ઈરાન તેના ટોચના જનરલની હત્યા બાદ ઇઝરાયલ પર વળતો હુમલો કરશે?

ઈરાની સરકારના પ્રમુખ લોકોએ દેશના અગ્રણી કૂદ્સ ફોર્સના જનરલની હત્યા બાદ બદલો લેવાની ધમકી આપી છે. હત્યાનો આરોપ ઇઝરાયલ પર છે. બીબીસીએ સ્થાનિક નિષ્ણાતોને પૂછ્યું કે કોઈ રીતે ઈરાન જવાબી હુમલો કરી શકે કે કેમ.

ઈરાને સીરિયાની રાજધાની દમિશ્કમાં વાણિજ્ય દૂતાવાસ પર સોમવારે થયેલા હવાઈ હુમલા પર 'ગંભીર પ્રતિક્રિયા' આપવાની વાત કરી છે.

દમિશ્કમાં ઈરાનના રાજદૂતે કહ્યું કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કૉર્પ્સ (આઈઆરજીસી)ના સાત સભ્યો અને છ સીરિયન નાગરિકો સમેત તેર લોકો માર્યા ગયા છે.

માર્યા ગયેલા લોકોમાં બ્રિગેડિયર જનરલ મોહમ્મદ રઝા પણ સામેલ છે, જે આઈઆરજીસીની વિદેશી શાખા કૂદ્સ દળના એક મહત્ત્વની વ્યક્તિ હતા. ઇઝરાયલે કોઈ ટિપ્પણી કરી નથી, પણ ઈરાન અને સીરિયાએ હુમલા માટે તેને જવાબદાર ગણાવ્યું છે.

લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર ફવાઝ ગેર્જેસ કહે છે, "આ ન માત્ર ઈરાની રાજ્ય પર પણ રિવોલ્યુશનરી ગાર્ડ્સ કુદ્સ દળના ઉચ્ચ નેતૃત્વ પર હુમલો હતો, પણ કુદ્સ દળ માટે એક મોટું નુકસાન છે, જે હકીકતમાં લેબનનમાં હિઝબુલ્લાહ માટે સમન્વય અને હથિયાર અને પ્રોદ્યોગિકી હસ્તાંતરણ માટે છે.

આ હુમલાની ઈરાની સરકારના વરિષ્ઠ લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. તેમજ ઇઝરાયલ સામે જવાબી કાર્યવાહીની ધમકી આપી છે.

ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈએ ચેતવણી આપી હતી કે, "અમે તેમને આ અપરાધ કરવા અને આ રીતની કાર્યવાહી કરવા બદલ પ્રસ્તાવો કરાવીશું."

રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રાયસીએ હુમલાને "અમાનવીય, આક્રમક અને ધિક્કારપાત્ર કૃત્ય ગણાવ્યો અને કહ્યું કે આ અનુત્તર નહીં હોય."

તો ઈરાનના વિદેશમંત્રી હોસૈન અમીર-અબ્દુલ્લાહિયાને ફોન પર આ હુમલાને તમામ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું ઉલ્લંઘન ગણાવ્યો છે.

ઈરાન ઇઝરાયલ પર વળતો હુમલો કરશે?

તેમણે ઇઝરાયલ પર આંગળી ચીંધતા ઇઝરાયલના વડા પ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂને "સંપૂર્ણ માનસિક સંતુલન ગુમાવી બેસેલા" ગણાવ્યા હતા.

નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યું કે આ ટિપ્પણીઓથી ગાઝા યુદ્ધ દરમિયાન ઇઝરાયલ અને ઈરાનના સહયોગીઓ વચ્ચે વધુ હિંસા વધવાની આશંકા વધી ગઈ છે, પણ જવાબી કાર્યવાહી માટે ઈરાનના વિકલ્પ દાયરામાં અને સંખ્યામાં સીમિત હોઈ શકે છે.

મધ્ય પૂર્વ મામલાના લેખક અને વિશ્લેષક અલી સદ્દઝાદેહ કહે છે, "ઈરાન પોતાની સૈન્યક્ષમતાઓ અને આર્થિક અને રાજકીય સ્થિતિને જોતાં ઇઝરાયલ સાથે મોટા ઘર્ષણમાં સક્ષમ નથી. પણ આ ઘરેલુ ખપત માટે પ્રતિક્રિયા આપવી પડશે અને પોતાના ક્ષેત્રીય સહયોગીઓ વચ્ચે પોતાની પ્રતિષ્ઠાની રક્ષા કરવી પડશે."

ફવાઝ ગેર્જેસ માને છે કે ઈરાન ઇઝરાયલની સામે સીધી રીતે કોઈ જવાબી કાર્યવાહી નહીં કરે, ભલે ઇઝરાયલે ખરેખર ઈરાનની અપમાનિત કર્યું હોય અને કાલે ઈરાનના નાકમાં દમ લાવી દે તો પણ.

ગેર્જેસનું કહેવું છે કે ઈરાનને "રાજકીય ધૈર્ય" રાખવાની જરૂર છે, કેમ કે તે એક મહત્ત્વના લક્ષ્યને પ્રાથમિકતા આપશે, જેમ કે પરમાણુ બૉમ્બ બનાવવા.

"ઈરાન શક્તિ જમા કરી રહ્યું છે. એ યુરેનિયમને સમૃદ્ધ કરી રહ્યું છે, પ્રગતિ કરી રહ્યું છે અને ઈરાન માટે મોટી વાત 50 બૅલેસ્ટિક મિસાઇલ મોકલવી કે 100 ઇઝરાયલીઓને મારવા એ નથી, પણ રાજકીય રીતે પ્રસ્થાપિત કરવાનું છે. ન માત્ર ઇઝરાયલીઓ સામે, પણ અમેરિકાની સામે પણ."

ગાઝામાં ઇઝરાયલના યુદ્ધ બાદ સીરિયા, ઇરાક, લેબનન અને યમનમાં ઇઝરાયલનાં હિતો સામે સમર્થિત લડવૈયા દ્વારા મિસાઇલ અને ડ્રોન હુમલા વધી ગયા છે. પણ એવું લાગે છે કે તેમણે ઇઝરાયલને સંપૂર્ણ રીતે યુદ્ધ માટે ઉશ્કરેવા માટે તેમનાં કાર્યો સીમિત કરી દીધાં છે.

હિઝબુલ્લાહની ભૂમિકા

સદ્રઝાદેહે કહ્યું, "ઈરાનની પ્રૉક્સી તાકતો દ્વારા ઇઝરાયલી રાજદ્વારી મિશનની સામે હુમલાની કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે છે." જોકે તેમણે ભવિષ્યવાણી કરી હતી કે લાલ સાગર અને એડનનો અખાતમાં જહાજો સામે ઈરાન સમર્થિત હુતીઓના વર્તમાન હુમલા ચાલુ રાખવા "બહુ સંભવ છે". ખાસ કરીને એ જહાજો સામે જે કોઈને કોઈ રીતે ઇઝરાયલ કે અમેરિકા સંબંધિત છે.

પરંતુ શું શક્તિશાળી ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ લડવૈયા(જે પહેલેથી તેની ઉત્તરી સીમા પર ઇઝરાયલ પર ગોળીબાર કરી રહ્યું છે ) દમિશ્ક હુમલાનો જવાબ દેશે?

હિઝબુલ્લાહ દુનિયામાંથી સૌથી વધુ હથિયારોથી સજ્જ, બિનરાજ્ય સૈન્ય દળોમાંનું એક છે. સ્વતંત્ર અનુમાનથી ખબર પડે છે કે જૂથમાં 20,000થી 50,000 લડવૈયા છે અને અનેક સીરિયન ગૃહયુદ્ધમાં પોતાની ભાગીદારીને લીધે સારી રીતે પ્રશિક્ષિત અને યુદ્ધ-કઠોર છે.

સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ થિન્ક-ટૅન્ક અનુસાર, આ સિવાય જૂથ પાસે અનુમાનિત 130,000 રૉકેટ અને મિસાઇલનું એક શસ્ત્રાગાર છે.

તેમ છતાં બીબીસીએ જે વિશ્લેષકો સાથે વાત કરી, તેમને લાગે છે કે આ જૂથ ઇઝરાયલ સામે કોઈ મોટું અભિયાન શરૂ કરે તેની સંભાવના ઓછી છે.

ફવાઝ ગેર્જેસ કહે છે, "હિઝબુલ્લાહ હકીકતમાં ઇઝરાયલની જાળમાં ફસવા માગતું નથી, કેમ કે તેને ખબર છે કે બેન્જામિન નેતન્યાહૂ અને તેમની યુદ્ધ કૅબિનેટ યુદ્ધનો વિસ્તાર કરવાની સખત કોશિશ કરી રહ્યું છે. બેન્ઝામિન નેતન્યાહનું રાજકીય ભવિષ્ય ગાઝામાં યુદ્ધ ચાલુ રાખવા અને તેના ઉત્તરના મોરચા પર વધવા પર નિર્ભર કરે છે. હિઝબુલ્લાહ અને એટલે સુધી કે ઈરાનની સાથે પણ એવું જ છે."

'ગંભીર હુમલા'નો વાયદો

અલી સદ્દઝાદેહનું માનવું છે કે ઈરાન ઇઝરાયલની સાથે યુદ્ધનું જોખમ ઉઠાવવા કરતાં "પ્રતીકાત્મક" પ્રતિક્રિયા આપશે.

સદ્દઝાદેહે 8 જાન્યુઆરી, 2020ના ઇરાનના અલ અસદ હવાઈ હુમલા સામે ઈરાન દ્વારા કરેલા બૅલેસ્ટિક મિસાઇલ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે "ઈરાન પોતાના સૌથી મહત્ત્વના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાના જવાબમાં પ્રતીકાત્મક હુમલા કરવામાં માહેર છે."

ઈરાને એ મહિનાની શરૂઆતમાં જ બગદાદમાં અમેરિકન ડ્રોન હુમલાના વિરોધમાં અલ અસદને નિશાન બનાવ્યું હતું, જેમાં શીર્ષ આઈઆરજીસી કમાન્ડર કાસિમ સુલેમાનનું મોત થઈ ગયું હતું.

એ હત્યા બાદ ઈરાને "ગંભીર બદલા"નો વાયદો કર્યા બાદ પણ બેઝ પર તહેનાત કોઈ પણ અમેરિકન સૈન્યકર્મી માર્યો નહોતો ગયો અને એવા સમાચાર હતા કે અમેરિકન સેનાએ આવનારી મિસાઇલ અંગે પહેલેથી ચેતવણી આપી હતી.

ફવાઝ ગેર્જેસનું માનવું છે કે ઈરાન દમિશ્ક વાણિજ્ય દૂતાવાસ પર હુમલો "ઈરાનની રક્ષાને નબળી કરવાનો, દુનિયાને એ દેખાડવાનો કે ઈરાન એક કાગળનો વાઘ છે અને ઈરાનના સુરક્ષાતંત્રને તોડવા માટે બનાવેલી એક રાજનીતિક વૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે."

તેમણે નિષ્કર્ષ કાઢ્યો કે "પરંતુ આપણે એ નહીં જોઈ શકીએ, જેને હું ઈરાનની ધરતી-તોડનારી સીધી પ્રતિક્રિયા ગણાવું છું."

ઈરાન ક્યાં શું શું કરી શકે છે?

વર્જિનિયા ટેક સ્કૂલ ઑફ પબ્લિક ઍન્ડ ઇન્ટરનેશનલ અફેર્સમાં જાહેર વહીવટમાં સંશોધક યુસૂફ અઝીઝી માને છે કે સત્તામાં રહેલા લોકો વચ્ચે પડદા પાછળનો સંઘર્ષ હોઈ શકે છે જેઓ દલીલો કરે છે કે ઈરાને ઇઝરાયલને રોકવા માટે જાતે પરમાણુ શક્તિના સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

પરંતુ તેમણે બીબીસીને કહ્યું કે રાજ્યના મીડિયા ઇન્ટરવ્યૂ અને મુખ્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું વિશ્લેષણ સૂચવે છે કે "વ્યૂહાત્મક ધૈર્ય"ની નીતિ પ્રબળ થાય તેવી શક્યતા છે.

જો કોઈ મોટી સૈન્ય કાર્યવાહની શક્યતા નથી, તો ઈરાનીઓ માટે અન્ય કયા રસ્તા ખુલ્લા છે?

ઇઝરાયેલી ઇન્સ્ટિટ્યૂટ ફૉર સાયબર પૉલિસી સ્ટડીઝના તાલ પોવેલે બીબીસીને જણાવ્યું, "અમે એ વાતને નકારી ન શકીએ કે કદાચ ઈરાન સાયબર સ્પેસનો ઉપયોગ ઇઝરાયલ પર બદલો લેવા માટે અન્ય રીતે કરી શકે. અથવા તો માહિતી ટેકનૉલૉજી પર સાયબર હુમલાઓ કરવા માટે અથવા તેને પાંગળું કરવા, ચોરી કરવા, માહિતી લીક કરવા માટે અથવા કમસે કમ ધ્યાન ભટકાવવા માટે ઑપરેશનલ ટેકનોલૉજી તરફ ધ્યાન આપી શકે છે."

તેમણે કહ્યું, "અમે જાણીએ છીએ કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા દોઢ દાયકાથી ગુપ્ત સાયબર યુદ્ધ ચાલી રહ્યું છે. તેથી આ કિસ્સામાં આ માત્ર એક બીજો તબક્કો હોઈ શકે છે."

આ ઈરાન પર નિર્ભર રહેશે અને ખાસ કરીને સર્વોચ્ચ નેતા એ નક્કી કરી શકે છે કે શું દેશ કોઈ કાર્યવાહી કરી શકે છે. પણ હજુ સુધી ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસેર કાનાનીએ આ અંગે કશું કહ્યું નથી.

તેમણે ચેતવણી આપી કે "ઈરાન પાસે જવાબ આપવાનો અધિકાર અનામત છે અને તે પ્રતિક્રિયાના પ્રકાર અને હુમલાખોરને સજા અંગે નિર્ણય લેશે."