ઇઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે અને જો અમેરિકા પણ તેમાં સામેલ થાય તો તેની દુનિયા પર કેવી અસર થશે?

ઈરાનનો ઇઝરાયલ ઉપર હુમલો, ઇઝરાયલનો ઈરાન ઉપર હુમલો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો અમેરિકા અને આરબ દેશો શું કરશે, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના હુમલાના જવાબમાં ઈરાને શનિવારે સવારે તેલ અવીવ પર મિસાઇલોથી હુમલો કર્યો.
    • લેેખક, જેમ્સ લૅન્ડેલ
    • પદ, કૂટનીતિક બાબતોના સંવાદદાતા

હાલમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ બે દેશો પૂરતો મર્યાદિત જણાય છે.

સંયુક્ત રાષ્ટ્રોમાં તથા અન્ય મંચો પર વ્યાપક રીતે બંનેને સંયમ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

આમ છતાં બંને દેશોએ એકબીજાની ઉપર હુમલા કરવાનું યથાવત્ રાખ્યું છે. ઇઝરાયલનું કહેવું છે કે તેણે સતત બીજા દિવસે ઈરાનની ઉપર હવાઈહુમલા કર્યા હતા.

જો બંને દેશ સંયમની અપીલ ઉપર ધ્યાન ન આપે તો? જો લડાઈ વકરે તથા ફેલાય જાય તો?

અહીં આવી જ કેટલીક વિકરાળ પરિસ્થિતિ તથા તેના વિશેનાં અનુમાનો અંગે ચર્ચા કરવામાં આવી છે.

અમેરિકા પણ યુદ્ધમાં ઉતરે તો?

ઈરાનનો ઇઝરાયલ ઉપર હુમલો, ઇઝરાયલનો ઈરાન ઉપર હુમલો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો અમેરિકા અને આરબ દેશો શું કરશે, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ (ડાબે) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ. ટ્રમ્પનું કહેવું છે કે હાલના ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અમેરિકા સામેલ નથી.

અમેરિકાનું કહેવું છે કે તાજેતરમાં ઈરાન ઉપર ઇઝરાયલ દ્વારા જે હુમલા કરવામાં આવ્યા છે, તેમાં પોતાની કોઈ ભૂમિકા નથી. આમ છતાં ઈરાન માને છે કે આ તાજેતરના હુમલામાં અમેરિકાનાં સશસ્ત્રબળોએ ભૂમિકા ભજવી છે અને ઇઝરાયલને મદદ તો કરી જ છે.

પશ્ચિમ એશિયામાં અમેરિકાનાં અનેક સૈન્યમથકો આવેલાં છે, જેની ઉપર ઈરાન હુમલો કરી શકે છે. તે ઇરાકમાં સ્પેશિયલ ફોર્સિઝ, મધ્યપૂર્વીય એશિયાઈ દેશોનાં સૈન્યમથકો તથા આ ક્ષેત્રમાં કાર્યરત અમેરિકાનાં રાજકીય મિશનો ઉપર હુમલો કરી શકે છે.

હમાસ અને હિઝબુલ્લાહ જેવાં ઈરાનનાં પ્રૉક્સી જૂથોની શક્તિ ખૂબ જ ઘટી ગઈ છે, પરંતુ ઇરાકમાં સક્રિય એવાં મિલિશિયા જૂથો હજૂ પણ હથિયારબંધ છે અને એકજૂટ છે.

અમેરિકાને આશંકા છે કે તેના સૈનિકો કે સૈન્યમથકો ઉપર હુમલા થઈ શકે છે, એટલે તેણે ઇરાકમાંથી પોતાના કેટલાક સૈનિકોને પરત બોલાવી લીધા છે.

ઈરાનનો ઇઝરાયલ ઉપર હુમલો, ઇઝરાયલનો ઈરાન ઉપર હુમલો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો અમેરિકા અને આરબ દેશો શું કરશે, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શુક્રવારે ઇઝરાયલે ઈરાનની ઘણી જગ્યાને નિશાન બનાવી છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સાર્વજનિક રીતે અમેરિકાએ ચેતવણી આપી છે કે જો ઈરાન દ્વારા અમેરિકાનાં સૈન્યઠેકાણાં ઉપર કોઈપણ પ્રકારના હુમલા કરવામાં આવશે તો ઈરાને તેનાં પરિણામ ભોગવવા પડશે.

તેલ અવીવ કે અન્યત્ર અમેરિકાના નાગરિક મૃત્યુ પામશે, તો આ સંજોગોમાં શું થશે? આ સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પ હુમલા કરવા માટે મજબૂર બની જશે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઉપર અનેક વખત એવા આરોપ લાગ્યા છે કે ઈરાનને પરાજિત કરવ માટે આ લડાઈમાં તેઓ અમેરિકાને પણ ઘસડવા ચાહે છે.

સૈન્યવિશ્લેષકોનું કહેવું છે કે અમેરિકા પાસે બૉમ્બ વિમાનો અને બંકર બસ્ટર બૉમ્બ છે. જે ખૂબ જ ઊંડાઈમાં ઉતરીને ઈરાનનાં પરમાણુમથકો સુધી પહોંચી શકે છે, વિશેષ કરીને ફૉરદાઓમાં.

ટ્રમ્પે માગાના (મૅક અમેરિકા ગ્રૅટ અગેઇન) સમર્થકોને વાયદો આપ્યો છ કે પશ્ચિમ એશિયામાં કથિત રીતે "અનંતકાળ સુધી ચાલનારા કોઈ યુદ્ધ"ની શરૂઆત તેઓ નહીં કરે.

બીજી બાજુ, રિપબ્લિકન પાર્ટીના અનેક સમર્થકો ઇઝરાયલની સરકાર તથા ઈરાનમાં સત્તાપરિવર્તનનો સમય આવી ગયો છે, એવા ઇઝરાયલ સરકારના વિચારનું સમર્થન કરે છે.

જો અમેરિકા આ જંગમાં ઉતરશે તો તે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તથા તેનાં વિનાશકારી પરિણામ આવવાની શક્યતા વધી જશે.

મધ્યપૂર્વના દેશો સામેલ થાય તો?

ઈરાનનો ઇઝરાયલ ઉપર હુમલો, ઇઝરાયલનો ઈરાન ઉપર હુમલો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો અમેરિકા અને આરબ દેશો શું કરશે, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ હસન રુહાનીની એક ન્યુક્લિયર પ્લાન્ટની મુલાકાત સમયની ફાઇલ તસવીર

ઇઝરાયલના અતિસુરક્ષિત મનાતા સૈન્ય કે અન્ય ઠેકાણાં ઉપર હુમલા કરવામાં ઈરાન અસફળ જશે તો, તે મધ્યપૂર્વીય દેશોમાં આવેલાં, સરળતાથી નિશાન બનાવી શકાય તેવા સ્થાનો ઉપર મિસાઇલ છોડશે.

વિશેષ કરીને એવા દેશો વિરુદ્ધ, જેની વિરુદ્ધ ઈરાનને આશંકા છે કે તેઓ દુશ્મનોને મદદ કરે છે અને પ્રોત્સાહન આપે છે. આ વિસ્તારમાં ઊર્જા તથા માળખાકીય સુવિધાની દૃષ્ટિએ અનેક લક્ષ્યો આવેલાં છે, જેને નિશાન બનાવી શકે છે.

અત્રેએ યાદ રાખવું રહે કે વર્ષ 2019માં ઈરાનની ઉપર આરોપ લાગ્યા હતા કે તેણે સાઉદી અરેબિયાના તેલક્ષેત્રને ટાર્ગેટ કર્યું હતું. ઈરાનના પ્રૉક્સી એવાં હૂતી બળોએ વર્ષ 2022માં યુએઈનાં ઠેકાણાં ઉપર હુમલા કર્યા હતા. એ પછી આ વિસ્તારના અમુક દેશો સાથે ઈરાનના સંબંધ સુધર્યા હતા.

આ દેશોમાં અમેરિકાનાં બેઝ આવેલાં છે. ગત વર્ષે ઈરાની મિસાઇલના હુમલાથી ઇઝરાયલને બચાવવામાં અમુકે ગુપ્ત રીતે ભૂમિકા ભજવી હતી.

જો ખાડી દેશોમાં હુમલા થયા, તો તેઓ પોતાની તથા ઇઝરાયલની સુરક્ષા માટે અમેરિકન ફાઇટર જેટ્સની માગ કરી શકે છે.

ઈરાનની પરમાણુક્ષમતાને ઇઝરાયલ નષ્ટ ન કરી શકે તો?

ઈરાનનો ઇઝરાયલ ઉપર હુમલો, ઇઝરાયલનો ઈરાન ઉપર હુમલો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો અમેરિકા અને આરબ દેશો શું કરશે, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇઝરાયલના હુમલા નિષ્ફળ રહે તો? જો ઈરાનનાં પરમાણુ મથકો જમીનની ખૂબ જ નીચે હોય કે અત્યંત સુરક્ષિત હોય તો શું થશે?

એક અનુમાન પ્રમાણે, ઈરાન પાસે 400 કિલોગ્રામ જેટલું યુરેનિયમ છે જે 60 ટકા જેટલું સમૃદ્ધ છે. તેની મદદથી 10 જેટલા પરમાણુ બૉમ્બ બનાવી શકાય છે.

ઈરાન પરમાણુહથિયારના સ્તરનું યુરેનિયમ તૈયાર કરવાથી થોડું જ દૂર છે, જો તેનો નાશ ન થઈ શકે, તો શું થશે?

એવું માનવામાં આવે છે કે તેને ગુપ્ત ખાણોમાં ખૂબ ઊંડાઈએ છૂપાવીને રાખવામાં આવ્યું છે. ઇઝરાયલે કેટલાક પરમાણુ વિજ્ઞાનીઓને મારી નાખ્યા છે, પરંતુ કોઈપણ બૉમ્બ માહિતી તથા પરમાણુ હથિયાર બનાવવાની પાત્રતાનો નાશ નહીં કરી શકે.

ઈરાનને લાગે કે ઇઝરાયલના ભાવિ હુમલાને અટકાવવા માટે વહેલામાં વહેલી તકે પરમાણુ હથિયાર બનાવવાં જોઈએ. ઈરાન આવું વિચારે તો શું થશે?

ઈરાનના નવા સૈન્ય અધિકારીઓ તેમના પૂર્વર્તીઓની સરખામણીમાં વધુ જડ અને ઓછા સતર્ક નિવડે તો?

એના કારણે કંઈ નહીં તો ઇઝરાયલ વધુ હુમલા માટે મજબૂર બનશે, જેના કારણે આ ક્ષેત્રમાં હુમલા અને વળતી કાર્યવાહીનો ક્રમ ચાલતો રહશે. ઇઝરાયલની રણનીતિમાં આને માટે ખૂબ જ ક્રૂર શબ્દપ્રયોગ છે - "ઘાસ વાઢવું."

આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને આંચકો

ઈરાનનો ઇઝરાયલ ઉપર હુમલો, ઇઝરાયલનો ઈરાન ઉપર હુમલો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો અમેરિકા અને આરબ દેશો શું કરશે, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલ-ઈરાન વચ્ચેના સંઘર્ષ બાદ કાચા તેલના ભાવો વધવા લાગ્યા છે.

જો ઈરાન હૉર્મુઝના જળમાર્ગને બંધ કરવાનો પ્રયાસ કરે તો તેના કારણે ક્રૂડ ઑઇલની આયાત-નિકાસ પર અસર પડશે, આ સંજોગોમાં શું થશે?

ઑઇલના ભાવો વધવા લાગ્યા છે. આરબ મહાદ્વીપની બીજી તરફ આવેલા યમનના હૂતીઓ રાતા સમુદ્રમાં જહાજો ઉપર હુમલા કરવાના પ્રયાસ વધારી દે તો શું થશે?

તેઓ ઈરાનના બચી ગયેલા કથતિ પ્રૉક્સી છે. જેઓ અચાનક હુમલા કરીને ખૂબ જ મોટું જોખમ ઊઠાવવાનો ટ્રેક રેકૉર્ડ ધરાવે છે.

દુનિયાના અનેક દેશો ઉપર પહેલાંથી જ મોંઘવારીનું જોખમ તોળાઈ રહ્યું છે. ટ્રમ્પના ટેરિફ વૉરને કારણે પહેલાંથી જ પીસાઈ રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થાની ઉપર તેલના ભાવોમાં વધારાને કારણે વધુ ભારણ આવશે.

અત્રેએ યાદ રાખવું જોઈએ કે તેલના ભાવોમાં વધારાને કારણે પુતિનને સૌથી વધુ લાભ થશે. આને કારણે પુતિનની પાસે યુક્રેનનું યુદ્ધ લડવા માટે અચાનક જ અબજો ડૉલર આવી જશે.

ઈરાનમાં શૂન્યાવકાશ સર્જાય તો?

ઈરાનનો ઇઝરાયલ ઉપર હુમલો, ઇઝરાયલનો ઈરાન ઉપર હુમલો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો અમેરિકા અને આરબ દેશો શું કરશે, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેઈ

ઇઝરાયલનું લાંબાગાળાનું લક્ષ્યાંક છે કે ઈરાનમાંથી ઇસ્લામિક રિવૉલ્યૂશનરીને સત્તા પરથી હઠાવવા. ઇઝરાયલ તેમાં સફળ થઈ જાય તો?

નેતન્યાહૂનું કહેવું છે કે તેમનું પ્રાથમિક લક્ષ્યાંક ઈરાનની પરમાણુ ક્ષમતાને નષ્ટ કરવાનું છે, પરંતુ તેમણે પોતાના તાજેતરના નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે તેમનું બૃહૃદ લક્ષ્ય ઈરાનમાં સત્તાપરિવર્તનનું છે.

નેતન્યાહૂએ ઈરાનની "સ્વાભિમાની જનતા"ને કહ્યું કે તેમનો હુમલો "ખરાબ અને દમનકારી સત્તા"થી "આઝાદી મેળવવાના તમારા રસ્તાને સાફ કરનારો" છે.

ઈરાનમાં સત્તાપરિવર્તનની વાત આ વિસ્તારના કેટલાક લોકોને આકર્ષિત કરી શકે છે, વિશેષ કરીને ઇઝરાયલીઓ, પરંતુ તેના કારણે જે શૂન્યાવકાશ ઊભો થશે, તેનું શું? તેનાં અનિશ્ચિત પરિણામ કેવાં હશે? ઈરાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ કેવું સ્વરૂપ ધારણ કરશે?

ઇરાક અને લિબિયામાં સશક્ત કેન્દ્રીય સરકારો હતી, તેને હઠાવવાનાં કેવાં પરિણામ આવ્યાં, તે ઘણાંને યાદ હશે.

એટલે જ આ સંઘર્ષ આવનારા દિવસોમાં કેવું સ્વરૂપ ધારણ કરે છે, તેની ઉપર આધાર રાખે છે. ઈરાન કેવો અને કેટલો જોરદાર જવાબ આપશે? ઇઝરાયલ ઉપર જો અમેરિકાનો કોઈ અંકુશ હોય તો તેને લગાવી શકશે?

આ બંને સવાલોના જવાબ ઉપર પણ આગામી પરિસ્થિતિનો ઘણો આધાર રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન