થાઇલૅન્ડની લેસ્બિયન પ્રેમકહાણીઓ કેવી રીતે કરોડો રૂપિયાનો ઉદ્યોગ બની રહી છે?

લેસ્બિયન, પ્રેમકહાણી, LGBTQ, પ્રેમ, ટીવી ડ્રામા, મનોરંજન, ફિલ્મ, થાઈલૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GMMTV

ઇમેજ કૅપ્શન, એક પ્રયોગ તરીકે થયેલી શરૂઆત આજે ટીવી ડ્રામાની નવી શૈલી તરીકે સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ છે
    • લેેખક, નોંગનાપૅટ પૅટચમ
    • પદ, બીબીસી ન્યૂઝ થાઈ

ઓંગસાએ નવી હાઇસ્કૂલમાં જોડાઈ ત્યારે તે વ્યાકુળ અને એકલતા અનુભવી રહી હતી. પણ સ્કૂલની સૌથી લોકપ્રિય છોકરીઓ પૈકી એક સનને મળ્યા બાદ એકલતા અનુભવતી આ છોકરી પ્રથમ નજરે તેના પ્રેમમાં પડી જાય છે.

પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં ગભરાતી ઓંગસા ઓળખ છુપાવીને "અર્થ" નામે પોતાનું ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ બનાવે છે અને સનને મૅસેજ કરે છે. સનને લાગે છે કે આ તેનો કોઈ યુવાન ચાહક છે.

તે પછી ઓંગસા વાસ્તવિક જીવનમાં સન સાથે મિત્રતા કેળવે છે અને બનાવટી નામ સાથે ઓનલાઇન ચૅટિંગ કરવાનું પણ ચાલુ રાખે છે.

જોકે, પોતાનો આગળ વધી રહેલો સંબંધ અન્ય લોકોથી છુપાવવાના તણાવને પગલે આ કપલ ટૂંક સમયમાં છૂટું પડી જાય છે.

ઓંગસા કહે છે, "મને ડર હતો કે, મારા જેવી વ્યક્તિ સાથે રહેવા બદલ લોકો તારી ટીકા કરશે."

પણ ફરી એક સાથે આવ્યાની આનંદદાયી ક્ષણે સન ચહેરા પર સ્મિત સાથે કહે છે, "મને લોકોથી કોઈ મતલબ નથી - મને ફક્ત તારી જ પરવા છે."

લેસ્બિયન, પ્રેમકહાણી, LGBTQ, પ્રેમ, ટીવી ડ્રામા, મનોરંજન, ફિલ્મ, થાઈલૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Wasawat Lukharang / BBC News Thai

ઇમેજ કૅપ્શન, જીએમએમટીવીની પ્રથમ ફુલ જીએલ સિરીઝ - "23.5 ડિગ્રીઝ ધેટ ધ વર્લ્ડ ઇઝ ટિલ્ટેડ" આ જ નામ ધરાવતી નવલકથા પરથી બનાવવામાં આવી છે

"બૅડ બડી" નામની સિરીઝમાં સમલૈંગિક કપલ ઉમેરવા સાથે શરૂ થયેલો પ્રયોગ આજે ટીવી ડ્રામાની નવી શૈલી તરીકે સમગ્ર વિશ્વમાં છવાઈ ગયો છે.

'ગર્લ્ઝ લવ' તરીકે જાણીતી બનેલી આ શૈલી આજે એશિયાની સૌથી સફળ સાંસ્કૃતિક નિકાસો પૈકીની એક બની ચૂકી છે, જેનું મૂલ્ય લાખો ડૉલર સુધી પહોંચી ચૂક્યું છે. એટલું જ નહીં, તેણે થાઇલૅન્ડને મનોરંજન જગતમાં એલજીબીટીની રજૂઆતને ફરી આકાર આપવાની ઝડપથી વિકસી રહેલી ચળવળનું જાણે કેન્દ્ર બનાવી દીધું છે. સાથે જ આ શૈલીએ વૈશ્વિક સ્તરે 'ફૅન કલ્ચર'ની નવી વ્યાખ્યા પણ ઘડી છે.

થાઇ નિર્માણ કંપની જીએમએમટીવી સાથે સંકળાયેલા નોપ્પનેટ ચૈયાવીમોન બીબીસી ન્યૂઝ થાઇને જણાવે છે, "શરૂઆતમાં અમને ખાતરી નહોતી. તે પછી, મેં બીએલ (બૉય્ઝ લવ) સ્ટોરી સિરીઝ 'બૅડ બડી'ની વાર્તામાં બે સ્ત્રીઓ (મિલ્ક-લવ)ને કપલ તરીકે બતાવવાનો પ્રયોગ કર્યો હતો."

અને તે પછી થાઇ અભિનેત્રીઓ પાન્સા 'મિલ્ક' વોસ્બાઇન અને પેટ્રાનીટ "લવ" લિમ્પેટિયાકોર્ને ભજવેલી કપલની ભૂમિકા ઓનલાઇન પ્રશંસકોમાં અત્યંત લોકપ્રિય થઈ ગઈ.

થાઇલૅન્ડની આ વાર્તાઓ લોકોને આટલી કેમ ગમી રહી છે?

લેસ્બિયન, પ્રેમકહાણી, LGBTQ, પ્રેમ, ટીવી ડ્રામા, મનોરંજન, ફિલ્મ, થાઈલૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Napasin Samkaewcham / BBC News Thai

ઇમેજ કૅપ્શન, પાન્સા "મિલ્ક" વોસ્બાઇન (ડાબે) અને પેટ્રાનીટ "લવ" લિમ્પેટિયાકોર્ને તેમની પોતાની સિરીઝ અગાઉ બૉય્ઝ લવ સિરીઝ "બૅડ બડી"માં જીએમએમટીવીના પ્રથમ જીએલ (ગર્લ્ઝ લવ) કપલ 'ઇન્ક' અને 'પા'નાં પાત્રો ભજવ્યાં હતાં

ચૈયાવીમોન કહે છે, "અમે જોયું કે, એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો - લોકો અર્થપૂર્ણ રીતે આ કપલ વિશે વાત કરી રહ્યા હતા અને લોકો બે સ્ત્રીઓને મુખ્ય કપલ તરીકે દર્શાવતી સિરીઝની માગણી કરી રહ્યા હતા".

લોકોની માગણી ધ્યાનમાં રાખીને જીએમએમટીવીએ તેની પ્રથમ ફુલ ગર્લ્ઝ લવ (જીએલ) સિરીઝ 23.5 (ધ અર્થ્સ એક્સિસ ટિલ્ટ્સ બાય 23.5 ડિગ્રીઝ) બનાવી. આ સિરીઝની વાર્તા એ જ નામની નવલકથા પર આધારિત હતી અને એ જ બે અભિનેત્રીઓને ઓંગસા અને સન તરીકે બતાવાઈ હતી.

પરંતુ ઉપરોક્ત સિરીઝનું પ્રસારણ થાય, તે પહેલાં જ, 2024માં અગ્રણી ફ્રી-ટુ-ઍર નેટવર્ક ચૅનલ 3 સાત કરોડની વસ્તી ધરાવતા થાઇલૅન્ડમાં અને યૂટ્યૂબ પર ગૅપ સિરીઝઃ પિન્ક થિયરી દર્શાવી રહ્યું હતું. યૂટ્યૂબ પર આ સિરીઝે ઝડપથી 30 કરોડ વ્યૂઝ મેળવી લીધા હતા.

મીડીયા વિશ્લેષક રૉકેટ મીડીયા લૅબના જણાવ્યા પ્રમાણે, પછી તો આ ટ્રેન્ડ ઝડપથી પ્રચલિત થઈ ગયો અને વર્ષના અંત સુધીમાં ગર્લ્ઝ લવના વિષય પર 21 સિરીઝ બનાવી દેવાઈ અને 51 ફિમેલ-ફિમેલ કપલ્સનું સર્જન કરવામાં આવ્યું.

લેસ્બિયન, પ્રેમકહાણી, LGBTQ, પ્રેમ, ટીવી ડ્રામા, મનોરંજન, ફિલ્મ, થાઈલૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GMMTV

ઇમેજ કૅપ્શન, ચીન, તાઇવાન, ફિલિપાઇન્સ, જાપાન, સિંગાપોર, કમ્બોડિયા અને અમેરિકા સુધ્ધાંમાં ઘણી જીએલ મીટ-ધ-ફૅન્સ ટૂર્સને અસાધારણ સફળતા સાંપડી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચીન, તાઇવાન, ફિલિપાઇન્સ, જાપાન, સિંગાપોર, કમ્બોડિયા અને અમેરિકા સુધ્ધાંમાં ઘણી જીએલ મીટ-ધ-ફૅન્સ ટૂર્સને અસાધારણ સફળતા સાંપડી છે.

થાઇ જીએલ વાર્તાઓ લોકોને આટલી પસંદ પડી છે, તે પાછળનું એક કારણ એ છે કે, આ વાર્તાઓ ભૂતકાળમાં સજાતીય સંબંધોનું જે રીતે ચિત્રણ કરવામાં આવતું હતું, તેના કરતાં અલગ પ્રકારે રજૂઆત કરે છે.

બ્રિટનની કિંગ્ઝ કૉલેજ લંડનનાં સ્ક્રીન ઇન્ડસ્ટ્રીઝનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ઇવા ચેઉક-યિન લી જણાવે છે કે, વૈશ્વિક સ્તરે, લેસ્બિયન, ગે કે બાયસેક્સ્યુઅલ પાત્રોનો મોટા ભાગે કરુણ અંજામ આવતો દર્શાવાય છે અથવા તો તેઓ વાર્તામાંથી અચાનક અદૃશ્ય થઈ જાય છે.

તેઓ આગળ જણાવે છે, "આપણે સમગ્ર વિશ્વમાં જોઈએ તો, ટેલિવિઝન પર સ્ત્રીઓ વચ્ચે સજાતીય પ્રેમ દર્શાવતી વાર્તાઓનું પ્રમાણ ઘણું જ મર્યાદિત છે. હોલીવૂડમાં પણ આ જ સ્થિતિ પ્રવર્તે છે. તે સિવાય, આપણે ઘણી વખત જોયું છે કે, લેસ્બિયન પાત્રોને ઓન સ્ક્રીન મારી નાખવામાં આવે છે, કાં તો તેમનો કરુણ અંત આવે છે. તે 'ડેડ-લેસ્બિયન સિન્ડ્રોમ' તરીકે ઓળખાય છે, જેમાં એલજીબીટી પાત્રોને દયાજનક જીવન જીવતાં દર્શાવાય છે."

પણ થાઇ જીએલ શૈલીએ તે રજૂઆત બદલી નાખી છે.

થાઇલૅન્ડની લેસ્બિયન લવ સિરીઝનાં પાત્રોને કેવાં બતાવાય છે?

લેસ્બિયન, પ્રેમકહાણી, LGBTQ, પ્રેમ, ટીવી ડ્રામા, મનોરંજન, ફિલ્મ, થાઈલૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Luiza Z

ઇમેજ કૅપ્શન, બ્રાઝીલનાં નાગરિક લુઇઝા ઝીને થાઇ જીએલ (ગર્લ્ઝ લવ) વાર્તાઓ એટલી ગમે છે કે, તેઓ તેમનાં માતાને થાઇલૅન્ડના બે મહિનાના પ્રવાસ પર લઈ ગયાં હતાં, જે તેમના મતે અત્યાર સુધીનો તેમનો સર્વશ્રેષ્ઠ પ્રવાસ હતો

બ્રાઝીલનાં નાગરિક લુઇઝા ઝીને થાઇ જીએલ (ગર્લ્ઝ લવ) વાર્તાઓ એટલી ગમે છે કે, તેઓ તેમની માતાને થાઇલૅન્ડના બે મહિનાના પ્રવાસ પર લઈ ગયાં હતાં, જે તેમના મતે અત્યાર સુધીનો તેમનો સર્વશ્રેષ્ઠ પ્રવાસ હતો.

ડૉક્ટર લી જણાવે છે, "સજાતીય સંબંધોનો વિષય ધરાવતી વાર્તાઓ પરની તમામ રજૂઆતોથી થાઇ ગર્લ્ઝ લવને નોખું પાડતું પાસું એ છે કે, સામાન્ય રીતે તેમાં પાત્રોને સંતોષકારક રીતે વિકસતાં દર્શાવાય છે. કપલ્સ સામે પડકારો આવે છે, પણ સામાન્યતઃ તેઓ વધુ સંતોષકારક, આનંદપ્રદ સંબંધ ધરાવે છે અને મોટા ભાગની વાર્તાઓમાં અંત પણ સુખદ રહે છે."

જોકે, તેની સાથે જ તેઓ ઉમેરે છે, "થાઇ જીએલ સિરીઝમાં અમુક વખત મુખ્ય પાત્રો મજબૂત વ્યક્તિત્વ ધરાવતાં હોય છે, તેમ છતાં સામાન્યપણે સ્ત્રી-પ્રકૃતિનું હોય છે. વાસ્તવિક જીવનમાં, લેસ્બિયન્સ વિવિધ સ્વરૂપો, વિવિધ આકારોમાં મોજૂદ હોય છે, આથી, મારું માનવું છે કે, રજૂઆતમાં વૈવિધ્યને લઈને હજુય થોડી ક્ષતિ પ્રવર્તે છે."

બ્રાઝીલનાં નાગરિક લુઇઝા ઝી બીબીસી ન્યૂઝ થાઇને જણાવે છે કે, થાઇ જીએલ ડ્રામા જોયા પછી પ્રથમ વખત તેમણે અનુભવ્યું કે, "સાઇડ સ્ટોરીને બદલે મેઇન સ્ટોરીમાં બે સ્ત્રીઓ વચ્ચે પ્રેમ પાંગરતો દર્શાવી શકાય છે".

તેઓ કહે છે, "ડ્રામામાં તેમનું જોડાણ સુંદર રીતે દર્શાવાય છે, તેમના સંબંધનું ઊંડાણ, તેમની સામે આવતી મુશ્કેલીઓ, તેમની લાગણીઓ અસરકારક રીતે રજૂ કરવામાં આવે છે. સ્ટોરીનો અંત સુખદ આવતાં મને "સ્વીકૃતિ"ની લાગણી થાય છે".

"થાઇ જીએલમાં હંમેશાં સુખદ અંત બતાવાય છે - અને અમને ખુશી છે કે, આમ થતું દર્શાવવામાં આવે છે. અમારે આ બે પાત્રો વિખૂટાં પડી ગયાં કે તેમના સંબંધનો સારો અંત ન આવ્યો, તેને લઈને ચિંતા નથી કરવી પડતી."

લુઇઝા ઉમેરે છે, "અંતને લઈને ચિંતાનો સવાલ જ નથી ઊઠતો. અમે જાણીએ છીએ કે, અંતમાં તે બંને એકઠાં થઈ જશે, અને તે જાણીને રાહત થતી હોય છે - જાણે અમને માન્યતા મળી ગઈ હોય."

સેમ-સેક્સ કન્ટેન્ટ પર પ્રતિબંધવાળા દેશોમાં કેવી રીતે સફળતા મળી?

લેસ્બિયન, પ્રેમકહાણી, LGBTQ, પ્રેમ, ટીવી ડ્રામા, મનોરંજન, ફિલ્મ, થાઈલૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Wasawat Lukharang / BBC News Thai

ઇમેજ કૅપ્શન, સિંગાપોર રહેતાં તાન ઝી યી "ધ સિક્રેટ ઑફ અસ" જેવી થાઇ જીએલ સિરીઝમાં ચમકનારી તેમની ફૅવરિટ અભિનેત્રીઓ - લિંગ અને ઓર્મનાં પ્રશંસક છે અને તેમની ઑફ-સ્ક્રીન પ્રવૃત્તિઓને પણ અનુસરે છે, કારણ કે, તાન ઝી યીને તેમનાથી પ્રેરણા મળે છે

જીએલ ટ્રેન્ડને આંતરરાષ્ટ્રીય પહોંચને કારણે વધુ વેગ મળ્યો છે. આ પૈકીની ઘણી સિરીઝ યૂટ્યૂબ પર ઉપલબ્ધ છે અને એક કરતાં વધુ ભાષામાં સબટાઇટલ્સ મળી રહે છે.

તેના કારણે મીડીયા પર કડક નિયંત્રણો ધરાવનારા તેમજ સેમ-સેક્સ કન્ટેન્ટ પર પ્રતિબંધ હોય, તેવા ચીન અને ઇન્ડોનેશિયા સહિતના દેશોના પ્રશંસકો સામેના અવરોધો દૂર થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરનાં વર્ષોમાં ચીને તેના સેન્સર્સ દ્વારા "અભદ્ર" ગણવાતી તેમજ પોર્નોગ્રાફિક સામગ્રી કે ગેરકાયદે અથવા તો ચીનવિરોધી ગણાતી સામગ્રી ધરાવતાં હજારો સોશિયલ મીડીયા એકાઉન્ટ્સ તેમજ વેબસાઇટ્સ બંધ કરી દીધાં છે.

તેના પરિણામે, દર્શકોમાં વિદેશી જીએલ કન્ટેન્ટને સાંસ્કૃતિક સલામત સ્થાન તરીકે જોવાનું ચલણ વધ્યું છે.

લેસ્બિયન, પ્રેમકહાણી, LGBTQ, પ્રેમ, ટીવી ડ્રામા, મનોરંજન, ફિલ્મ, થાઈલૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Rachel Dax

ઇમેજ કૅપ્શન, ફિલ્મસર્જક રાચેલ ડૅક્સ જણાવે છે કે, જીએલ રૂઢિચુસ્ત સમાજોની સજાતીય વ્યક્તિઓને એ સમજવામાં મદદરૂપ થાય છે કે, તેમની જાતીય ઓળખ ગૌરવપ્રદ છે.

બ્રિટનસ્થિત દિગ્દર્શિકા રાચેલ ડૅક્સે બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસને જણાવ્યું હતું, "મારી લેસ્બિયન ફિલ્મો પૈકીની એક ફિલ્મ અન્ય દેશો કરતાં સાઉદી અરેબિયામાં સૌથી વધુ જોવાઈ હતી."

"સમલૈંગિકતા વિરુદ્ધ અત્યંત કડક કાયદા ધરાવનારા દેશોમાં અમુક મહિલાઓ માટે તેમની જાતીયતા વિશેની હકારાત્મક પુષ્ટિ એ જ હોઈ શકે કે, તેમની સજાતીયતા વાસ્તવિક છે અને તેને હકારાત્મક રીતે જોઈ શકાય છે. આ ફિલ્મો લોકોને મદદરૂપ થશે."

કેટલાક પ્રશંસકોનું માનવું છે કે, વધી રહેલી વિઝિબિલિટી પણ થાઇ સમાજમાં અભિગમો બદલી રહી છે.

જીએલ ફૅન પેજ ચલાવતાં રાનુકા સોંગમુઆંગ જણાવે છે કે, આ શૈલી પ્રત્યે તેમનાં માતાની પ્રતિક્રિયા સહજ અને પરંપરાગત છે. તેમનાં માતાએ તેમને કહ્યું હતું, "મને "ધ સિક્રેટ ઑફ અસ" સિરીઝ ગમે છે. તેમાં ડૉક્ટર (એક મુખ્ય પાત્ર) સુંદર છે."

સમલૈંગિક સંબંધો અને થાઇલૅન્ડ

લેસ્બિયન, પ્રેમકહાણી, LGBTQ, પ્રેમ, ટીવી ડ્રામા, મનોરંજન, ફિલ્મ, થાઈલૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Wasawat Lukharang / BBC News Thai

ઇમેજ કૅપ્શન, રાનુકા સોંગમુઆંગ કહે છે કે, તેઓ નાની છોકરી હતાં, ત્યારથી મુખ્ય પ્રવાહનાં માધ્યમોમાં લેસ્બિયન પ્રેમને દર્શાવવામાં આવે, તેની રાહ જોઈ રહ્યાં હતાં

એક હકીકત એ પણ છે કે, રોજિંદા સમાજમાં સમલૈંગિક સંબંધોને સમાવિષ્ટ કરવાની વાત આવે, ત્યારે થાઇલૅન્ડની ગણના એશિયાના અત્યંત ઉદાર દેશોમાં થાય છે. ઉદાહરણ તરીકે, તાઇવાન અને નેપાળની જેમ અહીં પણ સમાન લગ્નનો કાયદો છે.

ફિલિપાઇન્સમાં મુક્તપણે સાથે રહેતાં એલજીબીટી કપલ્સને સ્વીકૃતિ મળવા માંડી છે. પરંતુ, ફિલિપાઇન સમાજમાં મહત્ત્વની ભૂમિકા ભજવતું રોમન કૅથલિક ચર્ચ સમલૈંગિક લગ્નનો કટ્ટર વિરોધ કરે છે.

તેમજ મલેશિયા, ઇન્ડોનેશિયા તથા બ્રુનેઈ જેવા અન્ય કેટલાક દેશોમાં મોટા અવરોધો રહ્યા છે. ત્યાં સમલૈંગિક સંબંધોને પ્રમાણમાં ઓછી સ્વીકૃતિ મળે છે. ઉદાહરણ તરીકે, બ્રુનેઈમાં પુરુષો વચ્ચેના જાતીય સંબંધ બદલ મૃત્યુદંડની સજાની જોગવાઈ છે, પરંતુ વાસ્તવિક રીતે, તે દેશમાં કોઈ પણ ગુના બદલ લોકોને ફાંસી અપાતી નથી.

લેસ્બિયન, પ્રેમકહાણી, LGBTQ, પ્રેમ, ટીવી ડ્રામા, મનોરંજન, ફિલ્મ, થાઈલૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GMMTV

જીએલ ડ્રામા રોમેન્ટિક દૃશ્યો દર્શાવે છે અને ઘણી વખત સિરીઝના અંતમાં સમસ્યાઓનો ઉકેલ આવી જતો હોય છે.

કેટલાક જીએલ ડ્રામાની વાર્તારેખામાં પૂર્વગ્રહને આગળ વધતો દર્શાવાય છે. જેમ કે, "પોઇઝનસ લવ" સિરીઝમાં, મુખ્ય પાત્ર પેટ તેમનાં પાર્ટનર પ્રેમ સાથેનું ડેટિંગ ચાલુ રાખવા માટે પ્રેમનાં માતાપિતાને આજીજી કરે છે - પણ પ્રેમના પિતા તેમને સંબંધનો અંત આણી દેવાની આજ્ઞા કરે છે.

પ્રેમનાં માતાપિતાને "મમ્મી અને પપ્પા" તરીકે સંબોધતાં પેટ કહે છે, "અમારો પ્રેમ ગંભીર અને શુદ્ધ છે".

ત્યારે પ્રેમના પિતા જવાબ આપે છે, "મને પપ્પા કહેતી નહીં. મને ઘૃણા થાય છે."

'23.5 ડિગ્રીઝ ધેટ ધ વર્લ્ડ ઇઝ ટિલ્ટેડ' સિરીઝમાં ઓંગસા અને સનનો સાચો પ્રેમ આખરે સુપેરે આગળ વધે છે અને સુખદ અંત સાથે સિરીઝ સમાપ્ત થાય છે.

જ્યારે સન પૂછે છે કે, જો તેમણે એક વર્ષ જુદાં રહેવું પડશે, તો આ વિરહ તેઓ કેવી રીતે સહન કરશે, ત્યારે ઓંગસા જવાબ આપે છે, "આપણે ચાહે ગમે તેટલાં પ્રકાશ વર્ષો દૂર રહીએ, તેમ છતાં આપણે ખુશ રહીશું. અંતમાં તો, આપણી ધરીઓ આપણું મિલન ફરી કરાવશે."

"કારણ કે, પૃથ્વી સૂર્યની સાથે જ રહેવાની છે."

સંપાદનઃ અહમન ખ્વાજા, એન્ડ્રૂ વેબ અને સ્ટિફન હોકસ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનો પ્રકાશન