ઉન્નાવ બળાત્કાર કેસ: કુલદીપસિંહ સેંગરને જામીન કયા આધારે મળ્યા?

ઉન્નાવ બળાત્કાર કેસ, કુલદીપસિંહ સેંગર, દિલ્હી હાઇકોર્ટ, યૌનહિંસા, છોકરી પર બળાત્કાર, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી, મહિલા પર અત્યાચાર

ઇમેજ સ્રોત, Subhankar Chakraborty/Hindustan Times via Getty

ઇમેજ કૅપ્શન, જામીન મળી ગયા છતાં કુલદીપસિંહ સેંગર હજુ જેલમાં જ રહેશે (ફાઇલ તસવીર)
    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હી હાઈ કોર્ટે મંગળવાર 23 ડિસેમ્બરે પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની સજા મોકૂફ કરીને તેમને જામીન આપી દીધા.

એક સગીર વયની છોકરી પર બળાત્કારના કેસમાં વર્ષ 2019માં કુલદીપસિંહ સેંગરને આજીવન જેલની સજા થઈ હતી. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં વર્ષ 2017માં બનેલી આ ઘટના આખા દેશનાં અખબારોનાં મથાળાંમાં રહી હતી.

મંગળવારે આ નિર્ણય પછી આ કેસ ફરી એક વાર ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

બળાત્કાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર તે છોકરી, તેની માતા, ઘણા સામાજિક કાર્યકરોની સાથે વિપક્ષના નેતાઓએ આ ચુકાદાનો વિરોધ કર્યો છે.

સર્વાઇવર (પીડિતા)ના પરિવારે દિલ્હી હાઈ કોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કહી છે.

જોકે, અત્યારે કુલદીપસિંહ સેંગર જેલની બહાર નહીં આવી શકે. તેને આ બળાત્કાર કેસ સાથે જોડાયેલા અન્ય કેસમાં સજા મળેલી છે.

વર્ષ 2020માં તેમને પીડિતાના પિતાની હત્યાના આરોપમાં 10 વર્ષની સજા થઈ હતી.

આ ચુકાદા વિરુદ્ધ પણ કુલદીપસિંહ સેંગરે દિલ્હી હાઈ કોર્ટમાં અપીલ કરી છે. તે હજુ પેન્ડિંગ છે.

જોકે, નોંધવા જેવા વાત એ છે કે, કુલદીપસિંહ સેંગરે આ કેસમાં પણ સજા-મોકૂફ કરાવવા માટે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી. 2024માં દિલ્હી હાઈ કોર્ટે આ અરજી ખારિજ કરી દીધી હતી.

ચાલો જાણીએ કે કયા કેસમાં સજા ક્યારે સ્થગિત કરવામાં આવે છે અને કયા આધારે દિલ્હી હાઈ કોર્ટે કુલદીપ સેંગરને જામીન આપ્યા.

સજા મોકૂફ ક્યારે કરવામાં આવે છે?

ઉન્નાવ બળાત્કાર કેસ, કુલદીપસિંહ સેંગર, દિલ્હી હાઇકોર્ટ, યૌનહિંસા, છોકરી પર બળાત્કાર, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી, મહિલા પર અત્યાચાર

ઇમેજ સ્રોત, Deepak Gupta/Hindustan Times via Getty

ઇમેજ કૅપ્શન, રેપ સર્વાઇવરના પિતાની હત્યાના કેસમાં સજા મોકૂફ કરાવવા માટે કુલદીપસિંહ સેંગર તરફથી વર્ષ 2024માં દિલ્હી હાઈ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી ખારિજ કરી દેવામાં આવી હતી

સજાને મોકૂફ કરવાની પ્રક્રિયા જામીન જેવી જ હોય છે. જ્યારે કોઈ અદાલત એક વ્યક્તિને સજા સંભળાવે છે, ત્યારે તે વ્યક્તિ પાસે તેની વિરુદ્ધ અપીલ કરવાનો અધિકાર હોય છે.

અપીલ દરમિયાન, હાઈ કોર્ટ પાસે એ શક્તિ હોય છે કે તે સજાને મોકૂફ કરીને આરોપીને જામીન આપે.

સુપ્રીમ કોર્ટે પોતાના ઘણા નિર્ણયોમાં કહ્યું છે કે જો કોઈને આજીવન જેલની સજા મળી છે, ત્યારે પણ તેને જામીન મળવાનો અધિકાર હોવો જોઈએ.

વર્ષ 2023ના એક ચુકાદામાં કોર્ટે કહ્યું કે આવા કેસોમાં એ જોવાની જરૂર છે કે નીચલી અદાલતમાં જે સજા આપવામાં આવી છે, શું તેની વિરુદ્ધ અપીલ કરવામાં ક્યાંક આરોપીના નિર્દોષ છૂટી જવાની આશા તો નથી?

સુપ્રીમ કોર્ટે કહેલું કે હાઈ કોર્ટને જો પ્રથમ દૃષ્ટિએ ચુકાદામાં કશી મોટી ભૂલ દેખાય તો દોષિતને જામીન આપવા જોઈએ.

એ સ્થિતિમાં કોઈ પણ દોષિતને અપીલની સુનાવણી સમાપ્ત થાય ત્યાં સુધી જેલમાં ન રાખવા જોઈએ, કેમ કે, બધી સુનાવણી સમાપ્ત થવામાં લાંબો સમય લાગી શકે છે.

જોકે, કોર્ટે એમ પણ કહ્યું કે નાની ભૂલોના કારણે સજાને મોકૂફ ન કરવી જોઈએ.

ઉન્નાવ બળાત્કાર કેસ શું છે?

ઉન્નાવ બળાત્કાર કેસ, કુલદીપસિંહ સેંગર, દિલ્હી હાઇકોર્ટ, યૌનહિંસા, છોકરી પર બળાત્કાર, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી, મહિલા પર અત્યાચાર

ઇમેજ સ્રોત, Subhankar Chakraborty/Hindustan Times via Getty

ઇમેજ કૅપ્શન, આ કેસ બાબતમાં કુલદીપસિંહ સેંગર વિરુદ્ધ આખા દેશમાં પ્રદર્શનો થયાં હતાં (ફાઇલ તસવીર)

આ કેસમાં ડિસેમ્બર 2019માં કુલદીપસિંહ સેંગરને ભારતીય દંડ સંહિતા એટલે કે આઇપીસીના બળાત્કારના કેસની જોગવાઈઓ અને બાળક-બાળકીઓના યૌનશોષણથી સુરક્ષાના કાયદા 'પોક્સો'માં 'એગ્રેવેટેડ પેનિટ્રેટિવ સેક્સુઅલ અસૉલ્ટ', એટલે કે ગંભીર યૌન હિંસાની જોગવાઈઓ હેઠળ આજીવન કારાવાસની સજા આપવામાં આવી હતી.

જ્યારે કોઈ 'પબ્લિક સર્વન્ટ' એટલે કે લોકસેવક બળાત્કારનો ગુનો કરે છે, ત્યારે આઇપીસીની કલમ 376(2)(બી) અને પોક્સોની કલમ 5(સી)ની જોગવાઈઓ હેઠળ સજા આપવામાં આવે છે. આ જ કલમો હેઠળ કુલદીપ સેંગરને પણ સજા આપવામાં આવી.

જો કોઈ લોકસેવક બળાત્કાર માટે દોષિત ઠરે, તો તેના માટે કોઈ સામાન્ય નાગરિક દોષિત ઠરે તેની તુલનાએ વધુ ગંભીર સજા નક્કી કરાયેલી છે.

વર્ષ 2017માં જ્યારે ઉન્નાવ બળાત્કારની ઘટના બની, ત્યારે આઇપીસી અને 'પોક્સો' હેઠળ કોઈ લોકસેવકને બળાત્કાર માટે ઓછામાં ઓછી 10 વર્ષની સજા નક્કી હતી. તેને આજીવન કારાવાસ સુધી વધારી શકાતી હતી.

આની તુલનાએ કોઈ સામાન્ય નાગરિક દ્વારા બળાત્કાર કરાયો હોય તો તેને ઓછામાં ઓછી સાત વર્ષની સજા નક્કી હતી.

કુલદીપ સેંગર લોકસેવક છે કે નહીં?

ઉન્નાવ બળાત્કાર કેસ, કુલદીપસિંહ સેંગર, દિલ્હી હાઇકોર્ટ, યૌનહિંસા, છોકરી પર બળાત્કાર, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી, મહિલા પર અત્યાચાર

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ તફાવત સમજવો જરૂરી છે, કેમ કે દિલ્હી હાઈ કોર્ટની સમક્ષ આ જ સવાલ હતો – શું કુલદીપ સેંગરને લોકસેવક માની શકાય છે?

તેમના વકીલોનું કહેવું હતું કે ટ્રાયલ કોર્ટે તેમને લોકસેવક માનવામાં ભૂલ કરી દીધી, કેમ કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આઇપીસી હેઠળ કોઈ ધારાસભ્યને લોકસેવક માનવામાં નહીં આવે.

ટ્રાયલ કોર્ટે સુપ્રીમ કોર્ટના બીજા એક ચુકાદાનો આધાર લઈને કહેલું કે કુલદીપ સેંગરને લોકસેવક માની શકાય છે.

આ વર્ષ 1997નો એક ચુકાદો હતો. તેમાં 'પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ' હેઠળ કોઈ ધારાસભ્યને લોકસેવક માનવામાં આવ્યા હતા.

દિલ્હી હાઈ કોર્ટે કુલદીપ સેંગરના વકીલોની દલીલો સાથે સહમતી દર્શાવી. કોર્ટે કહ્યું કે પોક્સો કાયદા પર 'પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ'ની હેઠળ અપાયેલી લોકસેવકની પરિભાષા લાગુ નહીં થાય.

જોકે, કોર્ટે કહ્યું કે આ કેવળ પ્રથમ દૃષ્ટિની એક ટિપ્પણી છે. તેમણે કહ્યું કે તેઓ અત્યારે એ નથી જોતા કે જો કુલદીપ સેંગરને લોકસેવક માનવામાં આવે તો બળાત્કારના કેસમાં તેમને કેટલી સજા મળશે.

તેમણે કહ્યું કે આ સવાલ, અપીલને બધી રીતે નક્કી કરતા સમયે જોવામાં આવશે. કોર્ટે એમ પણ કહ્યું કે 'પોક્સો' હેઠળ બળાત્કાર માટે ઓછામાં ઓછી 7 વર્ષની સજા નક્કી છે અને કુલદીપ સેંગર 7 વર્ષ 5 મહિનાથી જેલમાં છે.

પીડિતાના વકીલે એવી દલીલ કરી કે આ કેસમાં યોગ્ય રીતે તપાસ નથી થઈ અને કુલદીપ સેંગરે પોતાના પ્રભાવથી કાયદાનો ખોટો લાભ ઉઠાવ્યો છે. જોકે, કોર્ટે કહ્યું કે સજા મોકૂફીનો નિર્ણય કરતા સમયે તેઓ આ દલીલો પર વિચાર કરી શકે નહીં.

છોકરીના પરિવારને જોખમ

ઉન્નાવ બળાત્કાર કેસ, કુલદીપસિંહ સેંગર, દિલ્હી હાઇકોર્ટ, યૌનહિંસા, છોકરી પર બળાત્કાર, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી, મહિલા પર અત્યાચાર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કુલદીપસિંહ સેંગરને ગંભીર યૌન હિંસાની જોગવાઈઓ હેઠળ આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી (ફાઇલ તસવીર)

વકીલોએ એ વાત પર પણ ભાર મૂક્યો કે પીડિતાને જીવનું જોખમ પણ એક જરૂરી મુદ્દો છે.

કોર્ટે પણ એ વાત પર ધ્યાન આપ્યું કે કેસને ઉત્તર પ્રદેશથી દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યો.

છોકરી અને તેના પરિવારને નુકસાન પહોંચાડવાની કોશિશ કરવામાં આવી, એટલું જ નહીં, કુલદીપ સેંગર છોકરીના પિતાની બિનઇરાદાપૂર્વકની હત્યા માટે દોષિત જોવા મળ્યો હતો.

જોકે, કોર્ટે કહ્યું કે અત્યારે છોકરી અને તેની માતાને સીઆરપીએફની સુરક્ષા મળેલી છે. અને કોર્ટ કોઈ વ્યક્તિને એવી બીકથી જેલમાં ન રાખી શકે કે પોલીસ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરતી.

કોર્ટે કહ્યું કે છોકરીના વિસ્તારના ડીસીપી જાતે તેમની પૂરતી સુરક્ષાની વ્યવસ્થા સુનિશ્ચિત કરે.

સાથે જ, કોર્ટે કુલદીપ સેંગરના જામીનની કેટલીક શરતો પણ રાખી. જેમ કે, એ છોકરીના ઘરના પાંચ કિલોમીટરની અંદર ન જઈ શકે અને દર સોમવારે પોલીસ સમક્ષ હાજરી પુરાવવી પડશે.

કોર્ટે આ કેસમાં બાકીના તર્ક-વિતર્ક પર કશી ટિપ્પણી ન કરી. જેમ કે, કુલદીપ સેંગરની વિરુદ્ધ પૂરતા પુરાવા છે કે નહીં અને છોકરી પર જ્યારે બળાત્કાર થયો ત્યારે તે સગીર હતી કે નહીં.

કોર્ટે એમ પણ કહ્યું કે જો કુલદીપ સેંગર દોષિત જણાશે તો તેમણે બાકી રહેલી સજા પૂરી કરવી પડશે.

દિલ્હીના વકીલ નિપુણ સક્સેનાએ બીબીસી ન્યૂઝને કહ્યું, "હાઈ કોર્ટની પાસે એવો કાયદાકીય અધિકાર છે કે તે કોઈ સજાને મોકૂફ કરીને દોષિતને જામીન પર છોડે. આ એક વાજબી પ્રશ્ન છે કે શું એક ધારાસભ્ય લોકસેવકની પરિભાષા હેઠળ આવે છે કે નહીં."

"જોકે, જામીન આપતા સમયે એક મહત્ત્વની વાત પર વિચાર કરવાનો હોય છે કે શું આરોપી બહાર આવીને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે? આ સ્થિતિમાં, જો હાઈ કોર્ટે પોતાનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો હોત, તો સારું હતું."

પીડિતાના પિતાની હત્યાના કેસમાં જ્યારે 2024માં દિલ્હી હાઈ કોર્ટે કુલદીપ સેંગરની સજાને મોકૂફ કરવાની અરજી ફગાવી દીધી હતી, ત્યારે એમ કહ્યું હતું કે પીડિતાની સુરક્ષા પણ એક મહત્ત્વનો મુદ્દો છે.

કોર્ટે કહ્યું કે નિર્ણય આપતા સમયે ગુનાની ગંભીરતા, દોષિતનો ગુનાઇત ઇતિહાસ, જનતાના વિશ્વાસ પર અસર જેવી બાબતો પર પણ ધ્યાન રાખવું પડશે.

કોર્ટે કહ્યું હતું કે કુલદીપ સેંગરને આઇપીસી અને પોક્સો હેઠળ બળાત્કાર માટે આજીવન કારાવાસની સજા મળી છે, જેનાથી તેમના ગુના કરવાના ઇતિહાસ, કે 'ક્રિમિનલ એન્ટેસડેન્ટ્સ' વિશે જાણવા મળે છે.

જોકે, આ કેસનાં તથ્ય જુદાં હતાં. કોર્ટે પુરાવા જોતાં કહ્યું કે ભલે કુલદીપ સેંગરના વકીલોએ ફરિયાદીના પક્ષમાં ઘણી ભૂલો બતાવી છે, પ્રથમ દૃષ્ટિએ તેમને આ કેસમાં આવી ભૂલ દેખાઈ નહીં જેનાથી સજાને મોકૂફ કરવામાં આવે.

ધ્યાનમાં લેવા જેવી વાત એ પણ છે કે જામીન આપવા કોર્ટનો 'ડિસ્ક્રેશનરી પાવર' હોય છે, એટલે કે જજ પોતાના વિવેકથી આ મુદ્દા પર નિર્ણય લઈ શકે છે. અત્યારે હત્યા સાથે જોડાયેલા કેસમાં પણ કુલદીપ સેંગરે ફરીથી સજા મોકૂફી માટે એક અરજી દાખલ કરી છે, જે દિલ્હી હાઈ કોર્ટમાં પેન્ડિંગ છે.

બળાત્કાર પીડિતાની જૂની અરજી

બળાત્કાર પીડિતાએ ટ્રાયલ કોર્ટ સમક્ષ પણ એક અરજી કરી હતી કે આઇપીસીની બીજી કેટલીક જોગવાઈઓ હેઠળ પણ કુલદીપ સેંગર વિરુદ્ધ કેસ ચાલવા જોઈએ.

તેમાં એક જોગવાઈ છે કે જ્યારે કોઈ છોકરી કોઈની આશ્રિત કે કોઈના નિયંત્રણમાં હોય અને તે વ્યક્તિ તેના પર બળાત્કાર કરે. આ જોગવાઈમાં પણ કોઈ સામાન્ય નાગરિક દોષિત જણાય તેની તુલનાએ વધુ ગંભીર સજા નક્કી કરાયેલી છે.

જોકે, વર્ષ 2019માં ટ્રાયલ કોર્ટે આ અરજીને ખારિજ કરી દીધી હતી, કેમ કે, સીબીઆઇએ આ અરજીનું સમર્થન નહોતું કર્યું. આ કારણે, દિલ્હી હાઈ કોર્ટે કહ્યું કે તેઓ આ સવાલમાં ન જઈ શકે.

વકીલ નિપુણ સક્સેનાનું કહેવું છે કે સીબીઆઇએ એ વાતનું ધ્યાન રાખવું જોઈતું હતું કે કોઈ ધારાસભ્યની વિરુદ્ધ કઈ જોગવાઈ હેઠળ કેસ લાવી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે છોકરીની નવી જોગવાઈઓ લાવવાની અરજી ખારિજ થઈ હતી, ત્યારે તેમણે પણ આ વાતની અપીલ કરવી જોઈતી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન