ટાઇટેનિકની એ તસવીરો જે પહેલાં તમે ક્યારેય નહીં જોઈ હોય

    • લેેખક, રેબેકા મોરેલ અને એલીસન ફ્રાન્સીસ
    • પદ, બીબીસી ન્યુઝ

ટાઇટેનિક, ડૂબી ગયેલા આ પ્રસિદ્ધ જહાજ વિશે હવે જે ખુલાસા થયા છે, એ વિશે તમે કદી સાંભળ્યું નહીં હોય.

આ ટાઇટેનિકની પહેલી ડિજિટલ સ્કૅન કૉપી છે, તેને સીફ્લોર મેપિંગ ટેકનિકથી

ઍટલાન્ટિકમાં 3800 મીટર ઊંડે લઈ જવામાં આવી છે.

આ ટેકનિકે આખા જહાજનું 3ડી વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કર્યું, જેની મદદથી આ જહાજ હવે આપણે જોઈ શકીએ છીએ

1912માં સમુદ્રમાં ડૂબેલા આ જહાજનું વાસ્તવમાં શું થયું, તેની તસવીરો અહીં દર્શાવાઈ છે.

જ્યારે આ જહાજ ઇંગ્લૅન્ડથી ન્યૂ યોર્કની મુસાફરી કરી રહ્યું હતું, ત્યારે તે સાઉથેમ્પ્ટન અમેરિકામાં હિમખંડ સાથે અથડાયું હતું. જેમાં 1500થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

ટાઇટેનિકના સ્પેશિયાલિસ્ટ પાર્ક સ્ટીફેન્સને બીબીસી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ જહાજ વિશે હજુ પણ સવાલો ઊભા જ છે, બુનિયાદી સવાલો છે, જેના જવાબ આપવાની જરૂર છે.”

તેમણે સમજાવ્યું કે, “આ મૉડલ કોઈ અટકળ નથી, પરંતુ ટાઇટેનિકની કહાણીના પુરાવા આધારિત સંશોધન તરફ આગળ લઈ જવા માટેનાં મહત્ત્વપૂર્ણ પગલાંઓમાંથી એક છે.”

બે ભાગમાં વહેંચાયેલો છે કાટમાળ

1985માં આ કાટમાળ મળ્યો એ પછી ટાઇટેનિકનાં રહસ્યોને ઉકેલવાના ઘણા પ્રયાસ થયા, પરંતુ ત્યાં ઊંડે એટલું અંધારું છે કે કૅમેરાથી કાટમાળની માત્ર મર્યાદિત તસવીરો જ લઈ શકાઈ છે, તેની સંપૂર્ણ તસવીર લઈ શક્યા નથી.

આ નવા સ્કૅનમાં ટાઇટેનિકના કાટમાળની સંપૂર્ણ તસવીર લઈ શકાય છે, તે પૂરા કાટમાળને સ્કૅન કરી શકે છે. આ કાટમાળ બે ભાગમાં વહેંચાયેલું છે. જહાજના આગળના અને પાછળના ભાગ વચ્ચે 800 મીટરનું અંતર છે.

ડીપ-સી મેપિંગ કંપની મેગેલન અને ઍટલાન્ટિક પ્રોડક્શન દ્વારા 2022માં આ સ્કૅન કરવામાં આવ્યું હતું, મૂળે તે ડૉક્યુમેન્ટરી પ્રોજેક્ટ માટે સ્કૅન કરાયું હતું.

એક વિશેષ ટીમ દ્વારા આ જહાજના કાટમાળની લંબાઈ અને પહોળાઈ માપવામાં અંદાજે 200 કલાક લાગ્યા હતા.

તેમણે 3ડી સંરચના બનાવવા દરેક બાજુથી લગભગ 7 લાખ તસવીરો લીધી હતી.

મૅગલેનના ગેરહાર્ડ સિફર્ટ જેમણે આ અભિયાનની યોજનાનું નેતૃત્વ કર્યું હતું, તેમણે કહ્યું કે આ અત્યાર સુધીનો સૌથી મોટો અંડરવૉટર સ્કૅનિંગ પ્રોજેક્ટ હતો.

તેમણે સમજાવ્યું હતું કે, “આ અમારા માટે એક પડકાર હતો, તેનાં અવશેષોને નુકસાન ન થાય તે રીતે તેને અડ્યા વગર અંદાજે 4 હજાર મીટરની ઊંડાઈએ જઈને તેની તસવીરો લેવાની હતી. ”

“વધુ એક મુશ્કેલી એ હતી કે અમારે બોરિંગ પાર્ટ્સની સાથે-સાથે દરેક વર્ગ ઈંચનો નકશો બનાવવાનો હતો, જેમ કે તેના ખરાબ વિસ્તારમાંથી માટીનો નકશો બનાવવાનો છે, પરંતુ અમારે રસપ્રદ વસ્તુઓમાંથી બધુ જ સામેલ કરવાનું હતું.”

1912માં ટાઇટેનિક સાથે શું થયું હતું?

આ સ્કૅનમાં જહાજનું માપ અને કેટલાંક નાનાં વિવરણો જોવા મળે છે, ઉદાહરણ તરીકે પ્રોપેલર પર તેનો સિરિયલ નંબર જોઈ શકાય છે.

જહાજના આ આગળના ભાગને હજી પણ ઓળખી શકાય છે, 100 વર્ષ પછી પણ તે એ સ્થિતિમાં છે કે તેને ઓળખી શકાય છે. તેની ઉપર એક ડેક છે, જ્યાં એક સમયે વિશાળ સીડી બાંધવામાં આવી હતી.

જોકે જહાજનો પાછળનો ભાગ તૂટી ગયો છે, તેના બદલે હવે જાણે કાટમાળમાં ધાતુનું ગૂંચળું જોવા મળે છે. જહાજનો આ ભાગ સમુદ્રમાં ડૂબતી વખતે જ તૂટી ગયો હશે.

તેના ડંપ એરિયા પાસે ધાતુની વસ્તુઓ, મૂર્તિઓ અને સ્ટીલ-કોર્કવાળી શૅમ્પેનની બોટલો સહિતની વસ્તુઓ પડી છે, આ સાથે ડઝનબંધ જૂતા અને અન્ય સામાન પણ પડ્યો છે.

પાર્ક્સ સ્ટીફેન્સ જેમણે વર્ષો સુધી ટાઇટેનિકનો અભ્યાસ કર્યો છે તેમણે કહ્યું કે, તેઓ તેનું પ્રથમ સ્કૅન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

“તે તમને કાટમાળને જોવાની મંજૂરી આપે છે, જેમકે તમે તેને સબમર્સિબલમાંથી ક્યારેય જોયું નથી અને તમે કાટમાળમાં તેને જોઈ શકો છો, તમે તેને તેના મૂળ સંદર્ભમાં કલ્પી શકો છો અને હવે તમે જે જોઈ રહ્યા છો તે તૂટેલા વહાણની વાસ્તવિક પરિસ્થિતિ છે.”

તેમણે કહ્યું કે, આ સ્કૅનના અભ્યાસથી 1912માં ટાઇટેનિક સાથે શું થયું હતું, તેની નવી માહિતી મળી શકે છે.

તેમણે સમજાવ્યું હતું કે, “આપણે વાસ્તવમાં આ હિમખંડના અથડાવાની પ્રકૃતિ સમજી શકતા નથી. આપણે એ પણ નથી જાણી શકતા કે જેવી રીતે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે, શું એ રીતે તે અથડાયું હતું કે નહીં, તે હિમખંડમાં ફસાયું હોય એવું પણ શક્ય છે.”

તેમણે ઉમેર્યું હતું કે, જહાજના પાછળના ભાગનો અભ્યાસ કરતી વખતે અંદાજ આવે છે કે આ જહાજ કઈ રીતે પડ્યું હશે.

ટાઇટેનિકના અવશેષો પર સમુદ્રની અસર થઈ રહી છે, સૂક્ષ્મજંતુઓ તેને ખાઈ રહ્યા છે અને કેટલાક ભાગો વિખેરાઈ રહ્યા છે. ઇતિહાસકારો સારી રીતે જાણે છે કે આ દરિયાઈ દુર્ઘટનાનો સંપૂર્ણપણે ભેદ ઉકેલવા તેમની પાસે ખૂબ ઓછો સમય છે.

કાટમાળને કંઈ થાય પણ આ નવો સ્કૅન હંમેશાં રહેશે, જેનાથી નિષ્ણાતો એક-એક મિનિટની વિગતોની તપાસ કરી શકશે, આશા છે કે તેઓ ટાઇટેનિકનાં રહસ્યોને ઉજાગર કરી શકશે.