'જીવતા પથ્થરો' ક્યાં મળ્યા, જેનું આયુષ્ય 35 કરોડ વર્ષથી પણ વધુ છે

ઇમેજ સ્રોત, BRIAN HYNEK
આ પથ્થરો પૃથ્વી પર જીવનની પહેલી નિશાનીનું પ્રતિબિંબ મનાય છે.
હા, આવું વૈજ્ઞાનિકોની એક ટીમ કહી રહી છે. તેમના કહ્યા અનુસાર તેમણે વિશ્વની અજાયબી સમાન એક ખારા પાણીના ‘લગૂન’ (સાદી ભાષામાં દરિયાથી વિખૂટાં પડેલાં સરોવરો) જેવી ઇકૉસિસ્ટમ શોધી કાઢી છે, જે આર્જેન્ટિનાના બુના દે અટાકામામાં મળી આવી છે.
થોડા દિવસો પહેલાં જ આ શોધની જાહેરાત કરી હતી. યુનિવર્સિટી ઑફ કોલોરાડો બૉલ્ડરના ભૂવિજ્ઞાની બ્રાયન હાયનેક અને આર્જેન્ટિનાના સૂક્ષ્મજીવવિજ્ઞાની મારિયા ફારિયાસે આ શોધ કરી હોવાનો દાવો કર્યો છે.
આ વિસ્તારની સેટેલાઇટ તસવીરોનું બારીકાઈથી અવલોકન કર્યા બાદ તેમણે આ શોધ કરી હતી.
તેઓ આ તસવીરોનું છેલ્લા એક વર્ષથી વિશ્લેષણ કરી રહ્યા હતા. ત્યારપછી જ તેમણે શોધી કાઢ્યું કે રણની મધ્યમાં એક વિશિષ્ટ જળચર નેટવર્ક છે.
ત્યારબાદ તેમણે દરિયાની સપાટીથી લગભગ 4,500 મીટર ઊંચા આ નિર્જન ઉચ્ચપ્રદેશની મુલાકાત લેવાનું નક્કી કર્યું. જ્યાં તેમને સ્ટ્રૉમેટોલાઇટ્સના લીલા ટેકરાથી ઢંકાયેલા એક ડઝન જેટલા ખૂબ જ ખારા, સ્પષ્ટ, વિચિત્ર લગૂન્સની શોધ કરી.
સ્ટ્રૉમેટોલાઇટ્સનો સાદી ભાષામાં અર્થ ‘જીવતા પથ્થરો’ કરવામાં આવે છે. દેખાવમાં તે તકતીઓ જેવા છે અને બૅક્ટેરિયાનાં એકત્રિત થયેલાં જૂથોથી રચાય છે.
નાસા અનુસાર, તેને વિશ્વના સૌથી પ્રાચીન અશ્મિ અવશેષો ગણવામાં આવે છે જે આપણી પૃથ્વી પર અંદાજે 3.5 અબજ વર્ષો પહેલાં જોવા મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનો ઉદભવ થયા પછીથી તે સૂર્યઊર્જામાંથી શક્તિ મેળવીને અત્યાર સુધી જળવાઈ રહ્યા છે. તે ઓક્સિજન પણ પેદા કરતા હોવાથી પૃથ્વીના વાયુમંડળમાં આ રાસાયણિક તત્ત્વની માત્રામાં લગભગ 20 ટકા સુધીનો વધારો કરે છે. આમ, તેણે પૃથ્વી પર જીવનને ખીલતું રાખવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.
એવો અંદાજ છે કે પૃથ્વીની રચના 45 કરોડ વર્ષ પહેલાં થઈ હતી.
તે સમયે પૃથ્વી આજે જે છે તેનાથી સંપૂર્ણપણે અલગ હતી.
પૃથ્વી પર પ્રગટ થયેલું પહેલું જીવાશ્મ

ઇમેજ સ્રોત, BRIAN HYNEK
જે સમયે આ જીવતા પથ્થરોનું નિર્માણ થઈ રહ્યું હતું, તે જ સમયે પ્રત્યેક મહાદ્વીપનું નિર્માણ થઈ રહ્યું હતું. તે સમયે જ્વાળામુખીઓની ગતિવિધિઓ પણ મોટા પ્રમાણમાં થતી હતી.
અહીંનું પાણી રાસાયણિક તત્ત્વ આર્સેનિકથી સમૃદ્ધ છે અને વર્તમાન મહાસાગરોની સરખામણીએ વધુ ખારું છે.
આ સંશોધનનાં સહ-લેખિકા મારિયા યૂજેનિયા ફારિયાસે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ત્યાં કોઈ ઓક્સિજન કે ઓઝોનનાં લેયર ન હતાં.
આર્જેન્ટિનાના લેખકો કહે છે, “આ પરિસ્થિતિઓમાં પહેલું જીવન રૂપ એટલે કે પ્રોટોબૅક્ટેરિયાનું નિર્માણ થયું. આ એ બૅક્ટેરિયા છે જે સાથે મળીને તેની વસાહત બનાવી શકે છે.”
પોતાની વસાહત ઊભી કરવાની આ પ્રક્રિયા દરમિયાન બૅક્ટેરિયા કાર્બન ડાયૉક્સાઇડને અવશોષિત કરે છે.
ફારિયાસ કહે છે, “આ કાર્બન ડાયૉક્સાઇડનો એક ભાગ કાર્બનિક પદાર્થમાં પરિવર્તિત થઈ જાય છે અને બીજો ભાગ કૅલ્શિયમ બાયકાર્બોનેટમાં પરિવર્તિત થઈ જાય છે. આ બીજો ભાગ જ અમુક અંશે જીવતી શિલાઓ એટલે કે સ્ટ્રૉમેટોલાઇટ્સ બનાવે છે.”
તે પૃથ્વી પર મુદ્રિત થયેલા પહેલા જીવાશ્મના સાક્ષી છે.
35 કરોડ વર્ષ પહેલાં જેવું જ વાતાવરણ

ઇમેજ સ્રોત, BRIAN HYNEK
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્ટ્રૉમેટોલાઇટ્સ સમુદ્રમાં સૌપ્રથમ તો ઓક્સિજન છોડે છે. પછી તે વાયુમંડળનું નિર્માણ કરે છે અને પછી ઓઝોનનું એક સ્તર બનાવે છે.
ફારિયાસ કહે છે, “કૅમ્બ્રિયન કાળ દરમિયાન પૃથ્વી પર યુકેરિઓટ્સનો વિસ્ફોટ થયો જેમાં પહેલેથી જ ઓક્સિજન હતો. પછી એવાં જાનવરો અને છોડ બન્યાં જે આ સ્ટ્રૉમેટોલાઇટ્સને ખાઈ ગયાં.”
35 કરોડ વર્ષો પહેલાંની આ પ્રાચીન પૃથ્વી પર જોવા મળતાં સ્ટ્રૉમેટોલાઇટ્સ આજે પણ જોવા મળે છે. જે સામાન્ય રીતે ઓક્સિજનનું નિમ્ન સ્તર, ઉચ્ચ પારજાંબલી વિકિરણો, જ્વાળામુખીય ગતિવિધિ અને ખારા પાણીવાળાં સ્થળ પણ જોવાં મળે છે.
સ્ટ્રૉમેટોલાઇટ્સ આજે પણ દુનિયામાં કેટલાંક ખારાં પાણીનાં સરોવરો અને જળાશયોમાં જીવિત છે. આ એવી જગ્યાઓ છે જ્યાં તેને કોઈ જીવિત પ્રાણી ખાઈ શકે નહીં.
ઑસ્ટ્રેલિયા વિભિન્ન પ્રકારના સ્ટ્રૉમેટોલાઇટ્સ આવાસો માટે અદ્વિતીય સ્થાન ગણાય છે. અહીં જીવિત સ્ટ્રૉમેટોલાઇટ્સ છે.
સ્ટ્રૉમેટોલાઇટ્સની સૌથી મોટી વસાહત તરીકે ઑસ્ટ્રેલિયાનું શાર્ક ખાડી ક્ષેત્ર પ્રચલિત છે.
પરંતુ ફારિયાસ અનુસાર, ઍન્ડીઝમાં જોવા મળતી આજુબાજુની સ્થિતિ અદભુત અને અલગ છે, કારણ કે તે સમુદ્ર તટથી 3600 મીટરથી વધુ ઊંચાઈએ આવેલી છે.
તેમણે આગળ જણાવ્યું કે, “ આર્જેન્ટિના, ચિલી અને બોલિવિયામાં જોવા મળતી સ્થિતિઓ અદ્વિતીય છે. આ ક્ષેત્ર જ્વાળામુખીઓથી ઘેરાયેલું છે. આ જ્વાળામુખીઓમાં ઓછું દબાણ જોવા મળે છે. અહીંની ખારા પાણીવાળી ખીણોમાં આર્સેનિકનું પ્રમાણ પણ વધુ છે.”
તેમના કહ્યા અનુસાર પૃથ્વી મંગળ ગ્રહનો એક ભાગ છે.
પૃથ્વી પર એક મંગળ ગ્રહનો નિવાસી
હાઇનેક અને ફારિયાસને આ ‘જીવતા પથ્થરો’નો અભ્યાસ શરૂ રાખવા માટે જલદી ફરીથી અટાકામા જવું છે.
ફારિયાસ કહે છે કે, “સામાન્ય રીતે સ્ટ્રૉમેટોલાઇટ્સ કૅલ્શિયમ કાર્બોનેટમાંથી બને છે. પરંતુ જિપ્સમમાંથી બનેલા સ્ટ્રૉમેટોલાઇટ્સ સમુદ્રના વાતાવરણમાં વધુ ખારાશથી બને છે. આ પરિસ્થિતિઓ મંગળ ગ્રહની સ્થિતિને સમાન છે.”
તેઓ કહે છે, “આપણે મંગળ ગ્રહ પર જઈને એ સંશોધન તો હજી કરી શકવાના નથી કે ત્યાં જીવન છે કે નહીં. પરંતુ ઓછામાં ઓછું આપણે અટાકામાને જોઈને એ વાતનો સંતોષ મેળવી શકીએ કે મંગળનું પ્રતિબિંબ પૃથ્વી પર જોવા મળે છે.”












