વિઝા નથી? ચિંતા ન કરો, માત્ર ભારતીય પાસપૉર્ટથી આ દેશોમાં મુસાફરી કરી શકાશે

ભારતીય પાસપોર્ટ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, શારદા મિયાપુરમ
    • પદ, બીબીસી સંવાદદાતા

દુનિયાના ઘણા દેશો એવા છે, જ્યાં તમે વિઝા વિના પણ જે તે દેશની મુસાફરી કરી શકો છો. એટલે કે ત્યાં જવા માટે તમારે વિઝાની જરૂર રહેતી નથી.

જોકે આ માટેની કેટલીક શરતો પૂરી કરવાની હોય છે.

હેનલી પાસપૉર્ટ ઇન્ડેક્સના તાજેતરના રેન્કિંગમાં ભારતીય પાસપૉર્ટનો ક્રમ ગયા વર્ષ કરતાં સુધર્યો છે.

પાછલા વર્ષે ભારત આ રેંકિંગમાં 80મા સ્થાન પર હતું, પણ 2025માં 77મા સ્થાન પર આવી ગયું છે.

હેનલે એ દેશોની સંખ્યાને આધારે દેશને રેન્ક આપે છે, જ્યાં તમે વગર વિઝાએ યાત્રા કરી શકો છો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારતીય પાસપૉર્ટથી 59 દેશોમાં વગર વિઝાએ યાત્રાની પરવાનગી મળે છે.

ભારતીય પાસપોર્ટ, બીબીસી, ગુજરાતી

આ વિશ્લેષણ એ દેશોની સંખ્યાની આધારે કરવામાં આવ્યું છે કે જે વિઝા-ફ્રી યાત્રાની પરવાનગી આપે છે.

વીઓનએ (વિઝા ઑન અરાઇવલ) અથવા ઇટીએ ( ઇલેક્ટ્રિક ટ્રાવેલ ઑથૉરિટી) પ્રક્રિયા પર પણ વિચાર કરાઈ રહ્યો છે.

સિંગાપોરનો પાસપૉર્ટ આ સૂચિમાં સૌથી ટૉપ પર છે. જે 193 દેશોમાં (વીઓએ અને ઇટીએ સહિત) વિઝામુક્ત મુસાફરીની પરવાનગી આપે છે.

જાપાન અને સાઉથ કોરિયાના પાસપૉર્ટ 190 દેશોમાં મુસાફરીની પરવાનગી આપે છે.

આ સૂચિમાં 77મા સ્થાન પર આવનારો ભારતીય પાસપૉર્ટ છે, પ્રવેશ વિઝા અને ઇટીએ સાથે 59 દેશોમાં વગર વિઝાએ મુસાફરીની અનુમતિ આપે છે.

ભારતીય પાસપૉર્ટધારક 28 દેશોમાં વિઝા ફ્રી, 28 દેશોમાં વીઓએ સાથે અને ત્રણ દેશો ઇટીએ સાથે મુસાફરી કરી શકે છે.

ભારતીય પાસપોર્ટ, બીબીસી, ગુજરાતી

જો તમારી પાસે ભારતીય પાસપૉર્ટ છે તો તમે અંગોલા, બારબાડોસ, ભુતાન, કુક આઇસલૅન્ડ, ડોમિનિકા, ફીઝી, ઈરાન, જમૈકા અને કિરીબાતીની મુસાફરી વગર વિઝાએ કરી શકો છો.

આ સિવાય મકાઉ, મલેશિયા, મોરેશિયસ, માઇક્રોનેશિયા, મોંટસેરાટ, નેપાળ, ફિલિપાઇન્સ, રવાન્ડા, સેનેગલ, સેન્ટ વિન્સેટ, થાઇલૅન્ડ, ત્રિનિદાદ, ટોબેગો, કઝાકિસ્તાન પણ ભારતીયોને વગર વિઝાએે પ્રવેશની મંજૂરી આપે છે.

ભારતીય પાસપોર્ટ, બીબીસી, ગુજરાતી

જો તમારી પાસે ભારતીય પાસપૉર્ટ છે તો તમે બોલિવિયા, બુરુન્ડી, કમ્બોડિયા, કેમરુન, કેપ વર્ડે, ઇથિયોપિયા, ગિની-બિસાઉ, ઇન્ડોનેશિયા, જૉર્ડન, લાઓસ અને માલદીવની મુસાફરી કરી શકો છો.

આ સિવાય માર્શલ દ્વીપ, મંગોલિયા, મોઝામ્બિક, મ્યાનમાર, નામીબિયા, પલાઉ દ્વીપ, કતાર, સમોઆ, સિયેરા લિયોન, સોમાલિયા, શ્રીલંકા, સેંટ લુસિયા, તાન્ઝાનિયા, તિમોર લેસ્તે, તુવાલુ અને ઝિમ્બાબ્વે ઍન્ટ્રી વિઝા આપે છે.

કેન્યા, સેશેલ્સ, સેન્ટ કિટ્સ અને નેવિસ ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઑથૉરિટીની મંજૂરી આપે છે.

એનો મતલબ એમ છે કે આ દેશોમાં પ્રવેશ કરવા માટે તમારે વિઝાની જરૂર નથી.

પણ ત્યાં જતાં પહેલાં તમારે ઈટીએ પ્રક્રિયા માટે અરજી કરવી પડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન