‘મારા પિતાને મૃત્યુદંડ થાય ત્યારે હું હાજર નહીં રહી શકું, એ વાતથી વ્યથિત છું’

ઇમેજ સ્રોત, ACLU
19 વર્ષીય અમેરિકન પુત્રી તેમના પિતાને દેહાંતદંડ મળતાં નહીં જોઈ શકે કારણ કે જજે મિસોરીના કાયદા પ્રમાણે આ દૃશ્ય જોવા માટે તેમની ઉંમર ખૂબ ઓછી હોવાનું ઠરાવ્યું હતું.
નોંધનીય છે કે વર્ષ 2005માં એક પોલીસ અધિકારીની હત્યાના મામલામાં કેવિન જોન્સનને ફાંસી અપાશે. એ સમયે તેમની ઉંમર પણ 19 વર્ષની હતી.
તેમણે તેમનાં દીકરી ખોરી રામી આ પ્રસંગે હાજર રહે તેવી વિનંતી કરી હતી.
તેમજ અમેરિકન સિવિલ લિબર્ટિઝ યુનિયને તેમનાં પુત્રી ખોરી વતી મામલો દાખલ કર્યો હતો, જેમાં દલીલ કરાઈ હતી કે રાજ્યનો કાયદો તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
તેમની દલીલ હતી કે કાયદામાં 21 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ દેહાંતદંડની સાક્ષી ન રહી શકે તેવી જોગવાઈથી સલામતીનો કોઈ હેતુ પાર પાડી શકાતો નથી.
રૅમી બે વર્ષનાં હતાં ત્યારથી 37 વર્ષીય જોન્સન જેલમાં છે.
એકમેક સાથેની મુલાકાતો, ફોન કૉલ, પત્રો અને ઇમેઇલ થકી બંને વચ્ચે લાગણીનો તાંતણો જોડાયેલો રહ્યો. ગત મહિને તેઓ પોતાના પુત્રને તેના નાનાને મળવા લઈ આવ્યાં હતાં.
રૅમીએ એક નિવેદનમાં કહ્યું કે, “હું છેલ્લી પળોમાં મારા પિતા પાસે નહીં હોઈ શકું એ વાતના કારણે મારું દિલ તૂટી ગયું છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેલમાં તેમના પિતાએ પોતાની જાતના પુનર્વસન માટે ખૂબ મહેનત કરી હતી અને તેઓ મિસોરીના ગવર્નરને સજામાફી માટે વિનંતી કરી રહ્યાં હતાં.
જોન્સન મિસોરીના એક પોલીસ અધિકારી અને ત્રણ સંતાનોના પિતા વિલિયમ મૅકએન્ટીનું ગોળી મારી મૃત્યુ નિપજાવવા મામલે ગુનેગાર સાબિત થયા હતા.
જોન્સનનો કેસ જોઈ રહેલા વકીલોએ તેમનું જીવન બક્ષી દેવા માટે અપીલ ફાઇલ કરી હતી. જોકે, તેમણે તેઓ દોષી નથી તેવું નહોતું જણાવ્યું, તેમણે એવી દલીલ કરી હતી કે જોન્સનને મૃત્યુદંડ અપાયો તે આદેશમાં વંશવાદે પણ ભૂમિકા ભજવી હતી.














