયન ગૅપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ચેતવણી: આ લેખમાં એવું વર્ણન છે, જે ઘણાને વિચલિત કરી શકે છે.

ડેરિયન ગૅપની નજીક ઉત્તરમાં આવેલા માઇગ્રન્ટ રિસેપ્શન સેન્ટરમાં આશરો લેનારા લોકોની સ્થિતિ જોઈને ડૉ. યેસેનિયા વિલિયમ્સને એટલો આઘાત લાગેલો કે તેઓ પોતાના સાથીઓ સાથે પણ કશી વાત કરી શકવાની સ્થિતિમાં નહોતા રહ્યા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પીડિયાટ્રિશિયન વિલિયમ્સ યાદ કરતાં કહે છે, "આટલી બધી પીડા હશે અને આટલી પરેશાની હશે તેની કલ્પના નહોતી."

સાન વિન્સેન્ટ ખાતે કામચલાઉ ક્લિનિક ખોલવામાં આવ્યું હતું, જ્યાં તેમણે અને તેમના સાથીઓએ થાકીને લોથપોથ થઈ ગયેલા સેંકડો માઇગ્રન્ટ્સની નવ દિવસ સુધી સારવાર કરી હતી. પનામા અને કૉલંબિયાનાં જંગલોમાંથી પસાર થઈને અહીં પહોંચ્યા હતા.

આ લોકોએ પોતાની મુશ્કેલીઓની વાત કરી તેના પરથી ડૉક્ટર્સને અંદાજ આવ્યો કે દુનિયાનો કદાચ આ સૌથી કપરો રસ્તો છે, જ્યાંથી માઇગ્રન્ટ જીવના જોખમે પસાર થાય છે. તેમને આશા હોય છે કે આ જંગલ વટાવીને નીકળી શકશે તો અમેરિકામાં તેમને આશરો મળી જશે.

ડૉ. વિલિયમ્સ ખાસ કરીને બાળકોની જે કફોડી સ્થિતિ થઈ હતી, તે જોઈને વિચલિત થઈ ગયા હતા.

કેટલાંક બાળકોનાં શરીરમાંથી એટલું બધું પાણી ઓછું થઈ ગયું હતું કે આંખો ઊંડી ઊતરી ગઈ હતી. આ બાળકો રડતાં હતાં, પણ આંખમાં આંસુ પણ આવતાં નહોતાં. કેટલાક લોકો મતિભ્રમ થઈ ગયા હતા અને પોતાનાં નામો પણ ભૂલી ગયાં હતાં.

ડૉક્ટર કહે છે, "એ લોકોની એવી હાલત થઈ જે થવી જોઈતી ન હતી." કેટલાક માઇગ્રન્ટ્સ પર હુમલા થયા હતા અને હિંસાનો ભોગ બન્યા હતા, તેની વાત તેઓ કરી રહ્યા છે.

'હરિયાળા નરક' તરીકે ઓળખાતો ડેરિયન ગૅપ વિસ્તાર છે શું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ગુજરાતીઓની કહાણી, અમેરિકા, ડેરિયન ગૅપ

ઇમેજ સ્રોત, Reuters

ડેરિયન ગૅપ તરીકે ઓળખાતો વિસ્તાર ઉત્તર અને મધ્ય અમેરિકા ખંડને જોડનારી સાંકડી ભૂમિનો વિસ્તાર છે અને 5,75,000 હેક્ટરમાં ફેલાયેલો છે. આ સાંકડી પટ્ટી પર ગાઢ વરસાદી જંગલો આવેલાં છે.

આ ભૂમિ પર કોઈ પાકા રસ્તા નથી કે અહીં કોઈ વ્યવસ્થા કરી શકાય. તેના કારણે લૂંટ અને બળાત્કારની ઘટનાઓ બનતી રહી છે.

આવી જોખમી જગ્યા હોવા છતાં વધુ ને વધુ માઇગ્રન્ટ્સ 97 કિલોમિટર જેટલા વિસ્તારમાં પથરાયેલાં જંગલોમાંથી પસાર થવાનું જોખમ ખેડે છે. કળણ અને ટેકરીઓ વચ્ચે કોઈ કેડી પણ ન હોય ત્યાંથી પસાર થવામાં એક અઠવાડિયાથી વધુનો સમય લાગી જાય છે.

ગયા વર્ષે ડેરિયન ગૅપમાંથી 1,33,000 માઇગ્રન્ટ્સ પસાર થયાનું અનુમાન છે, જેમાંથી 30,000 બાળકો હતાં. આ જોખમી માર્ગે નીકળી પડેલા મોટા ભાગના પરિવારો હૈતી, ક્યૂબા અને વેનેઝુએલાના હોય છે. ડૉ. વિલિયમ્સ કહે છે કે કેટલાંક બાળકો પરિવાર વિના એકલાં જ નીકળી પડ્યાં હતાં.

સાન વિન્સેન્ટે ખાતે તેમણે 9 દિવસ વિતાવ્યા તે દરમિયાન જંગલ પસાર કરીને કેન્દ્ર પર પહોંચી શકેલા 500 માઇગ્રન્ટ્સની સારવાર કરી હતી.

તેમાંથી 70 લોકોની સાથે વિગતવાર વાતચીત કરીને માહિતી એકઠી કરવામાં આવી હતી.

જ્યારે માતાએ બાળકો અજાણ્યા વ્યક્તિને સોંપી દીધાં

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ગુજરાતીઓની કહાણી, અમેરિકા, ડેરિયન ગૅપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'ડેરિયન ગૅપ' નામનો આ રસ્તો એટલો તો ખતરનાક છે કે 'ગેરકાયદેસર' અમેરિકા જવા માટે આ માર્ગનો ઉપયોગ કરનાર ઘણા લોકોને માત્ર 'મૃત્યુ' મળે છે ( પ્રતીકાત્મક તસવીર)

આ ટીમમાં ચેપી રોગના નિષ્ણાત ડૉ. હોઝે ઍન્ટોનિયો સોરેઝને યાદ છે કે તેમણે વેનેઝુએલાનાં 60 વર્ષના એક વૃદ્ધની સારવાર કરી હતી, તેમની સાથે બે બાળકો હતાં. એકની ઉંમર ચાર અને બીજાની પાંચ વર્ષ હતી.

ડૉ. સોરેઝને લાગ્યું કે આ તેમના પૌત્રો હશે, પણ તેમણે જણાવ્યું કે આ તેમના પૌત્રો નથી.

વૃદ્ધે કહ્યું કે જંગલમાં તેમને એક હૈતીની મહિલા મળી હતી અને તેણે પોતાનાં બંને બાળકોને સાન વિન્સેન્ટ સુધી લઈ જવા કહ્યું હતું. પોતે એટલી થાકી ગઈ હતી કે હવે ચાલી શકે તેમ નહોતી.

ડૉ. સોરેઝ કહે છે, "એટલી બધી કફોડી સ્થિતિ હોય છે કે માતાપિતાએ પોતાનાં બાળકો અજાણ્યાને સોંપી દેવા પડે છે."

દર વર્ષે ડઝનબંધી લોકોનાં થાય છે મોત

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ગુજરાતીઓની કહાણી, અમેરિકા, ડેરિયન ગૅપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડેરિયન ગૅપ તરીકે ઓળખાતો વિસ્તાર ઉત્તર અને મધ્ય અમેરિકા ખંડને જોડનારી સાંકડી ભૂમિનો વિસ્તાર છે અને 5,75,000 હેક્ટરમાં ફેલાયેલો છે. આ સાંકડી પટ્ટી પર ગાઢ વરસાદી જંગલો આવેલાં છે (પ્રતીકાત્મક તસવીર)

જંગલમાં વસતા આદિવાસીઓ સાથે કામ કરવા માટે જાણીતા ડૉ. રૉડરિક ચેન-કેમાનો પનામાના રોગચાળાના નિષ્ણાત છે. તેઓ આ કામચલાઉ ક્લિનિક પર આવ્યા ત્યારે તેમને લાગેલું કે પોતે સ્થિતિ સંભાળી શકશે.

તેઓ કહે છે, "મને હતું કે નવું તો શું જોવા મળશે." પરંતુ તે પછી તેમને વેનેઝુએલાના એક માઇગ્રન્ટે રડતાં એવી વાત કરી કે કોઈ પણ કંપી ઊઠે.

એ વ્યક્તિએ જણાવ્યું કે માઇગ્રન્ટના એક જૂથમાં તેઓ ટેકરી ચડીને આગળ વધી રહ્યા હતા, જે કૉલંબિયા અને પનામાની સરહદે વચ્ચે પડતી હતી. તે જ વખતે હૈતીની એક મહિલા નીચે પડી ગઈ. તે પછી જે થયું તેનાથી તેઓ ફફડી ઊઠ્યા હતા.

તે મહિલાના પતિએ જોયું કે મહિલા તો મરી ગઈ છે, ત્યારે તેણે પોતાના એક બાળકને ખીણમાં ફેંકી દીધું એમ તે માઇગ્રન્ટે જણાવ્યું હતું.

તેને થયું કે હૈતીનો આ માણસ બીજા બાળકને પણ ફેંકી દેશે, એટલે તેણે એ પિતાને રોકવાની કોશિશ કરી કે બીજા બાળકને ફેંકશો નહીં. છતાં તેણે બીજા બાળકને પણ ફેંકી દીધું.

ડૉ. ચેન-કેમાનો આગળ વાત કરતા ધ્રૂજી ઊઠ્યા કે આ પછી હૈતીનો તે પુરુષ પણ ખીણમાં આત્મહત્યા કરવા કૂદી પડ્યો.

આ વાત કેટલી સાચી તેની અલગથી બીબીસી ખરાઈ કરી શક્યું નથી, પરંતુ ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશનના જણાવ્યા અનુસાર ડેરિયન ગૅપમાંથી પસાર થતી વખતે દર વર્ષે ડઝનબંધ લોકો મોત પામે છે.

ઝેરીલા પાણીમાંથી રસ્તો

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ગુજરાતીઓની કહાણી, અમેરિકા, ડેરિયન ગૅપ

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. વિલિયમ્સ કહે છે કે આ ક્લિનિકમાં તેઓ બહુ પ્રાથમિક જ સારવાર આપી શકે તેમ હતા જે બહુ ગમગીન કરનારી સ્થિતિ હતી. બીમારી શું છે તેનું નિદાન કરવાનાં સાધનો ના હોય ત્યારે પીડામાં રાહત થાય તેવી જ દવાઓ આપવી પડતી હતી.

તેઓ કહે છે, "માઇગ્રન્ટ્સની શું હાલત થઈ હશે તેની થોડી જ વિગતો આપણે જાણી શકીએ છીએ."

જોકે વેનેઝુએલાના ડૉ. સોરેઝ કહે છે કે પોતાના દેશના માઇગ્રન્ટ્સને થોડીક સારવાર અહીં આપી શકાય છે, એટલું જ બહુ છે.

અગાઉના વર્ષે ડેરિયન ગૅપમાંથી સૌથી વધુ હૈતીના લોકો પસાર થયા હતા, જ્યારે આ વખતે મોટી સંખ્યામાં વેનેઝુએલાના લોકો પસાર થઈ રહ્યા છે.

વેનેઝુએલામાં આર્થિક સંકટની સ્થિતિમાં અનેક લોકો દેશ છોડી રહ્યા છે અને દક્ષિણ અમેરિકાના અન્ય દેશોમાં રોજીરોટી કમાવા માટે પહોંચી રહ્યા છે.

કોરોના વખતે કડક લૉકડાઉન લાગ્યું તેના કારણે માઇગ્રન્ટ્સ વધારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તેમના માટે નવી જગ્યાએ પણ રોજગારી મળી નહીં એટલે તે લોકો હવે ઉત્તર અમેરિકા તરફ નીકળી રહ્યા છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ગુજરાતીઓની કહાણી, અમેરિકા, ડેરિયન ગૅપ

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. સોરેઝે વેનેઝુએલાના એક દર્દીની સારવાર કરી તેના પગમાં લાલ ચકામાં પડી ગયાં હતાં.

67 વર્ષના ડૉક્ટર તેને જોઈને વિચારમાં પડી ગયા હતા, કેમ કે તેમણે બચપણમાં વેનેઝુએલાના પોતાના ગામમાં આવાં ચકામાં થતાં જોયાં હતાં.

આ દર્દી પછી બીજા 20 લોકો પણ આવાં જ લક્ષણો સાથે આવ્યા, જેમના પગમાં લાલ ચકામાં પડી ગયાં હતાં. સ્વીમર્સ ઈચ તરીકે ઓળખાતો આ રોગ પાણીમાંથી ચેપ લાગવાને કારણે થતો હોય છે.

ગોકળયાગના લારવા શરીરની ત્વચા પર ચોંટી જાય તેના કારણે આવી સ્થિતિ થતી હોય છે.

લારવા તો થોડી વારમાં મરી જાય, પણ દર્દીને બહુ જ ખંજવાળ આવે. ખંજવાળ વધતી જાય તેમ ચામડી ફાટતી જાય અને તેના કારણે બેક્ટેરિયાનો ચેપ લાગવાનું જોખમ પણ વધી જાય.

જોકે ડૉ. સોરેઝના એક સાથી પિડિયાટ્રિશન રોસેલા ઓબાન્ડોએ જોયું કે મોટાને ચકામાં પડ્યાં હતાં, પણ બાળકોને ચેપ લાગ્યો નહોતો. માઇગ્રન્ટ્સ સાથે વાત કરી ત્યારે તેનું કારણ જાણવા મળ્યું.

પુરુષો જંગલમાં ઝરણાં અને નાળાંમાંથી પસાર થાય એટલે તેમને ચેપ લાગી જાય. બાળકોને ખભે બેસાડીને નાળામાંથી પસાર થયા હોવાથી બાળકોને ચેપ લાગ્યો નહોતો.

આવા ચકામાંથી બહુ મોટું નુકસાન ના થાય, પરંતુ આવા લારવાને કારણે દૂષિત બનેલું પાણી પીવાથી વધારે ગંભીર બીમારીઓ લાગુ પડી શકે છે.

પરંતુ આ જંગલોમાંથી પસાર થતી વખતે શુદ્ધ પાણી મળવું અતિ મુશ્કેલ છે. પાણી પીવે નહીં તો શોષ પડવા લાગે અને આ દૂષિત પાણી પીવે તો પેટની ગંભીર બીમારીઓ થઈ જાય.

'નદીમાં તણાઈ ગયા'

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ગુજરાતીઓની કહાણી, અમેરિકા, ડેરિયન ગૅપ

ઇમેજ સ્રોત, Getty Images

દરેક ડૉક્ટરને કોઈ ને કોઈ દર્દીની એવી કથની સાંભળવી પડી હતી કે તેઓ હચમચી ગયા.

બાયોલૉજિસ્ટ યામિલ્કા ડિયાઝ કહે છે કે ડેલિસિયા સાથે તેમની મુલાકાત થઈ તે પછી તેમણે ડેરિયન ગૅપ વિસ્તારમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. આ જંગલના મધ્યમાં આ પાંચ વર્ષની દીકરી તેમને મળી હતી, જે તેની મરણ પામેલા માતા પાસે રડતી બેઠી હતી.

મેલેરિયા અને ડૅન્ગ્યૂ જેવા ટ્રોપિકલ રોગ પર સંશોધનનું કામ કરવા માટે અહીં આવેલી ઇન્સ્ટિટ્યૂટમાં તેઓ કામ કરે છે. અહીં બ્લડ સેમ્પલ એકઠાં કરીને સંશોધન થાય છે. બાળકી તેમને ડેલિસિયા જંગલમાં મળી ત્યાંથી આ ઇન્સ્ટિટ્યૂટ પર લઈ આવ્યા હતા.

ડૉ. ડિયાઝે ડેલિસિયા સાથે વાતચીત કરીને જાણવા કોશિશ કરી હતી કે શું થયું હતું. ડેલિસિયાએ એટલું જ કહ્યું કે તેના પરિવારને "નદી તાણી ગઈ હતી."

ડૉ. ડિયાઝ કહે છે કે આ નાની બાળકીની સંભાળ લેવા સાથે તેમનું જીવન બદલાઈ ગયું. તેઓ જીવન જીવવું કેટલું દોહ્યલું બની ગયું છે તેવી બાબતો પણ વિચાર કરતા થઈ ગયા હતા.

તેઓ કહે છે, "તમને હવે દુનિયા કંઈ જુદી જ લાગે છે."

એક દર્દીના પગમાં ફંગસ લાગી ગઈ હતી તે જોઈને તેમણે પોતાનાં શૂઝ તેને આપી દીધાં હતાં અને ઉઘાડા પગે તેઓ ક્લિનિકથી ઘરે ગયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.