You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખોદકામમાં મળેલી 200 વર્ષ જૂની બૉટલમાં દારૂ નહીં પણ મૂત્ર કેમ ભરેલું હતું?
- લેેખક, સિમોન સ્પાર્ક અને સ્ટુઅર્ટ હેરેટ્ટ
- પદ, બીબીસી ન્યૂઝ
ક્લિથોર્પ્સ બિલ્ડિંગ સાઇટ પર મળી આવેલી 200 વર્ષ જૂની બૉટલ એક રહસ્ય બની ગઈ છે. ગયા વર્ષે સી વ્યૂ સ્ટ્રીટમાં એક મિલકતમાં ખોદકામ કરતા કામદારોને એક બૉટલ મળી હતી.
આ બૉટલનું યુનિવર્સિટી ઑફ લિંકનના એક વિદ્યાર્થી ઝારા યેટ્સ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું.
ઝારાએ સામાન્ય રીતે ગુનાનાં દૃશ્યોમાં ઉપયોગમાં લેવાતા હોય એવા સ્કેનરનો ઉપયોગ કર્યો હતો.
ઝરાએ જણાવ્યું હતું કે બિલ્ડરોએ શરૂઆતમાં વિચાર્યું હતું કે તે રમની બૉટલ છે માટે એ લોકો તેને પીવા માટેની યોજના બનાવી રહ્યા હતા.
બીબીસી સાથે વાત કરતાં ઝારા કહે છે, "નસીબજોગે પ્રોજેક્ટ મૅનેજર ત્યારે સાઇટ પર હતા અને કોઈ પણ ઑબ્જેક્ટના મહત્ત્વને ઓળખતા હતા. અમે લોકોએ અમારા સંશોધન દરમિયાન શોધી કાઢ્યું છે કે તે વાસ્તવમાં પેશાબ છે, આલ્કોહોલ નથી. તેથી મૅનેજરે પણ તે લોકોને રોકીને એક ઉમદા કામ જ કર્યું છે."
ઝારાએ આગળ બીબીસીને બતાવ્યું કે તેમણે બૉટલની ઉંમર અને સામગ્રીને સમજવા માટે વિવિધ તકનીકોના સંયોજનનો ઉપયોગ કર્યો હતો.
તેઓ કહે છે કે આવી બૉટલનો આકાર ઈ. સ. 1790માં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે તેની અસમાનતા સૂચવે છે કે તે હાથથી બનેલી બૉટલ છે. એટલે કે બૉટલ બનાવવા માટે એને પાઇપમાં ફૂંકીને બનાવાતી. આવી રીતના મોલ્ડ ફક્ત ઈ. સ. 1840ની આસપાસ રજૂ થયા હતા. એટલે એ તે સમયની આસાપાસ બનાવવામાં આવ્યા હોવા જોઈએ.
મલ્ટી સ્પેક્ટ્રમ ઇમેજર નામનું સાધન કે જે પદાર્થ પર વિવિધ તરંગલંબાઈ ફેંકે છે, એના દ્વારા ચકાસતા જાણવા મળ્યું છે કે તેની અંદરની સામગ્રી શારીરિક પ્રવાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુનિવર્સિટીએ એ પણ સૂચવ્યું છે કે તે એ જમાનામાં કહેવાતી 'વિચિસ બૉટલ (ડાકણની બૉટલ)' છે. એ સમયમાં ઘરમાં રહેલી દુષ્ટતા દૂર કરવા માટે આવી ડાકણની બૉટલો ઘરની આસપાસની જમીનોમાં દાટી દેવાતી હતી.
બીજી થિયરી એ પણ છે કે સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે એક નાવિક દ્વારા તેને ત્યાં મૂકવામાં આવી હતી.
જોસેફાઈન મેકેન્ઝી, યુનિવર્સિટીના કન્ઝર્વેશન ઑફ કલ્ચરલ હેરિટેજ વિભાગના વરિષ્ઠ ટેકનિશિયને કહ્યું કે આટલી જૂની બૉટલ આ રીતે અકબંધ મળવી દુર્લભ છે.
આ વિષે એમણે કહ્યું કે, "અમને ઘણી વખત સિરામિક્સ, વિવિધ જાતનાં કપડાં પણ મળે છે, પરંતુ અમને કાચ ખાસ કરીને આના જેવું કશુંક ભાગ્યે જ મળે છે. ઝારાએ આવું કશુંક શોધીને અદ્ભુત કામ કર્યું છે અને ખરેખર અમારી અપેક્ષાઓ ઘણી ગઈ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન