'ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ નક્કી કરવાનો કોઈ અધિકાર નથી'- અમેરિકી કોર્ટે ટેરિફ અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મૅક્સ માત્જા
- પદ, બીબીસી ન્યૂઝ
- લેેખક, ઍન્થની જર્ચર
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલાં ટેરિફ પર દુનિયાભરથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
આ દરમિયાન એક અમેરિકી અપીલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે કે ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલાં ટેરિફ ગેરકાયદેસર છે.
એમ કહેવાય છે કે આ નિર્ણય બાદ કાયદાકીય વિવાદની સ્થિતિ ઊભી થવાની સંભાવના છે જેનો અમેરિકી વિદેશ નીતિ પર પણ પ્રભાવ પડી શકે છે.
આ નિર્ણય ટ્રમ્પે દુનિયાભરના દેશો પર લાદેલાં રેસિપ્રોકલ ટેરિફ પર અસર કરશે અને ચીન, મૅક્સિકો અને કૅનેડા પર લગાવેલાં ટેરિફ પર પણ અસર થશે.
અદાલતે ટ્રમ્પની દલીલને ફગાવી દીધી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકી ફેડરલ સર્કિટ અપીલ કોર્ટે 7-4ના બહુમતથી પોતાના ફેંસલામાં ટ્રમ્પના તર્કને ફગાવી દીધો હતો.
આ ટેરિફ ઇમર્જન્સી ઇકૉનૉમિક પાવર્સ ઍકટ હેઠળ લાદવામાં આવ્યાં હોવાનો ટ્રમ્પ સરકારનો તર્ક અમેરિકાની ફેડરલ સર્કિટ અપીલ કોર્ટે 7-4ની બહુમતીથી આપેલા ફેંસલામાં ફગાવી દીધો હતો.
અદાલતે ટ્રમ્પના આ ફેંસલાને 'ગેરકાયદેસર અને અમાન્ય' ગણાવ્યો છે.
આ ફેંસલો 14 ઑક્ટોબર સુધી લાગુ થશે નહીં, જેથી સરકાર સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી કરવાની અપીલ કરવાનો સમય મળી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'રાષ્ટ્રપતિ પાસે કોઈ ટેરિફનો કોઈ અધિકાર નથી'

ઇમેજ સ્રોત, Tom Brenner for The Washington Post via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટ્રમ્પને વેપાર અસંતુલનને અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવતા વેપાર પર નૅશનલ ઇમર્જન્સીની જાહેરાત કરી હતી.
અદાલતે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિ પાસે ટેરિફ લગાવવાનો અધિકાર નથી.
આ ટેરિફ ઇમર્જન્સી ઇકૉનૉમિક પાવર્સ ઍકટ હેઠળ લાદવામાં આવ્યાં હોવાનો ટ્રમ્પ સરકારનો તર્ક અદાલતે અવગણ્યો હતો. અને ટેરિફ ગેરકાયદેસર અને અમાન્ય ગણાવ્યાં હતાં.
પોતાનાં 127 પૃષ્ઠના ફેંસલામાં કોર્ટે કહ્યુ, "આઈઈઈપીએ અધિનિયમમાં કોઈ પણ જગ્યાએ ટેરિફ ( અથવા કોઈ સમાન શબ્દ)નો ઉલ્લેખ નથી. એમાં ટેરિફ લગાવવાનાં રાષ્ટ્રપતિના અધિકારને મર્યાદિત કરવા માટે જરૂરી સુરક્ષા ઉપાયોનો ઉલ્લેખ છે."
કોર્ટે સ્પષ્ટ કર્યું કે ટૅક્સ અને ટેરિફ લગાવવાનો અધિકાર કૉંગ્રેસ પાસે જ રહેશે. આઈઈઈપીએ અધિનિયમ આ અધિકારને બદલી શકતો નથી.
કોર્ટે પોતાના નિર્ણયમાં લખ્યું કે, "કૉંગ્રેસે 1977માં જયારે કાયદો પસાર કર્યો ત્યારે એમનો હેતુ રાષ્ટ્રપતિને અમર્યાદિત ટેરિફ અધિકાર આપવાનો ન હતો."
ન્યાયાધીશે લખ્યું, "જ્યારે કૉંગ્રેસ રાષ્ટ્રપતિને ટેરિફ લગાવવાની શક્તિ આપવા માગે છે ત્યારે તે ટેરિફ, ટૅક્સ જેવા શબ્દોનો સ્પષ્ટરૂપે ઉલ્લેખ કરી શકે છે અથવા તો કાયદાકીય વ્યાખ્યાને સ્પષ્ટ કરી શકે છે."
કોર્ટના ચુકાદા પર ટ્રમ્પે શું કહ્ચું?

ઇમેજ સ્રોત, TRUTH SOCIAL
અપીલ કોર્ટના ફેંસલા બાદ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર આલોચના કરી હતી. એમણે કહ્યું, "જો આ ફેંસલો યથાવત્ રહે તો આ અમેરિકાને બરબાદ કરી નાખશે."
ટ્રમ્પે લખ્યું, "આજે, એક પક્ષપાતી વલણ ધરાવતી અપીલ કોર્ટે ખોટો ફેંસલો આપ્યો અને કહ્યું કે આપણાં ટેરિફ હટાવી દેવાં જોઈએ. પણ તેઓ એ પણ જાણે છે કે અંતમાં જીત અમેરિકાની જ થશે."
ટ્રમ્પે એ પણ કહ્યું, "જો ટેરિફ હટાવી દેવામાં આવશે તો આ દેશ માટે એક મોટુ સંકટ હશે. આ કારણે આપણી આર્થિક તાકાત ઓછી થશે પણ આપણે મજબૂત રહેવું પડશે."
ટ્રમ્પે કહ્યું કે, "ટેરિફ ઇન્ટરનૅશનલ ઇમર્જન્સી ઇકૉનૉમી પાવર ઍક્ટ પ્રમાણે યોગ્ય છે. જે રાષ્ટ્રપતિને અસામાન્ય અને ગંભીર ખતરાઓ અને ધમકીઓ સામે કાર્યવાહી કરવાનો અધિકાર આપે છે."
ટ્રેડ કોર્ટે પણ ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
આ કેસ એપ્રિલમાં ટ્રમ્પના ઍકઝિક્યુટિવ આદેશ બાદ દાખલ કરવામાં આવ્યો હતો.
આ આદેશ અનુસાર લગભગ દરેક દેશ પર 10 ટકા બેસલાઇન ટેરિફ અને ઘણા દેશો પર રેસિપ્રોક્લ ટેરિફ લગાવવામાં આવ્યો હતો.
મેં મહિનામાં ન્યૂ યૉર્કસ્થિત ઇન્ટરનૅશનલ ટ્રેડ કોર્ટે આ ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યો હતો પરંતુ અપીલની પ્રક્રિયાને કારણે આ ફેંસલો રોકી દેવામાં આવ્યો હતો.
આ ટેરિફ સાથે શુક્રવારના ફેંસલામાં અપીલ કોર્ટે કૅનેડા, મૅક્સિકો અને ચીન પર લગાવવામાં આવેલાં ટેરિફ રદ કરી દીધાં છે. ટ્રમ્પે આ ટેરિફને ડ્રગ્સની આયાત રોકવા માટે જરૂરી ગણાવ્યાં હતાં.
જોકે આ નિર્ણય એ ટેરિફ પર લાગુ નથી થતો જે સ્ટીલ અને ઍલ્યુમિનીયમ પર લગાવવામાં આવ્યાં હતાં. કારણકે આ ટેરિફ રાષ્ટ્રપતિને મળેલા અન્ય અધિકારો પ્રમાણે લાગ્યા હતા.
ફેંસલા પહેલાં વ્હાઇટ હાઉસના વકીલોએ ચેતવણી આપી હતી કે જો આ ટેરિફને ગેરકાયદેસર જાહેર કરશો તો 1929માં શૅરબજારમાં તબાહી અને મહામંદી જેવી આર્થિક બરબાદી લાવી શકે છે.
વકીલોએ એક પત્રમાં લખ્યું, આઈઈઈપીએ અનુસાર રાષ્ટ્રપતિની ટેરિફ સાથે જોડાયેલા અધિકારોને રદ કરી દેવાથી આપણી રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને અર્થવ્યવસ્થા માટે વિનાશકારી પરિણામ લાવી શકે છે.
વકીલોએ કહ્યુ, રાષ્ટ્રપતિનું માનવું છે કે જો આમ થયું તો અમેરિકા એ ટ્રિલિયન ડૉલરની રકમ નહીં ચૂકવી શકે જે બીજા દેશોએ પહેલાં જ આપવાનો વાયદો કર્યો હતો જેને કારણે આર્થિક બરબાદીની સ્થિતિ સર્જાઈ શકે છે.
સુપ્રીમ કોર્ટમાં મામલો જશે

ઇમેજ સ્રોત, Getty Images
આ ફેંસલો એ કરાર પણ સવાલ ઉઠાવે છે કે જે કેટલાક દેશોએ અમેરિકા સાથે ઓછાં ટેરિફ માટે કર્યાંં હતાં.
આ તાજા ઘટનાક્રમથી એ નક્કી થયું કે મામલા હવે અમેરિકી સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી શકે છે. જે હાલના વર્ષમાં એવા રાષ્ટ્રપતિઓ પ્રત્યે સંશયપૂર્ણ વલણ દાખવે છે જે કૉંગ્રેસની સ્પષ્ટ સહમતી વગર મોટા પાયે નીતિઓ લાગુ કરવાની કોશિશ કરી રહ્યા છે.
જો બાઇડેનની સરકાર દરમિયાન સુપ્રીમ કોર્ટે મેજર ક્વેશ્ચન ડૉક્ટ્રિન મુજબ દલીલ કરી હતી કે હાલના કાયદાઓનો ઉપયોગ કરીને પાવર પ્લાન્ટમાંથી ગ્રીનહાઉસ ગૅસોનાં ઉત્સર્જનને સીમિત કરવું અને લાખો અમેરિકનો માટે સ્ટુડન્ટ લોન માફી આપવી એ ખોટું હતું.
જો સુપ્રીમ કોર્ટના નવ ન્યાયધીશો આ મામલાની સુનાવણી પર સહમત થાય છે તો તેઓ એ નક્કી કરી શકે છે કે ટ્રમ્પનો ટેરિફ કાર્યક્રમ રાષ્ટ્રપતિના અધિકારોના અંતર્ગત આવે છે કે પછી કાયદા પ્રમાણે તે ગેરકાયદેસર છે.
અપીલ અદાલતે ટ્રમ્પને ઝાટકો આપ્યો છે, પણ વ્હાઇટ હાઉસને એ વાતથી થોડી રાહત મળી શકે છે કે 11માંથી માત્ર ત્રણ ન્યાયાધીશ રિપબ્લિકન દ્વારા નિયુક્ત હતા.
એનાથી વિપરીત સુપ્રીમ કોર્ટમાં છ ન્યાયાધીશ રિપબ્લિકન દ્વારા નિયુક્ત થયેલા છે. જેમાં ત્રણને ખુદ ટ્રમ્પે પસંદ કર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












