વર્લ્ડકપ 2023: ક્રિકેટમાં કૉમેન્ટ્રી કોણ કરી શકે અને કૉમેન્ટેટર બનવા કેવું કૌશલ્ય જરૂરી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જસપાલસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
અશ્વિનનો પહેલો બૉલ હવામાં વધુ ઊછળ્યો પછી ઑફ સ્ટમ્પ પર બૉલનો ટપ્પો પડ્યો, બૉલ થોડો ટર્ન થયો, સ્ટીવ સ્મિથ ફ્રન્ટફૂટ પર આવ્યા, શાનદાર ડ્રાઇવ લગાવી, બૉલ બાઉન્ડરી બહાર અને ચાર રન.
કંઈક આવી શૈલીમાં રેડિયો કૉમેન્ટરી થતી હોય છે. દર્શકોને મૅચનો આંખો દેખ્યો હાલ બતાવવાનો અને તેને એવો અનુભવ કરાવવાનો કે જોઈ ખુદ મૅચ જોઈ રહ્યા હોય.
ક્રિકેટમાં દરેક ચોગ્ગા-છગ્ગા વિશે બતાવવું પડે છે, ફૂટબૉલ અને હૉકીમાં ખેલાડીઓ તથા બૉલની ગતિના હિસાબે ગોલપોસ્ટ સુધી પહોંચવા વિશે બતાવવું પડે છે.
બૉલ જેટલી ગતિથી જઈ રહ્યો હોય, કૉમેન્ટરી એ જ ઉત્સાહથી કરવામાં આવી શકે છે.
ટીવી કૉમેન્ટરી થોડી અલગ હોય છે, કેમ કે ત્યાં મૅચનાં દૃશ્ય પણ નજરે પડતાં હોય છે. ટીવી પર રમતની સમીક્ષા વધુ હોય છે પરંતુ ટીવી હોય અથવા રેડિયો ગેમ, ખેલાડીઓ અને નિયમોની સાથે સાથે કૉમેન્ટરીનો ખેલ પણ મહત્ત્વનો રંગ છે.
હવે તમે સ્ટેડિયમની બહાર મૅચ જોઈ રહ્યા છો તો, કદાચ વગર કૉમેન્ટરી મૅચ જોવાની કલ્પના પણ ન કરી શકો.
ડિજિટલ પ્રસારણના યુગમાં લાઇવ ટેક્સ્ટ કૉમેન્ટરી પણ આવી ગઈ છે, જેમાં કૉમેન્ટેટર શબ્દોના જાદુથી આખી મૅચનું શાનદાર વર્ણન કરે છે.

પ્રસારણનો વધતો વ્યાપ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સહિત દુનિયાના અન્ય દેશોમાં ઘણી લીગ રચવામાં આવી છે. ભારતમાં આ સમયે ક્રિકેટની ઘણી લીગ છે. આઈપીએલ બીબીસીઆઈની પ્રખ્યાત લીગ છે. એ સાથે જ રાજ્યસ્તરે પણ લીગની રચના કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્રિકેટ સિવાય ફૂટબૉલ, હૉકી, બૅડમિન્ટન અને કબ્બડી લીગે ભારતના સ્પૉર્ટ્સના દાયરાનું વિસ્તરણ કર્યું છે.
ખેલ પ્રસારણ ઉદ્યોગ સતત વધી રહ્યો છે. કૉમેન્ટરી બૉક્સમાં મોટા ભાગે જોવામાં આવે છે કે પૂર્વ ખેલાડીઓ મૅચની કૉમેન્ટરી કરતા હોય છે. પરંતુ હવે ધીમે ધીમે એ લોકો પણ કૉમેન્ટરીના મેદાનમાં આવી રહ્યા છે જેમણે મૅચ તો નથી રમી પરંતુ રમતની સારી સમજ ધરાવે છે.
સ્પૉર્ટ્સ કૉમેન્ટેટર બનવા માટે વ્યક્તિમાં કેટલાક ગુણ અને કૌશલ હોવા જોઈએ.
આ રિપોર્ટમાં અમે ઍક્સપર્ટથી એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે સ્પૉર્ટ્સ કૉમેન્ટેટર બનવા માટે કયા કૌશલની જરૂર હોય છે.
આ વિશે અમે સ્પૉર્ટ્સ કૉમેન્ટેટર રમન ભનોટ સાથે વાત કરી.
બે દાયકાથી વધુ સમયથી સ્પૉર્ટ્સ કૉમેન્ટેટર રહેલા રમન ભનોટે ક્રિકેટ વર્લ્ડકપ, ઑલિમ્પિક, એશિયન ગેમ્સ સહિતની ઘણી પ્રમુખ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટુર્નામેન્ટોમાં કૉમેન્ટરી કરી છે.

રમતને સમજવી જરૂરી છે

ઇમેજ સ્રોત, NEETI RAWAT
એ પૂછવામાં આવ્યું કે એક સ્પૉર્ટ્સ કૉમેન્ટેટર પાસે કેવાં કૌશલ્ય હોવાં જોઈએ, તેમાં રમન ભનોટ જે રમત હોય તેની સમજ હોવાના કૌશલ્યને સૌથી પ્રમુખ માને છે.
તેઓ કહે છે, “સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તમે જે રમત પર કૉમેન્ટરી કરી રહ્યા છો તેને સમજો. દરેક ખેલમાં કૉમેન્ટરી કરવાની એક અલગ રીત હોય છે.”
ઉદાહરણ તરીકે ક્રિકેટ પર કૉમેન્ટરી કરવાની રીત અને ફૂટબૉલ પર કૉમેન્ટરી કરવાની રીત અલગ છે. એનો લય પકડવા માટે તમારે એને પૂરતું સમજવું પડશે.
ભાષા પર પકડ
રમન ભનોટ કહે છે, “ભાષા પણ બીજું સૌથી મહત્ત્વનું છે. તમારી પાસે સારી શબ્દાવલિ હોવી જરૂરી છે, જેની મદદથી તમે તમારી વાત સમજાવી શકો. તમારી ભાષા પર સારી પકડ હોવી જોઈએ. ત્રીજી વિશેષતા અવાજ છે. શું એ રમતની લય સાથે સારી રીતે સુમેળ ધરાવે છે કે નહીં. એમાં રમતની સમજ મદદરૂપ થાય છે. કેટલાક ખેલમાં ઊંચા અવાજમાં કૉમેન્ટરી કરવી પડે છે જ્યારે કેટલાકમાં ધીમા અવાજે. ટેનિસમાં હાઈ પીચ કૉમેન્ટરી નથી કરવામાં આવતી. ભલે ગમે તેવો મોટો સ્કોર કર્યો હોય.

ઇમેજ સ્રોત, RAMAN BHANOT/FB
રમતના નિયમોની ખબર હોવી જોઈએ
રમન આગે કહે છે કે આ ત્રણ ગુણો સિવાય, એક સારા કૉમેન્ટેટર બનવા માટે તમારી પાસે સારું કૌશલ હોવું જોઈએ.
“તમારી પાસે રમતની મૂળભૂત સમજ અને એના મૂળભૂત નિયમોની જાણકારી હોવી જોઈએ જેથી લોકો તમને સમજી શકે.”
પૂર્વ વોલીબોલ ખેલાડી નીતિ રાવત વર્તમાનમાં ઘણી રમતમાં કૉમેન્ટરી કરે છે. તેમણે એનબીએ માટે હિંદીમાં કૉમેન્ટરી કરી છે.
તેઓ કહે છે, “એક સારા કૉમેન્ટેટર હંમેશાં સારો સંવાદ કરી શકે છે. તેઓ કહાણી કહી શકે છે. અને આત્મવિશ્વાસુ હોય છે.”
“ત્રીજા વાત તમે જે રમત વિશે વાત કરી રહ્યા છો તેના વિશે તમારી પાસે સારી જાણકારી હોવી જોઈએ. જો તમને એનું મૂળભૂત જ્ઞાન પણ નથી તો તમે કૉમેન્ટેટર બનવામાં મુશ્કેલી અનુભવી શકો છો.”

કૉમેન્ટેટર કઈ રીતે તૈયારી કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે એક કૉમેન્ટેટર રમતના માધ્યમથી પોતાના વિચારો વ્યક્ત કરે છે તો, તેની સામે આખી ટીમ કામ કરે છે અને ખુદ કૉમેન્ટેટરની પણ સારી તૈયારી હોય છે.
એક કૉમેન્ટેટર કઈ રીતે તૈયારી કરે છે, એ વિશે રમન ભનોટ કહે છે, “હોમવર્કનો કોઈ વિકલ્પ નથી. તમારે મૅચ માટે તૈયારી કરવી જોઈએ. પડદા પાછળ કરેલું કામ સ્ક્રિન પર સ્પષ્ટ દેખાય છે.”
“કૉમેન્ટરીમાં દરેક સેકન્ડ મહત્ત્વની હોય છે. એ સમજવું જરૂરી છે કે તમે એવી કોઈ જાણકારી આપી રહ્યા છો જે સ્ક્રીન પર ચાલી રહેલી ગેમ સાથે બંધબેસતી છે.”
રમન ભનોટ કહે છે કે મૅચ પહેલાંની તૈયારીમાં ખેલાડીઓની ઓળખ ઘણી જરૂરી છે.
તેઓ કહે છે, “ક્રિકેટ એક નિર્ધારિત પ્રક્રિયા સાથે રમાડવામાં આવે છે. તમે જાણો છો કે કોણ બેટિંગ કરી રહ્યું છે અને કોણ બૉલિંગ કરી રહ્યું છે.”
“પડકાર હૉકી જેવી રમતમાં હોય છે જ્યાં સબસ્ટિટ્યૂશન જલદી કરવામાં આવે છે. એ સમયે તમારે મેદાન પર હાજર તમામ ખેલાડીઓની ઓળખ યાદ રહેવી જોઈએ.”

ખેલાડીઓનાં સાચાં નામ ખબર હોવાં જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોઈ મૅચની તૈયારી વિશે નીતિ કહે છે, “જો મારે બાસ્કેટબૉલની રમતમાં કૉમેન્ટરી કરવાની હોય તો હું એ વિશે તાજેતરમાં રમાયેલી મૅચ વિશે વાંચું છું. વળી કઈ ટીમમાં કયા ખેલાડી છે એ પણ હું ધ્યાન રાખું છું. વળી એ રમતની માગ શું છે અને એના વિશેષ ખેલાડી વિશે લોકોને કંઈક જાણવું છે કે નહીં.”
“ક્યારેક સ્પૉર્ટ્સ ચેનલ કોઈ વિશેષ ટુર્નામેન્ટ માટે કૉમેન્ટેટરોની કાર્યશાળાઓનું પણ આયોજન કરે છે. તેઓ અમને જણાવે છે કે શું બોલવાનું છે, કેવી રીતે બોલવાનું છે અને ક્યાં રોકાવાનું છે. કૉમેન્ટેટરોએ ખેલાડીઓના નામના ઉચ્ચારણ કરવાની પણ તૈયારી કરવી પડે છે. એનું હોમવર્ક કરવામાં આવે છે.”
કૉમેન્ટેટરો વચ્ચે કામની વહેંચણી
કૉમેન્ટરી બૉક્સમાં કૉમેન્ટેટરની ભૂમિકા વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “કૉમેન્ટરી બૉક્સમાં વધુમાં વધુ 2-3 કૉમેન્ટેટર હોય છે. તેમાંથી એક મુખ્ય હોય છે. તેની પાસે રમતના સેટની જાણકારી હોય છે. તેઓ જણાવે છે કે આ મૅચનો સંદર્ભ શું છે. મૅચનું પરિણામ જે પણ હોય, તેનો પ્રભાવ શું પડશે.”
“જ્યારે ખેલાડીઓના પ્રદર્શન અથવા તેમના વિશે વધુ માહિતી આપવી પણ લીડ કૉમેન્ટેટરનું કામ હોય છે. બીજો નિષ્ણાત કૉમેન્ટેટર હોય છે જે રમતની સમીક્ષા કરે છે. નિષ્ણાત કૉમેન્ટેટર મોટા ભાગે પૂર્વ ખેલાડી હોય છે જે મૅચમાં શું થઈ રહ્યું છે અને શું થઈ શકે છે એની પાછળનાં કારણો જણાવે છે.”
રમન કહે છે કે ઘણી વાર મૅચનો રોમાંચ જાળવી રાખવાની જવાબદારી પણ તેમના પર જ હોય છે.
“જ્યારે ટેસ્ટમાં કંઈ ન થઈ રહ્યું હોય ત્યારે ખેલાડીના રેકૉર્ડ, ઍક્શન અથવા ખેલ સંબંધિત કહાણીઓ પર ચર્ચા કરીએ છીએ. એના માટે પ્રોડક્શન ટીમનો સહયોગ લેવામાં આવે છે.”
કૉમેન્ટેટર માટે નિષ્પક્ષતાનું મહત્ત્વ
રમત સાથે ભાવનાઓ જોડાયેલી હોય છે પણ કૉમેન્ટેટરે તટસ્થ રહેવું પડે છે.
આ વિશે ખેલ પત્રકાર અને કૉમેન્ટેટર આદેશકુમાર ગુપ્ત કહે છે, “રમતમાં એક કૉમેન્ટેટરે નિષ્પક્ષ હોવું પડે. ભલે તેના દેશની ટીમ રમી રહી હોય તેણે ભાવનાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ અને માત્ર મૅચમાં જે થઈ રહ્યું છે તે વિશે જ વાત કરવી જોઈએ.”

શું કૉમેન્ટરી માટે રમવું જરૂરી છે?

ઇમેજ સ્રોત, Getty Images
કૉમેન્ટેટર ખુદ પણ એક ખેલાડી રહી ચૂક્યા હોય એ જરૂરી છે?
આ વિશે રમન કહે છે, “જો તમે કૉમેન્ટરના ક્ષેત્રમાં જવા માગો છો તો એનો અર્થ છે કે તમને રમતમાં રુચિ છે. એવું પણ બની શકે કે તમે એ રમત રમી હોય. એને સારી રીતે સમજવા કોઈ પણ સ્તરે રમવું જરૂરી છે. જો તમે રમ્યા નથી તો ભૂમિકા સીમિત થઈ જાય છે. તમે નિષ્ણાતની ભૂમિકા નથી નિભાવી શકતા. તમે નિષ્ણાત સાથે ચર્ચા કરી શકો છો પણ ખુદ નિષ્ણાત નથી બની શકતા.”
ડિજિટલ મીડિયાએ શું બદલ્યું?
ડિજિટલ મીડિયા સાથે કૉમેન્ટરીનું સ્વરૂપ પણ બદલાયું છે. આ વિશે રમન કહે છે, “ડિજિટલ મીડિયાના કારણે દર્શકો ઓછા સમયમાં વધુ જાણકારી ઇચ્છે છે. તમે કયા ઑડિયન્સ માટે કૉમેન્ટરી કરો છો એ પણ મહત્ત્વનું છે.”
નીતિનું કહેવું છે કે, “હવે સ્પૉર્ટ્લ લીગનો વ્યાપ વધી જતા કૉમેન્ટરી ક્ષેત્રમાં કામની તકો વધી ગઈ છે. હવે તઓ માત્ર ક્રિકેટ પર નહીં પણ અન્ય રમત પર પણ કૉમેન્ટરી કરે છે. ડિજિટલ મીડિયાના વ્યાપથી પણ ફાયદો થયો છે, જેઓ સીધા ટીવી પર કૉમેન્ટેટર ન બની શકે તેઓ યૂટ્યૂબ અથવા અન્ય ડિજિટલ ચેનલ પર હાથ અજમાવે છે.”
મહિલાએ માટે કૉમેન્ટરીની તકોમાં વધારો
હવે મહિલાઓ માટે કૉમેન્ટરીની તકો વધી ગઈ છે. ક્રિકેટમાં પહેલાં પણ કૉમેન્ટેટરો જોવા મળતા હતા પરંતુ હવે તેમની સંખ્યા વધી છે.
નીતિ રાવત આ વિશે કહે છે, “હવે પૂર્વ મહિલા ખેલાડી પણ ટિપ્પણી કરે છે. પહેલાં આ ક્ષેત્રમાં પુરુષોનું વર્ચસ્વ હતું. મહિલા કૉમેન્ટરીને લોકોએ સ્વીકારી છે. જોકે હજુ પણ મહિલાઓને આગળ લાવવા ઘણું કરવાનું બાકી છે. તેમનાં જ્ઞાન અને આત્મવિશ્વાસની કદર થાય છે.”














