હવામાનમાં આટલા ફેરફારો કેમ આવી રહ્યા છે? પૃથ્વી સામે છે 'અભૂતપૂર્વ પડકારો' - વૈજ્ઞાનિકોની ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
તાપમાનમાં રેકૉર્ડ વધારો, સમુદ્રની સપાટીનું તાપમાન વધવું અને અંટાર્કટિક સાગરમાં બરફ ઓગળવાની ઘટનાઓને જોતાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે જે અભૂતપૂર્વ છે.
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે સમગ્ર યુરોપમાં ચાલતી ભયંકર લૂ જીવલેણ પ્રકૃતિની આફત છે જે રેકૉર્ડ તોડી શકે છે.
પાકિસ્તાન ગયા વર્ષે આવેલું ભયાનક પૂરને કારણે થયેલી તબાહીમાંથી હજુ બેઠું નથી થઈ શક્યું અને આ વર્ષે ફરી મૉનસૂનને કારણે ઠેકઠેકાણે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.
ગત વર્ષે પાકિસ્તાનમાં 1,500થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે હજારો હેક્ટેર ખેતીની જમીન ડૂબી ગઈ હતી. આ વર્ષે અત્યાર સુધી લાહોરમાં બે ડઝનથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.
ભારતના મોટા ભાગમાં આ વર્ષે જરૂર કરતાં વધારે વરસાદ થયો છે. જ્યારે દેશના 40 ટકા વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ છે. તો એવો પણ મોટો ભાગ છે જે વરસાદ માટે તરસી રહ્યો છે.
ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિ છે. ત્યારે રાજધાની દિલ્હીમાં આ વર્ષે મૉનસૂને કેટલાય રેકૉર્ડ તોડી નાખ્યા છે.
જળવાયુ પરિવર્તન પર શહેર પ્રશાસનના ડ્રાફ્ટ ઍક્શન પ્લાન મુજબ હવામાનમાં ફેરફારને કારણે 2050 સુધી દિલ્હીમાં 2.75 લાખ કરોડનું નુકસાન થઈ શકે છે.
આ રિપોર્ટ અનુસાર આવનારાં વર્ષોમાં શહેરની સામે ગરમ હવા, વધેલા તાપમાન અને હવામાં ભેજ ઘટવા જેવા પડકારો ઊભા હશે. આ રિપોર્ટ હજુ સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેમ બદલાઈ રહ્યું છે હવામાન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાણકારો માને છે કે મોસમ અને સમુદ્રમાં થઈ રહેલી ઘટનાઓને જળવાયુ પરિવર્તન સાથે જોડવું મુશ્કેલ છે કારણ કે આ એક જટિલ વિષય છે.
આને લઈને કેટલાંક અધ્યયન ચાલી રહ્યાં છે પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું ચેછે કે તેમને ભય છે કે કેટલીક ડરામણી ઘટનાઓ દુનિયામાં ઘટી શકે છે.
લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં પર્યાવરણ જિયોગ્રાફર ડૉ થૉમસ સ્મિથ કહે છે, "મને એવો કોઈ સમય નથી યાદ કે જ્યારે જળવાયુ સિસ્ટમના બધા ભાગ રેકૉર્ડ સ્તર પર કોઈ આપદા સામે ઝઝૂમી રહ્યા હોય. "
ત્યારે ઇમ્પિરિયલ કૉલેજ ઑફ લંડનમાં હવામાન વિજ્ઞાન ભણાવતા ડૉ.પાઓલો સેપ્પી કહે છે કે "જીવાશ્મથી મળતા ઈંધણને કારણે થઈ રહેલા ગ્લોબલ વૉર્મિંગ અને એલ નીનોને કારણે એવું લાગે છે કે પૃથ્વી હવે કોઈ અજાણ્યા ક્ષેત્રમાં પહોંચી ગઈ છે. "
આ વર્ષે ઉનાળામાં અત્યાર સુધી ચાર રેકૉર્ડ તૂટી ગયા છે. જુલાઈમાં સૌથી ગરમ દિવસ, વૈશ્વિક સ્તર પ જૂનનો મહિનો સૌથી ગરમ મહિનો હતો, સમુદ્રમાં ગરમ લૂ અને અંટાર્કટિક સાગરમાં બરફમાં રેકૉર્ડ ઘટાડો.
પરંતુ મોસમમાં આવતા ફેરફારો આપણને શું સંકેત આપે છે, તે ધરતી અને માનવ ભવિષ્યને કેટલી હદ સુધી પ્રભાવિત કરી શકે છે.

ગરમીનો રેકૉર્ડ તૂટ્યો

ઇમેજ સ્રોત, Getty Images
આ વખતે દુનિયામાં જુલાઈ મહિનામાં અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસનો રેકૉર્ડ તૂટ્યો. 2016માં સરેરાશ તાપમાનનો રેકૉર્ડ પણ આ વર્ષે તૂટી ગયો.
જળવાયુ પરિવર્તન પર નજર રાખતી યુરોપિયન યુનિયનની એજન્સી કૉપર્નિકસ અનુસાર આ વર્ષે 6 જુલાઈના વૈશ્વિક સરેરાશ તાપમન 17.08 ડિગ્રી પર પહોંચી ગયું હતું.
ધરતીના ગરમ થવાનાં કારણો પાછળ જીવાશ્મમાંથી નીકળતું તેલ, કોલસો અને ગૅસ જેવાં ઈંધણ બાળવાથી થતું ઉત્સર્જન જવાબદાર છે.
ઇમ્પિરિયલ કૉલેજ ઑફ લંડનમાં જળવાયુ વૈજ્ઞાનિક ડૉક્ટર ફ્રેડરિક ઑટો કહે છે કે ગ્રીન હાઉસ ગૅસના કારણે ગરમ થનારી ધરતી વિશે આવું અનુમાન પહેલાં જ લગાવાવમાં આવ્યું હતું.
ડૉ ફ્રેડરિક કહે છે, "આ ટ્રેન્ડ વધવાની પાછળ સો ટકા માનવોનો જ હાથ છે."
ડૉ. થૉમસ સ્મિથ કહે છે, " મને એ વાતનું આશ્ચર્ય છે કે જૂન મહિનામાં આપણે રેકૉર્ડ તૂટતો જોયો. હજુ તો એક વર્ષ નથી થયું. સામાન્ય રીતે વૈશ્વિક સ્તર પર એલ નીનોની પ્રક્રિયાની અસર આના શરૂ થવાના પાંચ મહિના સુધી દેખાતી નથી."
એલ-નીનો જળવાયુમાં ઉતાર-ચઢાવની પ્રાકૃતિક રીતે દુનિયામાં થનારી શક્તિશાળી પ્રક્રિયા છે. ઉષ્ણકટિબંધીય પ્રશાંતમાં આ પ્રક્રિયા સમુદ્રની સપાટી પર રહેલા પાણીને ગરમ કરે છે જેમાં વાતાવરણમાં ગરમ પવન ફૂંકાય છે.
સામાન્ય રીતે આ પ્રક્રિયાથી વૈશ્વિક સ્તર પર તાપમાનમાં વધારો થાય છે.
ઔદ્યોગિકીકરણ પહેલાંના સમયમાં જૂનના મહિનાની સરખામણીમાં આ વર્ષે જૂનમાં સરેરાશ વૈશ્વિક તાપમાન 1.47 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. ઔદ્યોગિકીકરણ લગભગ 1800ની આસપાસ શરૂ થયું ત્યાર બાદ માનવજાત સતત ગ્રીનહાઉસ ઉત્સર્જન કરી રહી છે.
શું 2023ના ઉનાળામાં જે થયું તે વિશે દાયકા પહેલાં કોઈ અનુમાન હતું?
ડૉ સ્મિથ કહે છે કે જળવાયુને લઈને પૂર્નાનુમાનનું જે મૉડલ છે તે લાંબા સમયમાં ટ્રેન્ડનું આકલન કરવામાં કારગત છે પરંતુ 10 વર્ષમાં થનારા ફેરફારો વિશે સચોટ આકલન ન કરી શકાય.
તેઓ કહે છે કે, "1990ના મૉડલ અનુસાર આપણે ત્યાં જ છીએ જ્યાં હતા. પરંતુ આવનારાં 10 વર્ષમાં કેવી પરિસ્થિતિ હશે તેનું સચોટ આકલન કરવું મુશ્કેલ છે. વધતું તાપમાન ઘટવા લાગશે, એવું મને નથી લાગતું."

સમુદ્રની સપાટીનું વધતું તાપમાન

સમુદ્રનાં સરેરાશ વૈશ્વિક તાપમાને મે, જૂન અને જુલાઈ મહિનામાં બધા રેકૉર્ડ તોડી નાખ્યા છે વર્ષ 2016માં સમુદ્રી સપાટી પર સૌથી વધારે તાપમાન જોવા મળ્યું હતું, ત્યાર બાદ આ વર્ષે તાપમાન રેકૉર્ડ સ્તરે પહોંચ્યું હતું.
પરંતુ ઉત્તર એટલાંટિક સાગરમાં અત્યધિક ગરમીને કારણે સમુદ્રનું તાપમાન વૈજ્ઞાનિકો માટે ચિંતોનો વિષય છે.
બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં પૃથ્વી વિજ્ઞાનના પ્રોફેસર ડેનિલા શ્મિડ કહે છે, "અમે ક્યારેય એટલાંટિકના આ ભાગમાં ગરમ લહેરો નથી જોઈ. મને આવી આશા નહોતી."
જૂનના મહિનામાં આયર્લૅન્ડના પશ્ચિમના તટ પર સરેરાશ તાપમાનથી 4 કે પાંચ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન હતું. નેશનલ ઓશનિક અને એટમૉસફેરિક એડમિનિસ્ટ્રેશને આને કૅટેગરી પાંચની ગરમ લૂ એટલે અત્યધિકથી અધિક ગરમ હવા કહી.
જોકે પ્રોફેસર ડેનિલા શ્મિડ મુજબ વધતા તાપમાની આ ઘટનાને જળવાયુ પરિવર્તન સાથે સાંકળવું સરળ નથી પરંતુ તમે એ કહી શકો કે આ બધું બની તો રહ્યું જ છે.
તેઓ સમજાવે છે કે એ સ્પષ્ટ છે કે ધરતી ગરમ થઈ રહી છે અને વાતાવરણમાં રહેલી ગરમ હવાને સમુદ્ર શોષી રહ્યો છે.
તેઓ કહે છે, "જળવાયુ પરિવર્તનના અમારા મૉડલ્સમાં પ્રાકૃતિક પરિવર્તનશીલતા છે અને એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેના વિશે પહેલાં પૂર્વાનુમાન નહોતું લગાવી શકાતું, કમ સે કમ આવી ઘટનાઓ અત્યારે સામે આવશે એવું તો નહોતું વિચાર્યું."
દુનિયા માટે જરૂરી ઑક્સિજનનો 50 ટકા સમુદ્રમાંથી જ મળે છે.
સમુદ્રના ઇકોસિસ્ટમ પર હવામાનમાં આવતા ફેરફારની અસર વિશે તેઓ કહે છે કે, "લૂની વાત કરીએ તો લોકો સૂકાયેલાં વૃક્ષો અને પીળું ઘાસ સમજે છે. એટલાંટિક સાગરનું તાપમાન જેટલું હોવું જોઈએ તેનાથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધારે છે. આનો અર્થ છે કે જીવોને પોતાનું કામ સામાન્ય રૂપથી કરવા માટે અત્યાર સુધી 50 ટકા વધારે ભોજનની જરૂર છે."

અંટાર્કટિકમાં બરફમાં રેકૉર્ડ ઘટાડો
જુલાઈમાં અંટાર્કટિક સાગરમાં બરફની ચાદરમાં રેકૉર્ડ ઘટાડો જોવા મળ્યો.
1981થી 2010 સુધી સરેરાશની સરખાણણીમાં અંટાર્કટિકથી યુકેના આકારથી 10 ગણો મોટો ભાગ જેટલો બરફ ઓગળી ગયો છે.
વૈજ્ઞાનિકો અનુસાર આ ચેતવણીનો સંકેત છે અને જળવાયુ પરિવર્તન સાથે આના સંબંધની માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.














