પાકિસ્તાનમાં ખાદ્યસામગ્રી માટે લોકોની લાઇનો લાગી, દેશ નાદાર થવા જઈ રહ્યો છે?

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં આર્થિક સંકડામણ અને ભાવવધારાના અહેવાલો આવી રહ્યા હતા.

તેમજ પાકિસ્તાનનાં ઘણાં શહેરોમાં ખાણીપીણીની વસ્તુઓની અછત સર્જાવાના કારણે લોટ, તેલ જેવી ખાદ્યસામગ્રીઓ મેળવવા માટે લોકોની લાઇનો લાગી રહી હોવાનું સામે આવી રહ્યું હતું.

પાકિસ્તાનની આર્થિક સ્થિતિની વાત કરીએ તો તેનો વિદેશી હૂંડિયામણનો ભંડાર તળિયાઝાટક થવાના આરે પહોંચી ગયું છે.

અહીંની જનતા પણ મોંઘવારીને લઈને ત્રસ્ત જોવા મળી રહી છે.

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ ને વધુ વણસતી હોઈ એવો સવાલ પુછાવા લાગ્યો છે કે શું પાકિસ્તાન નાદારી તરફ આગળ વધી રહ્યું છે?

શું આ કપરી સ્થિતિમાંથી બહાર આવવા માટે પાકિસ્તાન પાસે કોઈ ઉપાય છે ખરો?

જુઓ આ મુદ્દે બીબીસી ગુજરાતીનો ખાસ રિપોર્ટ.

રેડ લાઇન
રેડ લાઇન