'પગાર આવે ત્યારે બિલ ચૂકવું પણ પાછું વધી જાય', તુર્કીમાં ક્રૅડિટ કાર્ડ પર જીવવા મજબૂર લોકોની કહાણી
તુર્કીમાં ફેક્ટરીનાં કર્મચારી નાઝ કહે છે કે જો હું ક્રૅડિટ કાર્ડનો ઉપયોગ ન કરું તો હું કશું ખરીદી ન શકું.
તુર્કીમાં માર્ચમાં ફુગાવો 68.5 ટકાની સપાટી પર પહોંચી ગયો છે. મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવા અહીં ઘણા લોકો ક્રૅડિટ કાર્ડનો ઉપયોગ કરે છે.
ફેકટરી કર્મચારી નાઝ કહે છે, "હું 26 વર્ષની છું. હું છેલ્લાં આઠ વર્ષથી કામ કરું છું. હાલ હું વિષચક્રમાં ફસાઈ ગઈ છું. જ્યારે પગાર આવે ત્યારે હું ક્રૅડિટ કાર્ડનું બિલ ચૂકવું છું પણ પાછું કરજ વધી જાય છે."
તુર્કીમાં દર મહિને લઘુતમ વેતન 17 હજાર લિરા એટલે લગભગ 43,000 રૂપિયા છે પરંતુ ગરીબીરેખાનું સ્તર લગભગ 64 હજાર ઉપર છે. માર્ચમાં ફુગાવાને ડામવા સેન્ટ્રલ બૅન્કે વ્યાજદર 50 ટકા વધાર્યો હતો.
અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે તુર્કીમાં મધ્યમ વર્ગ ડૂબી રહ્યો છે અને ખરાબ દિવસો હજુ આવવાના બાકી છે.


End of સૌથી વધારે વંચાયેલા સમાચાર














