કૅનેડા અને બ્રિટનમાં હવે પરિવારને લઈ જવા વિઝા માટે શું કરવું?

કૅનેડા

ઇમેજ સ્રોત, Getty Images

પશ્ચિમના અનેક દેશોએ પોતાની વિઝા નીતિમાં ફેરફાર કર્યા છે. કૅનેડા, બ્રિટન, ફ્રાન્સ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોએ ઇમિગ્રન્ટ્સ માટે અલગ-અલગ પ્રકારના વિઝા મેળવવાના કાયદા અને નિયમોને વધારે કડક કર્યા છે.

આ ક્રમમાં હવે કૅનેડા અને બ્રિટને સ્પાઉસ વિઝા મેળવવા માટેના નિયમો પણ કડક કરવાનું એલાન કર્યું છે.

ગુજરાત સહિત મોટી સંખ્યામાં ભારતીયો વિદેશમાં જાય છે અને ત્યાં સ્થાયી થવાનો પ્રયાસ કરે છે. કમાણીના હેતુથી લોકો વિદેશમાં જવાનું વધુ પસંદ કરતા હોય છે.

વિદેશ ગયેલા લોકોને પોતાના જીવનસાથી અને બાળકોને વિદેશ લઈ જવા માટે સ્પાઉસ વિઝાની જરૂર હોય છે.

અલગ-અલગ દેશમાં સ્પાઉસ વિઝા મેળવવા માટે અલગ-અલગ સમય લાગે છે.

સ્પાઉસ વિઝા એ એક પ્રકારનો આશ્રિત વિઝા અથવા પરમિટ છે જે તમને વિદેશમાં રહેવાની પરવાનગી આપે છે.

સ્પાઉસ વિઝા શું છે?

સ્પાઉસ વિઝા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સ્પાઉસ વિઝા મેળવવા માટે અરજદાર અને આશ્રિત બન્નેની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ. આ ઉપરાંત બન્ને પાસે લગ્નનું પ્રમાણપત્ર હોવું પણ જરૂરી છે.

આ ઉપરાંત દરેક દેશ દ્વારા પોતાના જીવનસાથીને આમંત્રિત કરનાર સ્પૉન્સર પાર્ટનરની લધુતમ વાર્ષિક આવક નક્કી કરવામાં આવે છે. દરેક દેશમાં આ માટે એક અલગ રકમ છે જે બદલાઈ પણ શકે છે.

આ સિવાય સ્પૉન્સર પાર્ટનર પાસે તેમના જીવનસાથી સાથે રહેવા માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ.

આશ્રિત જીવનસાથી દ્વારા માન્યતાપ્રાપ્ત અંગ્રેજી ભાષાની પરીક્ષાને સફળતાપૂર્વક પાસ કરવી પણ જરૂરી છે.

આ સિવાય પગાર પ્રમાણપત્ર, બૅન્ક સ્ટેટમેન્ટ, માન્ય પાસપૉર્ટ દસ્તાવેજ, લગ્નનું પ્રમાણપત્ર પણ સ્પાઉસ વિઝા માટે જરૂરી છે. જો છૂટાછેડા થયા હોય તો છૂટાછેડાનું પ્રમાણપત્ર પણ જરૂરી છે અને બાળકો હોય તો તેમની વિગતો પણ આપવી જરૂરી છે.

અહીં એક વાત મહત્ત્વની છે કે જુદા-જુદા દેશોમાં અલગ-અલગ નિયમ પ્રમાણે દસ્તાવેજોને રજૂ કરવા પડે છે.

ડાયરેક્ટ વિઝાના મૅનેજિંગ ડિરેક્ટર ગુરપ્રીતસિંહે કહ્યું કે સ્પાઉસ વિઝા માટે પતિ-પત્નીમાંથી એક અરજદાર હોય છે અને બીજો આશ્રિત હોય છે. અરજદાર તેમના/તેણીના જીવનસાથી માટે માત્ર ત્યારે જ અરજી કરી શકે છે જો તે અમુક જરૂરી શરતો પૂરી કરે. તે શરતો જુદા-જુદા દેશો માટે અલગ હોઈ શકે છે. સ્પાઉસ વિઝા માટે જુદા-જુદા દેશોમાં અલગ-અલગ સમય લાગી શકે છે.

કૅનેડાએ સ્પાઉસ વિઝા મેળવવાના નિયમોમાં શું ફેરફારો કર્યા છે?

કૅનેડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૅનેડામાં સ્પાઉસ વિઝા માટે અરજી કરવા માટે પહેલા આઠ-નવ મહિનાથી એક વર્ષનો સમય લાગતો હતો. જોકે, તે પછી સમય ઘટાડીને સાત મહિના, પછી છ મહિના અને અંતે બે મહિના કરવામાં આવ્યો હતો.

કેટલાક કિસ્સાઓમાં આ વિઝા માત્ર એક જ મહિનાની અંદર આપવામાં આવ્યા હતા.

જોકે, કૅનેડા સરકારે નિર્ણય લીધો છે કે માસ્ટર્સ અથવા ડૉક્ટરેટ સ્તરે અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જ પોતાના જીવનસાથીને આમંત્રિત કરવા માટે સ્પાઉસ વિઝાનો ઉપયોગ કરી શકશે.

નીચલા સ્તરના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના જીવનસાથીને સ્પાઉસ વિઝા પર કૅનેડામાં આમંત્રિત કરી શકશે નહીં.

આ ઉપરાંત સ્પૉન્સર પાર્ટનર કૅનેડાના નાગરિક અથવા તો કાયમી રહેવાસી હોવા જોઈએ. સ્પૉન્સર પાર્ટનર સાબિત કરવામાં સક્ષમ હોવા જોઈએ કે તેઓ અપંગતા સિવાયનાં અન્ય કારણસર સામાજિક સહાયતા પ્રાપ્ત નથી કરી રહ્યા.

સ્પૉન્સર પાર્ટનરે પોતાના જીવનસાથીની આર્થિક જરૂરિયાતોને પણ ત્રણ વર્ષ માટે પૂરી કરવાની હોય છે.

કૅનેડાના આઇઆરસીસી મંત્રી મિલર કહે છે, “કૅનેડામાં મોટી સંખ્યામાં આવેલા વિદ્યાર્થીઓને કારણે હાઉસિંગ, સ્વાસ્થ્ય અને અન્ય સુવિધાઓ પર ઘણી અસર પડી છે. અમારો પ્રયત્ન એવો છે કે અહીં આવતા વિદ્યાર્થીઓ કોઈ ખરાબ લોકોની માયાજાળમાં ન ફસાય અને કૅનેડાની વસ્તી સસ્ટેનેબલ રીતે વધે.”

આ નવા નિયમ વિશે બીબીસી સાથેની વાતચીતમાં ગુરપ્રીતસિંહે કહ્યું, “કૅનેડા સરકારે આ નિર્ણય લીધો છે, પરંતુ હજુ સુધી તેનો અમલ કર્યો નથી. તેથી નિયમો અમલમાં આવે તે પહેલાં લોકો પાસે અરજી કરવાનો હજુ સમય છે.”

બ્રિટને સ્પાઉસ વિઝા મેળવવા માટેના નિયમોમાં શું ફેરફારો કર્યા છે?

બ્રિટન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

યુકેએ પણ સ્પાઉસ વિઝા મેળવવા માટેના નિયમો કડક કર્યા છે. બ્રિટન સરકાર માને છે કે આ પ્રકારના કડક કાયદાઓ થકી દેશમાં આવતા ઇમિગ્રન્ટોની સંખ્યા ઘટાડી શકાય છે.

બીબીસીના પત્રકાર ચેલ્સી વોર્ડ અને વિક્ટોરિયા શીયર કહે છે કે એપ્રિલ 2024થી જેઓ તેમનાં જીવનસાથીને સ્પાઉસ વિઝા પર બ્રિટનમાં આમંત્રિત કરવા માગે છે તેમના માટે પગારના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.

અગાઉ બ્રિટનમાં સ્પાઉસ વિઝાની અરજી કરવા માટે સ્પૉન્સર પાર્ટનરની લઘુતમ વાર્ષિક આવક 18,600 પાઉન્ડ હતી. જોકે, નવા નિયમોમાં આ લઘુતમ વાર્ષિક આવકને વધારીને એપ્રિલ 2024માં 29,000 પાઉન્ડ અને વર્ષના અંતે ફરી પાછી વધારીને 34,500 પાઉન્ડ કરવામાં આવશે. વર્ષ 2025ની શરૂઆતમાં આ લઘુતમ આવક અંતે 38,700 પાઉન્ડ કરવામાં આવશે.

ગુરપ્રીતસિંહનું કહેવું છે કે અન્ય દેશોની સરકારો પણ પોતાના નિયમમાં સતત ફેરફાર કરીને આ નિયમોને ખૂબ કડક બનાવી રહી છે.