રાજ્યસભામાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ થયો?

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ
    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સોમવારે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ (દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સરકાર સંશોધન બિલ 2023) પર બોલ્યા.

ગોગોઈ રાજ્યસભામાં નામિત સભ્ય છે અને આ તેમનું સદનમાં પહેલું ભાષણ હતું. ગોગોઈના આ પહેલા ભાષણ પર જ વિવાદ ઊભો થયો.

હવે જોઈએ કે ગોગોઈએ શું કહ્યું?

રંજન ગોગોઈએ દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું, “બની શકે કે કાયદો મારી પસંદનો ન હોય પરંતુ તેનાથી એ મનસ્વી નથી થઈ જતો. શું તેનાથી સંવિધાનની મૂળ વિશેષતાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે? મારે સંવિધાનના મૂળ ઢાંચા પર કંઈક કહેવું છે.”

તેમણે વધુમાં કહ્યું, “ભારતના પૂર્વ સૉલિસિટર જનરલ અંધ્યઅરિજુનાએ કેશવાનંદ ભારતી કેસ પર એક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક વાંચ્યા બાદ મને લાગ્યું કે સંવિધાનના મૂળ ઢાંચા પર ચર્ચા થઈ શકે છે. આ ચર્ચાનો વિષય છે અને તેનો કાયદાકીય આધાર છે.”

દિલ્હી સર્વિસ બિલ રાજ્યસભામાં પાસ થઈ ચૂક્યું છે. આ બિલના કાયદામાં પરિવર્તિત થયા બાદ દિલ્હી પર કેન્દ્ર સરકારનો દબદબો વધી જશે અને દિલ્હી રાજ્ય સરકારની શક્તિ ઓછી થઈ જશે.

આ બિલ પાસ થયા બાદ દિલ્હી સરકાર પાસે અધિકારીઓની પોસ્ટિંગ અને બદલીઓનો અંતિમ અધિકાર નહીં હોય.

હકીકતમાં વિપક્ષો આ બિલને દેશના સંઘીય ઢાંચા પર હુમલો ગણાવે છે અને તેનો વિરોધ કરી રહ્યા છે.

પંરતુ રંજન ગોગોઈએ આ બિલને યોગ્ય ગણાવવાનો અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે ભલે તે કાયદો પસંદ ન હોય, તેનો અર્થ એ નથી કે તે મનસ્વી છે. ગોગોઈએ આમ કહીને વિપક્ષનો રોષ વહોરી લીધો.

ગોગોઈએ સદનમાં ભાષણ બાદ કહ્યું કે તેઓ નામિત સભ્ય છે અને તેઓ કોઈ પાર્ટીના સભ્ય નથી, તેમનો બોલવાનો અર્થ માત્ર એટલો જ હતો કે બિલ બંધારણીય રૂપથી માન્ય છે કે નહીં.

તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે આ બિલ બંધારણીય રીતે માન્ય છે. તેમણે બિલ લાવવાની જરૂરિયાત પર વાત નહોતી કરી. તેમણે માત્ર બિલની વૈધાનિકતાનો મામલો ઉઠાવ્યો હતો.

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ?

ગોગોઈના ભાષણનો વિરોધ

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ મહાસચિવ કે. સી. વેણુગોપાલ

ગોગોઈના આ ભાષણની તીખી આલોચના થઈ.

કૉંગ્રેસ મહાસચિવ કે. સી. વેણુગોપાલે પૂછ્યું, “શું આ ભારતના સંવિધાનને ખતમ કરવાની ભાજપની ચાલ હતી, શું તે એવું સમજે છે કે લોકતંત્ર, સમાનતા, ધર્મનિરપેક્ષતા, સંઘવાદ અને ન્યાયીક સ્વતંત્રતા પર ચર્ચા કરવાની જરૂર છે? જેમને સંવિધાનનાં મૂલ્ય પર ભરોસો નથી તેઓ સંવિધાન પર હુમલો કરવા એક પૂર્વ મુખ્ય ન્યાયાધીશનો સહારો લે છે. અમને આ ખબર છે. ભાજપના આ પ્રકારના વલણની કોઈ નવાઈ નથી.”

તેમણે કહ્યું, “શું ગોગોઈની નજરમાં સંવિધાનના મૂળભૂત ઢાંચા જેવી કોઈ ચીજ નથી, જેની રક્ષા થવી જોઈએ? શું સરકાર તેમના વલણને સમર્થન આપે છે? ભાજપે તેનો વિરોધ કરવો જોઈએ નહીંતર તેનો અર્થ એ થશે કે સંવિધાનનાં મૂળ તત્ત્વોને ધ્વસ્ત કરવાનું શરૂ થઈ ચૂક્યું છે.”

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ?

શું છે સંવિધાનના મૂળ ઢાંચાનો સિદ્ધાંત?

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ?

ભારતના સંવિધાનમાં ‘મૂળ ઢાંચા’ એટલે કે ‘બેઝિક સ્ટ્રક્ચર’નો કોઈ ઉલ્લેખ નથી. તેના મૂળમાં એ વિચાર છે કે સંસદ એવો કોઈ કાયદો નહીં લાવી શકે જે સંવિધાનના મૂળ ઢાંચામાં બદલાવ કરી શકે.

આ ભારતીય લોકતંત્રની ખાસિયતને યથાવત્ રાખવા માટેનો અને લોકોના અધિકારો તથા સ્વતંત્રતાના રક્ષણ સાથે જોડાયેલો વિચાર છે.

ભારતીય સંવિધાનના મૂળ ઢાંચાનો સિદ્ધાંત સંવિધાનના દસ્તાવેજોમાં રહેલી ભાવનાનું રક્ષણ અને તેનું સંરક્ષણ કરે છે.

સંવિધાનના મૂળ ઢાંચાની વાત કેશવાનંદ ભારતી કેસમાં સામે આવી.

આ કેસના ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે સંવિધાનના સંશોધન મારફતે પણ સંવિધાનના મૂળ ઢાંચામાં પરિવર્તન નહીં કરી શકાય.

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ?

શું કહે છે વિશેષજ્ઞો?

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રંજન ગોગોઈના ભાષણ બાદ સંવિધાનના મૂળ ઢાંચા પર ચર્ચા ગરમ થઈ અને સંવૈધાનિક વિશ્લેષકો પણ પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા છે.

સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ અને સંવિધાનના જાણકાર નીતિન મેશ્રામ સાથે આ મામલે બીબીસીએ વાત કરી.

તેમણે કહ્યું, “જ્યારે સુપ્રીમ કોર્ટ કહે છે કે સંસદને સંવિધાનના કોઈ હિસ્સાને સંશોધિત કરવાનો અધિકાર નથી તો આ સંસદીય સંપ્રભુતાને પડકારરૂપ છે. સંસદીય સંપ્રભુતા એટલે દેશના લોકોની સંપ્રભુતા. જ્યારે સુપ્રીમ કોર્ટ આવું કહે છે તો તે સંસદીય સંપ્રભુતા માટે ગંભીર ખતરો છે.”

તેઓ વધુમાં ઉમેરે છે, “સંવિધાન સભામાં આ મામલે ચર્ચા દરમિયાન બી. આર. આંબેડકરે કહ્યું હતું કે આપણે સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ નહીં કરીએ કે દફનાવેલા મૃતદેહો બહાર નીકળીને આપણા પર રાજ કરે. તેમણે કહ્યું હતું કે સંવિધાનમાં લચીલાપણું હોવું જોઈએ.”

“1973માં કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સંવિધાનના મૂળ ઢાંચામાં બદલાવ નહીં થઈ શકે. પરંતુ એ પણ સત્ય છે કે સુપ્રીમ કોર્ટ તરફથી મૂળ ઢાંચામાં બદલાવ ન કરવાની વાત કરવી એ સંસદ પર ન્યાયપાલિકાનું વર્ચસ્વ જાળવી રાખવાનો એક ભાગ છે.”

તેમણે વધુમાં કહ્યું, “ઘણી વખત સરકાર એક ચોક્કસ મોટા વર્ગના પક્ષમાં કોઈ નિર્ણય લાવવાની કોશિશ કરે છે તો સુપ્રીમ કોર્ટ તેને એમ કહીને રોકી દે છે કે આ સંવિધાનના મૂળ ઢાંચાનું ઉલ્લંઘન છે.”

“ઉદાહરણ તરીકે ઓબીસીને 52 ટકા અનામત એટલે મળી શક્તિ નહોતી કે એ સુપ્રીમ કોર્ટ પ્રમાણે સંવિધાનના મૂળ ઢાંચાનું ઉલ્લંઘન છે.”

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ?

કયાં છે જોખમો?

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ?

વકીલ અને ધ ક્વિંટના રાજનીતિક સંપાદક રહી ચૂકેલા વકાસા સચદેવ મેશ્રામની વાત સાથે સંમત નથી.

તેઓ કહે છે, “જો સંવિધાનના મૂળ ઢાંચાના સિદ્ધાંતને ખતમ કરી નાખવામાં આવે તો કોઈ પણ ભારે બહુમત ધરાવતી સરકાર સંવિધાનમાં મોટો બદલાવ કરી શકે છે. જો મૂળભૂત ઢાંચામાં બદલાવ ન કરવાનો સિદ્ધાંત ખતમ કરી દેવામાં આવે તો અનુચ્છેદ 25 કે અનુચ્છેદ 19 જેવા મહત્ત્વના અનુચ્છેદોમાં સરકાર બદલાવ કરી શકે છે, જેમાં ધાર્મિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મહત્ત્વના અધિકારોમાં કાપ મુકાઈ શકે છે.”

તેઓ વધુમાં કહે છે, “સંવિધાનના મૂળ ઢાંચાના સિદ્ધાંતને જો ખતમ કરી નાખવામાં આવે તો બહુસંખ્યકવાદનો ખતરો પેદા થઈ શકે છે. બહુસંખ્યકવાદની રાજનીતિ મારફતે ભારી બહુમત સાથે જો કોઈ સરકાર બને તો તે સંવિધાનમાં મનસ્વી બદલાવ લાવી શકે છે. જેને કારણે સંવિધાનમાં પહેલેથી મળેલા મૂળ અધિકારો ઓછા થઈ શકે છે. ઉદાહરણ તરીકે સમલૈંગિકોને કલમ 377 અંતર્ગત મળેલા અધિકારો હઠી શકે છે.”

વકાસા સચદેવ કહે છે, “સંવિધાનના મૂળભૂત ઢાંચામાં બદલાવ ન કરવાની વ્યવસ્થા એટલા માટે કરાઈ હતી કે કોઈ પાસે એટલી શક્તિ ન આવી જાય જેમાં બહુમત ધરાવતી પાર્ટી એવા બદલાવ કરી દે જેને કારણે લોકોને મળેલા મૌલિક અધિકારો છીનવાઈ જાય. 1973માં જ્યારે આ વ્યવસ્થા કરવામાં આવી તો તેનો ઉદ્દેશ ઇંદિરા ગાંધીની સરકારને મળેલી જબરદસ્ત તાકતને રોકવાનો હતો.”

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ?

રંજન ગોગોઈના ભાષણનો બહિષ્કાર

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યસભામાં રંજન ગોગોઈના ભાષણ દરમિયાન ચાર મહિલા સાંસદ- સમાજવાદી પાર્ટીનાં જયા બચ્ચન, શિવસેના (યુબીટી)નાં પ્રિયંકા ચતુર્વેદી, એનસીપીનાં વંદના ચવ્હાણ અને ટીએમસીનાં સુસ્મિતા સદનમાંથી બહાર નીકળી ગયાં. તેમણે ગોગોઈની સ્પીચનો બહિષ્કાર કર્યો.

2019માં ગોગોઈ પર તેમની કચેરીમાં કામ કરતી એક પૂર્વ કર્મચારીએ તેમના પર યૌન દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો.

રંજન ગોગોઈએ આ આરોપોનું ખંડન કરતા કહ્યું હતું કે આ સીજેઆઈના કાર્યાલયને નિષ્ક્રિય કરવા માટે મોટી તાકતો તરફથી રચવામાં આવેલું ષડયંત્ર હતું.

તેમનું એવું પણ કહેવું હતું કે સુપ્રીમ કોર્ટમાં અનેક સંવેદનશીલ મામલામાં સુનાવણી થવાની હતી જેથી કેટલાકને મુશ્કેલી થાય તેમ હતું તેથી આ પ્રકારના આરોપો તેમની સામે લગાવવામાં આવ્યા.

તેમણે 2019માં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની આઝાદી ખતરામાં છે અને તે દુર્ભાગ્યપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે તે વખતે એક સમિતિ બનાવીને તેની ઇન-હાઉસ તપાસ કરાવડાવી હતી. આ તપાસમાં પ્રમાણે ગોગોઈ પર લગાવેલા આરોપોમાં તથ્ય નહોતું.

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ?

ગોગોઈના રાજ્યસભાના સભ્ય પર પર વિવાદ કેમ?

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images

ગોગોઈને 2020માં મોદી સરકાર તરફથી રાજ્યસભામાં નામિત કરવામાં આવ્યા હતા.

તે સમયે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ મદન બી. લોકુર, જસ્ટિસ એ. કે. પટનાયક, જસ્ટિસ કુરિયન જોસેફ અને જસ્ટિસ જે. ચમલેશ્વરે તેમની નિયુક્તી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ પસંદગીએ સામાન્ય લોકોના ભરોસાને હચમચાવી દીધો છે. તેને કારણે ન્યાયપાલિકાની આઝાદી પર સવાલો ઊઠ્યા છે.

હકીકતમાં ગોગોઈએ અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદમાં ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો અયોધ્યામાં રામમંદિર નિર્માણની માગ કરનારાઓના પક્ષમાં આવ્યો હતો.

તેઓ દેશના બીજા મુખ્ય ન્યાયાધીશ છે જેમને રાજ્યસભામાં નામિત કરવામાં આવ્યા હોય.

આ પહેલા રંગનાથ મિશ્રાને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. તેઓ 1998થી 2004 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા.

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ?
પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈના ભાષણ પર વિવાદ કેમ?