વીનેશ ફોગાટે કહ્યું, 'બ્રિજભૂષણ શરણસિંહની ફરિયાદ પીએમ મોદીને કરી હતી'

છેલ્લા ઘણા દિવસોથી દેશભરનાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલો જીતી ચૂકેલાં પહેલવાનો દિલ્હીના જંતરમંતર ખાતે ધરણાં પ્રદર્શન કરી રહ્યાં છે.

તેમનો આરોપ છે કે રેસલિંગ ફૅડરેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહે ઘણી મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી કરી છે.

દિલ્હીના જંતરમંતર પર ઑલિમ્પિક્સ પદક વિજેતા સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને કૉમનવેલ્થ મેડલ જીતી ચૂકેલાં વીનેશ ફોગાટની આગેવાનીમાં કેટલાંક ચૅમ્પિયન પહેલવાનોએ કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ સામે મોરચો માંડ્યો છે.

બીબીસી સંવાદદાતા વિનીત ખરેએ સ્થળ પર જઈ કુસ્તીબાજ વીનેશ ફોગાટ સાથે વાતચીત કરી.

જાણવા માટે જુઓ વીડિયો...