ભારતનું ઑપરેશન સિંદૂર : 10 તસવીરોમાં જુઓ ભારતે રાતે હુમલો કર્યો ત્યારે પાકિસ્તાનમાં શું થયું?

પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન પર તણાવ ચરમસીમાએ છે અને હવે ભારતે પાકિસ્તાનમાં કેટલીક જગ્યાએ હવાઈ હુમલા કર્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી અટકળો હતી કે પાકિસ્તાન પર ભારત કોઈ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. ભારતે રાતે અચાનક સૈન્ય કાર્યવાહી કરી તેના કારણે પાકિસ્તાનમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પાકિસ્તાનથી મળેલી તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલું નુકસાન થયું છે અને હુમલા વખતે પાકિસ્તાનમાં કેવી સ્થિતિ હતી.