ભારતનું ઑપરેશન સિંદૂર : 10 તસવીરોમાં જુઓ પાકિસ્તાને ભારત પર રાત્રે તોપમારો કર્યો ત્યારે શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
પહલગામ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલા કર્યા ત્યાર પછી પાકિસ્તાને પણ જમ્મુ અને કાશ્મીર સરહદે ભારે તોપમારો કર્યો છે. નિયંત્રણ રેખા પર આવેલાં ગામોમાં ભારે નુકસાન થયું છે, લોકો માર્યા ગયા છે અને કેટલાંક મકાનો ધ્વસ્ત થયાં છે.
પાકિસ્તાનના સતત ગોળીબારના કારણે સરહદનાં ગામોના લોકોને કૉલેજ અને બીજા પરિસરોમાં આશરો આપવો પડ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય અધિકારીઓએ દાવો કર્યો છે કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં ઉધમપુર, કાશ્મીરના ઘણા વિસ્તારોમાં તથા પંજાબના પઠાનકોટમાં દઝનો મિસાઇલો છોડી. તેમણે એ પણ દાવો કર્યો કે તે તમામને નિષ્ક્રિય કરી દેવામાં આવી.
પાકિસ્તાને ભારત દ્વારા લગાવવામાં આવેલા આરોપોનું ખંડન કર્યું છે. ગુરુવારે મોડી રાત્રે ભારતીય સેનાના પ્રવક્તાએ એક નિવેદનમાં દાવો કર્યો કે પાકિસ્તાને 16 ભારતીય સંરક્ષણ પ્રતિષ્ઠાનો પર રૉકેટ અન મિસાઇલોથી હુમલો કર્યો, જેને આધુનિક ઉપકરણોની મદદથી નિષ્પ્રભાવી કરી દેવામાં આવ્યો.
નિયંત્રણ રેખાની નજીક પુંછ ક્ષેત્રમાં કાલે આખી રાત ગોળીબાર થતો રહ્યો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક મહિલા ઘાયલ થઈ ગયાં હતાં.
ભારતીય સેનાએ જણાવ્યા પ્રમાણે 8 અને 9 મેની આખી રાત પાકિસ્તાને પશ્ચિમી સરહદે હુમલો કર્યો હતો.
ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાને કેટલાંક ડ્રૉન હુમલા કર્યા હતા જેને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images
પુંછના પોલીસ અધિકારી નવીદ અહેમદે બીબીસીને જણાવ્યું કે ગોળીબારમાં લોહાલ બેલાના નાગરિક મુહમ્મદ અબરારનું મોત થયું અને બેલિયાંનાં શાહિદા અખ્તર નામનાં મહિલા ઘાયલ થયાં છે. જેમનો મંડી જિલ્લા હૉસ્પિટલમાં ઇલાજ થઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શ્રીનગરમાં બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીરના અહેવાલ મુજબ ગુરુવારે રાતે લગભગ 11 વાગ્યે ઉરી સેક્ટરમાં ભારે તોપમારો થયો હતો અને સીમા પર રહેતા નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images
નિયંત્રણ રેખા પાસે વિસ્તારો જેવા કે બારામુલા, કુપવાડા અને બાંદીપુરામાં સ્થિતિ તણાવપૂર્ણ છે. કુપવાડાના કેટલાક સેક્ટરોમાં ગોળીબારને કારણે કેટલીક ઇમારતો ક્ષતિગ્રસ્ત થઈ હતી.
ઉરીમાં સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ બીબીસી ઉર્દુને કહ્યું કે ગોળીબારમાં નરગિસ બેગમ નામનાં મહિલાનું મૃત્યુ થયું છે.
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં હાજર બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યાએ કહ્યું કે ત્યાં સંપૂર્ણપણે બ્લૅકઆઉટ લાગુ કરી દેવાયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
આ સ્થિતિ દરમિયાન ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં રેડ-ઍલર્ટ જારી કર્યું અને નાગરિક પ્રશાસને બ્લૅકઆટની ઘોષણા કરી. જેને કારણે જમ્મુ-કાશ્મીરના તમામ વિસ્તારોમાં રાત્રે લગભગ વીજળી જતી રહી અને લોકો ભય વચ્ચે રહ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
પુંછમાં આખી રાત્રે ગોળીબાર બાદ આજે સવાલે પણ ગોળીબાર થયો, પરંતુ અત્યારસુધી કોઈ હતાહતની ખબર નથી. જમ્મુ-કાશ્મીરમાં તમામ શૈક્ષણિક સંસ્થાનો બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યાં છે અને પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીનગરમાં બીબીસી સંવાદદાતા માજિત જહાંગીરના જણાવ્યા પ્રમાણે ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે ઉરી સેક્ટરમાં ભારે બૉમ્બમારો થઈ રહ્યો હતો. સરહદ પાસે નાગરિક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા.
બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યા જમ્મુ-કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં હતાં. તેમણે કહ્યું કે આ વિસ્તારને બ્લૅકઆઉટ કરી દેવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
8મી મેના રોજ જમ્મુ-કાશ્મીરમાં વિસ્ફોટ અને બ્લૅકઆઉટના અહેવાલો બાદ કેટલાક સમય પછી બીબીસીએ પાકિસ્તાન સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ સાથે વાત કરી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરમાં હુમલાની જવાબદારીથી ઇન્કાર કરી દીધો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબ, જમ્મુ કાશ્મીર, લદાખ, ગુજરાત, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશનાં મળીને કુલ 24 ઍરપૉર્ટને નાગરિક સેવાઓ માટે બંધ કરી દેવામાં આવ્યાં છે.
નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો (બીસીએએસ) દ્વારા દેશની તમામ ઍરલાઇન અને ઍરપૉર્ટને સુરક્ષાની વ્યવસ્થા ચુસ્ત અને સઘન બનાવવાના નિર્દેશ આપ્યા છે.
આ નિર્દેશ અનુસાર, તમામ ઍરપૉર્ટ પર તમામ મુસાફરોની સેકન્ડરી લૅડર પૉઇન્ટ ચૅકિંગ (એસએલપીસી) કરવામાં આવશે. ટર્મિનલની ઇમારતમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે.
આ સાથે જ ઍર માર્શલ પણ તહેનાત કરવાની વાત કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












