ઇઝરાયલ-હિઝબુલ્લાહ સંઘર્ષથી ઘેરાયું મધ્ય-પૂર્વનું સંકટ, કઈ દિશામાં જશે જંગ

ઇઝરાયલ-હિઝબુલ્લાહ સંઘર્ષથી ઘેરાયું મધ્ય-પૂર્વનું સંકટ, કઈ દિશામાં જશે જંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ પર ઇઝરાયલ સતત હુમલાઓ કરી રહ્યું છે
    • લેેખક, પૉલ એડમ્સ
    • પદ, ડિપ્લોમેટિક સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, ઉત્તર ઇઝરાયલથી

એ માનવું મુશ્કેલ છે કે થોડા દિવસો પહેલા જ હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં પેજરો અને વૉકી-ટૉકીમાં ઘડાકા થયા હતા.

ત્યારબાદ હિઝબુલ્લાહને અત્યારસુધી વિનાશકારી નિષ્ફળતા મળી છે અને તેમાં સતત વધારો થતો રહે છે.

સંચાર નેટવર્કમાં અવરોધ, લડવૈયાઓ પર હુમલાઓ, મોટા નેતાઓની હત્યા અને સેનાની માળખાકિય સવલતો પર લગાતાર બૉમ્બમારો. જેને કારણે હિઝબુલ્લાહ છેલ્લા ચાર દાયકાઓમાં તેના સૌથી ખરાબ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.

હવે ઇઝરાયલના સંરક્ષણ મંત્રીનું કહેવું છે કે આ હુમલાઓની સફળતાને કારણે તેમનું 'આત્મગૌરવ' વધી રહ્યું છે. પરંતુ ઇઝરાયલની આ એક મોટી જોખમ ધરાવતી નીતિ છે. જેમાં હિઝબુલ્લાહ સામેની બદલાની કાર્યવાહીને પણ અવગણી ન શકાય.

ઉત્તર ઇઝરાયલમાં સતત જાહેર ઍલર્ટ વચ્ચે ઇઝરાયલી સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેન્ટે ઇઝરાયલના નાગરિકોને કહ્યું છે કે તેઓ સંયમ, શિસ્ત અને હોમ ફ્રન્ટ કમાન્ડના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરે.

જ્યારે અમે તિબેરિયાસથી થોડે દૂર પશ્ચિમમાં મોજૂદ ગિવાત અવનીના નાના સમુદાય વચ્ચે ગયા તો અમે ત્યાં બધું સામાન્યરીતે મૂક્યું હોય તેવું જોયું.

ડેવિડ યિત્ઝાકે અમને બતાવ્યું કે સોમવારે બપોરના ભોજન સમયે એક રૉકેટ તેમના ઘરની છતને તોડીને પડ્યું હતું.

વિસ્ફોટના થોડા સમય પહેલાં જ ડેવિડે સાઇરનના અવાજ વચ્ચે પોતાનાં પત્ની અને છ વર્ષની બાળકીને ઘરની સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યાં હતાં.

ડેવિડે તે ઓરડા અને પોતાની પુત્રીના સુવાના ઓરડામાં પડેલાં બાકોરાં તરફ ઇશારો કરતા કહ્યું, “જિંદગી અને મોત વચ્ચેનું અંતર એક મીટર છે.”

તેમણે કહ્યું કે લેબનોનના લોકો સાથે દુશ્મની નથી, પરંતુ હિઝબુલ્લાહે વગર કારણે જંગ શરૂ કરી.

“તેથી હવે તેમણે જે આપ્યું તે અમે પરત કરી રહ્યા છીએ, અને તે સારું પણ રહેશે.”

પરંતુ ગિવાત અવની લેબનાનની સીમાથી 30 કિલોમીટર દૂર છે. આ લગભગ એક વર્ષ પહેલાં અધિકારીઓ દ્વારા બનાવાયેલા નિકાસી ક્ષેત્રથી ઘણું દૂર છે.

ઇઝરાયલી સેનાનો ઉદ્દેશ્ય

ઇઝરાયલી સેનાનો ઉદ્દેશ્ય
ઇમેજ કૅપ્શન, સોમવારે બપોરે ભોજન બાદ એક રૉકેટ ડેવિડ યિત્ઝાકના ઘરની છત પર પડ્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક કલાક બાદ જ્યારે નજીકના કિબુત્ઝ લાવી વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં ગત વર્ષથી ઉત્તર તરફથી આવેલા પરિવારો રહે છે. ત્યાં ફરી સાઇરન ગૂંજી ઊઠી.

અમે આકાશમાં રૉકેટો જોયાં અને અમને બાળકો અને તેમની કલાકૃતિઓથી ભરાયેલા ભોંયરામાં લઈ જવાયા. જ્યાં અમે ધડાકાનો અવાજ સતત આવતો હતો.

ત્યારબાદના એક કલાક પછી ફરી ઍલર્ટ, વધુ એક અન્ય સુરક્ષિત ઓરડો અને થોડે દૂર વિસ્ફોટનાં દૃશ્યો અમારી સામે હતાં.

હિઝબુલ્લાહે હાલમાં જ શરૂ થયેલા સંઘર્ષ પહેલાં પણ રૉકેટો છોડ્યાં હતાં. પરંતુ હવે ઉત્તર ઇઝરાયલનો ભાગ હવે તેમના નિશાન પર છે.

આ બધાં કારણોને લઈને સરકાર તરફથી ઉતાવળે નિર્ણય લેવાની જરૂરત વધી રહી છે.

ત્યાં સંરક્ષણ મોરચાના પ્રમુખો સાથેની બેઠક બાદ ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ઇઝરાયલ ઉત્તર તરફ શક્તિ સંતુલન બદલી રહ્યું છે.

તેમણે ચેતવણી આપતા કહ્યું, “અમે મુશ્કેલીભર્યા દિવસોનો સામનો કરીએ છીએ.”

તેમણે વધુમાં કહ્યું, “અમે કોઈ જોખમની રાહ નથી જોતા. અમે પહેલાથી જ અંદાજો લગાવીએ છીએ. ક્યાં પણ, કોઈ પણ વિસ્તારમાં, કોઈ પણ સમયે. અમે મોટાં માથાંને ખતમ કરીએ છીએ, આતંકવાદીઓને ખતમ કરીએ છીએ, મિસાઇલોને ખતમ કરીએ છીએ.”

ઇઝરાયલની સેના પાકા ઇરાદા સાથે હિઝબુલ્લાહને પાછળ ધકેલવા માગે છે.

તેનો ઉદ્દેશ્ય ઉત્તર સીમા પર ખાલી કરાવવામાં આવેલા નાગરિકોને તેમના ઘરે પરત મોકલવાના સરકારના આયોજનને અમલ કરવાનું છે.

ઇઝરાયલી સેના દ્વારા કરાઈ રહેલા હવાઈ હુમલાનો શો અર્થ?

ઇઝરાયલી સેના દ્વારા કરાઈ રહેલા હવાઈ હુમલાનો શો અર્થ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી સેનાનો હવાઈ હુમલો

સોમવારે સવારે ઇઝરાયલી સેનાએ એક પગલું આગળ વધીને લેબેનોનના ગામવાસીઓને એમની જગ્યા છોડવાનું કહ્યું. તેમના મત પ્રમાણે ત્યાં હિઝબુલ્લાહનાં હથિયારો છુપાયેલાં છે.

ઇઝરાયલી સેનાના અધિકારીઓએ પત્રકારોને હવાઈ હુમલાનો વીડિયો દેખાડ્યો, જેમાં તેમણે કહ્યું કે તેમણે ઘરમાં છુપાવાયેલી ક્રૂઝ મિસાઇલને નષ્ટ કરી દીધી.

એક અન્ય વીડિયોમાં અમને દક્ષિણ લેબનોનના એક ગામનું 3ડી મૉડલ દેખાડ્યું, જે 'હથિયારો અને અન્ય ઉપકરણોથી ભરેલું' હતું.

બનાવટી તસવીરો અને સામાન્ય લોકોને ત્યાંથી ચાલ્યા જવાના નિર્દેશ, તમામમાં ગાઝાની માફક ઇઝરાયલના ઇરાદાને સ્પષ્ટ કરવાની કોશિશ દેખાતી હતી.

પરંતુ ઇઝરાયલના સૈન્ય અધિકારી એ વાત પર જોર આપે છે કે ગાઝાથી વિપરીત, આ ચેતવણીનો અર્થ એ નથી કે સેના દક્ષિણ લેબનોનમાં જમીન પર યુદ્ધ માટે ઉતરવા તત્પર છે.

એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે કહ્યું, “અમે હાલ ઇઝરાયલના હવાઈ હુમલા પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.”

એવું લાગે છે કે હાલ ઇઝરાયલ એ જોવા માગે છે કે તે હવાઈ હુમલા મારફતે શું હાંસલ કરી શકે છે.

ઇઝરાયલની ચૅનલ 12 પર બોલતા એક પૂર્વ કમાન્ડરે કહ્યું કે અત્યારસુધી ઍરફૉર્સે પોતાની નજીવી તાકત જ બતાવી છે.

પરંતુ ઇઝરાયલ હવાઈમાર્ગથી માત્ર થોડું જ હાંસલ કરી શકે છે.

ભલે તેના યુદ્ધ વિમાનો તમામ ગામોને બરબાદ કરી નાખે, જે હાલ સંભવ લાગી રહ્યું છે.

ઇઝરાયલ માટે કોઈ પણ સમયે જમીની આક્રમણ ભલે સિમીત કેમ ન હોય, પરંતુ જરૂરી લાગે છે.

પરંતુ શું તે બુદ્ધિમાની હશે?

ઇઝરાયલ, લેબનોન, ગાઝા, હમાસ, હિઝબુલ્લાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલી ઍરફૉર્સનું વિમાન

ડૉક્ટર જેક્સ નેરિયા જેરુશેલમ સેન્ટર ફૉર સિક્યોરિટી ઍન્ડ ફોરેન અફેર્સના વરિષ્ઠ સંશોધનકર્તા છે. તેમણે આઈ24ને જણાવ્યું, “આ જ તો હિઝબુલ્લાહ ઇચ્છે છે.”

તેમના મત પ્રમાણે, “દક્ષિણ લેબનોનના નિવાસી એ હિઝબુલ્લાહના સૈનિકો છે. તેથી અમે હાલની પરિસ્થિતિમાં એક એવા સમૂહ સામે લડવાનું આવશે જેને આપણે નથી જાણતા.”

ગત સપ્તાહ પોતાના વિદ્રોહી ભાષણમાં હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહે ઇઝરાયલને દક્ષિણ લેબનોનમાં બફર ઝોન બનાવવાના પ્રયાસને પડકાર ફેંક્યો હતો. જેના પર ઇઝરાયલના ઉત્તર કમાન્ડના પ્રમુખ ભાર મૂકે છે.

જેક્સ નેરિયાએ કહ્યું કે આ પ્રકારના પ્રયાસો ઇઝરાયલ માટે ભયંકર પરિણામો નોંતરનારાં રહેશે.

હાલ આ મામલે કૂટનીતિક સ્તર પર પ્રયાસો આગળ વધવાની કોઈ સંભાવના હોય તેવા સંકેત નથી મળી રહ્યા.

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકાના નેતૃત્વમાં કરવામાં આવી રહેલા પ્રયાસોમાં અને ગાઝામાં યુદ્ધ વિરામ અને ઇઝરાયલી બંધકોની મુક્તિ માટેની વાતચીતના પ્રયાસોમાં પણ ઘટાડો થયો છે.

ઇઝરાયલી સેનાનો તર્ક એ છે કે હુમલાનો જવાબ વળતો પ્રહાર જ છે. તેથી સેનાનો તર્ક યુદ્ધવિરામના તર્કની સામે હાવી છે.

આ બરાબરીની લડાઈ છે. ઇઝરાયલને ખબર છે કે હિઝબુલ્લાહને તે હરાવી શકે છે.

આ લડાઈમાં બંને પક્ષ એકબીજાનો નાશ અને પીડા પહોંચાડવા માગે છે પરંતુ તેમની એકબીજાને નુકસાન પહોંચાડવાની ક્ષમતામાં ઘણી વિષમતા છે.

પરંતુ આ જંગ કઈ દિશામાં જાય છે અને તેને સમાપ્ત કરવા પહેલા તે કેટલી ભયંકર બનશે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.