હિટલરથી પ્રભાવિત કિશોરીની આત્મહત્યા : સુસાઇડ નોટથી ગૂંચવાઈ ગયેલી પોલીસે કેવી રીતે કેસ ઉકેલ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાગ્યશ્રી રાઉત
- પદ, બીબીસી મરાઠી માટે
શરૂઆતમાં હત્યાનો શંકાસ્પદ કેસ પોલીસે ત્રણ મહિનાની તપાસમાં આત્મહત્યાના કેસ તરીકે કેવી રીતે ઉકેલ્યો? તે ઘટના પાછળની કહાણી શું છે? બીબીસી મરાઠીની 'સ્ટોરી ઑફ ક્રાઇમ' શ્રેણીની આ કહાણી ભાગ છે.
''બે પાનાંની એક મોટી ટાઇપ કરેલી સુસાઇડ નોટ...''
તે એટલી મુશ્કેલ શબ્દોમાં હતી કે તેમાં શું લખ્યું છે તે સમજવા માટે પોલીસે શબ્દકોશનો ઉપયોગ કરવો પડ્યો. તેમને બેડરૂમમાં જર્મન અને અન્ય વિદેશી ભાષાઓમાં લખેલાં બધાં અવતરણો અને ડાયરીઓ વાંચવી પડી અને કેસની તપાસ કરતી વખતે કેટલીક બાબતો ઉકેલવા માટે ભાષાશાસ્ત્રીની મદદ લેવી પડી.
શરૂઆતમાં, સુસાઇડ નોટના આધારે આ કેસ આત્મહત્યાનો લાગતો હતો. જોકે, પોલીસને હજુ પણ શંકા હતી, પછી ત્રણ મહિનાની તપાસ પછી સ્પષ્ટ થયું કે આ આત્મહત્યા હતી.
17 વર્ષની કિશોરની આત્મહત્યાનો આ કેસ ચોંકાવનારો હતો. એક કિશોરીએ "મૃત્યુ પછી શું થાય છે?" શોધ્યા પછી આત્મહત્યા કરી હતી.
ખરેખર શું થયું? પોલીસને શું મળ્યું? આ તેની કહાણી છે.
ચેતવણી: આ અહેવાલમાં કેટલાક અંશો વિચલિત કરી શકે છે.
17 વર્ષની છોકરીએ કરી આત્મહત્યા
તારીખ 27 જાન્યુઆરી, 2025, સોમવારનો દિવસ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થળ: નાગપુર
ધંતોલી પોલીસ સ્ટેશનનાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અનામિકા મિર્ઝાપુરે બીબીસી મરાઠી સાથ વાત કરતાં જણાવ્યું કે, ધંતોલી પોલીસ સ્ટેશનને 27 જાન્યુઆરીની સવારે માહિતી મળી હતી કે 17 વર્ષની એક કિશોરીએ આત્મહત્યા કરી છે.
જ્યારે પોલીસ તપાસ કરવા માટે ઘરે ગઈ ત્યારે ત્યાંની આખી પરિસ્થિતિ જોઈને તેઓ પણ ચોંકી ગયા.
એક યુવતીએ સફેદ ડ્રેસ પહેરીને આત્મહત્યા કરી હતી. કિશોરીના બેડરૂમમાં બધે લોહી ફેલાયેલું હતું. જો તે બેડરૂમની બહાર બાથરૂમમાં ગઈ હોત, તો બધું લોહી ત્યાં જ છલકાઈ ગયું હોત.

ઇમેજ સ્રોત, Getty Images
યુવતીએ આઉલ નાઇફ (છરી)થી ગળામાં ઘા કર્યો હતો, અને તે જ છરીથી તેના હાથ પર પાંચ રેખાઓ દોરી હતી. તેના પિતાને આ છરી ક્યાંકથી ભેટમાં મળી હતી, અને કિશોરીએ છરી પોતાના રૂમમાં રાખી હતી.
કિશોરી લોહીથી લથપથ હાથ લઈને ઘરમાં ફરતી હતી, પણ તેનાં માતાપિતા, જેઓ હજુ પણ અંદર હતા, તેમને કંઈ ખબર પડી નહીં કારણ કે કિશોરીએ બિલકુલ ચીસો પાડી ન હતી.
ઉલ્લેખનીય છે કે કિશોરીએ ગૂગલ પર આત્મહત્યા કરી તે પહેલાં "મૃત્યુ પછી શું થાય છે?" સર્ચ કર્યું હતું.
પોલીસે ઘટનાસ્થળે પંચનામાં કર્યાં. તપાસ માટે તમામ સામગ્રી જપ્ત કરી, જેમાં કિશોરીએ લખેલી સુસાઇડ નોટ અને તેણે લખેલી બે ડાયરીઓ પણ સામેલ છે.
સુસાઇડ નોટમાં ચોંકાવનારી વાતો જાણવા મળી
અનામિકા મિર્ઝાપુરે જણાવ્યું કે, "તેણે બે પાનાંની સુસાઇડ નોટ લખી હતી. તેમાં ઘણા બધા મુશ્કેલ શબ્દો લખેલા હતા, જેમાંથી કેટલાક જેન ઝેડ દ્વારા ઉપયોગમાં લેવાયેલા શબ્દો જેવા હતા, તેથી સુસાઇડ નોટ સમજવી થોડી મુશ્કેલ હતી. ત્યાર બાદ, પોલીસે ડિક્શનરીમાં જોઈને સુસાઇડ નોટમાં શું લખ્યું હતું તે શોધી કાઢ્યું."

ઇમેજ સ્રોત, Getty Images
"મારી મિલકત લોકોને દાનમાં આપો. મને જંગલમાં દાટી દો અથવા મૃત્યુ પછી દરિયામાં ફેંકી દો. હું જર્મની જવા માંગુ છે, હું અહીં રહેવા માંગતી નથી.''
મિર્ઝાપુરે જણાવે છે કે, તેણે નાઝી વિચારધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કિશોરી પોતાના મોબાઇલ અને લેપટૉપ પર ઘણી શોધ કરતી હતી. આત્મહત્યા કરતા પહેલાં, તેણે મૃત્યુ પછી શું થાય છે જેવી બાબતો ઘણી વખત સર્ચ કરી હતી.
ઉપરાંત, કઈ નસ કાપીને કોઈ કેવી રીતે મરી શકે? લ્યુસિફર કોણ હતો? ભગવાનનો વિરોધી શું છે? પોલીસે તેના સર્ચ હિસ્ટ્રીમાં આ બધી જ બાબતો શોધી કાઢી.
'તે નાઝી વિચારધારાને અનુસરતી હતી'
મૃતક કિશોરી ખૂબ જ બુદ્ધિશાળી હતી. તે 12 ભાષાઓ જાણતી હતી. તે દરરોજ પોતાની ડાયરીમાં નોંધ લખતી હતી. તેમાં તે દરેક વસ્તુનો રેકૉર્ડ રાખતી હતી. તે એ પણ લખતી હતી કે તેણે ચોક્કસ સમયે ચોક્કસ કાર્ય કરવાનું છે.
આ ડાયરીમાં, તેણે એમ પણ લખ્યું હતું કે તે મુંબઈથી નાગપુર આવવા માંગતી નહોતી, નાગપુર એક નિમ્ન-વર્ગનું શહેર છે. તે જર્મની જવા માંગતી હતી. અનામિકા મિર્ઝાપુરેએ કહ્યું કે તે 2022 થી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
મૃતક કિશોરીને વાંચનનો ખૂબ શોખ હતો. તેના ઘરમાં ઘણાં બધાં પુસ્તકો પણ હતાં. તે ખૂબ જ શાંત રહેતી હતી. તે કોઈની સાથે વધારે વાત કરતી નહોતી.
મૃતક કિશોરીના બેડરૂમમાં વિવિધ ભાષાઓમાં વાક્યો પણ પોસ્ટ કરેલા હતા. મોટાભાગના વાક્યો નાઝી વિચારધારા વિશે હતા. તેણે તેના બેડરૂમમાં હિટલરના વાક્યોના પોસ્ટર ચોંટાડેલાં હતાં.
તેમાં નાઝી વિચારધારાના ઘણા વાક્યો હતા. પોલીસે તે વાક્યનો અર્થ સમજવા માટે જર્મન ભાષાના નિષ્ણાતને બોલાવ્યા. તપાસમાં બહાર આવ્યું કે તે નાઝી વિચારધારાની અનુયાયી હતી.
આવી ઘટનાઓ કેમ બને છે?
પરંતુ, કોઈ વ્યક્તિ આ બધામાંથી કેમ પસાર થાય છે અને આત્મહત્યા વિશે વિચારવાની હદ સુધી કેમ પહોંચે છે? તે આત્મહત્યા કેમ કરે છે? શું આ પાછળ કોઈ માનસિક કારણ છે? આપણે મનોચિકિત્સકો પાસેથી પણ આ શીખ્યા.
નાગપુર સરકારી મેડિકલ કૉલેજના પ્રોફેસર અને મનોચિકિત્સક ડૉ. મનીષ ઠાકરેએ બીબીસી મરાઠીને જણાવ્યું, "આ કલ્ટ સાયકોલૉજીનું એક સ્વરૂપ છે. તેનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ કે વિચારધારામાં એટલા ઓતપ્રોત બની જવું કે તે પોતાની વિચારવાની ક્ષમતા ગુમાવીને આત્મહત્યા કરી નાખે. કલ્ટ સાયકોલૉજીને કારણે વિદેશમાં આત્મહત્યાના ઘણા કિસ્સાઓ પહેલાં પણ સામે આવ્યા છે."

ઇમેજ સ્રોત, Getty Images
જો કોઈ વ્યક્તિ કહે કે દુનિયા ડૂબી જશે, તો તમે સ્વતંત્ર બુદ્ધિ બાજુમાં મુકીને આમ કરશો, આ બધું રહસ્યમય અનુભવ મેળવવા માટે કરવામાં આવે છે. તેમની પાસે એ વિચારવાની ક્ષમતા પણ નથી કે તેઓ આમ કરીને પોતાની જાતને કેટલું મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. કારણ કે, સતત વાંચવાથી, તેમના મનમાં સતત એવા વિચારો આવે છે કે આપણને પણ આવો અનુભવ થવો જોઈએ. તેઓ પોતાની રીતે વિચારવાની ક્ષમતા પણ ગુમાવી દે છે.
ડૉ. મનીષ ઠાકરે એમ પણ કહે છે કે ભૂતકાળમાં દેશની બહાર એવા કિસ્સાઓ બન્યા છે જ્યાં ઘણા લોકોએ ધાર્મિક મહારાજ કે બાબાની વિચારધારામાં આવીને આત્મહત્યા કરી હતી.
આવી પરિસ્થિતિમાં માતાપિતાએ શું કરવું જોઈએ?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જો બાળકો વિચિત્ર વર્તન કરતા હોય, તેમના વર્તનમાં ફેરફાર થયો હોય, અથવા કોઈ જીવલેણ વિચારધારાને અનુસરતા હોય તો માતાપિતાએ શું કરવું જોઈએ?
ડૉ. મનીષ ઠાકરે સલાહ આપે છે. તેઓ કહે છે કે, જો તમારાં બાળકો આવી વાતો વાંચી રહ્યાં હોય, જો તેઓ કોઈ ગેમ ચૅલેન્જ સ્વીકારી રહ્યા હોય, તો તેમને સમયસર તેમાંથી દૂર કરો. તેમના પર નજર રાખો. જો માતાપિતા આ બધું કરે છે અને તેમનાં બાળકો સાંભળતાં નથી, તો તેમને એવી કોઈ વ્યક્તિ પાસેથી કાઉન્સેલિંગ કરાવો જેને તેઓ સાંભળે છે. છેલ્લે, જો અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હોય, તો તેમને મનોચિકિત્સક પાસે બતાવો. પરંતુ, સમયસર તમારા બાળકો પર ધ્યાન આપો.
માનસિક બીમારીઓની સારવાર દવા અને ઉપચાર દ્વારા કરી શકાય છે. આ માટે મનોચિકિત્સકની મદદ લેવી જરૂરી છે. જો તમે અથવા તમારા કોઈ પરિચિતને આવી માનસિક બીમારીઓનાં લક્ષણોનો અનુભવ થઈ રહ્યા હોય, તો તમે મદદ મેળવવા માટે આ હૅલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો.
હિતગુજ હૅલ્પલાઇન, મુંબઈ - 022- 24131212
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય -1800-599-0019 (13 ભાષાઓમાં ઉપલબ્ધ)
માનવ વર્તણૂક અને સંલગ્ન વિજ્ઞાન સંસ્થા - 9868396824, 9868396841, 011-22574820
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હૅલ્થ ઍન્ડ ન્યુરોસાયન્સ - 080-26995000
વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હૅલ્થ ઍન્ડ એલાઇડ સાયન્સિસ, 24X7 હેલ્પલાઇન-011 2980 2980
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












