આ શાળાની વિદ્યાર્થિનીઓ રંગબેરંગી રિબીન કેમ પહેરે છે?

વીડિયો કૅપ્શન, આ શાળાની વિદ્યાર્થિનીઓ રંગબેરંગી રિબીન કેમ પહેરે છે?
આ શાળાની વિદ્યાર્થિનીઓ રંગબેરંગી રિબીન કેમ પહેરે છે?

શાળામાં યુનિફૉર્મ પહેરવો એ કેટલો જરૂરી છે એ તો બધા જાણે જ છે. આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં આવેલી સંગમ ગુરુકુલ ગર્લ્સ સ્કૂલમાં આ શાળામાં વિદ્યાર્થિનીઓના માથામાં દેખાતી રંગબેરંગી રિબીન આકર્ષક છે.

અહીં તે માત્ર યુનિફૉર્મનો ભાગ છે પણ તે બાબતની ઓળખ છે કે વિદ્યાર્થિની કયા ધોરણની અને કયા વિભાગની છે.

સંગમની આ કન્યા શાળામાં પાંચમા ધોરણથી લઈને ઇન્ટરમીડિયેટ બીજા વર્ષ સુધીનો અભ્યાસ થાય છે. તેમણે દરેક ધોરણના દરેક વિભાગ માટે અલગ રિબીનનો કલર નક્કી કર્યો છે.

શાળાના પ્રિન્સિપાલે અમને જણાવ્યું અલગ અલગ રિબીનના કલર આપવા પાછળ ખાસ કારણ છે.

નેલ્લોરના જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે અમે આ જ રિબીન સિસ્ટમ આખા જિલ્લાની શાળાઓમાં લાગુ કરવાની ભલામણ કરી છે.

આંધ્ર પ્રદેશ, શિક્ષણ, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન