કોચ તરીકે રાહુલ દ્રવિડની વાપસીથી ટીમ ઇન્ડિયાને શું લાભ થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શારદા ઉગરા
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી માટે
એ કોઈ નવાઈની વાત નથી કે રાહુલ દ્રવિડ આવતા છ મહિના સુધી એટલે કે જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ-અમેરિકામાં સંયુક્તપણે આયોજિત થનારા ટી20 વર્લ્ડકપ-2024 પૂરો થાય ત્યાં સુધી ભારતીય ક્રિકેટ ટીમના કોચ રહેવા માટે તૈયાર થઈ ગયા છે.
એવા અહેવાલો પણ છે કે ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર આશિષ નેહરાનો પણ ભારતીય ટીમના કોચ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે ના પાડી દીધી.
તેમ છતાં દ્રવિડ ભારતીય ટીમના કોચ તરીકે જવાબદારી નિભાવે એ હાલના તબક્કે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.
એ વિચારો કે જો દ્રવિડ કોચ બનવા તૈયાર ન થયા હોત તો શું થાત?
તો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોત જેમાં વર્લ્ડકપની હારથી નિરાશ ભારતીય ટીમ સાથે એક નવા કોચ જોડાય.
બે ટેસ્ટ મૅચ ધરાવતા દક્ષિણ આફ્રિકા પ્રવાસની પહેલી મૅચ 10 ડિસેમ્બરથી શરૂ થાય છે. દક્ષિણ આફ્રિકા એ અંતિમ ગઢ છે જ્યાં ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ જીતવામાં હજુ સુધી સફળ થઈ શકી નથી.
જો ટીમને આ પરિસ્થિતિમાં નવા કોચ મળ્યા હોત તો તેમની પાસેથી પણ શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી હોત.
પરંતુ ડ્રેસિંગ રૂમનો માહોલ પણ એક એવું પરિબળ હોય છે જેમાં નવા કોચ આવવાને કારણે અસર પડે છે. નવા આવનારા કોચ ભલે ખૂબ સક્ષમ હોય પરંતુ અસર તો પડે જ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવા કોચના આવવાથી શરૂઆતમાં ડ્રેસિંગ રૂમમાં દરેક ખેલાડીને થોડીઘણી બેચેની કે ખચકાટનો અનુભવ થાય છે. દક્ષિણ આફ્રિકાની ધરતી પર તેનો સામનો કરવા માટે આ આદર્શ પરિસ્થિતિ ન હોત.
ટીમ કલ્ચર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે પણ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ અને રોહિતની કૅપ્ટનશિપ સાથે તેમની ભાગીદારીની ચર્ચા થાય છે ત્યારે આ ડ્રેસિંગ રૂમનું વાતાવરણ કેન્દ્રમાં હોય છે. એ વાતાવરણને કારણે જ તેમણે આ પડાવ હાંસલ કર્યો છે.
રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા વિશે સૌથી વધુ વપરાતો બીજો અંગ્રેજી શબ્દ 'ટીમ કલ્ચર' છે.
આ શબ્દનો હિન્દીમાં સચોટ અર્થ સંસ્કૃતિ નથી પણ સુધારણા છે. અહીં તેનો અર્થ કામ કરવાની પદ્ધતિઓ અને ટેવો સુધારવા વિશે છે.
એવું પણ નથી કે દ્રવિડ-રોહિતની આ ભાગીદારી પહેલા ડ્રેસિંગ રૂમની અંદર ઝઘડાઓ થતા હતા.
છેલ્લા બે દાયકામાં ડ્રેસિંગ રૂમમાં જે કંઈ પણ બન્યું હોય તે એટલું અગત્યનું નથી. કારણ કે આ અરસામાં ભારતે ઘણાં શ્રેષ્ઠ પરિણામો આપ્યાં છે. ટીમની ઊર્જામાં નોંધપાત્ર સુધારો થયો છે. અને ટીમની પરિસ્થિતિ 1980 અને 90ના દાયકાની ડરામણી કહાણીઓ કરતાં ઘણી સારી છે.
જોકે, લોકો માને છે કે દ્રવિડ-રોહિતની જોડીએ નિયમો, પ્રૉફેશનલિઝમ અને પરિપક્વતાના સંદર્ભમાં ટીમને એક ડગલું આગળ વધારી છે.
વર્લ્ડકપ દરમિયાન ટીમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આ બધી બાબતોનું જ સંયુક્ત પરિણામ હતું તેમ કહી શકાય.
ટીમનો દરેક સભ્ય આ કૅપ્ટનના નેતૃત્વમાં દરેક વાત, ખાસ કરીને બૅટ્સમેનોની ભૂમિકા વિશે સ્પષ્ટપણે વાત કરી શકે છે.
આટલું જ નહીં, પ્લેઇંગ ઇલેવનની પસંદગીને પણ ઘણી સારી રીતે હૅન્ડલ કરવામાં આવી.
ખેલાડીઓને શું કહેવામાં આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
જે ખેલાડીઓનો ટીમમાં સમાવેશ ન કરવામાં આવ્યો તેમને તેનાં કારણો સ્પષ્ટપણે પહેલાં જ કહી દેવામાં આવ્યાં હતાં. જે ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો તેમને પણ કહેવામાં આવ્યું કે તેમની પસંદગી ટીમમાં શા માટે થઈ છે અને તેમની પાસેથી ટીમને કેવી આશાઓ છે.
દરેક ખેલાડીના પ્રદર્શનની અલગથી સમીક્ષા થતી હતી ભલે મૅચનું પરિણામ સારું આવ્યું હોય.
કૅપ્ટન અને કોચે દરેક ખેલાડી સાથે અલગથી વાતચીત કરી હતી. રોહિતે વર્લ્ડકપ પહેલાં કહ્યું હતું કે, "અમે પસંદગી અને પ્લેઇંગ ઇલેવનની જાહેરાત પછી અમે બધા ખેલાડીઓ સાથે વાત કરવાની કોશિશ કરી છે. અમે તેમની સામે બેસીને જ વાત કરીએ છીએ."
"એક પછી એક તર્ક આપીને તેમને જણાવીએ છીએ કે તેમની પસંદગી કેમ નથી થઈ. કૅપ્ટન્સી ક્યારેય પસંદ-નાપસંદ જોઈને થતી નથી. જો કોઈ વ્યક્તિની ટીમમાં પસંદગી થતી નથી તો તેનું સ્પષ્ટ કારણ હોય છે."
કોચ તરીકે દ્રવિડે રોહિતને આક્રમક શરૂઆત કરવા અને ઝડપથી રન બનાવવા માટે મનાવી લીધા હતા.
વર્લ્ડકપમાં રોહિતની આક્રમક ઓપનિંગ બેટિંગે ભારતને પાવરપ્લેમાં એવી જ શરૂઆત અપાવી હતી જેવી ભારતને જરૂર હતી.
રોહિતનો સ્ટ્રાઇક રેટ 125.94 ભારતના ટોચના છ બૅટ્સમેનોમાં સૌથી અવ્વલ હતો. તેમણે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર કોહલી કરતાં ચોગ્ગા ઓછા ફટકાર્યા હતા પરંતુ તેમની સરખામણીએ 22 છગ્ગા વધુ ફટકાર્યા હતા.
રોહિતે વર્લ્ડકપમાં કુલ 66 ચોગ્ગા અને 31 છગ્ગા ફટકાર્યા હતા.
ટીમમાં દ્રવિડનું પુનરાગમન એ માત્ર તેઓ જવાબદાર છે એવું જ નથી દર્શાવતું પરંતુ તેમની લાલસા પણ દર્શાવે છે.
આવતા વર્ષે ટી-20 વર્લ્ડકપ છે અને હવે દક્ષિણ આફ્રિકામાં સીરિઝ પણ છે. આ પરિસ્થિતિમાં દ્રવિડે પોતાની છાપ ઊભી કરવાનો વધુ એક મોકો પોતાને આપ્યો છે.
પરિવર્તનનો સમય

ઇમેજ સ્રોત, Getty Images
ખાસ કરીને ભારતીય ટી-20 ક્રિકેટમાં પરિવર્તનનો આ ખૂબ જ નાજુક સમયગાળો છે.
50 ઓવરનો વર્લ્ડકપ પૂરો થયા બાદ ભારતે આવતા વર્ષે જૂનમાં યોજાનાર ટી-20 વર્લ્ડકપ સુધી માત્ર 11 ટી-20 મૅચ રમવાની છે.
જેમાંથી આઠ મૅચ ઑસ્ટ્રેલિયા (પાંચ) અને અફઘાનિસ્તાન (ત્રણ) સામે ભારતમાં જ હોમ ગ્રાઉન્ડ પર રમવાની છે. જ્યારે આગામી પ્રવાસ પર દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે ત્રણ મૅચ રમવાની છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં રમાનાર તમામ ટી-20 અને વન-ડે મૅચોમાંથી પોતાના નામ હઠાવી લીધા છે.
આવી સ્થિતિમાં દ્રવિડને પણ આ સવાલનો જવાબ આપવો પડશે. કદાચ તેઓ પસંદગીકારો સાથેની વાતચીતમાં પણ આ વાત ઉઠાવશે કે શું તેઓ ભારતની ટી-20 વર્લ્ડકપ 2024ની યોજનામાં સામેલ છે?
એકલા ટી-20 આંકડાઓની વાત કરીએ તો, કોહલીએ 180 ના જાદુઈ આંકને પાર કર્યો છે - 50 (52.74) થી ઉપરની બેટિંગ સરેરાશ અને 130 (137.97) થી ઉપરનો સ્ટ્રાઈક રેટ.
ક્રિકેટ વર્લ્ડકપ 2023માં રોહિતનું પ્રદર્શન એ વાતનો પુરાવો છે કે તેમણે એક નવો ગિયર શોધી કાઢ્યો છે. જેના કારણે ટી-20 ટીમમાં સ્થાન શોધી રહેલા યુવા ક્રિકેટરોને એક નવો પડકાર મળ્યો છે.
તેના કારણે ચોક્કસપણે પસંદગીકારો અને દ્રવિડ માટે જટિલ પરિસ્થિતિનું નિર્માણ થશે. તેમ છતાં, ભારતીય ક્રિકેટના આ ઉતાર-ચઢાવના તબક્કાને સંભાળવા માટે દ્રવિડથી વધુ અનુભવી કોઈ હોઈ શકે નહીં.
તેઓ જાણે છે કે ભારતીય ક્રિકેટના આ મોટા સ્ટાર્સ વિશે તેમની નિવૃત્તિ સિવાય દરેક પ્રકારની વાતો આવકાર્ય છે.
પરંતુ એ સાથે જ તેઓ એ પણ જાણે છે કે 11 આંતરરાષ્ટ્રીય ટી-20 મૅચો સિવાય, કેટલાક અન્ય પરિબળો પણ છે જે વિરાટ અને રોહિતનું ભાવિ નક્કી કરી શકે છે. તે કદાચ આઇપીએલ પણ હોઈ શકે છે. આ પસંદગી ઘણી કઠોર નીવડી શકે છે. પરંતુ એ દ્રવિડનું કામ ઘણું આસાન બનાવી શકે છે.












