'ગુજરાતમાં બનાવટી અધિકારી અને કચેરી બાદ હવે નકલી ટોલનાકું' કઈ રીતે પકડાયું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં નકલી અધિકારી, કર્મચારીઓ અને બનાવટી સરકારી કચેરી બાદ હવે નકલી ટોલનાકું પણ સામે આવ્યું છે.
બીબીસીના સહયોગી રાજેશ આંબલિયાના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેરમાં બનાવટી ટોલનાકું જોવા મળ્યું છે. ઘણા લાંબા સમયથી ટોલનાકા બાજુમાં જ નકલી ટોલનાકા બનાવીને ગેરકાયદે પૈસા ઉઘરાવવામાં આવતા હોવાની વાત સામે આવી છે.
વાંકાનેર નજીક આવેલા વઘાસિયા ટોલનાકા પાસે બનાવેલ નકલી ટોલનાકા અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દ્વારા પાંચ શખ્સો સામે નામજોગ તેમજ અન્ય અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

કઈ રીતે ટોલનાકું પકડાયું?

ઇમેજ સ્રોત, Rajesh Ambalia
વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે ટોલનાકાની બંને બાજુએ ગેરકાયદે ટોલનાકા બનાવી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાના સમાચાર બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના હૅડ કૉન્સ્ટેબલ યશપાલસિંહ પરમારે વ્હાઇટ હાઉસ સિરામિકના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવીરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવીજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેમની સાથેના અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
આ મામલે જિલ્લાના કલેક્ટર અને એસપી દ્વારા સંયુક્ત પ્રૅસ કૉન્ફરન્સનું આયોજન કરી આ કેસની માહિતી આપવામાં આવી હતી.
ટોલ ટૅક્સ ચોરીના વિવાદ વિશે જણાવતા મોરબી કલેક્ટર જી. ટી. પંડ્યાએ પત્રકારનો જણાવ્યું હતું કે, “વઘાસિયા ટોલનાકા પાસે ટોલ ટૅક્સ ઉઘરવાવાના અહેવાલો વિશે કહીશ કે, કેટલાક વાહનો પાસેથી ટોલ ટૅક્સ આપ્યા વગર પસાર થતા હોવાનું તથા બામણપોર-કચ્છ હાઈવે પર પ્રાઇવેટ લિમિટેડ કંપનીથી આગળ 700 મિટર દૂર વાંકાનેરના વઘાસિયા તરફ જવાના રોડ પર જે વાહનો વૈકલ્પિક રસ્તો વાપરા તેની ફરિયાદ મળી હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“ટોલટૅક્સ ચોરી વિશે ફરિયાદ પણ દાખલ કરાઈ છે. ટોલ કંપનીને પણ કેટલીક સૂચનાઓ આપેલી છે. નેશનલ હાઈવેની માલિકીના રસ્તામાં બિનઅધિકૃત રસ્તા બંધ કરવાની જવાબદારી ટોલ ટૅક્સ એજન્સી અને કંપનીની હોય છે. તેમને પણ અમે સૂચના આપી દીધી છે.”
“અમને ભૂતકાળમાં જ્યારે રજૂઆત મળી હતી ત્યારે અમે તપાસ માટે ટીમ મોકલી હતી.”

કેમ છો?કેમ છો?કેમ છો?

ઇમેજ સ્રોત, Rajesh Ambalia
વધુમાં મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “આ બનાવમાં 5 લોકો તથા અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી છે. તપાસ ચાલુ છે. ભૂતકાળમાં થયેલી અરજી વિશે પણ તપાસ કેટલી થઈ તે ચકાસણી કરીએ છીએ.”
“પોલીસ ટીમ સંચાલક પાસે ગઈ ત્યારે ઘણી બાબતો ઊભી થઈ હતી. પોલીસને ગેરકાનૂની રીતે ટોલ ઉઘરાવવામાં આવે છે એની જાણ નહોતી. બિનઅધિકૃત વૈકલ્પિક રસ્તા વિશે પછી જાણ કરાઈ હતી. અમે કાર્યવાહી કરી છે.”
“આના માલિકો કોણ છે તે વિશે હજુ ખબર નથી. વ્હાઇટ સિરામિકની બાજુથી રસ્તો અપાયો હતો. તેમાં સંકળાયેલા ત્રણ લોકો સામે ફરિયાદ થઈ ગઈ છે.”

ભૂતકાળમાં રજૂઆતો થઈ હતી?

ઇમેજ સ્રોત, Rajesh Ambalia
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસે બનાવેલ નકલી ટોલનાકા અંગે વાંકાનેરનાં પૂર્વ ધારાસભ્ય મહમદ જાવેદ પિરઝાદાનું નિવેદન સામે આવ્યું છે.
પીરઝાદા ના કહેવા પ્રમાણે, “આ પ્રકારનાં ટોલનાકા છેલ્લા 8-9 વર્ષથી ચાલે છે. તેમજ આ બાબતે મેં અનેક વખત રજૂઆત કરી છે. ખુલ્લા રેલવે ફાટક બંધ કરાવવા માટે પણ રજૂઆત કરી હતી. ત્યારે આ તમામ સત્તાધારી પક્ષનાં નેતાની રહેમનજર હેઠળ આ ચાલતું હોય તેવું લાગે છે તેમ પણ તેમણે કહ્યું હતું.”
“વાંકાનેરનાં તમામ લોકો આ જાણતા હતા. મીડિયાનાં અહેવાલ બાદ તંત્ર એક્શમાં આવ્યું છે. આનાથી સરકારી તિજોરીને નુકસાન થાય છે. એને અટકાવવું જોઈએ. આવી ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ સામે સાચી વાત જનતા સુધી મૂકીને વહીવટી તંત્રને જાગૃત કરાયું એ મહત્ત્વની વાત છે.”
ગેરકાયદે ટોલનાકા અંગે આજે જિલ્લા કલેક્ટર અને એસપી દ્વારા આજે કરવામાં આવેલ પ્રેસ કૉન્ફરન્સમાં એવું સ્પષ્ટ કહ્યું હતું કે નેશનલ હાઇવે ઑથોરિટી દ્વારા જ્યારે પણ રજુઆત કરવામાં આવી હતી ત્યારે ત્યારે પ્રશાસને તેમને પૂરતો સહયોગ આપેલ અને અમારી ટીમ પણ સાથે તપાસ માટે મોકલી હતી.
બનાવટી ટોલ મામલે કેટલાક લોકોના નામ સામે આવ્યા છે જેમાં તેઓ રાજકીય વગ ધરાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે પ્રશાસન અને પોલીસે આ વિશે કોઈ સ્પષ્ટતા નથી.

જ્યારે ગુજરાતમાં નકલી સરકારી કચેરીઓ ચલાવતી ગૅંગ પકડાઈ

ઇમેજ સ્રોત, LAXMI PATEL
ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પકડાયેલી ‘નકલી સરકારી કચેરી’ની ચર્ચાએ સરકારી વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભો કર્યો હતો. જોકે, એ મામલો શાંત પડે એ પહેલાં જ માત્ર 10 દિવસોમાં વધુ છ ‘નકલી સરકારી કચેરી’ પકડાઈ હતી.
દાહોદની નકલી સરકારી કચેરી ઊભી કરીને રૂ. 18.59 કરોડની ઉચાપત કરવાના પ્રકરણમાં મુખ્ય આરોપી સંદીપ રાજપૂતની ધરપકડ બાદ પોલીસની તપાસમાં દાહોદના પ્રયોજના વહીવટદાર તરીકે નોકરી કરી ચૂકેલા રિટાયર્ડ આઈએએસ અધિકારી બી. ડી. નિનામા પર પણ સંડોવણીનો આરોપ લાગ્યો હતો અને 28 નવેમ્બરે નિનામાની ધરપકડ કરી લેવાઈ હતી.
દાહોદ પ્રયોજના વહીવટદાર દ્વારા છેલ્લાં બે-ત્રણ વર્ષનાં કામોની ચકાસણી કરાતાં આરોપી સંદીપ રાજપૂત વિરુદ્ધ દાહોદ જિલ્લામાં પાંચ અને ડભોઈ ખાતે એક એમ કુલ છ નકલી કચેરી અને નકલી અધિકારીઓ ઊભાં કરવાનો આરોપ લગાવાયો છે.
આ અંગે દાહોદ જિલ્લાના એસ. પી. રાજદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, " દાહોદ જિલ્લા પ્રયોજના અધિકારી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, એમાં છ બનાવટી કાર્યાલયો ઊભાં કરીને ઉચાપત કરવામાં આવી હતી."
"આ કેસમાં સંદીપ રાજપૂત સરકારી અધિકારી બન્યો હતો. અંકિત સુથારે ખોટાં બૅન્ક એકાઉન્ટ ખોલ્યાં હતાં. આ સિવાય તે સમયના પ્રયોજના અધિકારી બાબુભાઈ નિનામાની સંડોવણીના પુરાવા મળતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે."














