ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરવા મામલે આરોપીની ધરપકડ, તેમના પિતાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, getty/ani

- ગત નવેમ્બર માસમાં ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં ઉંમરવાન મહિલા પર સહયાત્રીએ પેશાબ કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો
- આ મામલે દિલ્હી પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી
- આરોપીના પિતાએ પોતાના પુત્રને નિર્દોષ ગણાવ્યા હતા
- જાણો શું છે સમગ્ર મામલો અને ઘટનાને નજરે જોનારા સાક્ષી શું કહે છે?

નવેમ્બર માસમાં ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં કથિતપણ એક ઉંમરવાન મહિલા પર પેશાબ કરનાર વ્યક્તિની બૅંગ્લુરુ ખાતેથી ધરપકડ કરાઈ હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
સમાચાર એજન્સી એએનઆઈએ દિલ્હી પોલીસને ટાંકીને આ જાણકારી આપી છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું છે કે આરોપી શંકર મિશ્રાની ધરપકડ થઈ એ સમયે દિલ્હી પોલીસ સાથે બૅંગ્લુરુ પોલીસ પણ હતી, આરોપીએ જણાવ્યું હતું કે તેઓ પોતાનાં બહેનને ત્યાં રોકાયા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
26 નવેમ્બરે ન્યૂયૉર્કથી દિલ્હી આવી રહેલ ફ્લાઇટમાં એક વ્યક્તિ પર એક મહિલા પર પેશાબ કરવાનો આરોપ લાગ્યો હતો. તેમના વિરુદ્ધ દિલ્હી પોલીસે ફરિયાદ પણ દાખલ કરી હતી.
જોકે, આરોપીના પિતાએ પોતાના દીકરાને નિર્દોષ ગણાવ્યા હતા.
જોકે જ્યારે એમને પુછાયું કે તેમનો દીકરો હાલ ક્યાં છે, તો તેમણે કહ્યું હતું કે તેમને એ વિશે કશી ખબર નથી.
તેમણે કહ્યું, “અમે પણ તેની સાથે વાત કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. મને નથી ખબર. હું સત્ય જણાવવા માગું છું. જે વાતો જણાવાઈ રહી છે, તે સત્ય નથી.”

આરોપીના પિતાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
આરોપીના પિતાએ મહિલાએ તેમના પુત્ર પર લગાવેલા આરોપો ખોટા હોવાનું કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી એએનઆઈને આપેલ એક ઇન્ટરવ્યૂમાં શુક્રવારે તેમણે કહ્યું હતું કે, “મને નથી લાગતું કે તેણે આવું કર્યું હશે. મહિલા 72 વર્ષનાં છે, જે તેનાં માતાના ઉંમરનાં છે. તેમના પુત્ર 34 વર્ષના છે, તે આવું કેવી રીતે કરી શકે? તેનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને તેની 18 વર્ષની દીકરી છે.”
તેમણે કહ્યું, “મારો પુત્ર 30-35 કલાકથી ઊંઘ્યો નહોતો. ડિનર બાદ બની શકે કે તે ક્રૂ દ્વારા અપાયેલ પીણું પીને સૂઈ ગયો હયો. મને જે વાતની ખબર છે તે એ છે કે તે જ્યારે જાગ્યો ત્યારે ઍરલાઇનના કર્મચારીઓ તેની પૂછપરછ કરી રહ્યા હતા.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આરોપીના પિતા અનુસાર, “મહિલાએ તેની પાસેથી પૈસા માગ્યા હતા, જે અપાયા પણ. તે પછી શું થયું તેની ખબર નથી. તેમણે જરૂર કોઈ એવી માગણી કરી હશે, જે કદાચ ન માનવામાં આવી અને તેઓ નારાજ થઈ ગયાં, કદાચ બ્લૅકમેલિંગ કરાઈ રહ્યું હતું.”

ઘટનાને નજરે જોનારાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ઘટનાના એક સાક્ષીએ સમાચારપત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં એ દરમિયાન શું બન્યું હતું તે અંગે માહિતી આપી હતી.
આ ઘટના બની ત્યારે આરોપીની બાજુની સીટ પર અમેરિકામાં રહેતા ઑડિયોલૉજીના ડૉક્ટર સુગાતા ભટ્ટાચાર્યજી બેઠાં હતાં. તેઓ બિઝનેસ ક્લાસની પ્રથમ પંક્તિમાં સીટ 8એ (વિન્ડો સીટ) પર બેઠાં હતાં. નોંધનીય છે કે આરોપીની સીટનો નંબર 8સી હતો.
સુગાતાએ અખબારને જણાવ્યું કે, “તેઓ દારૂના નશામાં તરબોળ બેકાબૂ યાત્રી હતા. તેમણે લંચમાં સિંગલ મૉલ્ટ વ્હિસ્કીના ચાર ગ્લાસ લીધા હતા. તેઓ નશામાં હોય એવું લાગી રહ્યું હતું. તેમણે મને ત્રણ વખત એક જ પ્રશ્ન પૂછ્યો અને એ હતો કે તમારાં બાળકો શું કરે છે? એ સમયે મેં ઍરલાઇનના સ્ટાફને કહ્યું કે મારા સહયાત્રી નશામાં છે અને તેમને વધુ શરાબ ન આપવામાં આવે.”
સુગાતા અનુસાર તેમના સીટની પાછળ મહિલા સહયાત્રી બેઠાં હતાં.
સુગાતાએ કહ્યું છે કે ‘જ્યારે આરોપીએ સીટ 9એ પર બેઠેલાં મહિલા પર કથિતપણે પેશાબ કર્યો ત્યારે તેઓ સૂઈ રહ્યા હતા. પરંતુ તે બાદની ઘટનાઓ તેમની સામે બની.’
સુગાતા કહે છે કે, “તે મહિલા ખૂબ ગભરાયેલાં લાગી રહ્યાં હતાં. કૅબિન ક્રૂ મહિલાને આરોપી સાથે વાત કરવા જણાવી રહ્યું હતું. પરંતુ મહિલાનું કહેવું હતું કે તેઓ નશામાં છે, આ પ્રકારનો ગુનો આચરનાર વ્યક્તિને તમે માફી માટે પીડિત પાસે ન લાવી શકો.”

શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈના એક શખસે 26 નવેમ્બરના રોજ ન્યૂયૉર્કથી દિલ્હી આવી રહેલ ઍર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં કથિતપણે એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરી દીધો હતો.
આ મામલે ઍર ઇન્ડિયામાં થયેલ ફરિયાદ બાદ દિલ્હી પોલીસે બુધવારે એક એફઆઈઆર દાખલ કરી હતી. એ પહેલાં પણ આરોપીએ આ ઘટના અંગે માફી માગતાં મહિલાને ફરિયાદ દાખલ ન કરાવવાની વિનંતી કરી હતી.
તેમણે કહ્યું હતું કે તેઓ નથી ઇચ્છતા કે આ મામલાથી તેમનાં પત્ની અને બાળકો પ્રભાવિત થાય.
શુક્રવારે એવા પણ સમાચાર આવ્યા હતા કે અમેરિકન ફાઇનાન્સિયલ સર્વિસિઝ કંપની ‘વેલ્સ ફાર્ગો’એ આરોપીને નોકરીમાંથી બરખાસ્ત કરી દીધા છે.
કંપનીએ કહ્યું હતું કે (તેમના પર લાગેલા) આરોપો પરેશાન કરી દેનારા છે.














