એ લોકોની કહાણી જેમણે AIના કારણે નોકરી ગુમાવવી પડી

ઇમેજ સ્રોત, DEAN MEADOWCROFT
- લેેખક, ઇયાન રોસ
- પદ, બીબીસી ન્યૂઝ બિઝનેસ રિપોર્ટર
થોડા સમય પહેલાં સુધી ડીન મીડોક્રોફ્ટ એક નાના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કૉપી રાઇટર તરીકે કાર્યરત હતા.તેઓ તેમની કંપની માટે પ્રેસ રિલીઝ, સોશિયલ મીડિયા પોસ્ટ અને અન્ય કન્ટેન્ટ તૈયાર કરવાનું કામ કરતા. પરંતુ ગત વર્ષના અંત ભાગમાં તેમની કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ વિકસાવી.
તેમણે કહ્યું, “એ સમયે માનવ કૉપી રાઇટરો સાથે મળીને ઝડપભેર કામ કરવાનો અને પ્રક્રિયા સ્ટ્રીમલાઇન કરવાનો પ્રાથમિક વિચાર હતો.”
મીડોક્રોફ્ટ AI વર્કથી ખૂબ પ્રભાવિત નહોતા. “એ બધું સપાટ કરી દેતું, અને અમે બધા સમાન હોય તેવો આભાસ કરાવતું અને તેથી અમારામાંથી કોઈ કામની બાબતે અન્યો કરતાં બીજા કરતાં કોઈ શ્રેષ્ઠ હોય એવું નહોતું લાગતું.”
AI દ્વારા તૈયાર કરાયેલ કન્ટેન્ટની પણ માનવ સ્ટાફ દ્વારા પહેલાં ફેરચકાસણી કરવામાં આવતી જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે એ કન્ટેન્ટની અન્ય કોઈ જગ્યાએથી ઉઠાંતરી ન કરાઈ હોય.

નોકરીમાંથી મુક્ત
જોકે, AI ખૂબ ઝડપી હતું. જે લખાણ માટે માણસને 60-90 મિનિટનો સમય જોઈએ, AIએ કામ દસ મિનિટ કે તેથી ઓછા સમયમાં કરી બતાવતું.
AI લોન્ચ કરાયાના લગભગ ચાર માસમાં મીડોક્રોફ્ટની ચાર જણની ટીમને સેવામુક્ત કરી દેવાઈ.
મીડોક્રોફ્ટ ચોક્કસપણે તો એ વાત નથી કહી શકતા, પરંતુ તેમને એ વાતની ખાતરી છે કે AIએ તેમને રિપ્લેસ કર્યા છે. તેમણે કહ્યું, “જ્યાં સુધી AIએ મને રિપ્લેસ ન કર્યો ત્યાં સુધી AI સંભવિતપણે લેખકોને રિપ્લેસ કરશે કે મારા કામને અસર કરશે એ વાતે હું હસતો હતો.”

ખતરામાં રહેલી નોકરી

ઇમેજ સ્રોત, Getty Images
ગત વર્ષના અંતે OpenAI મારફતે ChatGPT રિલીઝ કરાયું ત્યારે AI ટેકનૉલૉજીનું નવું મોજું સમગ્ર દુનિયામાં ફરી વળ્યું. માઇક્રોસોફ્ટ દ્વારા પાવર્ડ ChatGPT બધા પ્રશ્નોના માનવ માફક જવાબ આપી શકે છે, તેમજ મિનિટોમાં નિબંધો, વક્તવ્યો અને રેસિપી તૈયાર કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગૂગલના બાર્ડની માફક અન્ય મોટી ટેક કંપનીઓએ પણ આ પ્રકારની સિસ્ટમ લોન્ચ કરી છે.
જોકે, આ સિસ્ટમો હાલ સંપૂર્ણ ત્રુટીરહિત ન હોવા છતાં તે ઇન્ટરનેટમાં મોજૂદ ડેટાના વિશાળ સમુદ્રમાં ડૂબકી લગાવવા માટે તાલીમબદ્ધ છે. આ એટલી બધી માહિતી છે કે જેને માણસોની એક આખી ટીમ પણ સંપૂર્ણપણે પચાવી શકે એમ નથી.
આ સિસ્ટમોની આ પ્રકારની ક્ષમતાને જોતાં ઘણા લોકોને એ વાતનો વિચાર આવે છે કે આખરે આના આગમનથી કઈ નોકરીઓ ખતરામાં મુકાશે. આ વર્ષે ગોલ્ડમૅન સેકના એક રિપોર્ટમાં કહેવાયું હતું કે AI કદાચ 300 મિલિયન ફુલ-ટાઇમ નોકરીઓમાંથી લોકોને રિપ્લેસ કરી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ નોકરીઓમાં થયેલી આ કપાત અર્થતંત્રના તમામ સ્તરોમાં જોવા મળશે.
રિપોર્ટ અનુસાર, પ્રબંધનના વ્યવસાયમાં 46 ટકા અને લીગલ વ્યવસાયમાં 44 ટકા કામનું ઑટોમેશન થઈ શકે છે, જોકે, કન્સ્ટ્રક્શન અને મૅન્ટનન્સ ક્ષેત્રે અનુક્રમે માત્ર છ અને ચાર ટકા કામનું ઑટોમેશન શક્ય બનશે.
રિપોર્ટમાં એ વાત પણ નોંધાઈ છે કે AIને ઉપયોગમાં લાવવાથી ઉત્પાદક્ષમતા અને વિકાસમાં વધારો થશે, સાથે જ નોકરીઓ પણ સર્જાશે. આ વાતનાં પ્રમાણ દેખાવાનાં શરૂ પણ થઈ ગયાં છે.

IKEAનો કિસ્સો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મહિને IKEAએ જણાવ્યું હતું કે, 2021 સુધીમાં તેમણે તેમનાં કૉલ સેન્ટરોમાં કામ કરતા 8,500 લોકોને ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકેની તાલીમ આપી હતી.
ફર્નિચર ક્ષેત્રે મોટું નામ એવી આ કંપનીએ કહ્યું હતું કે હવે તેમના કસ્ટમર કૅરના 47 ટકા કૉલ બિલી નામક AI દ્વારા હૅન્ડલ કરાય છે.
જોકે IKEAએ AIના પરિણામે નોકરીમાં થનારી કપાતને લઈને કોઈ અંદાજ માંડ્યો નથી, તેમ છતાં આ પ્રકારની બાબતો ઘણા લોકો માટે ચિંતાજનક છે.
બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (BCG)એ વિશ્વના 12 હજાર કામદારોનો સર્વે હાથ ધર્યો હતો. સર્વેનાં પરિણામો અનુસાર આ પૈકી ત્રીજા ભાગના લોકો AI તેમને રિપ્લેસ કરશે એવા ભયથી ગ્રસ્ત જોવા મળ્યા, તેમાં પણ ફ્રન્ટલાઇન કામદારો મૅનેજરો કરતાં વધુ ચિંતાતુર હતા.
BCGનાં જેસિકા એપોથેકરે જણાવ્યું કે આવું આંશિકપણે અનિશ્ચિતતાને કારણે હતું.
“જ્યારે તમે આગેવાનો અને મૅનેજરોની વાત કરો છો તો આ લોકો પૈકી 80 ટકા અઠવાડિયે એક વખત AIનો ઉપયોગ કરે છે. જ્યારે ફ્રન્ટલાઇન વર્કરોની વાત કરવામાં આવે તો આ પ્રમાણ 20 ટકા સુધી ઘટી જાય છે. તેથી એવું કહી શકાય કે ટેકનૉલૉજી અંગે ઓછી જાણકારી તેમનામાં વધુ ચિંતા જન્માવે છે.”
પરંતુ કદાચ ચિંતિત થવા પાછળ નક્કર કારણ પણ છે.

યૂટ્યૂબ અને AI
ગત વર્ષે ત્રણ મહિના માટે એલેહાન્દ્રો ગ્રેઉએ એક ખ્યાતનામ યૂટ્યૂબ ચેનલ માટે ડબિંગ કર્યું.
આ એક ખૂબ જ આશા જન્માવનારું કામ લાગ્યું, એક આખી યૂટ્યૂબ ચેનલને સ્પેનિસમાં ટ્રાન્સલેટ કરવાની હતી. ગ્રેઉ વર્ષના અંતે નિરાંતે વૅકેશન માણવા ગયા, તેમને ખાતરી હતી કે જ્યારે તેઓ પાછા આવશે ત્યારે તેમના માટે વધુ કામ હશે.
તેઓ કહે છે કે, “જીવન ટકાવી રાખવા માટે મારા માટે આ અગત્યની આવક હતી, મારે બે દીકરી છે, મારે પૈસાની જરૂર છે.” પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ કામ પર જાય એ પહેલાં યૂટ્યૂબ ચેનલે જે કન્ટેન્ટ પર તેમણે કામ ન કર્યું હોય એવો એક સ્પેનિશ વીડિયો અપલોડ કરી દીધો.
“જ્યારે મેં વીડિયો પર ક્લિક કર્યું ત્યારે સાંભળ્યું કે એ મારો અવાજ નહોતો. પરંતુ એ એક AI જનરેટેડ અવાજ હતો, એ ખૂબ જ ખરાબ રીતે ટાઇમ કરાયેલ વૉઇસઓવર હતો. એ ખૂબ ખરાબ હતું. મને લાગ્યું કે, આ શું છે? શું હવે AI અમારું નવું પાર્ટનર હશે? કે પછી એ મને આ ચેનલમાંથી રિપ્લેસ કરી દેશે?”
તેઓ જે સ્ટુડિયો માટે કામ કરતા ત્યાંથી આવેલા એક ફોને વધુ ખરાબ સમાચાર આપ્યા.
એ કૉલમાં કહેવાયું કે ક્લાયન્ટને AI આધારિત પ્રયોગ કરવો હતો કારણ કે એ ખૂબ સસ્તો અને ઝડપી વિકલ્પ છે. પરંતુ આ પ્રયોગ નિષ્ફળ સાબિત થયો.
જોનારા લોકોએ વૉઇસઓવરની ગુણવત્તા અંગે ફરિયાદ કરી અને સમયાંતરે ચેનલે AIની મદદથી વૉઇસઓવર કરીને તૈયાર કરાયેલા વીડિયો હઠાવી લેવાયા. પરંતુ ગ્રેઉને આ વાત રાહતકારક ન લાગી.
તેમને લાગે છે કે ટેકનૉલૉજીમાં સુધારો થશે. તેમના જેવા વૉઇસઓવર આર્ટિસ્ટનું એવી સ્થિતિમાં શું થશે, એ વિચાર તેમને મૂંઝવે છે. તેઓ કહે છે કે, “જો આવું મારી બધી નોકરીઓમાં થાય તો હું શું કરું? શું મારે એક ખેતર ખરીદી લેવું? મને ખ્યાલ નથી. તમે ભવિષ્યમાં રિપ્લેસ ન થાઓ એ માટે તમારે કઈ નોકરી લેવી? આ ખૂબ જટિલ પ્રશ્ન છે.”

સંયુક્ત પ્રયાસ
જો AI તમને રિપ્લેસ ન કરી શકે તો એ તમને અમુક પાસા માટે મદદરૂપ જરૂર નીવડી શકે છે. અમુક મહિનાના ફ્રીલાન્સિંગ કામ બાદ, અગાઉ કૉપી રાઇટર તરીકે કામ કરતા મીડોક્રોફ્ટને નવી દિશા મળી.
તેઓ હવે એમ્પ્લોઇ આસિસ્ટન્સ પ્રોવાઇડર તરીકે કામ કરે છે, હવે તેઓ સ્ટાફને વેલનેસ અને માનસિક સ્વાસ્થ્યને લગતી સલાહ આપે છે. AI સામે કામ કરવું એ હવે તમારા કામનો એક ભાગ છે.
તેઓ કહે છે કે, “મને લાગે છે કે માનવોને સંપૂર્ણપણે નોકરીહીન કરવા કરતાં માનવસર્જિત કન્ટેન્ટને નવી દિશા આપવી એ જ AIનું ભવિષ્ય હશે.”














