વર્લ્ડકપ 2023 : ટીમ ઇન્ડિયા આ વખતે વર્લ્ડકપ જીતી શકશે, શું છે પડકારો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અયાઝ મેમણ
- પદ, ખેલ પત્રકાર
આજથી ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે. 45 દિવસ સુધી ચાલનારા આ વર્લ્ડકપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે.
આજે ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે વર્લ્ડકપનો પ્રથમ મુકાબલો અમદાવાદમાં રમાશે જ્યારે 19મી નવેમ્બરે ફાઇનલ મુકાબલો રમાશે.
ભારતીય ક્રિકેટ ટીમ ઘરેલુ મેદાનો પર યોજાનારા વર્લ્ડકપમાં ટ્રૉફી જીતવા પ્રબળ દાવેદાર છે. પરંતુ તેની સાથે પણ ચૉકર્સ ટૅગ જોડાયેલું છે.
ક્રિકેટની દુનિયામાં ચૉકર્સનું ટૅગ એક સમયે એકદમ પ્રભાવક ટીમ દક્ષિણ આફ્રિકાને પણ મળ્યું હતું. 1995 અને 2015 દરમિયાન આ ટીમ સતત દરેક મોટી ટુર્નામેન્ટમાં છેલ્લી ઘડીએ ફસકી પડતી હતી.
વર્ષ 2023થી એકદમ 2 વર્ષ પહેલાં ભારતીય ક્રિકેટે વર્લ્ડકપ જીત્યો હતો. આ સફળતાનાં 4 વર્ષ પહેલાં 2007માં કપ્તાન મહેન્દ્રસિંઘ ધોનીનું પ્રથમ અસાઇમેન્ટ અને ટીમના વરિષ્ઠ ખેલાડીની ગેરહાજરીમાં ટીમે 20-20 વર્લ્ડકપ જીત્યો હતો.
2007માં જ આઈસીસીએ 20-20 વિશ્વકપની શરૂઆત કરી હતી અને ભારત તેનું પ્રથમ ચૅમ્પિયન બન્યું હતું.
મહેન્દ્ર ધોનીની કપ્તાનીમાં સફળતાની આ હેટ્રિકે ન માત્ર ધોનીએ એક મોટો મુકામ અપાવ્યો પરંતુ ક્રિકેટમાં પૈસા અને પ્રતિભાઓની હાજરીને પણ રેખાંકિત કરી.
2007ના એક વર્ષ પછી 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ અને લોકપ્રિયતા તથા કમાણીના મામલામાં લીગ પહેલા વર્ષથી જ સતત વૃદ્ધિ પામતી રહી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આથી દેશના ખૂણે ખૂણેથી ક્રિકેટ સ્ટાર્સનું આગમન થયું અને ક્રિકેટની દુનિયામાં ભારતનો દબદબો વધતો દેખાયો. એવું લાગવા લાગ્યું હતું કે હવે આ ટીમને રોકવી મુશ્કેલ હશે.

મજબૂત સ્પર્ધા

ઇમેજ સ્રોત, AFP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારત ક્રિકેટની દુનિયામાં ન માત્ર એક મોટી તાકત છે પરંતુ વૈશ્વિકસ્તરે ખેલ સંબંધિત આવકનો 70 ટકા હિસ્સો પણ આ દેશમાંથી જ આવે છે, કેમ કે ક્રિકેટ જોનારા લોકોની 70 ટકા વસ્તી ભારતમાં વસે છે.
લાંબા સમય સુધી ભારતીય ટીમ વિશ્વની સર્વશ્રેષ્ઠ ક્રિકેટ ટીમ તરીકે આંકવામાં આવતી રહી અને ત્રણેય ફૉર્મેટમાં લાંબા સમય સુધી આઈસીસી રૅન્કિંગમાં ટોચ પર રહી.
રસપ્રદ સંયોગ છે કે 2023ના વર્લ્ડકપ પહેલાં જ ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ, વન-ડે અને 20-20 ક્રિકેટમાં એક વાર ફરીથી આઈસીસીના રૅન્કિંગમાં ટોચ પર પહોંચી ગઈ છે.
ભારતીય ક્રિકેટ પોતાની નબળાઈઓ છતાં તમામ વયના વર્ગના ખેલાડીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ, પૈસા અને તક પ્રદાન કરવામાં સક્ષમ છે.
વિશ્વભરમાં સૌથી વધુ ક્રિકેટ પ્રતિભા ભારતમાં જ છે અને ટીમમાં જગ્યા બનાવવા માટે ખેલાડીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા છે.
આ જ કારણ છે કે ખેલાડીઓએ જગ્યા પાક્કી કરવા માટે તીવ્ર મહેનત અને સતત સારું પ્રદર્શન કરવું પડે છે.
ભારતમાં ક્રિકેટ સતત મજબૂત થતું દેખાઈ રહ્યું છે પરંતુ ગત એક દાયકાથી કોઈ મોટી ટુર્નામેન્ટમાં ટીમને સફળતા નથી મળી અને આ ટીમ પ્રશંસકો માટે નિરાશાનું કારણ બની રહી છે.
વિચિત્ર સંયોગ છે કે 2023 પછી દરેક મોડી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ફેવરિટ માનવામાં આવી રહી છે પરંતુ ફાઇનલ અથવા એ પહેલાં જ ટીમ ખખડી પડે છે.
આ સમસ્યાને કઈ રીતે ઉકેલી શકાય એ પડકાર છે?

શું છે સમસ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
શું ખેલાડીઓની પસંદગી કરવાની ખરાબ રણનીતિનું પરિણામ છે કે પછી ખરાબ ટીમ યોજનાનું પરિણામ છે?
શું વારંવાર કપ્તાન અથવા કોચ બદલવાનાથી આવું થાય છે અથવા ખેલાડીઓ પર વધુ મૅચ રમવાનું દબાણ છે? શું આ માત્ર ટીમ ઇન્ડિયાનું દુર્ભાગ્ય છે?
વાસ્તવિકતા એ જ છે કે આ તમામ કારકોએ કોઈને કોઈ રૂપમાં ભારતીય ટીમના પ્રદર્શનને પ્રભાવિત કર્યું છે.
પરંતુ સત્ય એ છે કે ભારતીય ટીમ મોટા ભાગની ટુર્નામેન્ટના નૉકઆઉટ રાઉન્ડ સુધી પહોંચી છે આથી એ કહેવું યોગ્ય હશે કે સમસ્યાના મૂળ કંઈક બીજે છે.
આપણે એ સમજવું પડશે કે મોટી ટુર્નામેન્ટ માત્ર પ્રતિભા દમ પર નથી જીતી શકાતી. આ એ વાત પર પણ નિર્ભર કરે છે કે ટીમના ખેલાડીઓ વિવિધ પરિસ્થિતિઓ અને પીચ પર રમવા માટે ખુદને કેટલી જલદી તૈયાર કરી લે છે.
સૌથી મહત્ત્વનું પરિબળ એ છે કે શું ટીમના ખેલાડી વ્યક્તિગત અને સામૂહિક રીતે મેદાન પર તથા બહાર કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે? જો એક વાક્યમાં સમજીએ તો સવાલ એ છે કે ભારતીય ટીમ દબાણનો સામનો કેવી રીતે કરે છે?
આપણે એ પણ જોવું પડશે કે ભારતીય ખેલાડીઓ પર લગભગ 140 કરોડ લોકોની આશાઓનું દબાણ છે.
આટલી મોટી સંખ્યામાં પ્રશંસકોની હાજરી અને માત્ર કેવલ જીતની આશાનું દબાણ, સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને પ્રભાવિત કરી શકે છે અને મહત્ત્વના સમયે તેમને નબળા પાડી શકે છે.
ભારતના પૂર્વ કપ્તાન અને પૂર્વ મુખ્ય કોચ રહેલા રવિ શાસ્ત્રીનું કહેવું છે કે વ્યક્તિગત રમતમાં દબાણ માત્ર ખેલાડી પર હોય છે, પરંતુ ટીમ ગેમમાં રમત જટિલ થઈ જાય છે.
કેમ કે એવામાં દરેક ખેલાડીને પોતાનું પ્રદર્શન કરવું હોય છે, કેટલાક ખેલાડીઓ એ ખેલાડીઓના હિસ્સાનું પ્રદર્શન પણ કરવું પડે છે, જેમનું પર્ફૉર્મન્સ ખરાબ રહ્યું હોય છે.

ટીમ ઇન્ડિયા પડકારો કઈ રીતે ઝીલશે?

ઇમેજ સ્રોત, ANI
શાસ્ત્રી કહે છે, “એક ખરાબ પ્રદર્શનનો સ્પૅલ અથવા એક ખરાબ ખેલાડીની પસંદગી સારી મહેનત પર પાણી ફેરવી શકે છે.”
એક ખરાબ પ્રદર્શનના સ્પૅલના લીધે 2009ના વર્લ્ડકપ સેમિફાઇનલમાં ભારતીય ટીમ બહાર થઈ ગઈ હતી.
ન્યૂઝીલૅન્ડના વિરુદ્ધ શરૂઆતી ઓવરમાં જ રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત 3 વિકેટ પડી ગઈ અને ટીમ પછી બેઠી ન થઈ શકી.
આ રીતે વર્લ્ડકપ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમના મૅનેજરે આઈસીસી રૅન્કિંગના ટોચના ટેસ્ટ બૉલર આર. અશ્વિનને ન રમાડ્યા અને ભારતીય ટીમ 209 રનથી હારી ગઈ. આ ખરાબ ટીમ સિલેક્શનનું ઉદાહરણ હતું.
આ બંને ઉદાહરણ રવિ શાસ્ત્રીના અભિપ્રાયની પુષ્ટિ કરે છે.
તેમણે કહ્યું, “ખેલાડીઓને માનસિક રીતે મજબૂત થવાની જરૂર છે. આ સ્તર પર એક નાની ચૂક પણ તમારો ખેલ ખતમ કરી શકે છે.”
એવામાં શું ભારતીય ટીમ માનસિક રીતે એટલી મજબૂત છે કે વર્લ્ડકપ જીતી લે?
પ્રતિભા, અનુભવ અને ટીમમાં સંતુલનને જોતાં લાગે છે કે ભારતીય ટીમ એકદમ આ વર્લ્ડકપ જીતી શકે છે. એશિયા કપથી પહેલાં સુધી ટીમ પૂરી રીતે તૈયાર નહોતી દેખાઈ રહી. ટીમને લઈને ઘણા સવાલ ઊઠતા રહ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
પહેલો સવાલ તો એ જ હતો કે ઈજાના કારણે લાંબા સમય સુધી ટીમ બહાર રહેલા જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ તથા શ્રેયસ અય્યર જોરદાર વાપસી કરી શકશે?
રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલના રૂપમાં બે-બે ડાબોડી બૉલર હોવાથી કુલદીપ યાદવને પરત લેવાનો નિર્ણય યોગ્ય છે? વિકેટકીપર તરીકે કેએલ રાહુલ અને ઇશાન કિશન વચ્ચે પરસ્પર સ્પર્ધાથી બંને પર દબાણ આવી ગયું છે?
પરંતુ અશિયા કપની સફળતાથી આ તમામ સવાલો પર વિરામ લાગી ગયો. ઘરેલુ મેદાનો પર યજમાન ટીમ ભારતને પણ ફાયદો થશે જેવું પાછલા ત્રણ વર્લ્ડકપમાં જોવા મળ્યું પરંતુ એ કોઈ ટ્રૉફી જીતવાની ગૅરંટી નથી આપતું.
કેમ કે યજમાન ટીમ હોવા છતાં 1992માં ઑસ્ટ્રેલિયા નૉકઆઉટ તબક્કા સુધી જ પહોંચી શકી હતી. જ્યારે 1987 અને 1996માં વર્લ્ડકપ ભારતમાં રમાયો હતો છતાં બંને વાર ટીમ સેમિફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ હતી.
સીધા શબ્દોમાં કહીએ તો ખેલાડીઓ એક સમૂહને અજેય ટીમ બનાવવાનો ફૉર્મ્યૂલા નથી. ખેલાડીઓની ક્ષમતા સિવાય, યોગ્ય ટીમ સિલેક્શન, ખેલાડીઓ વચ્ચેની કૅમિસ્ટ્રી અને પછી દબાણ ઝેલવાની ક્ષમતા મહત્ત્વપૂર્ણ છે.
આગામી 7થી 8 સપ્તાહોમાં ભારતીય ટીમ આવા કેટલાય પડકારોનો સામનો કેવી રીતે કરશે એ જોવું બાકી છે અને એ જ નિર્ધારિત કરશે કે ભારતીય ટીમ આ વખતે ચૅમ્પિયન બનશે કે પછી ચૉકર્સ બનીને ઉભરશે.
(અયાઝ મેમણ 8 વર્લ્ડકપ ક્રિકેટ ટુર્નામેન્ટ કવર કરી ચૂક્યા છે)














