જગદીશન : એ ખેલાડી જેમના વાવાઝોડામાં ઊડી ગયા રોહિત શર્મા, વિરાટ કોહલી, પૃથ્વી શૉના રેકૉર્ડ

 નારાયણ જગદીશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નારાયણ જગદીશન

ઇન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે આઈપીએલના 2020ના સંસ્કરણની વાત છે. ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન અત્યંત ખાસ રહ્યું હતું અને તેના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આ 'શરમજનક પ્રદર્શન' માટે યુવા ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા હતા. ધોનીએ એ વખતે કહ્યું હતું, - સીએસકેના યુવા ખેલાડીઓમાં એ 'સ્પાર્ક' નથી જે તેમને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા અપાવી શકે.

એ યુવા બ્રિગેડમાં નારાયણ જગદીશન પણ સામેલ હતા. તામિલનાડુનો આ ખેલાડી એ આઠ ખેલાડીઓમાં સામેલ છે, જેમણે સીએસકેએ ગત સપ્તાહે જ રિલીઝ કર્યા છે. એટલે હવે આ ખેલાડી 23 ડિસેમ્બરે યોજાનારી આઈપીએલની હરાજીમાં સામેલ થશે.

જોકે, એક સપ્તાહ બાદ જ જગદીશને એક એવી ઇનિંગ રમી જેમાં કેટલાય વર્લ્ડ રેકૉર્ડ એક સાથે તૂટી ગયા. જગદીશને લિસ્ટ 'એ' ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી ઇનિંગ રમીને રોહિત શર્મા અને ઇંગ્લૅન્ડના ઍલિસ્ટર બ્રાઉનનો રેકૉર્ડ ધ્વંસ કરી દીધો.

વિજય હઝારે ટ્રૉફી ગ્રૂપ સીમાં જગદીશને અરુણાચલ પ્રદેશના વિરુદ્ધમાં 141 બૉલમાં 277 રન ફટકાર્યા, જે લિસ્ટ એ ક્રિકેટમાં સર્વાધિક વ્યક્તિગત સ્કોર છે.

ઍડી બ્રાઉને 19 જૂન 2002માં સર્રે તરફથી રમતાં 160 બૉલમાં 268 રન કર્યા હતા. જ્યારે રોહિત શર્માએ 13 નવેમ્બરે 2014ના રોજ ઇડન ગાર્ડનમાં શ્રીલંકા વિરદ્ધ વનડે ઇન્ટરનેશનલમાં 173 બૉલમાં 264 રન કર્યા હતા.

જગદીશન તેની બેવડી સદી પૂરી કરવા માટે 114 બૉલ રમ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જગદીશન તેની બેવડી સદી પૂરી કરવા માટે 114 બૉલ રમ્યા હતા

જગદીશન એવા પહેલા ખેલાડી હતા જેમણે લિસ્ટ એ ક્રિકેટમાં સતત પાંચ સદીઓ ફટકારી છે. આ પહેલાં ત્રણ બેટરોએ સતત ચાર સદીઓ ફટકારી હતી. એમાં કુમાર સંગાકારા (2014-15) અલવીરો પીટરસન ( 2015-16) અને દેવદત્ત પડ્ડકલ (2020-21) સામેલ છે.

જગદીશન તેની બેવડી સદી પૂરી કરવા માટે 114 બૉલ રમ્યા હતા. લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાના મામલે તેણે ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડની બરાબરી કરી લીધી છે. ઑક્ટોબર 2021માં દક્ષિણ ઑસ્ટ્રેલિયા તરફથી રમતા ટ્રેવિસે ક્વીન્સલૅન્ડ સામે 114 બૉલમાં જ તેને બેવડી સદી પૂરી કરી હતી. ટ્રેવિસે તે મૅચમાં 127 બૉલમાં 230 રનની ઇનિંગ રમી હતી.

141 બૉલમાં 277 રનની ઈનિંગમાં જગદીશનનો સ્ટ્રાઈક રેટ 196થી વધુ રહ્યો હતો, જે એક વર્લ્ડ રૅકોર્ડ છે. અત્યાર સુધી જે પણ 36 બેવડી સદી ફટકારી છે, તેમાંથી કોઈ પણ સ્ટ્રાઈક રેટ 175થી વધુ ન હતો.

ગ્રેલાઈન

બૉલરોના નામે પણ રૅકોર્ડ છે

જગદીશને વિરાટ કોહલી, પૃથ્વી શૉ અને ઋતુરાજ ગાયકવાડનો રૅકોર્ડ તોડ્યો હતો

ઇમેજ સ્રોત, jagadeesan_200

ઇમેજ કૅપ્શન, જગદીશને વિરાટ કોહલી, પૃથ્વી શૉ અને ઋતુરાજ ગાયકવાડનો રૅકોર્ડ તોડ્યો હતો

અરુણાચલ પ્રદેશના બૉલર ચેતન આનંદ તેમની 10 ઑવરના ક્વોટામાં 114 રન બનાવ્યા હતા. આ 114 રનમાંથી 88 રન જગદીશને બનાવ્યા હતા. આ સાથે તેઓ લિસ્ટ A ક્રિકેટ ઈતિહાસના સૌથી મોંઘો બૉલર બની ગયા છે. આ પહેલાં 12 માર્ચ 2006ના રોજ ઑસ્ટ્રેલિયાના મિક લુઈસે દક્ષિણ આફ્રિકા સામેની વનડે મૅચમાં 10 ઓવરમાં 113 રન બનાવ્યા હતા.

વિજય હઝારે ટ્રોફીની એક સિઝનમાં સૌથી વધુ પાંચ સદી ફટકારીને જગદીશને વિરાટ કોહલી, પૃથ્વી શૉ અને ઋતુરાજ ગાયકવાડનો રૅકોર્ડ તોડ્યો હતો. આ ત્રણેય ક્રિકેટરોના નામે ચાર-ચાર સદી નોંધાયેલી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના સચિવ જય શાહે જગદીશનને તેના આ રૅકોર્ડબ્રેક પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

ગ્રેલાઈન

કોણ છે નારાયણ જગદીશન?

જગદીશન તમિલનાડુના કોઈમ્બતૂર શહેરમાં રહે છે

ઇમેજ સ્રોત, CSK/TWITTER

ઇમેજ કૅપ્શન, જગદીશન તમિલનાડુના કોઈમ્બતૂર શહેરમાં રહે છે

જગદીશન તમિલનાડુના કોઈમ્બતૂર શહેરમાં રહે છે. જમણા હાથના વિકેટકીપર બૅટ્સમૅન તમિલનાડુની પ્રથમ શ્રેણી મૅચમાં ઇનિંગની શરૂઆત કરે છે. લિસ્ટ A ક્રિકેટની 42 મૅચમાં તેમણે 50ની એવરેજથી 2059 રન બનાવી ચૂક્યા છે. એમાં આઠ સદી અને છ અડધી સદી પણ સામેલ છે.

કૉમર્સમાં ગ્રેજ્યુએટ થયેલા જગદીશને ઑક્ટોબર 2016માં પ્રથમ શ્રેણી ક્રિકેટ (રણજી ટ્રોફી)માં પદાર્પણ કર્યું હતું અને પહેલી જ મેચમાં સદી ફટકારી હતી.

વર્ષ 2018માં CSK એ જગદીશન માટે 20 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. બે વર્ષ સુધી તેમને તક મળી ન હતી અને વર્ષ 2020માં ધોનીએ તેને IPL ની મૅચમાં મેદાનમાં ઉતાર્યા હતા, જોકે IPLમાં રમાયેલી કુલ જમા 7 મૅચોમાં તેઓ દર્શકોની સાથે-સાથે કૅપ્ટન ધોની અને ફ્રેચાઈઝીને પણ પ્રભાવિત કરી શક્યા ન હતા.

રેડલાઈન
રેડલાઈન