શાહરુખ ખાને વિરાટ કોહલીને ‘જમાઈ’ જેવો કેમ ગણાવ્યો?

શાહરુખ ખાન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઍક્ટર શાહરુખ ખાન પોતાની હાજર જવાબી માટે ઓળખાય છે. તેમણે કહેલી રસપ્રદ વાતો કે જવાબ ઘણી વાર સોશિયલ મીડિયા પર શૅર કરાય છે.

શાહરુખનું આ જ સ્વરૂપ ફરી એક વાર બુધવાર સાંજે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર જોવા મળેલું.

એક્સ (ટ્વિટર) પર શાહરુખે શરૂ કરેલા હૅશટૅગ #AskSrk પર પ્રશંસકોએ ઘણા સવાલ પૂછ્યા.

આ સવાલો અંગે શાહરુખ તરફથી રસપ્રદ જવાબ મળ્યા. શાહરુખે વિરાટ કોહલી, જવાનની કમાણીથી માંડીને ઘણા મુદ્દે લોકોના જવાબ આપ્યા.

એક પ્રશંસકે શાહરુખને કહ્યું કે તમે જવાન સ્ટાઇલમાં વિરાટ કોહલી માટે કંઈક કહો.

શાહરુખ ખાન

ઇમેજ સ્રોત, Shah rukh Khan/X

શાહરુખે આનો જવાબ આપતાં કહ્યું, “હું વિરાટને પ્રેમ કરું છું. એ ખૂબ નિકટની વ્યક્તિઓ પૈકી એક છે. હું તેના માટે હંમેશાં દુઆ કરું છું. ભાઈ જમાઈ જેવો છે અમારો.”

શાહરુખ અને અનુષ્કા શર્માએ સાથે કઈ ફિલ્મો કરી છે?

શાહરુખ ખાન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

અનુષ્કા શર્માએ શાહરુખ ખાન સાથે વર્ષ 2008માં ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.

શાહરુખ અને અનુષ્કાએ સાથે ચાર ફિલ્મોમાં કામ કર્યું છે

  • જબ તક હૈ જાન
  • જબ હેરી મૅટ સેજલ
  • ઝીરો
  • રબ ને બના દી જોડી

અનુષ્કા શર્મા, રણબીર કપૂર અને ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘ઐ દિલ હૈ મુશ્કિલ’માં શાહરુખ ખાન થોડા સમય માટે દેખાયા હતા.

'ઝીરો' અને 'હેરી મૅટ સેજલ' ફિલ્મને બાદ કરતાં બંને સ્ટારની અન્ય બે ફિલ્મો બૉક્સ ઑફિસ પર હિટ સાબિત થઈ હતી.

વિરાટ કોહલી અને શાહરુખ વચ્ચેનાં સંબંધો

શાહરુખ ખાન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શાહરુખ અને વિરાટ વચ્ચે દિલ્હી કનેક્શન છે. બંને દિલ્હીના જ છે.

અનુષ્કા શર્મા પર દિલ્હીને વિશે એક ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યાં છે કે, “લોકોને એવું લાગે છે કે હું દિલ્હીથી છું. આનું કારણ કદાચ મારી ફિલ્મ ‘બૅન્ડ બાજા બારાત’માં મેં દિલ્હીની છોકરીનો જે પ્રકારનો રોલ પ્લે કરેલો એ છે, લોકોને લાગે છે કે હું પશ્ચિમ દિલ્હીના જનકપુરીની છોકરી છું.”

નોંધનીય છે કે વિરાટ કોહલીનું બાળપણ પશ્ચિમ દિલ્હીમાં પસાર થયું હતું.

કોહલી, અનુષ્કા અને શાહરુખ વચ્ચે નિકટતા ઘણા પ્રસંગે સામે આવી ચૂકી છે.

આ વર્ષે 25 જાન્યુઆરીના રોજ શાહરુખની ફિલ્મ પઠાન રિલીઝ થઈ હતી. રિલીઝના થોડા સમય બાદ જ્યારે આઈપીએલ ટુર્નામેન્ટ શરૂ થઈ હતી, ત્યારે શાહરુખની શિખામણ અનુસરીને કોહલી મેદાનમાં ‘ઝૂમે જો પઠાન’ ગીત પર ડાન્સ કરવાની કોશિશ કરતા દેખાયા હતા.

કોહલી આઈપીએલની રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ ટીમથી છે અને શાહરુખ કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના માલિક છે.

આઈપીએલ મૅચ બાદે પણ એપ્રિલ માસમાં શાહરુખની કોહલીને લાડ કરતી તસવીર ઘણી શૅર થઈ હતી. આ તસવીર એવી ઘણી સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ હતો, જેમાં કોહલી અને શાહરુખના પ્રશંસકો એકમેક સાથે વાક્યુદ્ધમાં રચ્યાપચ્યા હતા.

અનુષ્કા શાહરુખ અંગે શું બોલ્યાં હતાં?

શાહરુખ ખાન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

અનુષ્કા શર્મા અને શાહરુખ ખાનના સંબંધો પણ ઘણા સ્નેહભર્યા છે. બંને એકબીજા અંગે નિવેદનો આપતાં રહ્યાં છે.

ઘણાં વર્ષો પહેલાં ડાયરેક્ટર સાજિદ ખાને એક શો દરમિયાન શાહરુખની હજારીમાં અનુષ્કાને પૂછેલું – તમે શાહરુખની કઈ વસ્તુ ચોરી લેવા માગશો?

અનુષ્કાએ જવાબમાં કહેલું, “ઘણી બધી વસ્તુઓ છે. શાહરુખની ઘડિયાળનું કલેક્શન ચોરીને વેચીશ. મન્નતેય ચોરી લઈશ.”

આ અંગે શાહરુખે કહેલું, “વૅનિટી વૅન રહેવા દેજે, નહીં તો રહીશ ક્યાં.” અનુષ્કા વૅનિટી વૅન અંગે પણ કહે છે – લઈ લઈશ.

એક ઇન્ટરવ્યૂમાં શાહરુખ વિશે અનુષ્કા શર્માએ કહેલું, “શાહરુખ એવી વ્યક્તિ છે, જેમની મારા જીવનમાં ઘણી કદર છે. તેઓ મારી પ્રથમ ફિલ્મથી મારી પ્રત્યે ખૂબ દયાળુ રહ્યા છે. મને લાગે છે કે એક માણસ તરીકે તેઓ પણ ખૂબ બદલાયા છે. શાહરુખ સાથેનો મારો સંબંધે પણ બદલાયો છે, કારણ કે હું હવે તેમની સાથે વાત કરવાને લઈને ખૂબ સહજ છું.”

શાહરુખ સાથેના ડેબ્યૂના દિવસોને યાદ કરતાં અનુષ્કા કહે છે કે, “શરૂઆતમાં શાહરુખ સાથે વાત કરવામાં ડર લાગતો. ગમે તે વાત કરવા જવા માગતી, એવું જ લાગતું કે કેવી નકામી વાત છે, હવે એવું નથી.”

‘જબ હેરી મૅટ સેજલ’ ફિલ્મના પ્રમોશન દરમિયાન શાહરુખ અને અનુષ્કાએ વર્ષ 2017માં અલ-અરબિયાને ઇન્ટરવ્યૂ આપેલો.

શાહરુખે તેમાં કહેલું, “અનુષ્કા ખૂબ દુષ્ટ છે. હંમેશાં સમયસર આવે છે. નવ વાગ્યાનો સમય હોય ત્યારે તે પોણા નવે હાજર થઈ જતી. આવું કોણ કરે છે અને કેમ? જ્યારે અમે પ્રથમ ફિલ્મ સાથે કરેલી ત્યારે મને લાગતું કે ચાલો, નવીસવી છે, જોશમાં છે. પરંતુ હવે તો એ જૂની થઈ ગઈ છે અને હજુય એ સમયસર આવે છે. ઘણું ખરાબ લાગે છે.”

અનુષ્કા આ વાતે હસતાં હસતાં કહે છે – શું બકવાસ છે.

એક ઇન્ટરવ્યૂમાં અનુષ્કાએ કહેલું – હું લોકો સાથે ઝાઝી વાત નથી કરતી, પરંતુ શાહરુખ એક એવી વ્યક્તિ છે, જે તમને જજ નથી કરતા.

બાદમાં શાહરુખે પણ કહેલું, “અનુષ્કા અને મેં ક્યારેય બેસીને મિત્રતા નથી કરી. એવુંય નહોતું કે ગૅજેટ્સ પર મિત્રતા થઈ ગઈ કે કોઈ કૉમન મિત્ર હતો. ખરેખર તો જે પ્રકારે અમે એકબીજાની કદર કરીએ છીએ, એ મને સારું લાગે છે. અનુષ્કા ક્યારેય કોઈ પણ પ્રકારે પ્રાઇવસીમાં ઘૂસતી નથી. હું પણ એવો જ છું. મને લાગે છે કે અમે આના કારણે જ નિકટ છીએ. જ્યારે અમે એકબીજા સાથે વાતો કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે ઘણી વાતો કરીએ છીએ.”

શાહરુખની ‘પઠાન’ બાદ ‘જવાન’ની જોર કમાણી

શાહરુખ ખાન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’એ સમગ્ર વિશ્વમાં એક હજાર કરોડ રૂપિયા કરતા વધુ કમાણી કરી લીધી છે.

ફિલ્મ ‘જવાન’એ રિલીઝના 20 દિવસની અંદર કમાણીનો આ રેકૉર્ડ બનાવ્યો છે.

આ અગાઉ આ જ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાન’ પણ એક સમગ્ર વિશ્વમાં એક હજાર કરોડ રૂપિયા કરતાં વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.

વર્ષના અંતમાં શાહરુખની 2023ની ત્રીજી ફિલ્મ ‘ડંકી’ રિલીઝ થવાની છે. જાણકારોનું માનવું છે કે આ ફિલ્મ પણ સારી કમાણી કરી શકે છે.

‘પઠાન’ પહેલાં ગત ચાર વર્ષમાં શાહરુખની કોઈ ફિલ્મ રિલીઝ નહોતી થઈ.

ચાર વર્ષ સુધી એકેય ફિલ્મ રિલીઝ ન થવાને કારણે શાહરુખ પોતે પણ જાતનો મજાક ઉડાવતા રહ્યા છે.

શાહરુખ ખાન ફિલ્મ ‘જવાન’નું ટીઝર જાહેર થયા બાદથી સોશિયલ મીડિયા મારફતે પોતાના પ્રશંસકો સાથે વાત કરતા રહ્યા છે.

બુધવારેય આવું જ થયું. શાહરુખે ઘણા સવાલોના રસપ્રદ જવાબ આપ્યા. આગળ વાંચો પ્રશંસકોના સવાલોના શાહરુખે શો જવાબ આપ્યા.

શાહરુખની હાજર જવાબીનો કોઈ જવાબ નથી.

શાહરુખ ખાન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

વસીમ નામના એક યૂઝરે એક્સ પર પૂછ્યું – ‘જવાન’ની નકલી કમાણી અંગે શું કહેશો, સમાચાર છે કે પ્રોડ્યૂસરોય કમાણી અંગે નકલી ખબરો ફેલાવી રહ્યા છે.

શાહરુખે આ અંગે કહ્યું – ચૂપ બેસી રે અને ગણતો રે બસ. ગણતરીથી ધ્યાન ન હઠાવીશ.

એક વ્યક્તિએ પૂછ્યું – શું તમે વાળ ડાય કરો છો?

શાહરુખ : હા થોડું થોડું, ખરેખર થોડુંક વધારે જ.

એક યૂઝરે શાહરુખને કહ્યું – સર, મારે મારી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાં છે, તેના ઘરે તમે માગું લઈને જાઓ ને, પ્લીઝ.

શાહરુખ : ભાઈ તારી મુશ્કેલી વધી જશે, હું જઈશ તો તારું પત્તું કપાઈ જશે.

કાન્હા નામના હૅન્ડલે પૂછ્યું – તમે ટાઇગર 3માં ઇન્ટરવલ અગાઉ જશો કે બાદમાં?

શાહરુખ : જ્યારે ભાઈ બોલાવશે, ત્યારે જતો રહીશ.

એક યૂઝરે કહ્યું – સર ‘જવાન’ના બૉક્સ ઑફિસ કલેક્શન બાદ મને ખબર પડી કે એક હજાર કરોડમાં દસ ઝીરો હોય છે.

શાહરુખે આ વાતે કહ્યું – યાર, આ ઝીરો ઝીરો યાદ ન અપાવો હાલ.

શાહરુખની ફિલ્મ ઝીરો બૉક્સ ઑફિસ પર ફ્લૉપ રહી હતી.

તેમની આગામી ફિલ્મ ‘ડંકી’ વર્ષના અંતે ક્રિસમસના દિવસે રિલીઝ થશે.

‘ડંકી’ ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ પણ બુધવારે શાહરુખને ટૅગ કરીને કહ્યું – સરજી બાથરૂમમાંથી બહાર આવી જાઓ, શું કરી રહ્યા છો, ટ્રેલર દેખાડવાનો છે.

શાહરુખે જવાબ આપેલો – ‘આવી રહ્યો છું સર. મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. મિત્રો હવે મારે જવું પડશે નહીંતર ડંકીમાંથી કાઢી મૂકશે. સમય આપવા માટે આભાર. જલદી મળશું, સિનેમાઘરમાં.’

રેડ લાઇન
રેડ લાઇન